RSS

મીરાં બાઈ ના ગુજરાતી ભજનો.

17 ઓગસ્ટ


૧. રામ રમકડું.

રામ રમકડું જડિયું રે રાણાજી મુને ,રામ રમકડું જડિયું.

રુમઝુમ  કરતુ મારે મંદિરે પધાર્યું ,

નહિ કોઈને હાથે ઘડિયું રે….રાણાજી મુને..

મોટા મોટા મુનિજન,મથી મથી થાક્યાં,

કોઈ એક વીરલાને હાથ ચડયું રે…રાણાજી …

સોન શિખરના રે ઘાટ થી ઉપર,

અગમ અગોચર નામ પડયું રે…રાણાજી…

બાઈ મીરાં કહે પ્રભુ ગીરીધર નાગર,

મારું મન શામળિયા શું માળિયું રે…રાણાજી…

૨. વનરાવન મોરલી.

વાગે છે રે વાગે છે ,વનરાવન મોરલી વાગે છે,

હે એનો શબદ ગગનમાં ગાજે છે,વનરાવન મોરલી વાગે છે.

વનરા તે વનને મારગ જાતાં,વા’લો દાણ દધિ ના માગે છે….

વનરા તે વનમાં રાસ રચ્યો છે,વ્હાલો રાસમંડળ માં બિરાજે છે….

પીળાં પીતાંબર જરકસી જામા,એને પીળો તે પટકો સાજે છે….

કાને તે કુંડળ માથે મુગટ છે,એના મુખ પર મોરલી બિરાજે છે….

વનરા તે વનની કુંજ ગલીનમાં,વા’લો થૈથૈ થનક થૈ નાચે છે….

બાઈ મીરાં કહે પ્રેભુ ગીરીધર ના ગુણ,એના દર્શન થી દુખડા ભાજે છે….

૩. રામ રાખે તેમ રહીએ.

રામ રાખે ત્યમ રહીએ ઓધવજી,રામ રાખે ત્યમ રહીએ,

અમે ચીઠ્ઠીના ચાકર છઈએ ઓધવજી…

કોઈ દિન પહેરીએ હિરના ચીર,તો કોઈ દિન સાદા ફરીએ,

કોઈ દિન ભોજન શીરો ને લાપશી,કોઈ દિન ભૂખ્યા રહીએ… ઓધવ જી..

કોઈ દિન રહેવાને બાગ બગીચા તો કોઈ દિન જંગલ  રહીએ,

કોઈ દિન સુવાને ગાડી ને તકિયા,કોઈ દિન ભોય પર સુએ…ઓધવજી..

બાઈ મીરાં કે પ્રભુ ગીરીધર નાગર,તો સુખ દુઃખ સર્વે સહીએ..ઓધવજી…

૪. ગોવિંદો પ્રાણ

ગોવિંદો પ્રાણ અમારો રે,મને જગ લાગ્યો ખારો રે,

મને મારો રામજી ભાવે રે,બીજો મારી નજરે ન આવે રે…

રાણોજી કાગળ મોકલે રે દેજો મીરાં ને હાથ,

સાધુની સંગત છોડી દિયો તમે,વસો અમારે સાથ…

સાંઢ વાળા સાંઢ શણગારજે મારે જાવું સો સો કોસ,

રાણાજી ના દેસમાં મારે જળ રે પીવાનો દોસ્…

ચૂંદડી ઓઢું ત્યારે રંગ ચૂવે રે,રંગ બે રંગી હોય,

ઓઢું હુ કાળો કામળો ,દુજો ડાઘ ન લાગે કોય…

મીરાં હરિની લાડલી  રે, રહેતી સંત હજૂર,

સાધુ સંગાથે સ્નેહ ઘણો,પેલા કપટી થી દિલ દુર….

૫.ઝેર તો પીધાં..

નથી રે પીધાં અણજાણી મેવાડા રાણા ઝેર તો પીધાં જાણી જાણી.

કોયલ ને કાગ રાણા,એક જ વરણા રે ,કડવી લાગે છે કાગવાણી…મેવાડા રાણા….

ઝેરના કટોરા જ્યારે,રાણાજી મોકલે,તેના બનાવ્યા દૂધ-પાણી…મેવાડા રાણા…

સાધુનો સંગ મીરાં છોડી દિયો રે,તમને ગણીશું પટરાણી…મેવાડા રાણા….

બાઈ મીરાં કહે પ્રભુ,ગીરીધરના ગુણ,મને રે મળ્યા સારંગપાણિ…મેવાડા રાણા…

૬.કુડી રે કાયા.

હો માનસરોવર  જઈએ,કુડી રે કાયા,માનસરોવર જઈએ.

હંસલો જાણીને વીરા સંગત કરીએરે,ભેળાં બેસીને મોતી ચણીએ રે….

સાધુ સંગાથે વીરા,સાધુ કહેવાયે,

નિત નિત ગંગાજી માં નાહીએ રે…કુડી રે કાયા…

માંહ્યલાએ મનડાને,કેમ તુ ભૂલ્યો વીરા,

દરસન ગુરુજીના કરીએ રે…કુડી રે કાયા….

બાઈ મીરાં કહે પ્રભુ,ગીરીધર નાગર,

ભવસાગર થી તરીએ રે…કુડી રે કાયા….

૭.બાઈ અમે બાળ કુંવારા,

કાનુડો શું જાણે મારી પીડ ,હે….બાઈ અમે બાળ કુંવારા.

જળ રે જમુનાના અમે,પાણીડે ગ્યા’તાં રે,

કાનુડે ઉડાડ્યાં આછાં નીર,

હે ઉડ્યા ફરરર રરરર રે….કાનુડો શું જાણે….

હુ રે વેરાગણ કા’ના,તમારે નામની વ્હાલા,

કાનુડે  માર્યા છે અમને તીર,

હે વાગ્યા અરરર રર રર રે…કાનુડો શું જાણે…

વૃંદા તે વનમાં વા’લા રાસ રચ્યો રે,

સોળસે ગોપીના તાણયાં  ચીર,

હે ફાડ્યા સરરર રર રર રે…કાનુડો શું જાણે..

બાઈ મીરાં કહે પ્રભુ,ગીરીધર ના ગુણ વ્હાલા,

કાનુડે બાળીને કીધા રાખ,

હે ઉડી ફરરર રર રર રે…કાનુડો શું જાણે…

૮. નાખેલ પ્રેમની દોરી.

નાખેલ પ્રેમની દોરી ગળામાં અમને,નાખેલ પ્રેમની દોરી.

આણી તીરે ગંગા વા’લા ઓલી તીરે જમુના વા’લા,

વચમાં કાનુડો નાખે ફેરી …પ્રેમની દોરી.

વનરા તે વનમાં વા’લે રાસ રચ્યો રે,

વાંસળી વગાડે ઘેરી ઘેરી…પ્રેમની દોરી..

બાઈ મીરાં કહે પ્રભુ ગીરીધરના ગુણ વહાલા,

ચરણોની દાસી પિયા તોરી,…પ્રેમની દોરી.

૯. દુખડા દિયે છે દા’ડી દા’ડી…

દુખડા દિયે છે દાડી દાડી,હે કાનુડા તારી મોરલી રે અમને,

દુખડા દિયે છે દાડી દાડી…

માઝમ રાતની રે મધરાતે સુરની,વાંસળી તે કોણે વગાડી,

હુ રે સુતી’તી મારા શયન ભવનમાં ને,નિંદરા તે કોણે ભગાડી…દુખડા..

સાસુ સસરાથી રે હુ તો છાનીમાની ઉઠીને,હળવેથી બાર ઉઘાડી,

વ્યાકુળ થઈને હુ તો તનડામાં મારા,પહેરતાં તો ભૂલી ગઈ સાડી..દુખડા.

કિયા રે કુહાડે તને કાપીરે લાવ્યો,કિયા રે સુથારે સુંવાળી,

શરીર જોને તારું સંઘે રે ચડાવી,તારા મનડામાં છેદ પડાવી…દુખડા …

મોરલી કહે હુ તો કામણગારી,હુ તો છું વ્રજ કેરી નારી,

બાઈ મીરાં કહે પ્રભુ ગીરીધર નાગર,તનડામાં તાપ રે સમારી…દુઃખડાં..

૧૦. તારું નામ.

નિત્ય નિત્ય ભજીએ તારું નામ,

હે પ્રેમે થકી અમને પ્રભુજી,એમ રાખે હો જી….

આણી તીરે  ગંગા વા’લા,ઓલી તીરે જમુના વા’લા ,

હે વચમાં ગોકુળિયું રૂડું ગામ….તારું નામ.

બાઈ મીરાં કહે પ્રભુ ગીરીધરના ગુણ વા’લા,

છેલ્લી બાકીના રમો રામ..તારું નામ.

૧૧. શું રે કરવું ?

શું રે કરવું રે રાણા ,શું રે કરવું?!

મોતીની માળા રાણાજી,કાંઠે નથી ધરવી મારે,

તુલસી ણી માળા પહેરી ફરવું…શું રે કરવું…

હીરની સાડીઓ રાણાજી ,અંગે નથી ધરવી મારે,

ભગવી ચીંથરીઓ પહેરી ફરવું…શું રે કરવું…

બાઈ મીરાં કહે પ્રભુ,ગીરીધર નાગર,

ગાઈ ગાઈને ભવ તરવું…શું રે કરવું..

૧૨. ક્યાં ગયો?

હે જી ક્યાં ગયો પેલો મોરલીવાળો,

અમારા ઘુઘટ ખોલી રે.

હે જી ક્યાં ગયો પેલો વાંસળી વાળો,

અમને રંગમાં ઝબોળી રે..

હમણાં વેણી ગુંથી હતી ને,પે’રી કસુંબલ ચોળીરે,

માત જસોદા સાખ પૂરે છે,કેસર છાંટ્યા ઘોળી રે…

જળ જમુના ના ભરવા ગયા’તાં,બેડાં નાખ્યા ઢોળી રે,

પાતળિયો પરપંચે ભરિયો,અમે તે અબળા ભોળી રે….

પ્રેમ તણી પ્રમદા ને અંતર,ગેબની મારી ગોળી રે,

બાઈ મીરાં કહે ગીરીધર નાગર,ચરણકમળ ચિત્ ચોરી રે…

Advertisements
 

ટૅગ્સ:

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

 
પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

મારી બારી

દીપક ધોળકિયા

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

Booksonclick.com

અડધો ગ્લાસ ભરેલો જોવો

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

arvindadalja.wordpress.com/

My little different Thoughts

ડૉ. સુધીર શાહ Dr. Sudhir Shah

સમય + સમજ + સંજોગ = સંતોષ Time + Understanding + Situation = Satisfaction

planetJV

colorful cosmos of chaos

"મધુવન"

ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

પાર્થેનીયમ

મારા શબ્દ..મારી વ્યથા.. મારી કવિતા..

surtiundhiyu

This WordPress.com site is the cat’s pajamas

%d bloggers like this: