RSS

વહેમ નું ઓસડ?

02 Jun

જે રીતે દુઃખનું ઓસડ દહાડા છે,તે રીતે વહેમનું ઓસડ કયું? આપણા સમાજમાં નાના મોટા અનેક વહેમો આપણી જીવન શૈલી સાથે જાણે વણાઈ ગયા છે. જેવાં કે,

-બુધવારે ભાઈ બહેન છુટા ન પડે,

-બુધવારે ભાઈની બહેન વાળ ન ધુવે,

-પ્રવાસે અથવા બહારગામ જતી વ્યક્તિને દુધની વાનગી ન ખવડાવાય.

-કાળી બિલાડી આડી ઉતરે તો બહાર ન જવાય,

-છીંક આવે તો  તરત બહાર ન નીકળાય,થોડીવાર રહીને જવાય.

વગેરે આવાં અને હજી ઘણાં વહેમો અથવા કુરિવાજો આપણને નડે છે.

હવે આ બધી વાતને એક પછી એક જોઈએ તો, “બુધવારે ભાઈ બહેન છુટા ન પડે,અથવા દીકરી પિયર આવી હોય તો બુધવારે ન નીકળાય.” આ વાતનું એક ઉદાહરણ આપું,મારી દીકરી કાયમ માટે પરદેશ જવાની હતી.હવે એ લોકોની ફલાઈટ જ બુધવારે હતી અને એ જ ટીકીટ લેવી પડે એમ હતી,તો એણે મને કહ્યું કે,”મમ્મી ,હવે તુ બુધવારની વાત કાઢતી જ નહી કારણ કે,આના સિવાય છુટકો જ નથી.”ભલે ભાઈ…મેં આ વાત જ મનમાંથી કાઢી નાખી.એ લોકો ગયાં,બુધવારે જ ગયાં અને આજે ખુબ સુખી અને સમૃદ્ધ છે.તો આને શું કહેવું?

બીજી વાત જોઈએ તો ,બુધવારે ભીની બહેન વાળ ન ધુવે. શું કામ ભાઈ?! બુધવારે વાળ ન ધોવાની શી મહત્તા છે?અને બહેન ન ધુવે તો ભાઈ શું કામ બુધવારે વાળ ધોવે?આમાં ક્યારેક બુધવારે કોઈ બહેને વાળ ધોયા હોય અને ભાઈ ખુબ બીમાર પડી ગયો હોય ત્યાંથી આ રિવાજની શરૂઆત થઇ.એટલે કે આને

  “કાગનું બેસવું ને ડાળનું  પડવું “કહેવાય.માટે આનો છેદ ઉડાડવો જ પડે.

હવે જોઈએ બહારગામ જવાની વાત.તો

‘બહારગામ જતી વ્યક્તિને દુધની વાનગી ન ખવડાવાય.’કારણ શું?

તો એ ખબર નથી…હવે મહેમાન હોય એને ખીર પૂરીની મહેમાની આપવી હોય તો શું કરવું? હા આમાં સાયન્ટીફીકલી  જોઈએ તો બહારગામ જાતા માણસને દૂધપાક કે ખીર જો ભારે પડે અને અ-પચો થાય તો એની મુસાફરી બગડે એ કારણ ને માન્ય રખાય ,બાકી વહેમનો તો છેદ જ ઉડાડી દેવાય.

તો હવે આવે છે, કાળી બિલાડી અને છીંક.

તો ભાઈ કાળી બિલાડીનો વાંક શું?એને જવું હતું,પણ તમે  એ જ વખતે  બહાર જતા હશો એની એને શું ખબર ! નહી તો એ થોડીવાર રહીને નીકળત.અને કાળી સિવાયની બીજી કોઈ ધોળી કે કાબર ચીતરી નીકળે તો ચાલે?અને તમારે એટલું અગત્યનું કામ હોય કે કાળી બિલાડી જાય અને તમે રાહ જુવો,એટલો સમય નથી,તો તમે શું કરો?આવું જ છીંકનું છે.સામી વ્યક્તિને સખત શરદી થઇ છે ને વારંવાર છીંકો આવે છે તો તમે ઓફિસે,કે દવાખાને કે બીજા કામે બહાર નહી જાઓ? તેથી આનો પણ આપણે છેદ ઉડાડી દઈએ.

હવે એક બીજા વહેમ ની વાત જોઈએ -મહાભારત ઘરમાં વંચાય જ નહિ !

ઓ ભાઈ મારાં ! આ એક ખુબ જ ઉત્તમ ગ્રંથ આપણી સંસ્કૃતિનો છે.આવી માન્યતાઓને કારણે આપણે આવા ઉત્તમ વાચનથી  વંચિત રહી જશું !મહાભારત ઘરમાં વાંચવાથી ભાઈઓ-ભાઈઓ વચ્ચે  ઝઘડા થાય છે એવી અંધશ્રદ્ધા ને કોઈ વજુદ નથી,કારણકે,તે વાંચ્યા વગર પણ ઝઘડા થતાં નથી ? 

મારું એમ માનવું છે કે,વહેમની ઉત્પત્તિ આપણા મનમાંથી જ થાય છે.આવો કોઈ બનાવ બને એટલે આપણે અનુસંધાન જોડી દઈએ છે. હકીકતમાં એવું હોતું નથી.કાગડો ઝાડની ડાળ પર બેઠો અને ડાળ તૂટી,એનો અર્થ આપણે એવો કાઢ્યો કે,”કાગડો બેઠો એટલે જ ડાળ તૂટી.'”હવે આમાં તમે જ વિચારો…ચાલો…ચતુર કરો વિચાર..

માટે મન અને દ્રષ્ટિ ખુલ્લી રાખો.સમયની સાથે ચાલો અને આવા વહેમોમાંથી બહાર નીકળીને જુવો કે,જીવન આ બધાથી સાવ જુદું અને અનેરું છે.

 

Tags:

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

મારી બારી

દીપક ધોળકિયા

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

Booksonclick.com

અડધો ગ્લાસ ભરેલો જોવો

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

arvindadalja.wordpress.com/

My little different Thoughts

ડૉ. સુધીર શાહ Dr. Sudhir Shah

સમય + સમજ + સંજોગ = સંતોષ Time + Understanding + Situation = Satisfaction

planetJV

colorful cosmos of chaos

नेट-गुर्जरी

स्वान्त: सुखाय

"મધુવન"

ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

પાર્થેનીયમ

મારા શબ્દ..મારી વ્યથા.. મારી કવિતા..

%d bloggers like this: