RSS

માતા ની ફરજો.

04 Jun

 

 

 

 

 

‘માં’ શબ્દ જ એવો છે,જેના કાર્ય ક્ષેત્રમાં માત્ર અને માત્ર ફરજો જ અને કર્તવ્યો જ સમાયેલા છે.’માં’નો એકમાત્ર મંત્ર હોય છે,

‘સંતાનો પ્રત્યેની ફરજો પ્રેમથી પૂરી કરે પણ હક્ક ન રાખે,

કદી સંતાન પર કોઈ દિવસ એ શક ન રાખે.”

 

હવે માનું કર્મ અને એનો ધર્મ શું છે એ જોઈએ.

-પોતાના સંતાનોનો પ્રેમપૂર્વક ઉછેર,

-સંતાનોને તંદુરસ્તી મળે તેવી રસોઈ કરવી.

-સંતાનોના મનની વાત તેમની આંખ પરથી કળી જવી,

-સંતાનોના અભ્યાસની ચિંતા રાખવી,

-સંતાનના સર્વાંગી વિકાસનો પ્રયાસ કરવો,

-સંતાનોને જીવનના મુલ્યોની સમજ આપવી,

-પરિવારમાં એકતાની ભાવના વિષે ઓળખ આપવી,અને

-સંતાનોને તમામ તકલીફોથી દૂર રાખવાની અથાક મહેનત.

આ બધાં જ કાર્યો ‘માં’એ કરવાના હોય છે અને તમામ માતાઓ ભણેલી કે અભણ આ કામો  કરવાં ઈચ્છતી તો હોય જ છે,પણ પછી પોતાની સમજ ,સગવડ અને સંસ્કાર પ્રમાણે તે પોતાના બાળકો પ્રત્યેની ફરજો નિભાવે છે.

આ બાળકો મોટા થયા બાદ સ્વતંત્ર બને,ઉડતા શીખે,નિજનું આકાશ શોધવા મથે.ભલે એ તો થવું જ જોઈએ,પણ એ સ્વતંત્રતા સ્વચ્છંદતાનું રૂપ તો નથી લેતું ને? એ ઉડાન એવી તો નથી ને કે જેની કોઈ દિશા જ ન હોય! તેથી આ બાબત પર ધ્યાન દેવાની માતાની ફરજ મોટી છે.બાળકોના મિત્રો વિષે જનો,અમુક ઉંમર પછી,બાળકોને પણ મિત્ર ગણી તમારી વાતોમાં સામેલ કરવા જોઈએ.

બાળકોના નિર્ણયો માટે તેમને સમજ આપો જેથી કદાચ તેનો નિર્ણય ખોટો હોય તો તે વિચારી શકે કે ,’આ હું બરાબર કરું છું કે ખોટું?”તેમના નિર્ણયને મન આપવું પણ તેથી બાળક જીદ્દી બની માથે ચડી ન જાય એની પણ કાળજી રાખો.’માં’જોકે બાળક પાસેથી કોઈ અપેક્ષા રાખતી જ નથી તેતો માત્ર પ્રેમથી પોતાની ફરજો નિભાવે છે.

હવે બાળક એક સ્વતંત્ર વ્યક્તિ પણ છે તે સમજો.તમે માત્ર તેમને જન્મ આપનાર માધ્યમ છો એ યાદ રાખો.જેથી એની ઉપર તમારા વિચારો હાવી ન થાય અને પોતાના વિચારો એ વ્યક્ત જ ન કરી શકે એવું વાતાવરણ ન બની જાય એની ચીવટ રાખો.બાળકને મારો નહી,તમે એને  મારી શકો છો કારણ કે એ સામો પ્રહાર કરતું નથી,એટલે?

બાળક ઉપર તમારી ‘એમ્બીશન’ થોપો નહી.તમે જે પૂરા ન કરી શક્ય એ સપના એની પાસે પરાણે પૂરા ન કરવો.એણે એના સપના જોવા દો.અને એનું સપનું સાચું પડવાની કોશિશ કરો.તમે બાળકની સર્જનાત્મક શક્તિ પાછળ ધ્યાન આપી તેને પ્રોત્સાહિત કરો.માતા અને સંતાનનો સંબંધ સૌથી નજીકનો છે,તેથી કદી તમારા EMOTIONS ને લઈને એને BLACKMAIL ન કરો.

માતાએ માત્ર એને સારા-ખરાબની ઓળખ કરાવવાની છે.સાથ આપવાનો છે.તમે જેમ ભૂલો કરીને શીખ્યા ,તેમ   એણે પણ પોતાની ભૂલો પરથી શીખવા દો.બસ તે ગંભીર ભૂલ ન કરે તેની કાળજી રાખો.આ બધી જ પ્રવૃત્તિ માતા એણે સંતાનો માટે કરે જ છે અને કરશે જ.માતાની તમામ ફરજો બાળક પ્રત્યે તો પ્રેમ બનીને જ વરસે છે.અને જયારે બાળકોનો  આવો ઉછેર જે માતા કરે છે,એ માતા ને પોતાનું જીવન સાર્થક થયાનો આનંદ અને સંતોષ થાય છે.

 

 

Tags:

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

મારી બારી

દીપક ધોળકિયા

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

Booksonclick.com

અડધો ગ્લાસ ભરેલો જોવો

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

arvindadalja.wordpress.com/

My little different Thoughts

ડૉ. સુધીર શાહ Dr. Sudhir Shah

સમય + સમજ + સંજોગ = સંતોષ Time + Understanding + Situation = Satisfaction

planetJV

colorful cosmos of chaos

नेट-गुर्जरी

स्वान्त: सुखाय

"મધુવન"

ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

પાર્થેનીયમ

મારા શબ્દ..મારી વ્યથા.. મારી કવિતા..

%d bloggers like this: