RSS

Monthly Archives: જૂન 2012

સુખ પછી દુઃખ

 

 

 

 

 

 

જીવનનું સાચું રહસ્ય શું છે ?

જીવન જીવવાની ચાવી કઈ ?

જીવન ભાર રૂપ કેમ લાગે છે ?

જીવન એક ઢસરડો કેમ લાગે છે ?

તો આ બધાં પ્રશ્નોનો જવાબ એ છે કે,”જીવન ને સાચી રીતે મુલવવાની દ્રષ્ટિ આપણે કેળવવી પડે.પૃથ્વી પર જેમ ઈશ્વરે એક ઋતુ પછી બીજી ઋતુ આપી છે તેમ જીવનમાં પણ સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ એવી ઘટમાળ ચાલ્યા કરે છે.નરસિહ મહેતાએ કહ્યું છે ને કે,”સુખ દુઃખ મનમાં ન આણીએ ,ઘટ સાથે રે ઘડિયા.”ઘણા લોકો એમ મને છે કે,અત્યારે સુખ છે તો હવે દુઃખ આવશે જ અને ઘણા એમ મને છે કે,દુઃખ છે તો સુખ હવે હાથવેતમાં જ છે.ફરક માત્ર દ્રષ્ટિનો છે.

એક કાચના ગ્લાસમાં અડધું પાણી ભર્યું હોય તો એક એમ મને કે,અડધો ગ્લાસ ખાલી છે તો એક વ્યક્તિ એમ મને કે અડધો ભરેલો છે.અને જે અડધો ભરેલો તો છે ને એમ માનનાર જીવન નું નવું બળ મેળવે છે.જયારે અડધો ખાલી સમજનાર હતાશ થઇ જાય છે.આપણને થોડું દુઃખ હોય તો આપણાથી વધુ દુખીઓનો વિચાર કરવો.તમારી તકલીફોનો કે તમારા દુઃખનો ઢંઢેરો ન પીટશો,.દુખને યાદ કરી વાગોળ્યા કરશો તો એનો રસ તો ઝેર બની જશે.પણ દુખને પચાવતા શીખીએ તો તે અમૃત બનશે.

દુખને મોટું ન બનાવો.દુખને ખીણમાંઉભા રહીને જોઈએ તો તે પહાડ જેવડું લાગશે,પણ જો એને પહાડ પર થી જોઈએ તો તે રી જેવડું લાગશે.દ્રષ્ટિમાં તાકાત લાવો.દુઃખ માત્ર શારીરિક નથી હોતું.શરીરના રોગ ,કષ્ટ, વેદના એ જ માત્ર દુઃખ નથી.જગતમાં બીજા અનેક એવા દુખો છે,ગરીબી,સ્વજનનું મરણ,એકલતા,બાળકો ન હોવા અને ગેરમાર્ગે દોરવાયેલા બાળકોનું દુઃખ,પતિ-પત્નીના વિચારભેદ,વિસંવાદ આ બધાં દુઃખ જ દુઃખ છે.અને આપણે માત્ર અનુ પીંજણ ન કરતા એનો ઉપાય પણ વિચારીએ ને ?

ઉપાયમાં તો એ કે વિચારોમાં ઊંડાણ લાવીએ,એકબીજા ઉપર ભરોસો,ટીકા-ટિપ્પણથી પર,ઈશ્વરમાં પ્રબળ આસ્થા,રાખીએ તો ઘણા દુઃખોનું આપોઆપ શમન થઇ જશે.અને વરસાદ પછી જેમ ધરતી નવપલ્લવિત થઇ જાય છે ને ? એમ હકારાત્મક સ્પંદનોના વરસાદ પછી આપનું જીવન પણ નવ-શક્તિથી ભરપુર બને છે.હવે અને વધુ સારી રીતે સમજવા માટે શ્રી રવીન્દ્ર જૈન નું એક ગીત જોઈએ,

“ગગન એ સમજે ચાંદ સુખી હૈ,ચંદા કહે સિતારે,

દરિયાકિ લહેરે એ સમજે હમસે સુખી કિનારે,

હો સાથી દુખમેં  હી સુખ હૈ છીપા રે….

આસું ભી હૈ,ખુશીયા ભી હૈ,

કાંટે ભી હૈ, કલીયાં  ભી હૈ,

દુઃખ -સુખસે ભરી હૈ એ જીન્દગી,

તુમ્હે જૈસી મિલી હૈ યે જીન્દગી,

જરા જી કે તો દેખો….


                 

Advertisements
 

ટૅગ્સ:

મને ગમતો નરસૈયો..

ઘણાં વર્ષે,એટલેકે લગભગ ૧૯૯૪ ની મારી ડાયરી આજે મેં જયારે ખોલી ત્યારે મેં “આકાશવાણી”પરથી ગયેલું નરસિહ મહેતાનું આ પદ જોયું અને તમારી સામે મુકવાનું મન થયું.મને આનંદ એ જ છે કે મારી ડાયરીના પાના હજી પીળાં નથી પડ્યા.

સંતો,અમે રે વેવારીયા શ્રી રામના

વેપારી આવે છે બધાં ગામ ગામના ..

અમારું વસાણું સાધુ સહુ કોને ભાવે,

અઢારે વરણ જેને વો’રવાને આવે,

અમારું વસાણું કાળ દુકાળે ન ખૂટે,

જેને રાજા ન દંડે,જેને ચોર ન લુટે.

લાખ વિનાના લેખાં નહિ ને, પાર વિનાની પુંજી,

હોરવું હોય તો હોરી લેજો,  કસ્તુરી છે સોંઘી.

રામનામ ધન અમારે,વાજે ને ગાજે,

છપ્પન પર ભેરુ ભેરી-ભુંગળ વાગે,

આવરો ને ખાતાવહીમાં લક્ષ્મી-વરનું નામ,

ચિઠ્ઠીમાં ચતુર્ભુજ લખિયા ,નરસૈયાનું કામ.

મને પહેલા વાંચતા વાંચતા વિચાર આવ્યો કે,નરસિહ મહેતા તો કૃષ્ણ ભક્ત છે ને રામનામ ની વાત કેમ ?!પણ અંત જોયું કે”ચિઠ્ઠીમાં ચતુર્ભુજ”અને ખાતા વહીમાં લક્ષ્મી-વર નું નામ.બસ પછી કોઈ સંદેહ ન રહ્યો.

 

ટૅગ્સ:

સત્સંગ- એક વિચાર

 

 

 

 

સત્સંગ એટલે,સારો સંગ અથવા સારી સોબત એવો એનો સામાન્ય અર્થ થાય.પરંતુ  સત્સંગ એટલે સારી વ્યક્તિઓનો સંગ,સારા વાચનનો  સંગ,અને સારા વિચારોનો પણ સંગ થાય એવું મારું માનવું છે.

ધાર્મિક અને આધ્યાત્મિક વાતો અથવા વિચારોને જ સત્સંગ ન કહેતાં,સારા આચાર-વિચારને પણ સત્સંગ જ કહેવું જોઈએ.આ ગુઢાર્થ જો સમજાય તો વ્યક્તિને મંદિરોમાં,ધાર્મિક પુરણ-કથાઓમાં,કે અધ્યાત્મિક ચર્ચા-સભાઓમાં જવાની જરૂર પણ નહિ રહે,.માનવીનું મન જો સાફ અને સ્વચ્છ હોય તો એની ઉપર સ્વાભાવિક જ નિર્મળ પ્રતિબિંબ જ ઝીલાવાના  છે.આથી મન સાથેનો ઉત્તમ સંવાદ ,મન સાથેનું “મનન”પણ સત્સંગ જ ગણાય .

 

ટૅગ્સ:

મંગળ વરસે…

મંગળ એટલે કલ્યાણ,

મંગળ એટલે શિવ,

મંગળ એટલે શુભ.

તો આવા મંગળથી આપને બુધ્ધીશાળીઓ  ડરીએ છે શું કામ ?

મંગળ તો વરસે,કલ્યાણ અને શુભ વરસાવે છે.એ કઈ નડે ખરો ?!ના ના ,જેનું નામ જ મંગળ છે એ કોઈને નડે ખરો ?મંગળનો હાઉ ઉભો જ કોણે કર્યો છે ?આટલે દુ………ર બેઠેલા ગ્રહો આપણને નડે જ નહિ એ બધાં મનના ફિતૂર છે.અરે,મંગળનો રંગ જ લાલ છે.અને કહેવાય છે ને  કે લાલ રંગ તો પ્રેમનો રંગ છે.અને જે પ્રેમના રંગે રંગાયેલો છે તે કોઈને નડે ખરો ?!

આપણે ભણ્યા ઘણું,પણ ગણ્યા થોડું અને એટલે જ આપને ગ્રહો ઉપર પણ ‘પૂર્વગ્રહો’ રાખવા લાગ્યા.આપને છોકરા છોકરીઓના લગ્ન માટે આજકાલ ગ્રહો મેળવીએ છે…આટલા ગુણ ને તેટલા ગુણ…પણ અવગુણ ની ખબર તો પરણ્યા પછી જ પડે છે.ત્યારે નિરાશા..હતાશા અને નિસાસા મનને ઘેરી વળે છે.તો આપને ગુણ મેળવીને કરવાનું શું છે ?મારા માટે તો ગ્રહો કે કુંડલી મેળવવી એ “સામા પક્ષને “નાં”પડવાની આપણા બુદ્ધિશાળી  સમાજની એક છાલ છે,એક દંભ છે.આપણે જાતે જ આવો દંભી સમાજ ઉભો કરી રહ્યા છીએ અને નામ આવે  છે બિચારા નિર્દોષ એક દુર ઉભેલા “મંગળ”નું. અને આ દંભના અંચળા હેઠળ કોઈ નિર્દોષ કોડીલી કન્યા એના સપના સજાવે એ પહેલાં જ એને ઊંઘમાંથી ઢંઢોળી દઈએ છીએ.

પહેલાના સમયમાં પણ લવ-મેરેજ થતા જ અને તે સુખી પણ બનતા.ભલે તમે તમારા સંતાનોના લગ્ન કુટુંબ અને કન્યા કે વાર જોઈને કરો પણ ગ્રહોની ખટપટમાં ન પડતા એટલી જ મારી વિનંતી છે.આપણે વિશાલ વિચારસરણી રાખવી જોઈએ.

“મન મળે તો ગ્રહ મળ્યા જ જાણવા,

મનમાં ખોટા વિચાર ન આણવા,

પ્રેમના તાંતણાને ન તાણવા,

પ્રેમગીતોને બસ માણવા.”

ઘણીવાર એવુંય બનતું હોય છે કે,ગ્રહો મળ્યા બાદ,ગુણો મળ્યા બાદ પણ લગ્નો નિષ્ફળ જાય છે,કેમ ?તો કે,ગ્રહોએ તો બીચારાઓએ મદદ કરી પણ આપણી સમજદારી હાથ તાળી દઈ ગઈ.એકબીજાને સમજવામાં અને એકબીજા માટે થોડું જતું કરવાની વૃત્તિમાં જ ખરો “મેળાપ” છે.અને ‘સાવધાન’ શબ્દ શેને માટે કહેવાય છે ?તમારા મનને કોઈ પણ જાતના પૂર્વગ્રહોના હુમલાથી સાવધાન કરો..

મારા એક પરિચિત બહેનની વાત કરું.તેમની પુત્રીની લગ્ન યોગ્ય ઉમર થતાંયોગ્ય મુરતીઆની   શોધ ચલાવી.એક છોકરો ભણતર,કુટુંબ અને સંસ્કારોમાં બધી રીતે યોગ્ય લાગ્યો ત્યારે વાત ગ્રહો ઉપર આવીને અટકી.કારણ કે એ છોકરાને “મંગળ”નડતો હતો.એટલે વડીલોએ વાત પડતી મૂકી કેમ?તો કે,અ લગ્ન થાય તો કન્યાનું મૃત્યુ થાય.ઠીક! બીજે જ્યાં ગ્રહો મળ્યા ત્યાં લગ્ન થયાં.પણ ચાર જ વરસમાં નાના બાળકની જવ્બદારી પોતાની પત્ની ઉપર નાખીને પતી મૃત્યુ પામ્યો.હવે તમે જ કહો,આમાં ગ્રહો શેમાં નડ્યા ?મંગલે કયો ગુનો કર્યો?

વાંક તો કુદરતની મરજીનો..બીજો એક દાખલો આપું મારો પોતાનો.અમારા “પ્રેમ-લગ્ન”છે.મારા માં-બાપ એ સમયમાં પણ ગ્રહો કે કુંડળીઓમાં માનતા નહિ એટલે અમારા ભાઈ-બહેનોની જન્મ-લગ્ન કુંડલી કઢાવી જ નથી.અમારા લગ્નને આજે ૩૯ વર્ષ થયા છે.ખુબ જ સુખી અને શાંત સાયુજ્ય ભર્યું લગ્ન-જીવન છે.હા! સંઘર્ષ કે તકલીફો તો આવતી જ હોય જેના વગર જીવન આગળ વધી જ ન શકે.એકધારી જીન્દગી તો બંધિયાર પાણી ની જેમ વાસ મારી ઉઠે.જીવન-સરિતા નો પ્રવાહ તો   ખાડા ટેકરાવાળા માર્ગોમાંથી જાય તો જ જળ શુદ્ધ રહે છે.

ખરેખર મને હસવું આવે છે આપણી માન્યતાઓ પર, આપના ભણતર પર,આપણી અંધશ્રધ્ધા પર.ખરેખર તો આપણે જ આપણને નડીએ છીએ. અને દોષનો ટોપલો “મંગળ”ને માથે ઢોળીએ છીએ.

હું તો ભગવાનને પ્રાર્થના કરીશ,કે,

“સહુનું મંગળ કરજે,

સહુના મંગળની કામના કરજે,

સહુની સાથે  મંગળ રાખજે.”

 

ટૅગ્સ:

ભીની ધરતી-આ માસનું ગીત.

હું જયારે રેડીઓ પર સુગમ-સંગીત વિભાગમાં ઓડિશન પાસ કરી,અને રેગ્યુલર આર્ટીસ્ટ તરીકે,”બી-હાઈ”ગ્રેડમાં હતી ત્યારે લગભગ ૫-કે ૬ ગીત ગાવાના આવતા.અને લગભગ મારી પધ્ધતિ એ રહેતી કે,પહેલા ભજન અને ભક્તિ ગીતો,ત્યારબાદ એકાદ ગઝલ,પછી ગીતો અને તેમાં ઋતુ પ્રમાણે ગીતો રાખતી.એ સમયે કવિ શ્રી જયંત પલાણ નું આ ગીત મેં સ્વર બદ્ધ કર્યું.મિશ્ર -સારંગમાં એના સ્વરો છે.અને દાદરા (ડબલ)માં તાલ નિબદ્ધ છે.મને ગમે છે.જોકે પોતાનું સર્જન પોતાને તો ગમે જ ને ?તમે કહેશો કે

“આ તો આપ વખાણ્યા પુત્તર ને ધોળા ધોળા સુત્તર “પણ ના ના તમેપણ વાંચીને ખુશ થશો..

ભીની ધરતી ને ભીના પાન,

અંગ અંગ ભીનાં ભીનાં,

કંઠે વર્ષાના ગાન રે.

ભીને તે વાયરે,ભીની ભૂમીની ગંધ,

ફોરે આ પાંદડી,ભીનાં પાલવના બંધ,

ભીનાં આકાશે ખેંચી, ભીની આ મેઘ-કમાન..અંગ અંગ…

ભીની જલ-ચુંદડી,દશે દિશાએ ઓઢી,

ભીને લોચનીએ  જાગી,સેના ઝરણાની પોઢી,

ભીનાં ભીનાં તે  હૈયે,  કોનાં આ સન્માન… અંગ  અંગ ….

આ ગીતમાં મને ખાસ ગમતા શબ્દો,”ભીનાં આકાશે ખેંચી,ભીની આ મેઘ-કમાન.”એનું દ્રશ્ય જુઓ તો કેવું લાગે?આકાશે જાણે મેઘ-ધનુષ્ય પર ની કમાન ખેંચી હોય.!

 

ટૅગ્સ:

હોળી ગીત -(રાગ કાફીમાં બદ્ધ કરેલ છે.)

 

 

 

 

રંગભરી પિચકારી,ડારી  ડારી ડારી  ડારી,

ભીંજ ગઈ મૈ સારી,અનારી,

મોહે મારો ના  શ્યામ પિચકારી…

સર સર સરરર ઉડે ફુહારી,લાલ ગુલાલ મલે બનવારી,

મોહક છવી દેખ મૈ વારી,

જાઉં મૈ તો  પે વારી  વારી…મોહે..

છલ છલ છલકે રંગકી ગગરી,માર લાગે હૈ ભારી,

બિન્ધ ગઈ મન તોરી નૈન કટારી,

લે ગઈ સુધ-બુધ સારી સારી …મોહે..

નીરખ રહી મોરી સખીયા સારી,કિત જાઉં મૈ લાજ્કી મારી,

અબ ના મોહે ઔર સતા રી,

મૈ દે દુંગી તોહે ગારી ગારી …મોહે..

 

ટૅગ્સ:

કર્કશતા

 

 

 

 

 

ફિલ્મોનું સંગીત સુણીને,મારા મનને અકળામણ થઇ,

કાચને જાણે પથ્થર સાથે ભારે ભરખમ અથડામણ થઇ.

આહા…ઓયે ઓયે…અને લવ લવ લવ..,

કાકનું ઝુંડ જાણે ક્વ ક્વ ક્વ…

અનેક રંગની ભેળવણીથી,કાળા રંગની ચિતરામણ થઇ…

આંક,પલાખા,જોડકણા,ને,યાદ રાખો હે ભૂલકણા સહુ,

નાદ-બ્રહ્મને ગળી જશે આ કર્કશ-સંગીત,મહેરામણ થઇ.

ક્યારે ઉઘડશે આ બંધ આંખો,ઉષાની ક્યારે ફૂટશે પાંખો ?

સુરની પાંખે ઉડીને ક્યારે,આવશે અહી કોઈ અવતારણ  થઇ ?

 

ટૅગ્સ:

 
પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

મારી બારી

દીપક ધોળકિયા

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

Booksonclick.com

અડધો ગ્લાસ ભરેલો જોવો

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

arvindadalja.wordpress.com/

My little different Thoughts

ડૉ. સુધીર શાહ Dr. Sudhir Shah

સમય + સમજ + સંજોગ = સંતોષ Time + Understanding + Situation = Satisfaction

planetJV

colorful cosmos of chaos

"મધુવન"

ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

પાર્થેનીયમ

મારા શબ્દ..મારી વ્યથા.. મારી કવિતા..

%d bloggers like this: