RSS

Monthly Archives: મે 2012

મેરી આંખોકે તારે -(ઓ મેરે પ્યારો ઝમી કે તારો..ના રાગ પર)

ઓ મેરે પ્યારો ,આંખોકે તારો ,જાના હૈ તુમકો કહાં?
ઓ મેરે પ્યારો, મેરે દુલારો,લે જાઉં તુકો વહાં.
હો સચ્ચી સચ્ચી સી,ઔર અચ્છી અચ્છી સી,
ફેમીલી હૈ જહાં,લે ચલ તુ હમકો વહાં.
ઓ મેરી નાની ,બડી સુહાની લે ચલ તુ હમકો વહાં.
મામા હો ચાચા હો,મૌસી હો મૌસા હો,
ફૂફી-ફૂફા હો જહાં જાના હૈ હમકો વહાં.
ભાઈ-બહેન પ્યારે,દોસ્ત બહોત સારે,
ખાયે ખેલે હમ જહાં,લે ચલ તુ હમકો વહાં.
ઓ મેરે પ્યારો, મેરે દુલારો.લે જાઉં તુમકો વહાં.
યે હૈ હમારી,ફેમીલી પ્યારી પ્યાર હી પ્યાર હૈ જહાં,
લે જાઉં તુમકો વહાં.
બસ,હવે આ શરૂઆત પછી મારી પરિવાર યાત્રા શરુ થશે.અને મારા પરિવારના બાળકો આ યાત્રા નું પુણ્ય અને પ્રસાદ બંને ગ્રહણ કરશે.
.
Advertisements
 

ટૅગ્સ:

રમકડું

બિંગો,

અમારો વફાદાર સાથી.

આવા સાથીને કેમ ભુલાય?હું તો છેલ્લા શ્વાસ સુધી એને ભૂલી નહિ શકું.

માત્ર એક જ મહિનાનો  એ  વફાદાર જીવ,અમારે ત્યાં આકસ્મિક આવી જાય અને માયામાં લપેટીને,સાત વર્ષે રડતાં મુકીને ચાલ્યો પણ જાય.

એને કેમ રે ભુલાય?!

સફેદ રૂ ના ઢગલા જેવો,નાનું પમ્રેનીયન ગલુડિયું.મને અને મારી દીકરી હલકને આમ પણ પશુ-પંખીઓ ખુબ ગમે.એટલે અમને તો બિંગો આવ્યો એ બહુ જ ગમ્યું.

પણ બીજા બધાને પણ એણે, એની  માયાજાળમાં લપેટ્યા.બહુ તોફાની.ચંપલ તો કોઈનાય સાજા ન હોય.અમારે બહાર જવું પડે,અને ઘરમાં એકલો રાખીએ ,

અને અમે પાછા આવીને જોઈએ તો,ડાઈનીંગ ટેબલની ખુરશીઓના પાયા ચવાઈ ગયાં હોય,સોફાના કુશનમાંથી રૂ બહાર આવીને પડ્યું હોય.

ત્યારે ય એના ઉપર ગુસ્સો નથી આવ્યો,વ્હાલ જ આવ્યું છે.

એકવાર એણે મારા પતિના ચંપલની પટ્ટી કાપી નાખી,એમને તો ગુસ્સો આવ્યો,અને ગુસ્સો આવે પણ,કારણ કે,આ ચોથી ચંપલ હતી.તો ગુસ્સો આવ્યો અને ગુસ્સામાં

એમણે બીન્ગોને થપાટ મારી,…અને હું ને હલક જે ગુસ્સે થયા છે..કે વાત નહિ.મારા પતિનો પણ માર્યા પછી જીવ તો બળતો જ હતો.જેમ આપણાબાળકને ક્યારેક મારવું પડે અને માર્યા પછી માં-બાપનો જીવ બળે તેમ.

પણ બિંગો તો જેણે એને અવડુ માર્યું ,એના જ પગ ચાટવા લાગ્યો,અને પુછડી એન્ટેના ની જેમ ટુક ટુક ટુક ટુક….હલવા લાગી.મારા પતિ પાસેથી વ્હાલની અપેક્ષામાં દયામણું  મોઢું લઈને ઉભો રહ્યો.એમને પણ બહુ લાગી આવ્યું અને બીન્ગોને ખુબ વ્હાલ કર્યું.

જોતજોતામાં તો એણે બધાના મન જીતી લીધા.કોઈ અજાણ્યાને તો ગેટમાં પણ ઘુસવા ન દે, એટલું ભસે કે વાત નહિ,પણ જો કોઈ સામાન લઈને આવે તો એ બહુ રાજી થઇ જાય.અમારી બાજુમાં એક ‘બા’ રહે છે. બિંગોતો એમને  ઓળખે  છતાંય ,એ  ‘બા’   જયારે મારા સાસુ પાસે બેસવા આવે ત્યારે એટલું ભસે ,ખબર નહિ,આવકાર આપતો કે શું?ત્યારે બા કહેતા કે હું બાજુમાં થી આવું છું ને તોય હવે થેલીમાં બે કપડા ભરીને આવીશ,એટલે  એ રાજી થશે..

અમારી બાજુમાં એવું જ શેન્કી નામનું વફાદાર રહેતું.સાવ અમારી ઘરની દીવાલને અડીને જ એ લોકોનું ઘર છે. એને એકલો મુકીને બહુ બહાર જવાનું અમને ગમતું  નહિ,પણ ક્યાંક જાવું પડે તો જયારે પાછા આવીએ ત્યારે ભસી ભસી ને,કમ્પાઉન્ડ વોલ પાસે દોડી જાય જાણે શેન્કીને કહેવા કે,’જો મારા મમી,પપ્પા આવી ગયાં..’આવો હતો મારો બિંગો.’!

એકવાર એ માંદો પડ્યો. કઈ ખાય ન પીએ. દવા તો આપી પણ એ ચાલી શકતો નહિ.જે દોડી દોડીને ભસ્યા કરતો એ હવે ચાલી પણ શકતો નહિ.અમારા ડ્રોઈંગ રૂમના સોફા પાસે બેસી ને મારી સામે જોયાં જ કરતો,મારાથી હજી એની એ નજર ભુલાતી નથી.હું એને પૂછ્યા કરતી એક બાળકને પૂછીએ તેમ,કે

‘છું ખાવું છે?છીલો ખાવો છે?'”

એને શીરો ને ઈડલી ઢોકળા બહુ ભાવતાં.પણ એની આંખોમાં કઈ વેદના હતી એ ઓળખવાનું અમારું તે ગજું હતું ?! હું સતત એની સાથે વાતો કરતી,

“ચલો પાઉડર લગાઈ દઉં,ચલો છીલો બની દઉં..ચલો…”

હું જે દિશામાં જાઉં એ દિશામાં એ જોયાં કરતો.એ ચાલી નહોતો શકતો.એ ભસી નહોતો શકતો.એની આવી લાચાર આંખના આંસુ અને મુંગી વાચા આજે પણ મારા મનને હલાવી નાખે છે.આવો બિંગો તો નસીબદારને જ મળે.એને કોઈ ‘કુતરો’ કહે તો મને ઘા વાગતો.

હલક ના રૂમમાં જ એ રોજ સુતો.હવે તો એને તેડીને ઉપર રૂમમાં લઇ જવો પડતો.હલક એને ઉપાડીને લઈ જતી.એક રાત્રે,ઉપર લઇ ગઈ,અને અચાનક એક વાગે હલકે મને ઉઠાડી,’મમ્મી  તુ ઉપર ચલ ને જો, બીન્ગોને શું થઇ ગયું?’મેં ઉપર જઈને જોયું,

હે રામ!  શાંતિથી નિર્જીવ બિંગો પડ્યો હતો.અને એ અમને છોડીને ચાલ્યો ગયો….

અમે ઘીનો દીવો કર્યો, ગીતાજીનો પંદરમાં અધ્યાયનો પાઠ કર્યો.અને નવી ચોખ્ખી ચાદરમાં લપેટી,કારમાં સુવડાવી,નર્મદાકિનારે એને વિદાય આપી.ત્યારથી તે આજ સુધી એ ક્યારેય ભૂલાયો નથી.

આપણે એમને આપણા રમકડા માનીએ,પણ આવા જીવ ભલે થોડાક સમય માટે આવીને આપણને ‘રમાડી’જાય છે.

 

ટૅગ્સ:

વિચારો નું વૃદાવન

 

 

 

 

 

 

ધૂપ સળી,

જાતે બળી,

પણ સુગંધ બીજાને મળી.

આ સંસારમાં સાર તો છે ,

પણ થોડો થોડો માર પણ છે.

મનને મારીને જીવવું પડે છે,

સોય લઇ ક્યારેક સીવવું પડે છે.

 

ટૅગ્સ:

જવાબ આપો.

 

 

 

 

 

 

-લોકો શા માટે બીજાની વાતમાં માથું મારે છે?

-લોકો પોતાના કરતા બીજાની વાતમાં રસ કેમ વધારે લે છે?

-લોકો શા માટે આનંદમાં નહી રહેતા હોય?

-લોકો  બીજાના આનંદથી ખુશ કેમ નહી રહેતા હોય?

-લોકો નાની વાતોને મોટું રૂપ કેમ આપતા હોય છે?

-લોકો નાની નાની વાતમાં બીજા ઉપર કેમ આધારિત થઇ જાય છે?

-લોકો પોતાની જાત પર ભરોસો કેમ નથી રાખતા?

 

ટૅગ્સ:

વિચારોનું વૃંદાવન

 

 

 

 

 

 

ઘણાં લોકોને કહેતા સાંભળ્યા છે કે,’આપણું તો કેવું કે,મોઢામોઢ કહી દેવું,કઈ મનમાં રાખવાનું જ નહી.’

‘હું તો મોઢે જ કહી દઉં’

‘હું તો મોઢા ઉપર ચોપડાવી જ  દઉં. કોઈની સાડીબાર ના રાખું.”

હવે આને શું કહેવું?મારા વિચાર પ્રમાણે,મોઢામોઢ કહી દેવું કે સામે જ ચોપડાવી દેવું એ કઈ ‘બહાદુરી ના લક્ષણ નથી! ખરી બહાદુરી તો ગળી ખાવામાં અને એ સમય સાચવી લેવામાં છે.પણ ‘નીલકંઠ’  બનવું સહેલું નથી.એ કઈ ખાવાના ખેલ નથી.એ તો સમાજના ‘ઝેર પીવાની’  પ્હેલ  છે.

ભૂલ કરવી એ મનુષ્ય સ્વભાવ છે,

કરેલી ભૂલની માફી માગવી એ ખુબ મોટો ભાવ છે,

અને માફી માગનારને માફી આપવી એ ઈશ્વરનો આવિર્ભાવ છે.

 

ટૅગ્સ:

મારો અભિપ્રાય

ભરૂચમાં સારા અને ઘણાં  વાચકો એક ‘પુસ્તક-પ્રેમી’ ગ્રુપ ચલાવીએ છીએ.તેમાં ભરૂચના કોઈ વાચકો અને ભાવકો,જે તેમને ગમ્યું હોય તેવા પુસ્તકનું રસદર્શન કરાવે અને આ રીતે પોતાની એ પુસ્તક તરફની વિચારસરણી પ્રગટ કરે.આ સભામાં માંધાતા લેખકો અને કવિઓને પણ આમંત્રિત કરવામાં આવે છે.

આવી જ એક પુસ્તક પ્રેમીઓની સભામાં શ્રી ગુણવંત શાહને આમંત્રિત કર્યાં હતાં.તેઓએ તેમના પુસ્તક’ગાંધીની ઘડિયાળ”વિષે રસદર્શન કરાવ્યું હતું.તેમની એક વાત મને ઘણી જ ગમી કે,’દરેક મહાન પુરુષોના અનુયાયીઓ જ તેમના સિધાન્તોને  ખોટા અર્થમાં સમજ્યા હોય છે.ખરેખર ખુબ જ ચોખ્ખી વાત કરી.

આજે સવારે જ અમે બંને આપણા સમાજમાં વધી રહેલાં દંભ અને ધર્મને નામે ચાલી રહેલાં નાટક વિષે ચર્ચા કરતા હતાં.દરેક ક્ષેત્રમાં સત્તા-લાલચ-નાટક-દંભ એટલાં ધમધોકાર ચાલી રહ્યા છે કે,સામાન્ય માણસ તો મુંઝાઇ જ ગયો છે.

જીવન પણ પ્રેમ અને સત્યના સિધાન્તોથી જીવાય તો એ કલા બની જાય છે,બાકી કીડા-મંકોડા ઘણાં છે.

 

ટૅગ્સ:

વિચાર-વાયુ

 

 

 

 

 

 

-માણસનું મન વિચારો કરીને થાકતું કેમ નહી હોય?

-માણસ ઈર્ષ્યાળુ કેમ છે?

-માણસ ઉદાર કેમ નથી?

-માણસ દંભી કેમ છે?

-માણસ લાલચુ કેમ છે?

-માણસ પ્રેમાળ કેમ નથી?

-માણસ પ્રેમનો દેખાવ કેમ કરે છે?

-માણસ પારદર્શક કેમ નથી?

-માણસ આવો કેમ છે?

-માણસ આવો કેમ નથી?

-માણસ માણસ જેવો કેમ નથી?!

 

ટૅગ્સ:

 
પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

મારી બારી

દીપક ધોળકિયા

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

Booksonclick.com

અડધો ગ્લાસ ભરેલો જોવો

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

arvindadalja.wordpress.com/

My little different Thoughts

ડૉ. સુધીર શાહ Dr. Sudhir Shah

સમય + સમજ + સંજોગ = સંતોષ Time + Understanding + Situation = Satisfaction

planetJV

colorful cosmos of chaos

"મધુવન"

ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

પાર્થેનીયમ

મારા શબ્દ..મારી વ્યથા.. મારી કવિતા..

%d bloggers like this: