RSS

માનસર

11 જુલાઈ

અમારા ભરૂચમાં “book lovers meet” દર મહીનાના  ત્રીજા ગુરુવારે થાય છે એમાં બધાં પુસ્તકપ્રેમીઓ ભેગા થાય અને કોઈ એક પુસ્તકનું રસદર્શન કરવામાં આવે.ક્યારેક અમારામાંથી જ કોઈ એક પોતાને ગમતા પુસ્તક વિષે પોતાના વિચારો પ્રગટ કરે.અને ક્યારેક બહાર થી કોઈ ખ્યાતનામ  વક્તા ને પણ બોલાવીએ.લગભગ ૨૦૨ આવી પુસ્તક-પ્રેમી સભા થઇ ગઈ.જેમાં મને પણ એકવાર મને ગમતા પુસ્તક વિષે મારી લાગણીઓ પ્રગટ કરવાનો મોકો મળ્યો.અને મેં મારા અતિ પ્રિય શાયર “બરકત વિરાણી-“બેફામ” ના પુસ્તક “માનસર”નું રસદર્શન કર્યું.જે આજે તમારી સમક્ષ મુકવાની ઈચ્છા થઇ.

આજે સહુ પુસ્તક-પ્રેમીઓ સામે મારી વાત કહેવાનો મોકો આપ્યો તે બદલ હું “BOOK LOVERS CLUB” નો આભાર માનું છું.અને મારું વક્તવ્ય સાંભળવા આપ સહુ પધાર્યા તે બદલ આપ સહુનો પણ ખુબ આભાર માનું છું.

આજના પુસ્તક વિષે વાત કરીએ તે પહેલાં મારા મનની એક-બે વાત નિખાલસપણે  કહેવા માગું છું.:

– પહેલું તો એ કે હું  સહૃદયી  વાચક છું,વિવેચક નથી.અને વક્તા તો નથી જ નથી.પણ મેં જે કઈ વાચ્યું ,અને એમાંથી મને જે કઈ સારું લાગ્યું,તે સારાપણાની ચોકલેટને મારા વિચારોના  રેપરમાંથી  બહાર કાઢીને આપણે સહુ એનો સ્વાદ લઈએ એ જ મારી ઈચ્છા છે.

– બીજું એ કે કોઈ વાચક એક પુસ્તક વચે છે,તે પુસ્તક એની અધ્ધરતાલ પસંદગીનું નથી હોતું,પણ એ પુસ્તક તથા એ લેખક કે કવિ પર તેની શ્રધ્ધા હોય છે.અને,

“શ્રદ્ધા નો  હો વિષય ત્યાં પુરાવાની શી જરૂર,

કુરાનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી!”

માટે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં તર્ક હોય જ નહિ,તો મારા મિત્રો અને વડીલોને એટલું જ કહેવું છે કે,

“હું ‘બેફામ’ તો હરગીજ નથી,કદરદાન વાચક છું,

એના ‘માનસર’ના મોતીઓની એક યાચક છું.”

હા,તો આજનું મારું પ્રિય પુસ્તક છે,શ્રી બરકત વિરાણી “બેફામ”નો ગઝલ સંગ્રહ ‘માનસર’ આપણે આ પુસ્તકની વાત કરીએ તે પહેલાં ગઝલ વિષે થોડું જાણી લઈએ.એક વ્યાખ્યારૂપે જોઈએ તો “ગઝલ એટલે એક કાવ્ય-પ્રધાન ગીતપ્રકાર.” ગીત=પ્રકાર એટલે કે તે ગઈ શકાય છે અને કાવ્ય-પ્રધાન એટલે કે તેમાં સાહિત્ય છે.આ તો થઇ ગઝલની એક સાદી વ્યાખ્યા. હવે જોઈએ કે ગુજરાતી સાહિત્યમાં ગઝલની શરૂઆત કેવી રીતે થઇ? આપણી ગઝલ મૂળ તો  અરબી પીન્ગળની પુત્રી ગણાય.પણ તેના રૂપ-રંગ ફારસી હોવા છતાં હૃદય “ગુજરાતી”નું છે.

આપનું રિસર્ચ કહે છે કે કોઈ પણ સર્જને પ્રયોગ-કક્ષાથી માંડીને પ્રસિદ્ધિ  સુધીનો  પ્રવાસ ખેડ્યો હોય છે. તે જ રીતે ગુજરાતી ગઝલે પણ ત્રણ યુગનો પ્રવાસ ખેડ્યો છે,

૧- પ્રયોગ યુગની ગઝલ કે જેમાં ફારસીની અસર છે.

૨- પ્રણાલિકા યુગ કે જેમાં ઉર્દુની અસર છે, અને,

૩- પ્રગતિ યુગની ગઝલ કે જેમાં બંને ભાષા ની અસર છતાં  તે સમયની સ્વતંત્ર  છાંટ પણ છે.

ગુજરાતી ગઝલનો સંગીન પાયો નાખનાર શ્રી બાલાશંકર કંથારિયા, મણીલાલ નભુભાઈ અને કરુણ-કોમળ કલાપી. અને એના ઉપર આકર્ષક ઈમારત બાંધનાર ‘શયદા’ અને એમાં જાતભાતના રંગ-રોગાન કરી સુંદર બનાવનાર  મરીઝ, અમૃત ઘાયલ,  કિસ્મત કુરેશી,ગની દહીંવાલા અને શૂન્ય પાલનપુરી થી લઈને શેખાદમ સુધીના  માતબર શાયરો. છે.

“ગુજારે જે શિરે તારે ,જગતનો નાથ તે સ્હેજે,

ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે.”

ગઝલ શું છે અને તે કવિ રીતે લખાય છે તે જોઈએ તો ગઝલ એ સળંગ એક જ વિચાર વ્યક્ત કરતી કાવ્ય-કૃતિ નથી પણ એના ભાવ જુદા જુદા વિચાર વ્યક્ત કરતી બબ્બે કડીઓનો બનેલો છે.અને એ જ તો એની ખાસિયત છે.અને ગઝલના બે મુખ્ય ગુણ છે,

-ઈશ્કે મિજાજી,-પાર્થિવ પ્રેમ અને

-ઈશ્કે હકીકી.-અપાર્થિવ પ્રેમ.

પહેલાં પ્રકારમાં પ્રિયતમને પામવાનો તરફડાટ અને બીજામાં પ્રભુને પામવાનો તલસાટ છે.એક પ્રેમની સુવાસ પ્રસરાવે છે જયારે બીજું પ્રેમનો રંગીન પ્રકાશ પાથરે છે.જો કે આધુનિક ગઝલમાં આ બે ઉપરાંત બીજા વિષયો જેવા કે,-માનવના દુખ-દર્દ,ગરીબી,ભ્રષ્ટાચાર કે મૃત્યુ જેવા ગહન વિષયોને પણ આવરી લેવાયા છે.ગહન વિષયોના થોડાક શેર જોઈએ તો,શ્રી ચિનુ મોદી કહે છે, મૃત્યુ તો જીવનનું અંતિમ સત્ય છે અને તે આપણા જીવન સાથે જ જોડાયેલું છે.

આપણે મૃત્યુ માટે ભલે કોઈ દર્દ કે બીમારીને કારણભૂત માણીએ પણ,

“આપમેળે બંધ દરવાજા થશે,

                                          મોત માટે કોઈ પણ કારણ નથી.”

તો શ્રી હરીન્દ્ર દવે કહે છે કે,

“તબીબોની આ  ગીર્દી કેમ છે મારી પથારી પર ?

ન ચાલે ચોપદારી કોઈની ઈશ્વરની બારી પર.”

ગમે તેટલી કાળજી અને તકેદારી રાખવા છતાં આ બારી ક્યારે ખુલી જશે તે કોઈ જાણી શકતું નથી.તો વાળી માનસ માત્ર જાણે છે કે,મૃત્યુ નિશ્ચિત છે છતાં તે જીવવા માટે શા શા ઉપાયો નથી કરતો ?આના વિષે એક સુંદર શેર શેખાદમ કહે છે,”મોતનું બંધન છતાં કરતો રહ્યો છે માનવી,

જિંદગીની માવજત આદમ થી શેખાદમ સુધી.” તો આ રીતે ગઝલમાં આવા ઊંડા વિષયો હોવા છતાં આજે ગઝલ એટલો જ-કદાચ એટલે જ લોકપ્રિય બની છે.આજની ગઝલમાં રોજ બ રોજ ની ઘટનાઓનું આલેખન થતું હોવાથી તે વધુ ચોટદાર પુરવાર થઇ છે.સંસ્કૃત છંદોબદ્ધ રચનાઓ અને ગેય કાવ્યોમાં  ઉલ્લેખનીય નામ એટલે  શ્રી બાદરાયણ,વેણીભાઈ પુરોહિત,હરીન્દ્ર દવે,નીનુ મજુમદાર,સુરેશ દલાલ એવા ઘણા છે.

પણ  ગુજરાતી ગઝલ માં ત્રણે યુગના નિર્માણનો યશ તો શ્રી બાલાશંકર,શયદા અને મરીઝ ને ફાળે જ જાય છે.ગઝલના પરિવારમાં જણાવું  તો  નુંખમ્માસ અને મુસદ્દસની રચનાઓ  થતી એ જ રીતે પ્રગતિ યુગમાં નઝમની  રચના થઇ.જેમાં ઉલ્લેખનીય ફાળો મરીઝનો છે.પણ ગુજરાતી ગઝલ ક્ષેત્રના સમ્રાટ એટલે શયદા અને આ સમ્રાટના અનેક સામંતો,આ સમાંન્તોમાં મોખરે છે, બરકત વિરાણી “બેફામ” જેના ગઝલ સંગ્રહ ;માનસર’ વિષે મેં પરિચય આપ્યો હતો.

Advertisements
 

ટૅગ્સ:

One response to “માનસર

 1. mahesh rana vadodara

  જુલાઇ 11, 2012 at 4:29 એ એમ (am)

  aap mele darvaja bandh thase mot mate koi pan karan nathi MANSAR nu ras darshan tamara mate man upjave chhe ane tamari sahitya pratye ni atli talsparshi chhanavat ni dad magi le chhe i am very happy and enjoyed RASDARSHAN
  MAHESH

  Like

   

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

 
પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

મારી બારી

દીપક ધોળકિયા

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

Booksonclick.com

અડધો ગ્લાસ ભરેલો જોવો

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

arvindadalja.wordpress.com/

My little different Thoughts

ડૉ. સુધીર શાહ Dr. Sudhir Shah

સમય + સમજ + સંજોગ = સંતોષ Time + Understanding + Situation = Satisfaction

planetJV

colorful cosmos of chaos

"મધુવન"

ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

પાર્થેનીયમ

મારા શબ્દ..મારી વ્યથા.. મારી કવિતા..

surtiundhiyu

This WordPress.com site is the cat’s pajamas

%d bloggers like this: