RSS

ગુરુ – પૂર્ણિમા

25 May

 

 

 

 

 

 

આજે,

ગુરૂ પૂર્ણિમાને દિવસે  બધાં પોતાના ગુરુને પ્રણામ કરી આશીર્વાદ મેળવશે ,પણ મારે તો ઘેર બેઠા ગંગા છે.મારા ગુરુ મારી પાસે,મારી સાથે જ છે.મારા પતિ જ મારા ગુરુ છે.સંસારનો સર ઘોળીને પીધો હોય તો એમણે.મને દરેક બાબતમાં માર્ગદર્શન અને પ્રોત્સાહન આપ્યું છે.કોલેજના સમયમાંહું સતેજ ઉપર ગાતી.પ્રોગ્રામ હોય,કે રેડીઓ હોય હું બધે જ જતી,ગાવું મને ગમતું અને મને બધાં “હર્ષા અંતાણી”તરીકે ઓળખતા.મારા લગ્ન સમયે એમણે મને કહ્યું કે,”તારે આ જ નામ-અટક ચાલુ રાખવી હોય તો મને જરાય વાંધો નથી.”પણ મેં કહ્યું કે ,”ના મને ઓળખનારા તો અવાજથી જ ઓળખી જશે,હું તો ‘વૈદ્ય’ જ રાખીશ.”વાત એ છે કે એમની વિચારસરણી મને સ્વતંત્રતા આપવાની છે.

તો ગુરુ એટલે કોણ?અને ગુરુ એટલે કેવા?

-ગુરુ એટલે
-ગુરુ એટલે વિચારવાણી

-ગુરુ એટલે વર્તન

-ગુરુ એટલે વિદ્યા-ગુરુ એટલે કલા

-ગુરુ એટલે મિત્ર,

– ગુરુ એટલે માર્ગદર્શક

-ગુરુ એટલે સત્ય,નિત્ય અને પૂજ્ય.

-ગુરુ એટલે શ્રધ્ધા.

-ગુરુ એટલે વિશ્વાસ.

-ગુરુ એટલે સ્વમાન,ગુરુ એટલે મારું અભિમાન.

ખરેખર તો આપણે જ આપણા ગુરુ.

‘તુ તારા દિલનો દીવો થા ને.”

“સુરજ કે છીપમાં,કે આપણામાં આપણે જ ઓતપ્રોત એવા તો લાગીએ,

અર્થાત આપણે આપણા મનની અંદર જ એવું અજવાળું કરીએ કે,આપણા રસ્તા ખુલવા માંડે.

હવે હું જે કહીશ એને અભિમાન ન સમજશો પણ મારું ગૌરવ કે ગર્વ સમજશો.

મારા પતિમાં ગુરુના તમામ લક્ષણો છે.

પોતાનામાં વિશ્વાસ ,પોતાની જાત ઉપર શ્રદ્ધા ,પોતાના નિર્ણયોના પરિણામોને સહન કરવાની તૈયારી.સહન શક્તિ અને જ્ઞાન તેમ જ પરિવારના કોઈ પણ સભ્યને પોતે વડીલ હોવાનો દાવો કરી પોતાનો નિર્ણય ન થોપવાની વૃત્તિ.દરેક સભ્યોને નિર્ણય લેવાની છૂટ પણ હા જો કોઈ સભ્ય આ નિર્ણય થી મુશ્કેલીમાં મુકાય તો હાથ લંબાવી હુંફ આપવાની સંપૂર્ણ તૈયારી.આ બધું એમનામાં છે કારણકે,ભગવાને એમણે સંઘર્ષ આપ્યા તે પહેલાં સહન કરવાની શક્તિ આપી.અનેક નિર્ણયો લેવાના પ્રસંગો આવ્યા તે પહેલાં સાચી સમજ આપી.અને લાલચ વધે તેવા સંજોગ આપ્યા તે પહેલાં જાત ઉપરની શ્રદ્ધા આપી.

હે પ્રભુ!તે એમને મારા પતિરૂપે આપીને મારા ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે.

અને માણસમાંથી ‘માનવ ‘ બનવાની પ્રક્રિયા મને બતાવી તે તારા હોવાની સાબિતી મને આપીછે.

આજે ગુરુ પૂનમે હું મારા અંતરથી મારા ગુરુ(પતિ)ને પ્રણામ કરું છું.

 

Tags:

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

મારી બારી

દીપક ધોળકિયા

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

Booksonclick.com

અડધો ગ્લાસ ભરેલો જોવો

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

arvindadalja.wordpress.com/

My little different Thoughts

ડૉ. સુધીર શાહ Dr. Sudhir Shah

સમય + સમજ + સંજોગ = સંતોષ Time + Understanding + Situation = Satisfaction

planetJV

colorful cosmos of chaos

नेट-गुर्जरी

स्वान्त: सुखाय

"મધુવન"

ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

પાર્થેનીયમ

મારા શબ્દ..મારી વ્યથા.. મારી કવિતા..

%d bloggers like this: