RSS

મારા વિચારોનું વૃંદાવન

06 Jun

દીકરી વ્હાલનો દરિયો,
દીકરીએ દીવા થાય,
દીકરી બંને કુળને તારે.
આ બધું જ આપણે જાણીએ છીએ,વાંચીએ પણ છીએ,સમજીએ પણ છીએ.પણ,આપણી દીકરી કોઈક  દિવસ  કોઈની ગૃહલક્ષ્મી, કોઈની પત્ની,કોઈનીભાભી,કે દેરાણી,કે કોઈની કઈક..કોઈની કઈક બનીને  જવાની છે.જેણે આપણા ઘરમાં દીકરી રૂપે જન્મ લીધો,એણે પતિ-ગૃહે જઈને હજી અનેક રૂપ ધારણ કરવાના છે,અનેક ધાર્મીક,સામાજિક,કાર્યો  પ્રેમથી અને એકનિષ્ઠાથી નિભાવવાના છે.સમાજમાં અધુનીકના પ્રવેશથી વિચારો-વર્તન કે આચારમાં ફરક પડતો હશે,કદાચ! પણ તેથી જયારે દીકરી, કોઈની વહુ બને ત્યારે તેને “સ્ત્રી-ધર્મો” માં ઝાઝો ફરક પડતો નથી.
જો આપણી દીકરી,બીજા ઘરમાં દુધમાં સાકારની જેમ ભળી જાય તેમ તમે ઈચ્છતા  હો તો માંની ફરજ એ છે કે વ્હાલના દરિયાની સાથે સાથે ગૃહ જીવનનું થોડું અમૃત પણ ટીપે-ટીપે આપે.આજના સમયમાં કદાચ આ વાત આદર્શ ઘેલાં કે ચોખાલીઅવેડા કે સ્ત્રી-સ્વાતત્ર્ય ને છીનવી લેવા જેવી લાગે.ભલે…પણ આ જ વાસ્તવિકતા છે.અને જીવનમાં આદર્શ ન હોય તો   જીવન માત્ર ‘જીવી ગયાં’જેવું જ લાગે ને?  અનેક જન્મોથી સ્ત્રી મનમાં એમ જ ઇચ્છે છે કે સહુ મને ચાહે,મારું સ્થાન ઘરમાં બને,મારાં વિચારોની કદર થાય.ભલે બધાં લોકો આ વાત સાથે સમ્મત નહી થાય,પણ આ હકીકત છે.
મારું આપણી દીકરીઓને માત્ર એ જ કહેવું છે કે,જો તમારા જીવનને મીઠાશથી ભરી દેવું હોય,અને સાચા અર્થમાં ગૃહલક્ષ્મી બનવું હોય તો અને પોતાના પરિવારનું “કેન્દ્રબિંદુ ” બનવું હોય તો ,
-કુટુંબના બધાં સભ્યોનો પ્રેમ સંપાદિત કરો,
-કોઈ સગાંકાકા,મામા,માસી,ફઈ,દિયર,વગેરે વિષે ઘરનાઓએ પોતાના ગ્રહો,પૂર્વગ્રહો મેળવીને તમને એ લોકો વિષે વાત કરી હોય, એ તમે સાંભળો ધ્યાનથી,પણ તમે તરત જ ગ્રંથી ન બાંધી લો.તમે તમારી રીતે ખુલ્લા મનથી એ સંબંધોને ઓળખવા અને મુલવવાની કોશિશ કરો.
-ચહેરો હસતો જ રાખો,
-મન મોકળુ અને નિખાલસ રાખો,
-શરીરમાં તરવરાટ રાખો.
-હુ જે કઈ કરી શકીશ એ જરૂર કરીશ એવો ભાવ રાખો,આળસ ખંખેરી નાખો.
-ઘરને ઉમંગ ઉલ્લાસથી ભરી દો.ઘરના બધાં કામને સમયાનુસાર ગોઠવો જેથી સમયસર અને ઓછા શ્રમથી કામ પૂરા થાય.
-સયુંકત કુટુંબમાં હો કે વિભક્ત કુટુંબમાં સ્ત્રીની ફરજો સમાન જ રહે છે.જો દૂર રહેતા હો તો ઉલટા કુટુંબને વધુ સાથ આપો.દરેક સભ્યને પ્રેમથી મૂલવો.
-તમારા શ્વાસે શ્વાસે ,રગરગમાં,અણુએઅણુમાં પ્રેમ…પ્રેમ…અને માત્ર ઓરેમ..નિસ્વાર્થ પ્રેમ જ વહેવા દો.
-તમે શ્વાસ લો ત્યારે પ્રેમ અને શ્વાસ કાઢો ત્યારે ક્ષમાથી તમારા ભીતરને ભરી દો.
-અને અંતે, જો કુટુંબના બધાં સભ્યોને “તમારા મય” બનાવવા હોય તો તમે માત્ર તેમના ગુણો સામે નજર કરજો.કારણકે અવગુણ તો બધામાં હોય જ છે.અને ,
“લોગ નિકાલે ચાંદ મેં  ભી કસર,જૈસા જો દેખે વહી આયે નઝર,
  અવગુન અવગુન ન દેખો,ગુણ ભી ઢુંઢા કરો,નહી ઇતની બુરી ભી યે ઝીન્દગી,
  ઝારા જી કે તો દેખો.”
 

Tags:

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

મારી બારી

દીપક ધોળકિયા

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

Booksonclick.com

અડધો ગ્લાસ ભરેલો જોવો

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

arvindadalja.wordpress.com/

My little different Thoughts

ડૉ. સુધીર શાહ Dr. Sudhir Shah

સમય + સમજ + સંજોગ = સંતોષ Time + Understanding + Situation = Satisfaction

planetJV

colorful cosmos of chaos

नेट-गुर्जरी

स्वान्त: सुखाय

"મધુવન"

ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

પાર્થેનીયમ

મારા શબ્દ..મારી વ્યથા.. મારી કવિતા..

%d bloggers like this: