RSS

પ્રાર્થના

03 Aug


 

 

 

પ્રાર્થના નો સંબંધ મન સાથે જોડાયેલો છે.

પ્રાર્થના એ અંતર મનનો  અંતર્યામી સાથેનો નીરવ સંવાદ છે.

પણ ક્યારે ભાવની અભિવ્યક્તિ માટે શબ્દોનો સહારો પણ લેવો પડે છે.અને ભક્તજનો કે ઋષિ-મુનીઓ અને સંતો પ્રાર્થના કે ભજન દ્વારા મનના ભાવ વ્યક્ત કરી,ઈશ્વર સાથે એકતાર રચે છે.તો આપણે પ્રાર્થના ને ત્રણ ભાગમાં વહેચીને જોઈએ.

૧ – અર્થ :

પ્રાર્થના એટલે શું ?તો પ્રાર્થના એટલે અંતરનો પોકાર..પ્રાર્થના એટલે સર્વસમર્પણ ભાવ.અહમને  ઓગાળી ઈશ્વરને   શરણે જવું.

પ્રાર્થના એટલે આગ ઓકતી ગરમીમાં દુરથી દેખાયેલી  ઠંડા પાણીની પરબ.

૨ – શા માટે કરવી જોઈએ ?:

ખરી રીતે તો આ પ્રશ્નો જવાબ કઈ વ્યવસ્થિત ગોઠવીને આપવાનો હોય જ નહિ.કારણકે,પ્રાર્થના એ મનનો એવો ભાવ છે એક એવી શ્રદ્ધા છે કે જેમાં કોઈ તર્ક કે પુરાવા હોઈ જ ન શકે.કહેવાય છે ને કે, મન હોય તો માળવે જવાય.જો મનમાં શ્રદ્ધા હોય તો કઠિનમાં કઠીન કાર્ય પણ સરળ બને છે.પ્રાર્થનાથી મનના હીન ભાવો બળી જાય છે અને દીન ભાવ પ્રગટ થઇ બળતા મનને શાતા આપે છે.

૩ – પ્રાર્થના કઈ રીતે કરવી જોઈએ ?

આમ તો પ્રાર્થના કરવા માટે કોઈ બાંધેલી રીત નથી.કારણકે,મનના ભાવ વ્યક્ત કોઈ પણ રીતે કરી શકાય.બોલીને,ગાઈને,નાચીને જેમકે,મીરાં  પગમાં ઘુંઘરુ બાંધી,નાચીને  હરિનામ ગાતી.અને કબીર કપડું વણતા વણતા ઈશ્વરના પદો રચતા.અને નરસિહ મહેતા હરિજનવાસમાં મસ્ત બનીને પ્રભુ ભજન ગાતા. પ્રાર્થના એ તો મનની એક સ્થિતિ છે.પણ આ બધા તો જગતના મહાન સંતો છે.દુખોને પચાવીને પણ ઈશ્વર પ્રત્યે અખૂટ શ્રદ્ધા એમના મનમાં હતી,પણ આપણે તો એક પામર જીવ છીએ.હજી આપણે સુખ અને દુખની વ્યાખ્યા પણ બરાબર કરી શક્યા નથી,તો એ હાજર હાથવાળાની લીલાનો પાર તો ક્યાંથી જ પામી શકીએ ?!

તેથી જ આપના જેવા મનુષ્યો માટે મનને એકાગ્ર કરવા માટે જપ અને પ્રભુ નામ સ્મરણ જ એક  સરળ ઈલાજ છે.રોજેરોજ જપમાળા ની આદત પાડવાથી મન એકધ્યાન બને છે.મારો અનુભવ એવો છે કે જ્યારે મન ખુબ ઉદ્વિગ્ન બને છે ત્યારે હુ એક ઘી નો દીવો પ્રગટાવી હાથ જોડીને બેસી જઉં તો મનને પાછુ બળ મળે છે.આપના જેવા વાતે વાતે દુખી થનારા અને જીવ બળનારા સામાન્ય મનુષ્યો એ  તો આવી જ    પ્રાર્થના રોજ કરવી જોઈએ,

વિપત્તિમાં મારી રક્ષા કરો એ મારી પ્રાર્થના નથી,

પણ વિપત્તિમાં હુ ભય ન પામું,એ જ મારી પ્રાર્થના છે.

મને તમે ઉગારો એ મારી પ્રાર્થના નથી,

પણ હુ તરી શકું એટલું બાહુ બળ મને આપજો..

દુખની રાતે સમગ્ર ધરા જ્યારે પગ તળેથી ખસી જાય ,

ત્યારે તમે તો છો જ એવી શ્રદ્ધા રહે એવું કરજો.”

 

 

Tags:

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

મારી બારી

દીપક ધોળકિયા

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

Booksonclick.com

અડધો ગ્લાસ ભરેલો જોવો

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

arvindadalja.wordpress.com/

My little different Thoughts

ડૉ. સુધીર શાહ Dr. Sudhir Shah

સમય + સમજ + સંજોગ = સંતોષ Time + Understanding + Situation = Satisfaction

planetJV

colorful cosmos of chaos

नेट-गुर्जरी

स्वान्त: सुखाय

"મધુવન"

ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

પાર્થેનીયમ

મારા શબ્દ..મારી વ્યથા.. મારી કવિતા..

%d bloggers like this: