RSS

જનમ ની જોગણ – મીરાં

12 ઓગસ્ટ

“મીરાં “

બસ આ બે અક્ષર એટલે,“પવિત્રતા અને અમર કૃષ્ણ ભક્તિ “ મીરાં ની ભક્તિ અને  કૃષ્ણ પ્રેમ ની કોમળ ભાવના,તથા તેની કૃષ્ણ પ્રત્યેની તન્મયતા  તેના અલૌકિક પદ અને અને સંગીત રચનામાં પ્રતીત  થાય છે.જેને “સંકીર્તન” કહે  છે.મીરાં ને ઓળખવા ક્યાય દુર જવાની જરૂર નથી.પણ તેનું જીવન અને કવન જ મીરાં ની તન- મન- અને આત્માની પવિત્રતાની સુવાસ આપણને સંમોહિત કરી જાય છે.

આમ છતાં,”મીરાં” ને સમજવા માટે આપણે તેના જીવન અને કવન બંનેમાંથી પસાર થવું જ પડે.મીરાં ના પદોને સમજીએ તો જ અને ત્યારે જ એક ચીર શાંતિનો દરવાજો ખુલે છે અને આપણે તેના આધ્યાત્મિક મહેલના આંગણે ઉભા રહી શકીએ.અને તો જ મીરાં જેવી એક સંતના મનોરાજ્યનું “મોતી” આપણે પામી શકીએ.

મીરાં એટલે એક અદ્ભુત સ્ત્રી ચરિત્ર! તેના ભાવ-પદો  ઉત્તમ અને ઉંચી પ્રેમ-લક્ષણા ભક્તિ.!મીરાં એટલે કૃષ્ણ-પ્રેમનું ઉત્કૃષ્ટ ઉદાહરણ!

મીરાં નો જન્મ રાજસ્થાનના મેડતા માં રાઠોડ-રાજપૂત રાજ ઘરાનામાં ૧૪૯૮મ શરદ પૂર્ણિમાના દિવસે થયો હતો.તેના બાળપણ ની ઘણી રસપ્રદ વાતો અને ઘટનાઓ છે.તેમના રાજ પરિવારમાં સાધુ સંતોને ઘણું માન આપવામાં આવતું.એક વાર એક સંત આવ્યાં ખુબ સ્વાગત કરી તેમનું સન્માન કર્યું.આ સંત પાસે એક ખુબ સુંદર કૃષ્ણ ની મૂર્તિ હતી,બસ! આ મૂર્તિ મેળવવાની હઠ લઈને મીરાં બેસી ગઈ.તેને ઘરના એ ખુબ મનાવી પણ “માને તો એ મીરાં કેમ?” પરંતુ આ સંતને મનમાં થયું કે મારો આખો પ્રવાસ અહી જ પુરો થાય છે.આ મૂર્તિ  મીરાને સોપવા માટે જ આ યાત્રા નુ આયોજન થયું છે ,એવું લાગતા સંતે તે મૂર્તિ મીરાને આપી દીધી.અને ત્યારથી કૃષ્ણ તરફ ની મીરાં ની ભાવનાઓએ આકાર લેવાનું શરુ કર્યું.આ ઉપરાંત એક ઘટના છે કે બાળક મીરાં ના મહેલ પાસેથી એક ‘જાન ‘ એટલે કે વરઘોડો પસાર થતો હતો અને તેણે માં ને પૂછ્યું કે,”માં આ કોણ છે અને ક્યા જાય છે?”માં જવાબ આપે છે કે,”બેટા,આ તો વર રાજા છે અને પરણવા જાય છે.” અને મીરાં એ પ્રતિ પ્રશ્ન કર્યો કે,”માં,મારો વર કોણછે?”એટલે માં તો મીરાના ભોળપણ પર હસી પડી અને કહ્યું કે,“આ જ તો છે તારો વર,તારા હાથમાં જ છે કૃષ્ણની મૂર્તિ એ જ તારો વર.”  અને બસ! આ શબ્દો મીરાના જીવનના  એક અદ્ભુત વળાંક સાબિત થયાં.અને મીરાં એ ગાયું

માઈ મૈને ગોવિંદ લીન્હો મોલ,

કોઈ કહે સસ્તા,કોઈ કહે મહેંગા,

લીન્હો તરાજુ તોલ ….ગોવિંદ લીન્હો..

કોઈ કહે ઘરમે,કોઈ કહે બનમેં,

રાધા કે સંગ કિલોલ….ગોવિંદ લીન્હો..

મીરાં કે પ્રભુ ગીરીધર નાગર,

આવત પ્રેમ કે ડોલ…ગોવિંદ લીન્હો.

અને મીરાં કૃષ્ણ તરફ વળવા લગી,એને જ જોતી,એની સાથે જ રમતી અને એની સાથે વાતો કરતી,ગાતી,નાચતી. ધીરે ધીરે કૃષ્ તરફનો પ્રેમ ભક્તિનું રૂપ લેવા લાગ્યો .મીરાનો  સમય  રાજસ્થાનના રાજકારણમાં પણ કઈક ફેરફારનો સમય હતો..અને આ રાજરમતના ભાગ રૂપે અને પોતાના રાજ્યોને વધુ મજબુત કરવા માટે મીરાં ના લગ્ન ૧૮ વર્ષની વયે ઈ.સ.૧૫૧૬મા ચિત્તોડના રાણા સંગ્રામસિંહ ના  મોટા પુત્ર ભોજરાજ સાથે કરવામાં આવ્યા.મીરાં કૃષ્ણની મૂર્તિ લઈને સાસરે આવી.આ કુટુંબમાં માં દુર્ગાની પૂજા કરવામાં આવતી,ત્યારે મીરાંના સાસુએ મીરાને માતાજીની પૂજા કરવા કહ્યું અને મીરાએ આંખમાં આંસુ સાથે ખુબ નરમાશથી જવાબ આપ્યો કે,”હુ કૃષ્ણ સિવાય કોઈની પૂજા કે ભક્તિ નહિ કરું.”અને આ ભજન તેના ખજાનાના કોહીનુર સમું બની ગયું,

મ્હારા રે ગીરીધર ગોપાલ દુસરો ન કોયાં,

દુસરા ન કોઈ સાધો,સકલ લોક જોયાં….

ભાયા છાંડયા,બંધા છાંડયા ,છાંડયા સગા સુયા,

સાધા સંગ બૈઠ બૈઠ લોકલાજ ખોયાં….

ભગત દેખ્યા રાજી હ્યા,જગત દેખ્યાં રોયા,

અંસુવા જલ સિંચ સિંચ પ્રેમ-બેલ બોયા….

દધમથ  ઘૃત કાઢ લયા,ડાર દયા છુયા,

“મીરાં” વિષે લખનારા અથવા તેને ઓળખનાર અને તેના સાહિત્યને સમજનાર વ્યક્તિઓ માને છે કે,

મીરાં જ્યારે “રામ” શબ્દનું ઉચ્ચારણ કરે ત્યારે તેના મનમાં અશરીરી  “પારલૌકિક પરબ્રહ્મ”એવો અર્થ અભિપ્રેત હોય છે,અને

મીરાં જ્યારે “શ્યામ” શબ્દનું ઉચ્ચારણ કરે છે ત્યારે તેના મનમાં “ઈશ્વરનુ શરીરી રૂપ છે.

દુરદુરથી સાધુ-સંતો આવતા અને મીરાની ભક્ત તરીકેની કીર્તિ ચારે તરફ ફેલાતી જાતી હતી.એવામાં એક ખુબ દુખદ ઘટના બની ગઈ કે,એક યુદ્ધમાં ભોજરાજ નુ મૃત્યુ થયું.લગભગ ઈ.સ.૧૫૨૧ એનો સમય ગણાય છે.હવે ચિત્તોડની ગાદી પર મીરાનો દિયર વિક્રમ રાણા બન્યો,અને મીરાના કસોટીના દિવસો શરુ થયાં.રાણાને મીરાની ભક્તિ,સાધુ સંતો,કીર્તન,નાચવું વગેરે તરફ ખુબ ચીડ હતી.એટલે મીરાંને મારવા માટે તે અનેક પ્રયાસો કરી ચુક્યો.પણ,કહે છે ને કે,”જેને રામ રાખે તેને કોણ ચાખે?”રાણાએ એક વાર એક ટોપલામાં ભયંકર ઝેરી સાપ મોકલ્યો અને કહેવડાવ્યું કે,”આમાં તમારા ઠાકોરજી માટે ફૂલોની માળા છે.”મીરાંએ કરંડિયો ખોલ્યો અને,નાગ નહિ પણ સાચેસાચ ફૂલોની માળા જ નીકળી.આ માળા મીરાએ કૃષ્ણના ગળામાં પહેરાવી અને  ભજન ગાયું કે,

પાયોજી મૈને રામ રતન ધન પાયો..

વસ્તુ અમોલિક દી મેરે સતગુરુ,

કિરપા કર અપનાયો…..

જનમ જનમ કી પુંજી પાયી,

જગમે સભી ખોવાયો…..

ખરચે ન ખૂટે વાં કો ચોર ન લુટે,

દિન દિન બઢત સવાયો….

સતકી નાવ ખેવટિયા સતગુરુ,

ભવસાગર તર આયો…

મીરાં કે પ્રભુ ગીરીધર નાગર,

હરખ હરખ જસ ગાયો…..

અને આમ મીરાં ની કસોટીઓ થતી રહી,તેની પોતાના ભગવાન ઉપરની શ્રદ્ધા તેને આ બધામાંથી પાર ઉતારતી રહી.મીરાના હાથમાં તંબુર છે,પગે ઘૂઘરા બાંધ્યા છે,ને કૃષ્ણની મૂર્તિ સામે જોઈને મીરાં ધીમે સાદે ભજન ગાઈ રહી છે,આંખમાંથી અનરાધાર વહે છે.મહેલની એક દાસી એવામાં રાણાએ  મોકલેલ ઝેરનો કટોરો મીરાંને આપે છે.અને મીરાં અમૃત જાણીને એ ઝેર પી જાય છે.આ વખતે પણ ભગવાન ભક્તની વહારે આવી મીરાંને બચાવે છે.બસ,આ બનાવથી મીરાનું મન ચિત્તોડ ઉપરથી ઉઠી જાય છે અને છોડીને થોડો સમય પોતાને પિયર મેડતા જઈને રહે છે,અને પછી વૃંદાવન જાય છે.વૃંદાવન ની રજેરજ કૃષ્ણના પગલાં થી પાવન થઇ છે,અહી રહીને તેમણે કૃષ્ણ ભજનનું પૂર વહાવ્યું

બરસે બદરિયા સાવનકી,

સાવન કી મનભાવન કી …

સાવનમેં  ઉમ્ગ્યો મેરો મનવા,

ભનક સુની હરી  આવન કી…

ઉમડ ઘુમડ  ચહું દીસી સે આયો,

દામની  દમકે ઝર લાવન કી…

નન્હીં નન્હીં બુંદન મેહા બરસે,

સીતલ પવન સુહાવન કી…..

મીરાં કે પ્રભુ ગીરીધર નગર,

આનંદ મંગલ ગાવન કી….

વૃંદાવન થી તેઓ  ગુજરાતમાં  દ્વારકા ગયાં.અને પછી બાકીનું જીવન તેમણે ત્યાં જ વિતાવ્યું.દરમ્યાન વિક્રમજીતની બાદ ચિત્તોડની ગાદીએ  ઉદયસિંહ આવ્યો.અને તેને ચિત્તોડના પતન પાછળ ચિત્તોડની રાજરાણી અને ભક્ત-શિરોમણી મીરાનું અપમાન અને  તેનું ચિત્તોડ છોડી જવું જ છે એવી તેની  દ્રઢ માન્યતા હતી .તેથી તે હાથી ઘોડા અને પાલખી લઈને આદર પૂર્વક મીરાં ને પાછા ચિત્તોડ લઇ આવવા જાતે જાય છે.અને તેને ખુબ વિનવે છે,કે “માં,અમારો ગુનો  માફ કરો અને અમારા આ ગુન્હાની સજા ચિત્તોડની પ્રજાને ન આપો..આપ પાછા મહેલે પધારો.”અને મીરાં જવાબ આપે છે કે,”જોઉં ,હુ મારા ગિરધર ગોપાલ ની રજા મળે તો આવું.”આમ કહી તેઓ મંદિરમાં આવી ઉભા અને ભગવાનને કહ્યું કે,

 

 

 

 

 

 

 

પ્રભુ,પાલવ પકડીને રહી છું પ્રેમથી રે,

મારા છેલ્ છબીલા અંતરના આધાર,

હવે શરણાગત ની વહારે ચડજો વિઠ્ઠલા,

પ્રભુ,કૃપા કરી રાખો મીરાંને ચરણ ની પાસ!

એ જ સ્મિત,એજ મોર પીછ,અને એજ મધુર બંસી નો નાદ!અને મીરાં જાતનું ભાન ભૂલીને કૃષ્ણ ના હૃદય માં સમાઈ ગયાં! મીરાં અદ્રશ્ય થઇ ગયાં!આ સમય ૧૫૪૭ નો છે જ્યારે તેમની ઉંમર પચાસની પણ નહિ હોય!

ભારત ના સંત સાહિત્યમાં મીરાનું સ્થાન અજોડ છે.આજે ચારસો વર્ષે પણ આવી બીજી ભક્ત કવિ થઇ  નથી. તેમણે વ્રજ ભાષા,હિન્દી ભાષા અને ગુજરાતી ભાષા માં કાવ્યો ની રચના કરી છે.

જેમાં “મુખડાની માયાલાગી રે”-

“જુનું તો થયું રે દેવળ”- ગુજરાતીમાં ખુબ જાણીતા પદો છે.

૧       મુખડું.

મુખડાની માયા લાગીરે,મોહન પ્યારા,

મુખડું મેં જોયું તારું,સર્વ જગ થયું ખારું,

મન મારું રહ્યું ન્યારું રે….

સંસારી નુ સુખ એવું,ઝાંઝવાના નીર જેવું,

તેને તુચ્છ કરી ફરીએ રે….

મીરાબાઈ બલિહારી,આશા મને  એક તારી,

હવે હુ તો બડભાગી રે…

૨    દેવળ.

જુનું તો થયું રે દેવળ,જુનું તો થયું,

મારો હંસલો નાનો ને દેવળ,જુનું તો થયું.

આ રે કાયા રે હંસા ,ડોલવાને લાગી રે,

પડી ગયા દાંત માંહ્યલી રેખું તો રહ્યું…

તારે ને મારે હંસા,પ્રીત્યું બંધાણી રે,

ઉડી ગયો હંસ ,પિંજર પડી તો રહ્યું….

બાઈ મીરાં કહે પ્રભુ,ગીરીધર ના ગુણ વહાલા,

પ્રેમનો પ્યાલો તમને પાઉં ને પીઉં….

કૃષ્ણ તરફની અનન્ય ભક્તિ અને સર્વસ્વ સમર્પણ જે મીરાં માં જોયું છે એવી સમર્પણ ની ઉચ્ચ ભાવના અને સર્વસ્વ છોડવાની જે ત્યાગ વૃત્તિ બહુ ઓછા ભક્તોમાં જોવા મળી છે.આમ

મીરાં એટલે,ઉત્તમ વૈરાગી,

ઉત્કટ કૃષ્ણ પ્રેમી

અને જનમ ની જોગણ.

આવો જનમ કોઈનો હોઈ શકે? કઈ જ્યોતિ આ ધરા પર જન્મે છે ?અને કઈ ચિનગારી ચિદાનંદ ની શોધ નો તણખો બની જીવન પર્યંત કયા તત્વ ની અંદર સમાઈ  જાય છે !

Advertisements
 

ટૅગ્સ:

2 responses to “જનમ ની જોગણ – મીરાં

 1. Anil Shukla

  ઓગસ્ટ 14, 2012 at 12:45 પી એમ(pm)

  મીરાંની વાત -મીરાંની કહાણી -વાંચી આનંદ થયો. વધુ ડીટેઈલ માં માહિતિ ઈન્ટરનેટ પર ક્યાંથી મળે ?
  એવી કોઈ ગુજરાતી બુક ખરી ?
  ભવિષ્ય માં આપના તરફ થીજ માહિતિ મળશે ..એવી આશા.
  ભજનો વાંચી ખુબ જ આનંદ થયો.

  Like

   
 2. ભરત મકવાણા

  જૂન 24, 2013 at 7:52 એ એમ (am)

  ઝીંદગી ની રેસ માં એટલો આગળ આવી ગયો.
  પાછળ ફરી ને જોતા થોડો હું હરખાઈ ગયો.
  જે દુઃખ ના દિવસો મને દુઃખી કરી રડાવતા હતા,
  આજે એં મને યાદ કરી દિવસો ફરી મને રડાવે છે.

  Like

   

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

 
પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

મારી બારી

દીપક ધોળકિયા

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

Booksonclick.com

અડધો ગ્લાસ ભરેલો જોવો

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

arvindadalja.wordpress.com/

My little different Thoughts

ડૉ. સુધીર શાહ Dr. Sudhir Shah

સમય + સમજ + સંજોગ = સંતોષ Time + Understanding + Situation = Satisfaction

planetJV

colorful cosmos of chaos

"મધુવન"

ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

પાર્થેનીયમ

મારા શબ્દ..મારી વ્યથા.. મારી કવિતા..

surtiundhiyu

This WordPress.com site is the cat’s pajamas

%d bloggers like this: