RSS

ગંગાસતી

24 મે

ગંગાસતીના ભજનોથી કોણ અજાણ છે?ગ્રામ્ય સ્ત્રીની વાણીનો મર્મ સમજવો ભલભલા દર્શન  શાસ્ત્રીઓ  માટે  એક આશ્ચર્ય છે.ગુર્જર ધરતીની ગરમીન કન્યા,ધોળા જંકશન પાસે સમઢીયાળા ગામ.આ ગામના મુખીના પત્ની બાજીબાને શેર માટીની ખોટ હતી.એકવાર એ કોઈ સંબંધીના લગ્નપ્રસંગે ગયા હતાં,અને પરાપૂર્વથી ચાલ્યું આવે છે તેમ બાજીબાને પણ વાંઝિયા મ્હેણું મારનાર કોઈ મળી આવ્યું.ઘરે આવીને દુઃખી થયેલી પત્નીને મુખીએ આશ્વાસન આપ્યું.અને તેમને સધિયારો આપ્યો.આટલા વર્ષો પહેલાં પણ આવા પુરુષો હતાં!

મુખીના આ ગામમાં સંતોની મંડળીએ પડાવ નાખ્યો.,કોઈએ મુખીને સમજાવ્યું કે,સંત સેવાનું ફળ તમને જરુર મળશે,તમે સંતોને રાજી કરો.એટલે નુંખી અને બાજીબા એ ખુબ ભક્તિભાવ પૂર્વક સેવા કરી,અને તેને પ્રતાપે બાજીબાએ એક પુત્રને જન્મ આપ્યો.અને કહળુભા તેમનું નામ રાખ્યું. આ પુત્ર પણ ભક્તિમય વાતાવરણમાં મોટો થયો.ઉમરલાયક થતાં,ગંગાબાઈ સાથે તેમનું લગ્ન થયું.આ ગંગા બાઈનું પિયર પૂરેપૂરું ભક્તિમય હતું,તેમને ત્યાં કાયમ ભજન-ધૂનની મસ્તી છવાયેલી જ રહેતી.આવા ગંગાબાઈએ પતિને પણ ભક્તિનો રંગ લગાડ્યો.

સમય જાતા ગંગાબાઈ ને ત્યાં પુત્ર જન્મ્યો,સંતોનું આગમન અને તેમની સેવા તો ચાલુ જ હતાં.એક વાર,તેમનો પુત્ર ખુબ બીમાર પડ્યો.જીવલેણ બીમારીમાં સપડાયો.ગંગાબાઈ અને તેમના પતિ ખુબ ચિંતિત હતાં.ઘણાં લોકો બાળકને જોવા પણ આવતાં.આવે વખતે,સંતોની જમત ગામમાં આવી.પતિએ પોતાના પુત્રની માંદગીનું વિચારી,ગંગાબાઈ ને પૂછ્યું ,”ભંડારી,હવે આપણે શું કરશું?સંતો આવ્યા છે ને આ પુત્ર!” ત્યારે ગંગાબાઈએ જે જવાબ આપ્યો તે આજે પણ વાંચીને તેઓની ભક્તિ સામે મારું મસ્તક નામે છે.ગંગાબાઈએ કહ્યું,”ભગત!ભગવાનનો ભારુહો કરો.અલખ ધણી હંધુય પર પડશે.આવ્યાને આદર દેતાં,પંડનાપોટાને યાદ ન કરાય.બાકી,રે’વા સર્જ્યાને  કોઈ લઇ જનાર નથી,અને જનારને કોઈ રોકનાર નથી.” શું ફિલસુફી છે! આશ્ચર્ય તો એ વાતનું છે કે, એ સમયમાં રહેતી,ગામડાની અભણ નહિ કહું પણ,સદી નારીની આવી વાતો! આજના સમયને પણ ચકિત કરી મુકે છે!

પતિ પત્ની બંને બાળકને ઝોળીમાં સુવડાવી  સંત સેવામાં લીન બન્યા.સંતોના ચરણામૃત નું પણ કરાવ્યું અને પુત્ર ધીમે ધીમે સાજો થવા લાગ્યો.  દિવસે દિવસે તેમનો પુત્ર પણ આવા જ વાતાવરણમાં ઘડવા લાગ્યો.તે ઉમરલાયક થતાં ,પાનબાઈ નામે સંસ્કારી કન્યા સાથે તેમનું લગ્ન કરાવ્યું.એ દિવસોમાં એક ઘટના બની,કહળુભા ને ક્યાંક જમવાનું નોતરું આવ્યું, અને એ જમવા ઉપડ્યા.રસ્તામાં એક ગાય મરેલી પડી હતી અને  ઓટલા ઉપર કેટલાક દરબારોની ટોળી બેઠી હતી,એમણે ભગતને હેરાન કરવાનો કીમિયો કર્યો.એ લોકોએ ભગતને પૂછ્યું કે,”કાં ભગત, જમવા જાઓ છો?ભગત કહે કે હા,પ્રેમથી તેડયો છે તો જાવું પડે ને?”આ ગાય મરેલી પડી છે તો પણ જશો?તમારામાં સાચી ભક્તિ હોય તો કરવો પારખાં અને ગાયને જીવતી કરો.”દરેક કાળમાં સાચી વ્યક્તિઓએ કસોટીમાંથી પસાર થવું જ પડે છે.

ભગત તો ઘરે ગયા અનેગંગાબાઈ ને બધી વાત કરી.અનેગંગાબાઈ નો જવાબ,”હશે ભગત! સાયરપેટા થઈએ.જગતનો ધર્મ કહેવાનો છે અને આપનો સાંભળવાનો .”

“જા મેં જીતની બુદ્ધિ હૈ,ઉતના કહત બનાય .વાકા  બુરા ન માનીયે,લેન કહા વે જાય?!”

અને ફરીથી સંતોના ચરણામૃત થી ગાય સજીવન થાય છે.પણ આ બનાવ બાદ કહળુભા ગંગાબાઈ ને કહે કે,” હું હવે સમાધી લઈશ.દરેક વખતે મારા વ્હાલાને હેરાન ન કરાય.આવા ચમત્કારો વારંવાર ન થાય.”અને “ડૂબતાં નાવડાં કહળુભાને તારે…”ગંગાબાઈ પણ પતિ સાથે જ સમાધી લેવા માગે છે પણ ભગત સમજાવે છે કે,હજી તમારે પાનબાઈને ભક્તિની રીત શીખવવાની છે માટે તમે પછી આવજો.અને સમાધી લેવાય છે.

ત્યારે ગંગાસતી ગાય છે કે,”મેરુ તો ડગે ને જેના મન ન ડગે ,

મરને’ ભાંગી રે પડે રે બ્રહ્માંડ ….

ભગતના ગયા બાદ,ગંગાસતી રોજ એક ભજન બનાવી પાનબાઈને સંભળાવવા લાગ્યા.કુળ બાવન દિવસ સુધીમાં બાવન ભજન સંભળાવી પાનબાઈને તૈયાર કર્યાં.

,”વીજળીને ચમકારે,મોતીડાં પરોવો પાનબાઈ,અચાનક અંધારાં આવશે,”અને પાનબાઈએ પણ ગંગાસતી ની જ્યોતને ઝાલી નવો માર્ગ કંડાર્યો.આવાં સંતો અને સતીઓને આપણે કદીયે ન ભૂલીએ.

તમે શું કહો છો?

ગંગાસતીના કેટલાક ભજનોની અમૃત વાણી.

“જ્યાં લગી લાગ્યા,ભાગ્યાની  ભે’ રહે મનમાં ,ત્યાં લાગી ભાગતી ન થાય.

શરીર પડે વા’કો ધડ લડે પાનબાઈ,સોં મરજીવા કહેવાય’.

છે ને  “હરિનો મારગ છે શૂરાનો નહિ કાયરનું કામ જો..”-નરસિહ મહેતા.

“શીલવંત સાધુને વારેવારે નમીએ ભાઈ રે,આઠે પ્હોર મન મસ્ત થઇ રે’વે.

જેણે જાગી ગયો તુરિયાનો તાર..

(જાગૃતિ,સુષુપ્તિ,સ્વપ્ન અને તુરીયા આ ચારેય ચિત્તની મનોદશા છે.અને તુરીય એટલે તદ્દન મુક્ત મનોદશા.)

“નામ ને રૂપ જેણે મિથ્યા કરી જાણ્યું,ને,

સદાય ભજનનો આહાર..”

સૌરાષ્ટ્રની ધરતીમાં આવાં સ્ત્રી સંતો જન્મી અને અંતરના ભાવોને આપણા સુધી પહોચાડ્યા છે એ કઈ નાની સુની વાત નથી.

ધન્ય છે આવાં સંતોને!

Advertisements
 

ટૅગ્સ:

2 responses to “ગંગાસતી

 1. jjkishor

  મે 26, 2012 at 10:31 એ એમ (am)

  સાસુ–વહુની આ જોડી ગુજરાતનું તેજસ્વી પ્રકરણ છે. સુંદર પરિચય માટે આભાર.

  Like

   
  • jjkishor

   મે 26, 2012 at 11:09 એ એમ (am)

   કબીર અને મીરાંમાં ભાવોદ્રેક છે પણ મીરાંમાં ભક્તીની ઉંચાઈ અને કબીરજીમાં જ્ઞાનનું ઉંડાણ મસ્તક નમાવી દ્યે છે. બન્નેનો સંગ્રહ મળશે તો બહુ મોટી સેવા થશે.

   સાભાર…

   Like

    

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

 
પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

મારી બારી

દીપક ધોળકિયા

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

Booksonclick.com

અડધો ગ્લાસ ભરેલો જોવો

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

arvindadalja.wordpress.com/

My little different Thoughts

ડૉ. સુધીર શાહ Dr. Sudhir Shah

સમય + સમજ + સંજોગ = સંતોષ Time + Understanding + Situation = Satisfaction

planetJV

colorful cosmos of chaos

"મધુવન"

ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

પાર્થેનીયમ

મારા શબ્દ..મારી વ્યથા.. મારી કવિતા..

surtiundhiyu

This WordPress.com site is the cat’s pajamas

%d bloggers like this: