RSS

હમ પાંચ

24 મે

 

હમ પાંચ

પાંચ બહેનો ,એટલે ગોરાકાકાની પાંચ દીકરીઓ.અને અમારા ચાર માસીઓ ,અને એકમાત્ર મારા સાસુ એટલેકે ‘માં’. આ બધા પાસેથી હું એટલું શીખી છું કે એ લોકોની યશગાથા ગાયા વગર રહી શકતી નથી.આશય એટલો જ કે મારી આગળ ની પેઢી ને મારા વડીલો પાસેથી પ્રેરણા મળે.

મોટીબહેન (મોટી માસી)

કોઈ પણ સજોગોમાં સ્વસ્થ,શાંત અને ધીરજ રાખીને કેમ  રહેવું એ શીખવું હોય તો મોટીમાસી. કરકસરથી ઘર ચલાવવું અને પરિવારની નાનામાં નાની જરૂરતો પૂરી કરવી એ જ એમનું  લક્ષ્ય હતું.  અને સાચા અર્થમાં વડીલ ,એમનો પ્રભાવ એટલો કે એમના કેન્દ્રની  આસપાસ બધા ધરીની જેમ.અને  તમામ ના એ ‘બા’ હતા.

મંગળ માસી

 પોતાના તમામ સગાં સાગવા સાથે સતત સંપર્કમાં રહે,બધાની ની નબળાઈઓ જાણે પણ  તેઓની  સબળી બાજુને વધુ મહત્વ આપે.નાનામાં નાની વિગતોનું લીસ્ટ,/તારીખો/ચીજ  વસ્તુઓની  કિંમતો વગેરેનું જબરદસ્ત પ્લાનીંગ. કોણ ક્યારે ,કેટલા વાગે જવાનું છે? કોનો ફોન આવ્યો ન આવ્યો?બધી વિગત રોજ સાંજે એમના’મોટા’ને અને ‘રેખા’ને આપતા.છોકરાઓ પણ તેમની સલાહ લેતા. આવું જબરદસ્ત કોઓર્ડીનેશન ,તીવ્ર યાદ શક્તિ અને બધાને સાંકળતી કડીરૂપ બનવું એ બહુ મોટો ગુણ છે.

હેમલતા માસી

બધી બાજુ ,ચોતરફ એમની જરૂર પડે એવું એમનું વ્યક્તિત્વ.બધી આવડત,બધી મુશ્કેલીઓના ઉપાય એમને જાણે હાથવગા.ઘણી તકલીફો વેઠી  છે ‘ઘણા બધાનું ઘણું સાંભળી પણ લીધું ,છતાં એમનો મંત્ર,કે જે મેં હૃદયના કાગળ પર છાપી લીધો છે.’આપણે  રેઈનકોટ પહેરી લેવો,પાણી સારી જાય અને આપણે  તો કોરા ને કોરા.આટલી બધી હિંમત ક્યાંથી આવતી હશે? અઘરા કામ હોય તો એ હેમલતા છે ને?સલામ,સલામ,સલામ…

કૃષણા માસી

 સતત હસતા,અને જાગતી જ્યોત જેવા આ માસી અમારા વડીલ કરતા મિત્ર વધારે.બહુ મુશ્કેલીઓ છતાય ચહેરા ઉપર કોઈ દુખ નહી.કાયમ હસતા ને હસતા.વ્યવહારની બાબતમાં હું આજે પણ એમની સલાહ લઉં.તકલીફમાં પણ હસતા રહેવું એ કોઈ નાનો ગુણ છે ? એમણે દુખને ઘોળીને પી લીધું છે.માત્ર હાસ્યને જ ઘુંટયુ છે.

 ને અંતે મારા  ‘મા’  એટલેકે સાસુ એટલે કે  ભાભી.

 ગોરાકાકાના કદાચ તમામ ગુણો  ભાભીમાં ઉતર્યા.એકદમ સરળ,પ્રમાણિક,અને ચુપચાપ કામ કર્યા કરવું એજ જાણે એમનો ધર્મ .એમના જવાથી મેં એક વડીલ, પ્રેમાળ  મિત્ર અને વ્હાલી  ‘મા ‘ગુમાવી છે.દરેક સ્થિતિમાં અનુકુળ થઈને કેમ રહેવું ? કોઈ ની ટીકા કે અપમાન કરવું કે ગુસ્સો કરવો એ એમના સ્વભાવમાં જ નહોતું. સહનશીલતા અને નિર્વ્યાજ પ્રેમ એમનો સૌથી મોટો ગુણ.

આમ આ લોકોનો સાથ મને – ઘાટઘુટ વગરના લોઢાને  થોડુથોડું ટીપતા રહ્યા અને હું ઘડાતી ગઈ.

૧-મોટીમાસી ની ધીરજ

૨-મંગળ માસી નું પરિવારને એકરૂપ રાખવું,

૩-હેમલતા   માસીની હિંમત ,

૪-કૃષ્ણા માસીનું  મુશ્કેલીઓ આવે તોય ફરિયાદ ન કરવી અને  હસતા રહેવું.

૫-ભાભીની સરળતા,અને માત્ર પ્રેમ…પ્રેમ…અને પ્રેમ.

આ પંચ તત્વની ચાદર જેણે ઓઢી છે તેને ટાઢ તડકા કે દુખના વરસાદની શી તમા ?!

આ તમામ મારા વડીલોને વંદન.

હજો હાથ માથે,સદા સાથે સાથે.

તમારા ગુણોને મેં બાંધ્યા છે ભાથે.

Advertisements
 

ટૅગ્સ:

One response to “હમ પાંચ

 1. Halak

  ઓગસ્ટ 31, 2012 at 1:35 પી એમ(pm)

  English Translation for ‘Aajkal ni pidhi’ —
  Motimasi – The BACKBONE , the PILLAR of the family Hum Panch
  MangalMasi – The HOMEMAKER, Master chef, Master in public relations
  Hemlata Masi – The IRON LADY , Manager of the family, A saviour and Carer
  Bhabhi – The EMOTIONAL PILLAR, Who took care of everybody’s emotions and balanced relations.
  Krishna Masi – The LIFE, who brought happiness, laughter , humour in the family.

  Like

   

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

 
પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

મારી બારી

દીપક ધોળકિયા

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

Booksonclick.com

અડધો ગ્લાસ ભરેલો જોવો

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

arvindadalja.wordpress.com/

My little different Thoughts

ડૉ. સુધીર શાહ Dr. Sudhir Shah

સમય + સમજ + સંજોગ = સંતોષ Time + Understanding + Situation = Satisfaction

planetJV

colorful cosmos of chaos

"મધુવન"

ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

પાર્થેનીયમ

મારા શબ્દ..મારી વ્યથા.. મારી કવિતા..

surtiundhiyu

This WordPress.com site is the cat’s pajamas

%d bloggers like this: