RSS

વિચારોનું વૃંદાવન-(જીવન નું ચણતર)

17 જુલાઈ

મને વિચાર આવે છે કે,આજનું શિક્ષણ કયા માર્ગે જઈ રહ્યું છે ?માત્ર બાંધેલા ઢાંચા પ્રમાણે અભ્યાસ કરાવવો,એ જ મહત્વનું છે જાણે! જ્યાં જુઓ ત્યાં ઠેર ઠેર ચા અને પાનના ગલ્લાની જેમ ટ્યુશન  કલાસીસ ખુલ્યા  છે.લગભગ દરેક મા-બાપ ,એ સમર્થ હોય કે ન હોય,પોતાના બાળકો દસમાં-બારમાં માંથી “ઉકરી” જાય તે માટે પરસેવાની કમાણી વહાવી દે છે.પણ આવા ટ્યુશનો થી મળે છે શું ?તો કે એ જ બીબાઢાળ ભણતર,૭૦ થી ૯૦ ટકા,એડમિશન અને નોકરી.બસ પૂર્ણવિરામ આવી ગયું !

આ બધું મળતું હશે કદાચ,પણ આ જ સાચું શિક્ષણ છે શું ?બાળક આ રીતે ખુબ જ દબાણ હેઠળ ભણે એના કરતાં,જીવનનું સાચું ગણતર પણ સાથેસાથે મેળવે તે સારું નથી ?હુ તો કહીશ કે,મા-બાપોની વધૂ પડતી અપેક્ષાઓ  પણ આમાં એટલી જ જવાબદાર છે.આપણે એ ભૂલી ગયા છીએ કે,જીવનમાં આદર્શ,માનવતાના ગુણ,મનની કોમળ લાગણીઓ ,રમતો,હળવાશ વગેરે પણ બાળકોના ઘડતર માટે એટલી જ જરૂરી છે.તેથી જ આપણા બાળકો થોડા પુસ્તકિયા બની ગયા,ભીરુ અને ડરપોક બની ગયા છે.સચ્ચાઈ અને સિદ્ધાંતો માટે સમાજ સામે લડવામાં તેઓ ડરે છે.એનું કારણ છે કે મા-બાપોએ પણ આજની શિક્ષણ પદ્ધતિ સામે લાલ આંખ નથી કરી,જે થાય  છે તે જોયા કર્યું છે અને ચલાવી લીધું છે.પોતાના હક્ક માટે અવાજ ઉઠાવવાનું લોકોએ છોડી જ દીધું છે જાણે !

આપણી જ અપેક્ષાઓની ઉડાન એટલી ઉંચી થઇ ગઈ છે કે,બાળકને ત્યાં સુધી પહોચવા માટે જીવન ના સંઘર્ષનો સામનો કરવાનું બળ અને જોમ ઓસરી ગયા છે.એને પણ બધું ચલાવી લેવાની ટેવ પડી ગઈ છે.આજના આ કોમ્પુટર યુગમાં માણસનું મન પણ ઝડપથી બદલાય છે.તેને જીવનમાં અનેક હરીફાઈઓનો  સામનો કરવો પડે છે અને તેને પહોચી વળવા બાળકને ટ્યુશનો,ગાઈડો વગેરેનો સહારો લેવો પડે છે.અને માત્ર પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા એ જ એનું લક્ષ્ય બની જાય છે.

આપણે ક્યારે પરવા કરી છે કે,બાળકોને માત્ર પુસ્તકિયા વાક્યો ઉપરાંત બીજું પણ ભણાવવું જોઈએ ?માત્ર ગાંધીજી કે વિવેકાનંદના પાઠ ભણાવી દેવાથી,એના સવાલ-જવાબ ગોખીને લખી આવવાથી ,માર્ક્સ મેળવવાથી તમને સંતોષનો ઓડકાર આવી જાય.પણ બાળક પછી જીવન-મૂલ્યોને ભૂલી જાય છે.આપણે તેમને ગાંધીજી શું હતા ?!એક ટુંકી પોતડી પહેરનાર ‘વામન’ …”વિરાટ”  કઈ રીતે બન્યો એ ન સમજાવીને આપણે ભૂલોમાં ઉમેરો કરતાં ગયા.

તો હવે “જાગ્યા ત્યાંથી સવાર “ગણી બાળકને સ્વ-તંત્ર બનાવીએ.જીવન મૂલ્યોનું પણ શિક્ષણ આપીએ,આદર્શો તો આત્માનો ખોરાક છે અને આવા વિટામીન્સથી તેમને વંચિત ન રાખી શકીએ.સત્ય માટે જીવ સટોસટના ખેલ ખેલ ખેલતા શીખવીએ,જીવન સંઘર્ષોમાંથી પાર ઉતરતા શીખવીએ.આપણા બાળકો ,આવતી કાલના મા-બાપ પણ છે,તેમના સંતાનોને તે નિર્માલ્ય કે ડરપોક ન બનાવે માટે સાચા “માનવી”બને તે શીખવીએ.

પશુ-પક્ષીઓના બચ્ચાઓને એમ નથી કહેવું પડતું કે,”વાછરડાને એમ નથી કહેવું પડતું કે  તું ગાય થજે કે ,વછેરાને એમ નથી કહેવું પડતું કે તું  ઘોડો થજે કે લવારાને એમ નથી કહેવું પડતું કે,તું બકરી થજે ,

જ્યારે માણસના બચ્ચાંને એમ કેમ કહેવું પડે છે કે “ભાઈ તું માણસ “બનજે.”!

Advertisements
 

ટૅગ્સ:

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

 
પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

મારી બારી

દીપક ધોળકિયા

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

Booksonclick.com

અડધો ગ્લાસ ભરેલો જોવો

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

arvindadalja.wordpress.com/

My little different Thoughts

ડૉ. સુધીર શાહ Dr. Sudhir Shah

સમય + સમજ + સંજોગ = સંતોષ Time + Understanding + Situation = Satisfaction

planetJV

colorful cosmos of chaos

"મધુવન"

ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

પાર્થેનીયમ

મારા શબ્દ..મારી વ્યથા.. મારી કવિતા..

surtiundhiyu

This WordPress.com site is the cat’s pajamas

%d bloggers like this: