RSS

બાળ કન્હૈયો -જન્માષ્ટમી નિમિત્તે ઉત્તમ અને સુંદર ભજનો.

09 Aug

 

૧ – કૃષ્ણ તૈયાર થાય છે..

ચપટી ભરી  ચોખાના રાગ પર આધારિત ભજન) તમે રમઝટ બોલાવજો…

સાકર-માખણ સાથે ઝભલાં ને ટોપી,

શુકનમાં શ્રીફળ લઈને રે,

હાલો,હાલો ને નંદ ઘેર જઈએ રે….

નંદજી  ને ઘેર આજ આનંદ ભયો રે,

વધામણાં લઇને   જઈએ રે..હાલો.. હાલો…

આસોપાલવના તોરણ બંધાવીએ,

કુમકુમના સાથીયા પુરાવીએ રે..હાલો..હાલો..

લાલાના ભાલમાં તિલક સજાવીએ,

ફૂલડાની માળા પહેરાવીએ  રે..  હાલો..હાલો.

માખણ ને મીશ્રીનો ભોગ ધરાવીએ,

ઝભલા ને ટોપી પહેરાવીએ રે..  હાલો…હાલો.

સોના નુ પારનું ને રેશમ ની દોર છે,

લાલા ને પ્રેમથી ઝુલાવીએ રે. .હાલો…હાલો.

અબીલ ગુલાલની છોળો ઉડાડીએ,

હેતે હાલરડા ગવરાવીએ  રે .. હાલો…હાલો.

કંચન ની થાળી માં કપૂર મુકાવીએ,

લાલાની આરતી ઉતારીએ રે…હાલો…હાલો.

નાચી કુદીને રૂડો ઉત્સવ મનાવીએ,

વૈકુંઠ નુ સુખ ભૂલી જઈએ રે…હાલો…હાલો.

૨ – કૃષ્ણ ગાય ગોતવા જાય છે.

( શિવાજી ને નીંદરું  ના’વે ,માતા જીજાબાઈ ઝુલાવે) ના રાગ ઉપર આધારિત ખુબ અર્થપૂર્ણ ભજન.)

નંદ બાવા ની ગાય ખોવાણી ને,જાતે ગોતવા જાય,

હઠ કરીને બાળ  કનૈયો પાછળ પાછળ જાય,

હઠીલો હઠ ન છોડે,ઉઘાડે પગલે દોડે…..

વાટકી માખણ લઈને જસોદા આવ્યા કાનાની પાસ,

ઉભો રહે  મારા લાલ કનૈયા,જમાડું ઢેબરાં છાસ,

પોઢાડુ પારણે વ્હાલા,ગાઉ હુ તો હાલાં-વ્હાલાં….

નંદબાવા નુ કેડિયું ઝાલી ઉભા છે શ્યામ સુંદર,

મારે  જાવું મારા બાપુની સંગે,તમે જાઓ અંદર,

જાવું મારે વ્રજની વાટે,ગાવલડી ગોતવા માટે….

વ્હાલ આવ્યું ને, લાલાને તેડી નાનાબવા વન જાય,

વાવાઝોડું ને તોફાન આવ્યું ને વાયુ ભયંકર વાય,

માથે કાળા મેઘ મંડાણા,નંદબાવા મન મુંઝાણા…..

વ્રજ વાટે થી રાધા નીકળી,માથે મહી કેરા માટ,

અતિ ઉતાવળે ભાગતી જાતી,કાપતી જાતી વાટ,

બાવાએ નજરે ભાળી,રોકી વ્રજ-ધામની નારી…

લેતી જાને મારા લાલને બેટા,માથે તો મેઘ મંડાય,

સોંપી દેજે એની માતને મારે ગોતવા જાવું ગાય,

રાધાજી એ ઊંચકી લીધા,ઉતાવળે ડગલાં દીધા…

શ્યામ સુન્દરનું મુખ નિહાળી,મોહ્યું રાધાજી નુ મન,

હુ મોટી ને કાનજી નાના,પણ લાગી છે એવી લગન,

વા’લાજીએ વાટ વિચારી,થયું ત્યાં તો કૌતુક ભારી…

વાદળ તો વિખરાઈ ગયાં ને,સ્વચ્છ થયું આકાશ,

રાધા સમાણા શ્યામ બન્યા ને,રંગે રમ્યા કાઈ રાસ,

જોડી બની જુગતે એવી,ધારી ધારી જોવા જેવી….

પાછા બાળ સ્વરૂપે શ્યામ બની ગ્યાને,મુખે થી બોલ્યા એમ,

મારે જાવું મારી માવડી પાસે,તેડી નથી લેતી કેમ?!

રાધાજીએ ઊંચકી લીધા,જઈને એની માતને દીધા….

માતા તમારો લાલો સંભાળો.હુ જઉં હવે નિજ ધામ,

“ગોવિંદ” નો સ્વામી રડવા લાગ્યો,મારે રાધાનું કામ,

મારે જવું વ્રજની વાટે,ગાયો મારી ગોતવા કાજે…

આ ભજન માં મારી સૌથી પ્રિય પંક્તિઓ:

રાધાજીએ ઊંચકી લીધા….

મારે જાવું મારા બાપુ ની સંગે,તમે જાઓ અંદર ..

આવા સુંદર ભજનોની  મારા માસી કૃષ્ણા માસી  રમઝટ બોલાવે અને હુ ઝીલું અને પછી તેઓ મને લખાવે અને હુ લખીને તમારી પાસે પહોચાડું. આ વાતો કેમ કરીને વીસરે ?

 (દિલ  લૂટને વાલે જાદુગર ના રાગ ઉપર આધારિત ભજન)

૩. જાહેર વાત.

ગોકુળમાં ગાયો ચારી હતી એ વાત જગતમાં જાહેર છે.

મન મોહન તારું નામ હતું ,એ વાત જગતમાં જાહેર છે.

મથુરાની જેલમાં જન્મ્યા હતા,ગોકુળની ગલીઓમાં રમ્યા હતા.

મટકીના માખણ ચોર્યા હતા,તે વાત જગતમાં જાહેર છે….

મામા-માસી ને માર્યા તમે, કાલીય  નાગને  નાથ્યો તમે,.

કુબ્જાનું ચંદન લીધું તમે , એ વાત જગતમાં જાહેર છે….

વનરાવન રાસ રચાવ્યો તમે,ગોપીએ હૈયે વસાવ્યો તને,

બંસી નો નાદ સુણાવ્યો તમે, એ વાત જગતમાં જાહેર છે….

કદંબની ડાળે છુપાયા તમે,ગોપીના વસ્ત્રો ઉપાડ્યા તમે,

માટીનું ઢેફું ખાધું તમે, એ વાત જગતમાં જાહેર છે….

૪.  (હવેનું ભજન” શ્રી કૃષ્ણ શરણં મમ” ના રાગ ઉપર આધારિત છે.)

આ ભજનો મારા માસી “કૃષ્ણા માસી” ગાય, હુ લખતી જઉં અને ઝીલતી જઉં.તમે પણ રમઝટ બોલાવો.

મહી-માખણ નો ચોર કન્હૈયો,

વ્રજમાં કરતો શોર કન્હૈયો,

યમુના તટ પર ગાયો ચરાવે,

સહુના મનનો મોર કન્હૈયો…….શ્રી કૃષ્ણ શરણં મમ.

દુષ્ટો નો છે કાળ કન્હૈયો,

ભક્તોનો રખવાળ કન્હૈયો,

વ્રજ આખામાં ધૂમ મચાવે,

સહુને ગમતો બાળ કન્હૈયો…..શ્રી..

ગોવાળોનો યાર કન્હૈયો,

સૌને કરતો પ્યાર કન્હૈયો,

હાક મારતા દોડી આવે,

હરપળ છે તૈયાર કન્હૈયો…..શ્રી..

વાંસળીનો  વહેનાર  કન્હૈયો,

સુરો  રેલવનાર  કન્હૈયો,

વાસ તણા ટુકડામાં કેવા,

પ્રાણોનો ફૂક્નાર કન્હૈયો…શ્રી..

સગુણ રૂપ સાકાર કન્હૈયો,

ગીતાનો ગાનાર કન્હૈયો,

બની સારથિ જીવન રથનો,

સહુને જાળવનાર કન્હૈયો…શ્રી…

 

Tags:

One response to “બાળ કન્હૈયો -જન્માષ્ટમી નિમિત્તે ઉત્તમ અને સુંદર ભજનો.

  1. પરાર્થે સમર્પણ

    August 9, 2012 at 9:50 pm

    જન્માષ્ટમી ના પાવન પ્રસંગે રચાયેલા ભજનો ભાવવાહી અને સુંદર છે.
    નંદલાલના પ્રાગટ્ય પસંગે વ્હાલના વધામણા

    Like

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

મારી બારી

દીપક ધોળકિયા

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

Booksonclick.com

અડધો ગ્લાસ ભરેલો જોવો

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

arvindadalja.wordpress.com/

My little different Thoughts

ડૉ. સુધીર શાહ Dr. Sudhir Shah

સમય + સમજ + સંજોગ = સંતોષ Time + Understanding + Situation = Satisfaction

planetJV

colorful cosmos of chaos

नेट-गुर्जरी

स्वान्त: सुखाय

"મધુવન"

ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

પાર્થેનીયમ

મારા શબ્દ..મારી વ્યથા.. મારી કવિતા..

%d bloggers like this: