RSS

(કુળ – દીપક) सब कुछ सिखा हमने…..

24 મે

dadi maa

આજકાલના બાળકો અથવા તરુણો મીડિયા અને ઇલેક્ટ્રોનીક્સ સાધનો ના એટલા બંધાણી જેવા થઇ ગયા છે કે,પુસ્તકો વાંચવા નું આળસ થઇ ગયું છે. તે ઉપરાંત વડીલો જેમ કે,દાદા દાદી કે નાના નાની ની વાર્તાઓ પણ ક્યાંક ખોવાઈ ગઈ હોય એમ લાગે !

આ બધી વાર્તાઓ અને પુસ્તકોમાં ઘણી વ્યક્તિઓ એવી હોય, કે આપણા જ ઘરના કેટલાંક વડીલો પણ એવાં હતાં, અને આજે પણ છે, કે જેમાંથી આજની પેઢીને સાચી પ્રેરણા અને સાચો રાહ મળે.પણ મને લાગે છે કે કદાચ,આ બધી વાતો સંભાળવાની ધીરજ આપણું મન અને મગજ ખોઈ બેઠું છે.અને નેટ ઉપર તો માહિતી જરૂર મળશે,પણ. એ માત્ર માહિતી કે information મળશે. પણ એક વડીલ નો પ્રેમાળ સાથ અને જે સંસ્કાર, એમના અનુભવ નું માર્ગ દર્શન ,એ તમારા કિશોર વયના બાળકને એક પુરુષોત્તમ બનાવી શકે એટલી તાકાત એમાં હોય છે.

તો હવે તમે પણ વાંચો, એવી જ એક પ્રેરણાદાયી વાત. અમે જેની સાથે વર્ષો રહ્યાં એવાં, જીવન ને જીવી જાણનાર સરળ છતાં મુઠી ઊંચેરા માણસો ની વાત.

કોડિયું નાનું ભલેને હું,

સદાયે રહું હું ઝગમગતું.

ગોરાકાકા,એટલે મારા પતિ ના નાના ,અને મારા નાનાજી.એટલે કે,મારા સાસુમા ના પિતા.આ એક એવું વ્યક્તિત્વ છે કે,અમારા સમગ્ર કુટુંબ પર એમના જ સંસ્કારોની છાપ છે.ઊચા,ગોરા અને શરીર જેટલી જ એમના ચારિત્ર્યની ઊચાઇ.તેઓ આજીવન શિક્ષક.સાદગીભર્યું જીવન,નિયમિત જીવન.કચ્છ -માંડવીમાં ભાટિયા બોર્ડીંગ ના તેઓ ગૃહ પિતા હતા.ત્યાં દૂર દૂર થી બાળકો ભણવા આવે અને બોર્ડીંગ મા રહીને અભ્યાસ કરે.શરૂઆતમાં જો કોઈ નાના બાળકને મા-બાપ નો અસાંગળો લાગે ત્યારે મારા નાનાજી એ બાળકોને પોતાને ઘરે રાખતા અને નાનીમા એમની સંભાળ રાખતા.પછી જયારે છોકરાઓ ટેવાઈ જાય એટલે બોર્ડીંગમાં રહેવા જતાં.રોજ રાત્રે તેઓ બોર્ડીંગ નો રાઉન્ડ મારે,બાળકો બરાબર છે કે નહિ?ઓઢવાનું ખસી ગયું હોય તો ઓઢાડે અને તાવ-તરીયામાં દવા ખોરાક વગેરેની ખુબ સંભાળ રાખતા.

અમારા ગોરકાકાને સંતાન મા પાંચ દીકરીઓ.એક દીકરો હતો,પણ ટાઈફોડ મા મૃત્યુ પામ્યો.ગોરાકાકા તો આજીવન શિક્ષક,ચુસ્ત ગાંધીવાદી,નિયમિતતા,ચીવટ અને સત્યપ્રિયતા એમની રગેરગમાં વણાયેલી. તેમણે પાંચેય દીકરીઓને વારાફરતી ઉચ્ચ સંસ્કારી અને સાદા કુટુંબોમાં પરણાવી.પાંચ પાંચ દીકરીઓ છતાં તેમના ઉછેરમાં કોઈ કચાશ નહિ.બધી દીકરીઓ પર તેમને ખુબ વ્હાલ અને દીકરીઓ પણ તેમને ખુબ માને. આ તમામ દીકરીઓને બાપના સદગુણો ગળથૂથીમાં જ મળ્યા હતા એમ કહીએ તો ચાલે.બધાં ખુબ સંતોષ અને આનંદથી રહેતા હતા.

પણ, કાળરૂપી થપેડા કોને નથી વાગતા?ગોરાકાકાના ઋજુ હૃદય ઉપર પણ કાળના ક્રૂર હાથની થપાટ વાગી!.વારાફરતી,એક પછીએક,ચાર દીકરીઓનો ચાંદલો ભુસાયો.બાપ અને દીકરીઓએ કેમ કરીને આ વજ્રઘાત જીરવ્યો હશે, એતો એ સમય જ જાણે છે.! આ બધી દીકરીઓને પણ દીકરાઓ હતા,તેમને સાચવનાર સગાંઓ પણ હતાં,છતાં દીકરીઓના ઘાવ પરનો મલમ પિતા સિવાય કોણ બની શકે? દીકરીઓને આકરું વૈધવ્ય,તેના બાળકોનો ઉછેર,અભ્યાસ,ઘર ચલાવવું,અને સૌથી વધુ તો દીકરીઓના મનમાં ઘર કરી ગયેલો નોધારાનો ભાવ! આ બધી બળતરા પર સ્નેહાળ પિતાનો વ્હાલભર્યો હાથ એમના આંસુ લુછવા આગળ વધ્યો અને અડીખમ આધાર આપ્યો..તેઓ વારંવાર એક પંક્તિ નું રટણ કર્યા કરતા અને ગાતા.

“ગુજારે જે શિરે તારે જગત નો નાથ તે સહેજે “આ આદર્શને તેમણે માત્ર રટ્યો જ નહિ પણ ઘૂંટ્યો,જીવનમાં ઉતાર્યો અને જેવું ઉમદા વાચ્યું ,વિચાર્યું એવું જ ઉમદા જીવન તેઓ જીવ્યા.આજે જયારે ફિલ્મોમાં કે સીરીઅલોમાં ,’Larger Than Life“જેવા પાત્રો જોઈએ અને આતો કલ્પના છે કાંઈ વાસ્તવિક નથી.એવું વિચારીએ. પણ ના,એ પાત્રો વાસ્તવિક છે,આપણી આસપાસ જ છે. જરુર છે આપણી દ્રષ્ટિને વિશાળ બનાવવાની.

આ પાંચેય બહેનોમાં એકતા એવી કે,જેનો જોટો ન જડે! બધી બહેનો એકબીજાના સારા માઠા પ્રસંગે એવી આવીને ઉભી રહે કે,આંખો પ્રસંગ ક્યાં ઉકેલાઈ જાય તે ખબર જ ન પડે.કોઈ બહેન એકબીજાનું વાંકું ક્યારેય ન બોલે,એકબીજાને બરાબર સમજે.બધી બહેનોએ એમાંથી પ્રેરણા લેવા જેવી છે.

આ પાંચ બહેનો એટલે પાંચેય આંગળાં ભીડીને વાળેલી મજબુત મુઠી .મેં એમનું નામ “હમ પાંચ” પાડ્યું હતું.અને જયારે આ દીકરીઓની મા,”અમ્મા”મૃત્યુ પામ્યા ત્યારે આ જ દીકરીઓ બાપનો મજબુત આધાર બનીને ઉભી રહી.અમ્મા અને ગોરાકાકા ને એકબીજા વગર ઘડીય ન ચાલે એવો સ્નેહ હતો! તેમના ગયાં બાદ દીકરીઓએ એક ભીંત વગરની બીજી ભીંત ને ટેકો આપવાનું ભગીરથ અને સફળ કામ કર્યું. બાપને એવા લાડ લડાવ્યા, . ગોરાકાકાની પસંદ,નાપસંદ,તબિયત,ખોરાક,વાંચન.એમના ખાવા-પીવા,સુવા, ન્હાવા સીખેના સમયનું ધ્યાન રાખ્યું.દરેક સંતાનો એ, આ દીકરીઓનો ગુણ ઉતારવા જેવો છે કે,એકલા મા કે બાપને કઈ રીતે સચવાય?કેવું માન અને પ્રેમ અપાય?તે શીખવા જેવું છે.

પ્રેરણા લેવા ક્યાંય દૂર જવાની જરુર નથી.પણ આપણે કોઈ વિશેષ વ્યક્તિ કે એનું પુસ્તક કે એની વાતો થી અંજાઈ જઇ,“એમાંથી પ્રેરણા લેવી જોઈએ ” અને એમાંથી પ્રેરણાનું અજવાળું શોધવા આથડીએ છીએ,પણ આપણા જ ઘરના દીવાને અપને પ્રગટાવતાં નથી ! આપણા કોઈ પણ વડીલને બે મીઠાં શબ્દો કે બે પ્રેમના કોળિયા સિવાય કોઈ જ અપેક્ષા હોતી નથી.એમની ઉમર અને એમની અશક્તિની આપણે શક્તિ બનીએ.ગોરાકાકા ઘણીવાર બાળકની જેમ જીદ પણ કરતા,વડોદરા જવા માટે,બેટરીમાં સેલ માટે..ત્યારે મા બનીને દીકરી સમજાવતી.ક્યારેય આ દીકરીઓને બાપ સામે છણકા કરતી મેં જોઈ નથી!મારી સમક્ષ બનેલો એક સરસ પ્રસંગ તમને કહું,

ગોરાકાકા વધારે તો મોટીમાસી ને ઘરે વડોદરા રહેતા,પણ અમારી ઈચ્છાને માન આપી,ભરુચ પણ આવતા.આવી જ રીતે એકવાર ભરુચ આવ્યા બાદ બે જ દીવસમા કહેવા લાગ્યા કે,”મારે વડોદરે જાવું છે ભલા,મને મોટી પાસે જાવું છે.”ત્યારે મારા સાસુ,એટલે ગોરાકાકાના દીકરીએ તેમને પ્રેમથી સમજાવતા કહ્યું કે,”કેમ હું પણ તમારી દીકરી નથી?તમને મારી પાસે રહેવું નથી ગમતું?”બસ…એટલા જ શબ્દો અને સ્નેહાળ બાપનું હૃદય પીગળી ગયું.દીકરીના ખભા પર હાથ મૂકી કહ્યું કે,”તમે તો મારી ડાહી દીકરી છો ભલા!તમે મને બહુ ગમો છો.હું રહીશ તમારી પાસે.”જેમ જેમ વ્યક્તિની ઉમર વધે તેમ આંખો નબળી પડે,ખોરાક ઓછો થાય.આ વાતે ભાભી,એટલે મારા સાસુ બહુ જ ચિંતા કરે.આજે ગોરાકાકા બરાબર જમ્યા નહિ,હવે બહુ વાચી નથી શકતા,એમ કહી ગળગળા થઇ જાતા.

બાપની આવી કાળજી અને ચિંતા રાખનાર દીકરીના ઘરની હું વહુ છું એનું મને અભિમાન છે. ગોરાકાકાનું “મોટી પાસે વડોદરે જાવું છે”નું રટણ વચ્ચે વચ્ચે ચાલુ જ હોય.વડોદરા ગયાં,શરીરમાં સામાન્ય તાવને કારણે અશક્તિ આવતીગઈ .મોટી માસીના મોટા દીકરા અમારા કુમાર ભાઈએ તેમની દવા કરાવવામાં પાછું વાળીને જોયું નથી.અને પાંચેય બહેનોએ ભેગા રહીને બાપની જે સેવા કરી છે,તે “ન ભૂતો,ન ભવિષ્યતિ”.બધી દીકરીઓ મોટીમાસીને ઘરે, ગોરાકાકાની પથારી પાસે વારા ફરતી જાગે.કોઈ ફળ આપે તો કોઈ દૂધ તો કોઈ દવા.સમય સમયે આપતા રહે.તેમને સારું વાચી સંભળાવે,આમ એકબીજાને પણ હુંફ આપતા પાંચેય ભેગા જ રહે.વારંવારએમને ઉઠાડવા,બેસાડવા,ઉપાડવા,સુવડાવવા,આ બધું દીકરીઓ કરે અને તે પણ જરાય કંટાળ્યા વગર…ન થાક..ન ફરિયાદ…ન ચહેરા ઉપર કંટાળાનો એક પણ સળ!.

જ્યાં આવી દીકરીઓ હોય ત્યાં,વૃધાશ્રમ ,કે વડીલોનું ઘર,કે જીવન સંધ્યા જેવી સંસ્થાઓને ય શરમ આવે!આ પાંચેય દીકરીઓને હું, પંચરત્ન,પંચામૃત,પંચઋષિ,અને પંચ તત્વનુંબિરુદ આપી,મારા હૃદયની લાગણીઓનું ઘી ઉમેરી,મારા શબ્દના દીવડાઓથી આરતી ઉતારું છું.

અમારા આખા કુટુંબને આ “કુળ-દીપકો” ઉપર ગર્વ અને અભિમાન છે.

 

ટૅગ્સ:

7 responses to “(કુળ – દીપક) सब कुछ सिखा हमने…..

  1. harshavaidya1952

    મે 24, 2012 at 3:24 એ એમ (am)

    Jahnvi Antani
    facebook.com/jbantani x
    jbantani@gmail.com
    117.198.201.61
    Submitted on 2012/05/18 at 2:10 pm
    દીકરી વહાલ નો દરિયો…. એવું સાચું જ કહેવાયું છે… અને તમારી લેખનશક્તિ ને પણ સલામ હર્ષાબેન.. બહુ ગમ્યું.

    Like

     
  2. harshavaidya1952

    મે 24, 2012 at 3:24 એ એમ (am)

    hemapatel
    hemapatel.wordpress.com x
    hemap9@hotmail.com
    98.196.4.235
    Submitted on 2012/05/15 at 2:15 pm
    દિકરો તો એક કુળ તારે, જ્યારે દિકરી બે કુળને તારે છે.

    Like

     
  3. harshavaidya1952

    મે 24, 2012 at 3:26 એ એમ (am)

    jagdishvaidya65
    vaidyajj@gmail.com
    117.198.203.67
    Submitted on 2012/05/15 at 5:58 am
    વાહ, તમેસરસ રીતે દીલ થી લખેલ છે..આપણે બધાં નસીબવાળાછીયે કે આવી વ્યક્તિ ના સંતાન છીયે.

    Like

     
  4. Halak

    ઓગસ્ટ 31, 2012 at 1:21 પી એમ(pm)

    Only those are not called GREAT who fought for the freedom of the country…Those are GREAT who has justified the Sarvgun Sampan word. Your tribute can be very well understood by those who has really lived with the ‘Hum Panch’..We are lucky to be around so many Gems where not only one but 5 Iron ladies are in our family!!!

    Like

     
  5. જીવન સંધ્યાનો ઉજાસ.

    ઓગસ્ટ 28, 2013 at 6:24 એ એમ (am)

    …very touchy…full of sensitivity yet providing inner courage, fighting spirit….i could see the whole story live…lively… just great…. life is so simple ..nothing special is required to b done..just noramal human touch…hunfa.. salute to ” Panch”.. which is very positive powerful sensible punch to b lively alive… we must say that your deep respect & regards can b felt in your each live words… yes, its possible, possible, possible… but rare..rare.. bodily all were different , but the inner divine energy was with same wave length…in harmony… a family truely blessed by god, …with all odds all were for each other…individually as also as team… bravo salute to all… ham tak laneke liye, aapko khas m khas… with respect & regard to u and mere guruji ko….. narendra…(kusum too.)

    Like

     
  6. Kalpana Pathak

    ફેબ્રુવારી 5, 2023 at 10:49 પી એમ(pm)

    ખૂબ સુંદર ભાવવિભોર કરી દેનારી રચના…
    પંચરત્ન જેવી દિકરીઓના પિતા ગોરાભાઈ પણ હીરાથી ઓછા ચમકીલા નહીં હોય!
    બધાના સદગુણોનુ અવલોકન કરી છૂટ્ટા મોંએ વખાણ કરવાની ઉદારતા આપવા બદલ પરમાત્માને પણ પ્રણામ.🙏
    હું ષ્રતિલિપિ(pratilipi.com)માં લેખક છું.
    ક્યારેક મારી વાર્તા વાંચશો.
    હું શપણ મારા સાસુમાની ચાહક છું. એમની જીંદગીના ઘણાં પ્રસંગોની છણાવટ કરું છું.

    Like

     

Leave a comment

 
પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

મારી બારી

દીપક ધોળકિયા

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

A way of talking

કવિતા, ગીત, ગઝલ તથા અન્ય પદ્ય રચનાઓ

Booksonclick.com

અડધો ગ્લાસ ભરેલો જોવો

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

arvindadalja.wordpress.com/

My little different Thoughts

ડૉ. સુધીર શાહ Dr. Sudhir Shah

સમય + સમજ + સંજોગ = સંતોષ Time + Understanding + Situation = Satisfaction

JVpedia - Jay Vasavada blog

colorful cosmos of chaos

NET–ગુર્જરી

जननी, जन्मभूमि ओ जन्मभाषा, नमुं तने !!

"મધુવન"

ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો