RSS

કુળદીપક

24 મે
 diya

કોડિયું નાનું ભલેને હું,સદાયે રહું હું ઝગમગતું.

ગોરાકાકા,એટલે મારા પતિ ના નાના ,અને મારા નાનાજી.એટલે કે,મારા સાસુમાં ના પિતા.આ એક એવું વ્યક્તિત્વ છે કે,અમારા સમગ્ર કુટુંબ પર એમના જ સંસ્કારોની છાપ  છે.

ઊચા,ગોરા અને શરીર જેટલી જ એમના ચારિત્ર્યની ઊચાઇ.તેઓ આજીવન શિક્ષક.સાદગીભર્યું જીવન,નિયમિત જીવન.કચ્છ -માંડવીમાં ભાટિયા બોર્ડીંગ ના તેઓ ગૃહપિતા હતા.

ત્યાં દૂર દૂર થી બાળકો ભણવા આવે અને બોર્ડીંગ મા રહીને અભ્યાસ કરે.શરૂઆતમાં જો કોઈ નાના બાળકને મા-બાપ નો અસાંગળો લાગે ત્યારે મારા નાનાજી એ બાળકોને પોતાને ઘરે રાખતા અને નાનીમાં એમની સંભાળ રાખતા.પછી જયારે છોકરાઓ ટેવાઈ જાય એટલે બોર્ડીંગમાં રહેવા જતાં.રોજ રાત્રે તેઓ બોર્ડીંગ નો રાઉન્ડ મારે,બાળકો બરાબર છે કે નહિ?ઓઢવાનું ખસી ગયું હોય તો ઓઢાડે અને તાવ-તરીયામાં  દવા ખોરાક વગેરેની ખુબ સંભાળ રાખતા.

અમારા ગોરકાકાને સંતાન મા પાંચ દીકરીઓ.એક દીકરો હતો,પણ ટાઈફોડ માં મૃત્યુ પામ્યો.ગોરાકાકા તો આજીવન શિક્ષક,ચુસ્ત ગાંધીવાદી,નિયમિતતા,ચીવટ અને સત્યપ્રિયતા એમની રગેરગમાં વણાયેલી.  તેમણે પાંચેય દીકરીઓને વારાફરતી ઉચ્ચ સંસ્કારી અને સાદા કુટુંબોમાં પરણાવી.પાંચ પાંચ દીકરીઓ છતાં તેમના ઉછેરમાં કોઈ કચાશ નહિ.બધી દીકરીઓ પર તેમને ખુબ વ્હાલ અને દીકરીઓ પણ તેમને ખુબ માને. આ તમામ દીકરીઓને બાપના સદગુણો  ગળથુથીમાં જ મળ્યા હતા એમ કહીએ તો ચાલે.બધાં ખુબ સંતોષ અને આનંદથી રહેતા હતા.

પણ કાળરૂપી થપેડા કોને નથી વાગતા?ગોરાકાકાના ઋજુ હૃદય ઉપર પણ કાળના ક્રૂર હાથની થપાટ વાગી.વારાફરતી,એક પછીએક,ચાર દીકરીઓનો ચાંદલો ભુસાયો.બાપ અને દીકરીઓએ કેમ કરીને આ વજ્રઘાત જીરવ્યો હશે ?! એતો એ સમય જ જાણે છે. આ બધી દીકરીઓને પણ દીકરાઓ  હતા,તેમને સાચવનાર સગાંઓ પણ હતાં,છતાં તેમના ઘાવ ને રુઝવવા બાઓ જેવો  મલમ કોણ લાવી શકે? દીકરીઓને આકરું વૈધવ્ય,તેના બાળકોનો ઉછેર,અભ્યાસ,ઘર ચલાવવું,અને સૌથી વધુ તો  દીકરીઓના મનમાં ઘર કરી ગયેલો નોધારાનો ભાવ ! આ બધી બળતરા ઓ પર સ્નેહાળ પિતાનો  વ્હાલભર્યો  હાથ એમના આંસુ લુછવા આગળ થયો અને અડીખમ આધાર આપ્યો. તેઓ વારંવાર એક પંક્તિનું રટણ કર્યા કરતા અને ગાતા,

‘ગુજારે જે શિરે તારે જગત નો નાથ તે સહેજે “

ગણ્યું જે પ્યારું પ્યારા એ અતિ પ્યારું ગણી લેજે.”

આ આદર્શને તેમણે માત્ર રટ્યો જ નહિ પણ જીવનમાં ઉતાર્યો અને જેવું ઉમદા વાચ્યું ,વિચાર્યું એવું જ ઉમદા જીવન તેઓ જીવ્યા.આજે જયારે ફિલ્મોમાં કે સીરીઅલોમાં ,’Larger Than Life”જેવા પત્રો જોઈએ અને આતો કલ્પના છે કઈં વાસ્તવિકતા નથી.એવું વિચારીએ, પણ ના,એ પાત્રો વાસ્તવિક છે,આપણી આસપાસ જ છે, જરુર છે આપણી દ્રષ્ટિને વિશાળ બનાવવાની.

આ પાંચેય બહેનોમાં એકતા એવી કે,જેનો જોટો ન જડે !બધી બહેનો એકબીજાના સારા માઠા પ્રસંગે એવી આવીને ઉભી રહે કે,આખો પ્રસંગ ક્યાં ઉકેલાઈ જાય તે ખબર જ ન પડે.કોઈ બહેન એકબીજાનું વાકું ક્યારેય ન બોલે,એકબીજાને બરાબર સમજે. જગતનીબધી બહેનોએ આમાંથી પ્રેરણા લેવા જેવી છે.પાંચ બહેનો એટલે પાંચેય આંગળાં ભીડીને વાળેલી મજબુત મુઠી .મેં એમનું નામ “હમ પાંચ” પાડ્યું હતું.અને જયારે આ દીકરીઓની મા,”અમ્મા”મૃત્યુ  પામ્યા ત્યારે આ જ દીકરીઓ બાપનો મજબુત આધાર બનીને ઉભી રહી.અમ્મા અને ગોરાકાકા ને એકબીજા વગર ઘડીય ન ચાલે એવો સ્નેહ હતો !તેમના ગયાં બાદ દીકરીઓએ એક ભીંત  વગરની બીજી ભીંત ને ટેકો  આપવાનું   ભગીરથ અને સફળ કામ કર્યું. બાપને એવા લાડ લડાવ્યા, … ગોરાકાકાની પસંદ,નાપસંદ,તબિયત,ખોરાક,વાંચન.એમના ખાવા-પીવા,સુવા,ન્હાવા સીખેના સમયનું ધ્યાન રાખ્યું.

દરેક સંતાનો એ, આ દીકરીઓનો ગુણ ઉતારવા જેવો છે કે,એકલા મા કે એકલા પડેલા બાપને કઈ રીતે સચવાય ?કેવું માન અને પ્રેમ અપાય?

પ્રેરણા લેવા ક્યાંય દૂર જવાની જરુર નથી.પણ આપણે કોઈ વિશેષ વ્યક્તિ કે એનું પુસ્તક કે એની વાતો થી અંજાઈ જઇ,”એમાંથી પ્રેરણા લેવી જોઈએ ” અને એમાંથી પ્રેરણાનું અજવાળું શોધવા આથડીએ છીએ,પણ આપણા જ ઘરના દીવાને અપને પ્રગટાવતાં નથી !આપણા કોઈ પણ વડીલને બે મીઠાં શબ્દો કે બે પ્રેમના કોળિયા સિવાય કોઈ જ અપેક્ષા હોતી નથી.એમની ઉમર અને એમની અશક્તિઓની આપણે શક્તિ બનીએ.હા, ગોરાકાકા ઘણીવાર બાળકની જેમ જીદ પણ કરતા,વડોદરા જવા માટે,બેટરીમાં સેલ માટે..ત્યારે મા બનીને દીકરી સમજાવતી.ક્યારેય આ દીકરીઓને બાપ સામે છણકા કરતી મેં જોઈ નથી! મારી સમક્ષ બનેલો એક સરસ પ્રસંગ તમને કહું,

“ગોરાકાકા વધારે તો  મોટીમાસી ને ઘરે વડોદરા રહેતા,પણ અમારી ઈચ્છાને માન આપી,ભરુચ પણ આવતા.આવી જ રીતે એકવાર ભરુચ આવ્યા બાદ બે જ દિવસમાં કહેવા લાગ્યા કે,”મારે વડોદરે જાવું છે ભલા,મને મોટી પાસે જાવું છે.”ત્યારે મારા સાસુ, એટલે ગોરાકાકાના દીકરીએ  તેમને પ્રેમથી સમજાવતાં કહ્યું કે,”કેમ હું પણ તમારી  દીકરી નથી?તમને મારી પાસે રહેવું નથી ગમતું?”બસ…એટલા જ શબ્દો અને સ્નેહાળ બાપનું હૃદય પીગળી ગયું.દીકરીના ખભા પર હાથ મૂકી કહ્યું કે,”તમે તો મારી ડાહી દીકરી છો ભલા !તમે મને બહુ ગમો છો.હું રહીશ તમારી પાસે.”જેમ જેમ વ્યક્તિની ઉમર વધે તેમ આંખો નબળી પડે,ખોરાક ઓછો થાય.આ વાતે ભાભી,એટલે મારા સાસુ બહુ જ ચિંતા કરે.આજે ગોરાકાકા બરાબર જમ્યા નહિ,હવે બહુ વાંચી પણ નથી શકતા,એમ કહી ગળગળા થઇ જાય.બાપની આવી કાળજી અને ચિંતા રાખનાર દીકરીની હું વહુ છું એનું મને અભિમાન છે.”

ગોરાકાકાનું “મોટી પાસે વડોદરે જાવું છે”નું રટણ વચ્ચે વચ્ચે ચાલુ જ હોય.વડોદરા ગયાં,શરીરમાં સામાન્ય તાવને કારણે અશક્તિ આવતી ગઈ.મોટી માસીના દીકરા અમારા કુમાર ભાઈએ તેમની દવા કરાવવામાં પાછું વાળીને  જોયું નથી.અને પાંચેય બહેનોએ ભેગા રહીને બાપની જે સેવા કરી છે,તે “ન ભૂતો,ન ભવિષ્યતિ”.બધી દીકરીઓ મોટીમાસીને ઘરે, ગોરાકાકાની પથારી પાસે વાર ફરતી જાગે.કોઈ ફળ આપે તો કોઈ દૂધ તો કોઈ દવા.સમય સમયે આપતા રહે.તેમને સારું વાચી સંભળાવે,આમ એકબીજાને પણ હુંફ આપતા પાંચેય ભેગા જ રહે.વારંવાર એમને ઉઠાડવા,બેસાડવા,ઉપાડવા,સુવડાવવા,આ બધું દીકરીઓ કરે અને તે પણ જરાય કંટાળ્યા વગર…ન થાક..ન ફરિયાદ…ન ચહેરા ઉપર એક પણ સળ.

જ્યાં આવી દીકરીઓ હોય ત્યાં,વૃધાશ્રમ ,કે વડીલોનું ઘર,કે જીવન સંધ્યા જેવી સંસ્થાઓને ય શરમ આવે !આ પાંચેય દીકરીઓને હું,

              પંચરત્ન,

              પંચામૃત,,

              પંચઋષિ,અને

              પંચતત્વ નું

બિરુદ આપી,મારા હૃદયની લાગણીઓનું ઘી ઉમેરી,મારા શબ્દના દીવડાઓથી આરતી ઉતારું છું.

અમારા આખા કુટુંબને આ “કુળ-દીપકો”ઉપર ગર્વ અને અભિમાન છે.

Advertisements
 

ટૅગ્સ:

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

 
પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

મારી બારી

દીપક ધોળકિયા

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

Booksonclick.com

અડધો ગ્લાસ ભરેલો જોવો

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

arvindadalja.wordpress.com/

My little different Thoughts

ડૉ. સુધીર શાહ Dr. Sudhir Shah

સમય + સમજ + સંજોગ = સંતોષ Time + Understanding + Situation = Satisfaction

planetJV

colorful cosmos of chaos

"મધુવન"

ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

પાર્થેનીયમ

મારા શબ્દ..મારી વ્યથા.. મારી કવિતા..

surtiundhiyu

This WordPress.com site is the cat’s pajamas

%d bloggers like this: