RSS

Monthly Archives: જુલાઇ 2012

“ગાંધીની કાવડ ” -(હરીન્દ્ર દવે)

– રાષ્ટ્રીય પારિતોષિક વિજેતા,

– જન્મભૂમી પ્રવાસીના મુખ્ય તંત્રી,

– રણજીતરામ સુવર્ણચંદ્રક વિજેતા ,

– ‘કબીર એવોર્ડ’ જે કવિતા માટેનો સર્વોત્તમ એવોર્ડ છે .આ બધું મેળવનાર શ્રી હરીન્દ્ર દવેને આજે ગુજરાતી પ્રિય દરેક જણ એમને ઓળખે છે. “ગાંધીની કાવડ” આ લઘુનવલ  શ્રી હરીન્દ્ર દવેના સર્જનમ ઉમેરાયેલી એક વધુ કલગી સમાન છે.આ નવલકથા સાદ્યંત રાજકારણનું કથાવસ્તુ ધરાવતી હોવા છતાં,અત્યંત રસપ્રદ બની છે.એક પણ શબ્દ છોડ્યા વગર વાંચ્યા જ કરો એવી પકડ છે.

એના કથા-નિરુપણમાં હળવાશ વર્તાતી હોવા છતાં ,જે કઈ રાજ-કારણમાં બની રહ્યું છે,તે પ્રત્યેનું ઊંડું દુઃખ લેખક અનુભવે છે.સત્તા અને હોદ્દાથી  દુર રહીને પણ માત્ર ગાંધી-પ્રેરિત મૂલ્યો માટે જીવનારા અને તેણે માટે મથનારા માણસોના ‘પ્રતિનિધિ’એવા માસ્તર કરુણાશંકરણી આસપાસ આ આખી વાત કહેવાઈ છે.આવા નાખ-શીખ ગાંધીવાદી કરુણા શંકરની સ્વચ્છ પ્રતિમા નો પોતાના પક્ષના હિતમાં ઉપયોગ કરનાર જગમોહન ભારાડીના બદમાશ ચારિત્ર્ય -ચિત્રણ દ્વારા આ કથાનો એક કરુણ અને સબળ વ્યંગ છતો થાય છે.

આવા આ ભ્રષ્ટાચાર વિરોધી કરુણાશંકર પોતે જ ધીમે ધીમે ભ્રષ્ટાચારી  બની જાય એ આજના રાજકારણની વક્રતા છે.ધીમે ધીમે આદર્શવાદી કરુણાશંકર માસ્તર દમ્ભીઓની હરોળ મ બેસતા જાય છે.જગમોહન એક ભ્રષ્ટ નેતા છે.એ જાણવા છતાંય તેનો સાથ તેઓ છોડી શકતા નથી.આ લાચારીની સ્થિતિના વર્ણન માટે લેખકે ત્રણ અરીસાવાળા પ્રતીકાત્મક પ્રસંગનું નિરુપણ કર્યું છે.

૧- એકમાં હવે માસ્તરને ન જોવો ગમે એવો ભૂતકાળ છે,

૨- બીજામાં સ્પૃહણીય વર્તમાનકાળ ,

૩- ત્રીજામાં ગવર્નર તરીકેનો ઉજ્જવળ ભવિષ્ય કાળ છે.આ બધામાં પણ એક એવો પ્રસંગ બને છે કે જે રાજકારણી એવા કરુણાશંકર ની અંદર રહેલો ગાંધીવાદી માસ્તર કરુણાશંકર પ્રગટ થાય છે.અને એક તીવ્ર મનોમંથન દ્વારા આ નવલકથાનો અંત થાય છે.

જે કરુણાશંકર માસ્તર ‘નવા ગાંધી’તરીકે ઓળખાતા તેણે યેનકેન પ્રકારે રાજકારણી બનાવી અંતે પાગલ ઠરાવી ,મેન્ટલ વોર્ડમાં ભરતી કરવામાં આવે છે.ત્યાં એક પાગલ દર્દી એવો છે કે જે વારંવાર પોતાના ખભે કશુક વજન ઉચકતો હોય અને તેનો શ્રમ પડતો હોય એવો એ દેખાવ કરતો રહેતો..આ જોઈ માસ્તરને એક રાતે સ્વપ્ન આવે છે તેમાં એક વ્યક્તિ આમ જ વજન ઉક્તિ હોય છે,તેને સ્વપ્ન માં માસ્તર પૂછે છે કે,

‘તમારું નામ શું છે ?’

દર્દી; ‘ તું મને નથી ઓળખતો ?હુ મોહનદાસ કરમચંદ ગાંધી.’

માસ્તર;’ તમે આ શું ઊંચક્યા કરો છો ?’

દર્દી; ‘ આ કાવડ છે.૧૯૪૭ની સાલથી હુ એ ઊંચકું છું.રોજે રોજ એનો ભાર વધતો જાય છે.અને એ કાવાદના એક પલ્લામાં કોઈએ ખુરશી મૂકી દીધી છે,એના ઉપરથી જાતજાતના માણસો ગબડી પડે છે અને જાતજાતના માણસો ઠેકીને બેસી જાય છે.ક્યારેક પલ્લામાં બેસીને તેઓ મારામારી પણ કરે છે.’

માસ્તર;’ આ બીજા પલ્લામાં શું છે ?’

દર્દી; ” ત્યાં હિન્દુસ્તાનની પ્રજા છે.જુઓ આ કરોડો માણસોના સમુહમાં એક ખૂણે તમે પણ છો.’

અને માસ્તર કરુણાશંકર ની આંખોમાંથી  આંસુની ધારા વહી રહે છે.અને તેઓ મનોમન બોલે છે કે,”સારું જ થયું મેં ગાંધીની કાવડ

ઉપાડવાની હિંમત ન કરી !'”

આં નવલકથા એટલી મને ગમી કે આજના સમય ને પણ અનુરૂપ થાય છે.તમને પણ જો તે વાચવા મળે તો જરૂર વાંચજો અને અભિપ્રાય પણ લખજો.

Advertisements
 

ટૅગ્સ:

શું જમાનો આવ્યો છે !(વિચાર-વાયુ)

મદદ માટે  ઉઠાવો હાથ,ના પાછું વળી જોશો,

જુઓ જો એ ક્ષણે ,તો આ અમુલ્ય ક્ષણને પણ ખોશો.

આજનો સમય જ એવો આવ્યો છે કે,આપણે આંગણે કોઈ માગણ આવે,ત્યારે એક જ વિચાર આવે ,અને આપણે તેને હડધૂત કરી કહી દઈએ કે,”ભાઈ,આગળ જાઓ,માફ કરો.”અથવા તો “આવા તો કેટલાય હાલ્યા આવે,એવાને કઈ દાદ ન અપાય..”વગેરે વગેરે..ત્યારે એ વિચાર તો જરૂર આવે કે,અરરર…આવો જમાનો સાવ થઇ ગયો ?!આપણે એક વાટકી ચોખા કે એક વાટકી  લોટમાંથી પણ ગયા ?!આ જમાનાને એવું તો શું થઇ ગયું છે કે,માણસ જેવા માણસ ને હડે હડે કરે છે અને કુતરા માટે રોટલી જુદી રાખે ?!

આપણને થાય કે કુતરું વફાદાર છે પણ માણસ નહિ,કારણકે એ ભીખ માગીને બેંક-બેલેન્સ ઉભું કરતાં હોય છે..વગેરે..ઠીક છે ,સાચું પણ હોઈ શકે.પણ આપણે કેમ આપણો ધર્મ છોડી દીધો ? .આપણે કેમ આપણી શ્રદ્ધામાં શંકા ઉમેરી ?તમને નથી લાગતું કે આવી વર્તણુંક મા કદાચ ખરેખર જરૂરત વાળા પણ સહન કરશે ?મારો જ એક પ્રસંગ કહું,

“અમે દિલ્હીથી ભરુચ આવતા હતાં.દિલ્હી સ્ટેશન છોડ્યા પછી,લગભગ એકાદ-બે  કલાક બાદ એક સરદારજી દરેક પેસેન્જર પાસેથી પૈસા ઉઘરાવતા હતાં.એમને દુરથી જ માંગતા જોઈ ,અમે વિચાર્યું કે ,”આને દાદ ન અપાય.આવા વ્યવસ્થિત કપડા પહેરેલાને શી જરૂર પડી”?જો કે આપણે દયા-માયા વગરના નથી,પણ આવા કહેવાતા ઠગોએ સજ્જનોને પણ શંકાશીલ બનાવી દીધા છે.

આ સરદારજી અમારી બાજુ રોકાયા અને કહે કે,સ્ટેશન ઉપરથી જ મારી બેગ અને પર્સ  ચોરાઈ  ગઈ છે,મારા બધાં પૈસા જતાં રહ્યા છે થોડી મદદ કરશો તો ,આપનો આભારી થઈશ…..પણ મારું જે ઉપરનું મન હતું ને,એણે મને “ના” પાડી અને મેં સરદારજીને પૈસા ન આપ્યા .તે તો તરત ચાલ્યો ગયો,જરાય કાકલુદી ન કરી.

એ ભાઈ ગયા પછી મારા અંતર મનને  વિચાર આવ્યો કે ,”ખરેખર આ ભાઈને મુશ્કેલી હશે તો ?હુ જો આ સ્થિતિમાં મુકાઈ  જાઉં  અને મને મદદ ન મળે તો?!અરેરે..હુ દસ રૂપિયા આપવામાંથી પણ ગઈ ?દસ રૂપિયા આપત તો હુ ગરીબ ન થઈ જાત ,પણ મારા મનને અત્યારે જે અફસોસ થાય છે તે તો ન થાત.!”પણ હવે શું ?હુ મારી કઈ લાચારી કે કઈ નબળાઈને કારણે તે વખતે સ્વાર્થી બની ગઈ?!

 

ટૅગ્સ:

સુનો ભાઈ સાધો.(તુકારામ)

કેટલાક ભક્તો તીર્થયાત્રા પર જતાં હતાં.સંત તુકારામે કહ્યું કે,”મારાથી અવાય એમ  નથી , તો મારી આ તુંબડી લઇ જાઓ.એને દરેક તીર્થમાં સ્નાન કરાવજો.”!

ભક્તો તો તુકારામની તુંબડી લઈને ગયા.બધી જગ્યાએ તુંબડી ને સ્નાન કરતા હતાં.યાત્રાળુઓ ગામમાં પાછા ફર્યા,તેમને તુકારામને તુંબડી પછી આપી અને કહ્યું કે “દરેક તીર્થની નદીમાં એને સ્નાન કરાવ્યું છે.”

તુકારામે એ જતુંબડી નુ શાક બનાવી બધાંને પીરસ્યું.તો ભક્તોએ એ થુંકી નાખ્યું.કારણકે શાક કડવું વખ જેવું હતું.ભક્તો કહે કે,”બાબા,આટલી જગ્યાએ પવિત્ર નદીઓમાં સ્નાન કરાવ્યું તોય આટલી બધી કડવી તુંબડી ?”

તુકારામે કહ્યું કે,”એનો સ્વભાવ જ એવો હોય તો તીર્થ શું કરે ?ગમે તેટલી જાત્ર કરીએ પણ ,આપણો સ્વભાવ ન બદલીએ તો આપણે કડવી તુંબડી જેવા જ છીએ.”

આ વતન બહુ ગહન અર્થ છે.તમે સો ગળણે ગાળીને ગટરનું પાણી ભરો ,તો એ પીવા લાયક થોડું જ થાય છે.?આપણને એમ કે યાત્રા કરવાથી હુ સુખી થઈશ ,મને પુણ્ય મળશે,તો આ વાતો સાચી છે.?ના સાચી વાત તો એ છે કે,”મન ચંગા તો કથરોટમે ગંગા.”

क्या इश्वर पूजन करे,धर्म रहे न पास,

क्या इश्वर पूजन करे,धर्म रहे यदि पास.”

 

ટૅગ્સ:

આ બધી જંજાળ -(હર્ષદ ત્રિવેદી)


 

 

 

 

 

આ બધી જંજાળથી રૂખસદ કરો,

એક ક્ષણની શાશ્વતી સુપ્રદ કરો

આભને બાહુ મહી હુ લઇ શકું,

એટલાં વિસ્તૃત કાઠી-કદ કરો.

અંતઃકરણ દરિયા સમું ય ના ખપે,

હદ કશીય ન જોઈએ અનહદ કરો.

પૂર્ણમાંથી પૂર્ણને પ્રગટાવી દિયો,

આ ઝરણમાંથી નદીને  નદ કરો.

મારે માટે તો છે અક્ષત ચંદ્રમાં,

આપ ચાહે સુદ કરો કે વદ કરો.

કોઈ પદની ઝંખના જાગે નહિ,

એ રીતે ભીતરનું પાવન પદ કરો.

અને રોમેરોમ હર્ષ તો વ્યાપી ગયો,

કઈ કરો એવું મને “હર્ષદ” કરો.

 

ટૅગ્સ:

સુદામાની વિમાસણ -(રમેશ પારેખ)


 

 

 

 

 

 

 

 

હુ ગુણપાટ નુ થીગડું ને તું મખમલનો ગાલીચો,

મેળ આપણો કેમ શામળા થશે ?!

તારા ઉંચા મંદિર એમાં ચોખ્ખાં લોક ફરે છે,

મારા પગને બાઝેલી આ ઘડપણ ની ધૂળ ખરે છે,

પગ સવળા પડશે તો મારું,મન પારોઠું જાશે રે….મેળ આપણો.

ઘડપણ ને હુ બચપણનું વસ્તર પહેરાવી લાવ્યો,

કેવું દુબળું સગપણ લઇ,હુ તારે મંદિરે આવ્યો,

રેળાયા અક્ષર જેવો હુ,તું થી ક્યમ વંચાશે  રે…     મેળ આપણો.

મારી ઝાંખી આંખ લખે આંસુથી છેલ્લી લીટી,

બે-ત્રણ મુઠી ઉમળકો હુ લાવ્યો ચિંથરે વીંટી ,

કહેને શું આ ઉમળકાથી તારું મખમલ રગદોળાશે રે..મેળ આપણો..

 

 

 

 

ટૅગ્સ:

રાત પડતી નથી – (ભગવતી કુમાર શર્મા)

 

 

 

 

 

રાત પડતી નથી,સાંજ ઢળતી નથી,

આ દિવસની ચિતાઓ પ્રજળતી નથી….

દુર શિખર ઉપર મેઘનો છાયડો,

મારા જ ઘરની અગાશી પલળતી નથી….

સુર્ય ધુમ્મસના શ્વાસોમાં પીગળી ગયો,

છતાં ડાળીઓ ગુલમહોરની બળતી નથી….

કાચનો ચંદ્ર ચમકી રહ્યો આભમાં,

ચાંદની ક્યાંય ખીલી નીકળતી નથી….

 

ટૅગ્સ:

“માં” નો કાગળ.

એક માં હતી.તેણે એક આંખ ન હતી.તે કાણી હતી.આ વાતની શરમ એના એક ના એક પુત્રને આવતી.આ માડી વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે એક નાની વીશી ચલાવી છોકરાને ભણાવતી હતી અને બંનેનું ગુજરાન ચલાવતી.એનો દીકરો બને એટલો એનાથી દુર જ રહેવાની કોશિશ કરતો.એક દિવસ,ઘણા દિવસ થી પુત્રને જોયો નહોતો એટલે તે મા શાળામાં મળવા ગઈ.અને છોકરાને તો જાણે ધરતી માર્ગ આપે તો સમાઈ જાઉં,એવું થઇ ગયું ,એને એમ થયું કે ,”બધાં મારી માને જોઈને મારી મશ્કરી કરશે.”એટલે તે છોકરો  ગમે તેમ કરીન મા ને મળ્યા વગર ભાગી ગયો.તે ખુબ જ ભણ્યો અને સુંદર ઘર અને સુખી સંસારમાં ઓતપ્રોત થઇ ગયો.એક દિવસ અચાનક “મા’તેણે ઘેર મળવા આવી.અને તે છોકરો ખુબ ગુસ્સે થઇ ગયો.અને ‘મા’ ને ત્યાંથી રીતસર કાઢી જ મૂકી.કેટલાક સમય પછી,’મા’ખુબ બીમાર છે તેવી છોકરાને ખબર પડી,એટલે પ્રવાસનું બહાનું કાઢી એકલો જ ગામ ગયો.પણ ત્યારે મોડું થઇ ચૂક્યું હતું,”મા” તો મોટે ગામતરે ઉપડી ગઈ હતી.પણ….પડોશીને મા એ પોતાના છોકરા માટે લખેલો એક પત્ર આપી ગઈ હતી,તે પત્ર ….

“મારા વહાલાં દીકરા,

હુ તને રોજ ખુબ જ યાદ કરું છું,

તારે ઘરે આવીને તારા બાળકોને ડરાવવા બદલ બહુ જ દિલગીર છું.

હુ તારા માટે સતત ભોઠપ નો  વિષય બનવા બદલ તારી માફી માગું છું.હવે કદાચ આપણે મળી ન શકીએ એટલે તને એક વાત કહેવા માગું છું,

તું ખુબ જ નાનો હતો ને દીકરા,ત્યારે એક અકસ્માતમાં તારી એક આંખ તે ગુમાવી હતી.તારી મા તરીકે હુ તને એક આંખ વાળો જોઈ નહોતી શકતી,

તેથી છેવટે મેં મારી એક આંખ  તને આપી.

મારો દીકરો હવે બંને આંખે આખા વિશ્વને જોઈ શકે છે એ વાતે હુ બહુ જ ખુશ હતી.

અને તારી આંખોથી હુ દુનિયા જોઈ શકતી હતી.

ખુબ જ વહાલ સાથે,

તારી “મા”.

 

ટૅગ્સ:

 
પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

મારી બારી

દીપક ધોળકિયા

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

Booksonclick.com

અડધો ગ્લાસ ભરેલો જોવો

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

arvindadalja.wordpress.com/

My little different Thoughts

ડૉ. સુધીર શાહ Dr. Sudhir Shah

સમય + સમજ + સંજોગ = સંતોષ Time + Understanding + Situation = Satisfaction

planetJV

colorful cosmos of chaos

"મધુવન"

ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

પાર્થેનીયમ

મારા શબ્દ..મારી વ્યથા.. મારી કવિતા..

%d bloggers like this: