RSS

મને ગમતો નરસૈયો..

20 Jun

ઘણાં વર્ષે,એટલેકે લગભગ ૧૯૯૪ ની મારી ડાયરી આજે મેં જયારે ખોલી ત્યારે મેં “આકાશવાણી”પરથી ગયેલું નરસિહ મહેતાનું આ પદ જોયું અને તમારી સામે મુકવાનું મન થયું.મને આનંદ એ જ છે કે મારી ડાયરીના પાના હજી પીળાં નથી પડ્યા.

સંતો,અમે રે વેવારીયા શ્રી રામના

વેપારી આવે છે બધાં ગામ ગામના ..

અમારું વસાણું સાધુ સહુ કોને ભાવે,

અઢારે વરણ જેને વો’રવાને આવે,

અમારું વસાણું કાળ દુકાળે ન ખૂટે,

જેને રાજા ન દંડે,જેને ચોર ન લુટે.

લાખ વિનાના લેખાં નહિ ને, પાર વિનાની પુંજી,

હોરવું હોય તો હોરી લેજો,  કસ્તુરી છે સોંઘી.

રામનામ ધન અમારે,વાજે ને ગાજે,

છપ્પન પર ભેરુ ભેરી-ભુંગળ વાગે,

આવરો ને ખાતાવહીમાં લક્ષ્મી-વરનું નામ,

ચિઠ્ઠીમાં ચતુર્ભુજ લખિયા ,નરસૈયાનું કામ.

મને પહેલા વાંચતા વાંચતા વિચાર આવ્યો કે,નરસિહ મહેતા તો કૃષ્ણ ભક્ત છે ને રામનામ ની વાત કેમ ?!પણ અંત જોયું કે”ચિઠ્ઠીમાં ચતુર્ભુજ”અને ખાતા વહીમાં લક્ષ્મી-વર નું નામ.બસ પછી કોઈ સંદેહ ન રહ્યો.

 

Tags:

4 responses to “મને ગમતો નરસૈયો..

  1. Atul Jani (Agantuk)

    June 20, 2012 at 4:49 am

    નરસૈંયાને મન રામ અને કૃષ્ણમાં કોઈ ભેદ ન હતા.

    Like

     
  2. hemapatel

    June 20, 2012 at 11:20 am

    જગમેં સુંદર હૈ દો નામ, ચાહે કૃષ્ણ કહો યા રામ.

    Like

     
  3. Pragnaji

    July 7, 2012 at 6:13 am

    આ લેખ મેં મારા બ્લોગ પર મુક્યો છે
    અમારા બ્લોગની મુલાકાત લેજો ..
    Maybe you’ll like their blog as much as they liked yours! -http://pragnaji.wordpress.com/

    Like

     
  4. Sharad Shah

    August 9, 2015 at 6:12 am

    જે નરની ભિતર બધા ભેદ નિર્મૂળ થઈ જાય ત્યારે તો એ નર-સિંહ બને છે. એ સિવાય આ ભજન ભિતર ઉદભવી પણ ન શકે. બસ હોરવું હોય એટલું હોરી લ્યો. મહામુલો ખજાનો નરસૈયાએ ખુલ્લો મુક્યો છે. રખે પાત્ર છીદ્રાળુ લઈને ન જતાં, નહી તો હોરેલું હરાઈ જશે..

    Like

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

મારી બારી

દીપક ધોળકિયા

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

Booksonclick.com

અડધો ગ્લાસ ભરેલો જોવો

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

arvindadalja.wordpress.com/

My little different Thoughts

ડૉ. સુધીર શાહ Dr. Sudhir Shah

સમય + સમજ + સંજોગ = સંતોષ Time + Understanding + Situation = Satisfaction

planetJV

colorful cosmos of chaos

नेट-गुर्जरी

स्वान्त: सुखाय

"મધુવન"

ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

પાર્થેનીયમ

મારા શબ્દ..મારી વ્યથા.. મારી કવિતા..

%d bloggers like this: