RSS

ભણે નરસૈયો. – સંત કવિ નરસિહ મહેતા નુ જીવન અને કવન.

19 ઓગસ્ટ

નરસિહ મહેતા આપણા ગુજરાતીમાં ઉત્તમ  ભક્તિ કાવ્યો  લખનાર અને ગાનાર અજોડ સંત કવિ છે.એમના નામ થી કોણ અજાણ છે ?હુ સ્કુલમાં બાળકોને જ્યારે ગીતો શીખવતી ત્યારની વાત આ લખતાં યાદ આવે છે.તે સમયે નરસિહ મહેતાનું” વૈષ્ણવજન તો તેને રે કહીએ” શીખવતી હતી.ત્યારે પહેલા તો નરસિહ મહેતા વિષે વાત કહેતી હતી તે સમયે જે આજે પણ હુ માનું છું ,એ મે બાળકોને પણ કહ્યું હતું કે,” હુ પણ નરસિહ મહેતાની જ્ઞાતિનિ છું એનું મને ગૌરવ પણ છે અને મને  નાગર તરીકે શરમ પણ લાગે છે કે,અમે લોકોએ જ નરસિહ મહેતા જેવા ભક્તને કેટલા હેરાન કર્યા .”!

આજથી લગભગ ૫૦૦ વર્ષ પૂર્વે જુનાગઢ માં આવેલ તળાજા ગામમાં ,નાગર કોમ માં એમનો જન્મ થયો. બહુ નાની ઉમરે જ તેમણે માં- બાપને ગુમાવ્યા.અને ભાઈ ભાભીના આશરે મોટા થયાબાળપણ થી જ તેમણે ભગવાન અને સાધુ સંતોની સેવા પર ખુબ જ શ્રદ્ધા હતી.અને એટલે જ ભણવામાં બહુ ધ્યાન નહોતું.હવે એ વખતના રીવાજ મુજબ માત્ર ૯ વર્ષની ઉમરે જ તેમના લગ્ન માણેકબાઈ નામની કન્યા સાથે થયા.

જગ પ્રસિદ્ધ વાત છે કે ભાભીના મહેણાંએ એમનું જીવન બદલી નાખ્યું.તેઓ થોડા મોટા થયા એટલે,ભાઈએ તેમણે ઘોડા સાચવવાનું કામ સોપ્યું.એક દિવસ તેઓ ઘોડા માટે ઘાસ કાપવા જંગલમાં ગયાં અને ભારો લઈને આવ્યાં ત્યારે તેમને સખત ભુખ લાગી હતી ,આથી નાહી-ધોઈને સીધા પાટલી બેસી ગયાં,અને ભાભીએ મહેણું માર્યું કે,”આમ તો મુરખ છો પણ પેટ ભરવાની કેવી અક્કલ છે! તો એમણે જવાબ આપ્યો કે,”ભાભી ધાન તો બધાને ભગવાન પૂરે જ છે.”અને ભાભી નો મિજાજ ગયો અને કહ્યું ,”એટલી જ ભક્તિ હોય તો માગો તમારા ભગવાન પાસે તે આપશે!”અને ,”એ જ આપશે”!કહીને પાતળ પરથી ઉભા થઇ ગયાં ને અને ગામ છોડી જંગલ માં ભગવાનને ગોતવા ચાલી નીકળ્યા.

જંગલમાં એક શિવજીનું જીર્ણ મંદિર હતું.કઈ પૂજા કરવા પણ કોઈ જતું નહિ હોય એવી જગ્યા  હતી.બસ,નરસિહ મહેતા એ તો ત્યાં જ “અઠે દ્વારકા”કરીને જમાવી દીધું.સાત દિવસ સુધી એક ધ્યાને “ઓમ નમઃશિવાય”નો જાપ નિરંતર જપવા લાગ્યાં.છેવટે ભોળાનાથે પ્રસન્ન થઇ વરદાન માગવા કહ્યું.પણ નરસિહ મહેતાએ કહ્યું કે,”માગવા જેવું તો કઈ નથી,પ્રભુ!”ભગવાન કહે કે,”તોય દુર્લભ એવું કઈ માગ!”ત્યારે નરસિહ મહેતા કહે છે કે,”હે દેવ!તમને જે દુર્લભ હોય,તમને જે વલ્લભ હોય તે આપો.!”અને શંકર ભગવાને તેમણે શ્રી કૃષ્ણની રાસલીલાના દર્શન કરાવ્યા.અને ત્યારથી એક જ્યોત તેમના અંતરને ઉજાળી ગઈ.

મહેતાજી હવે પત્ની માણેકબાઈ અને પુત્ર શામળશા ને લઈને જુદા રહેવા લાગ્યાં.પણ ઘર ચલાવવાની ચિંતા ભગવાન ઉપર નાખી માત્ર ભક્તિ અને કીર્તનમાં વ્યસ્ત રહેવા લાગ્યાં.તેમણે લખ્યું,

જે ગમે જગત ગુરુ દેવ જગદીશને,તે તણો ખરખરો ફોક કરવો.

આપણો ચિંતવ્યો અર્થ કઈ નવ સરે,ઊગરે એક ઉદ્વેગ ધરવો.

હુ કરું ,હુ કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે,

સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે, જોગી જોગેશ્વરા કોક જાણે!

ઋતુ લતા પત્ર ફળ-ફૂલ આપે યથા,માનવી મૂર્ખ મન વ્યર્થ શોચે,

જેહના ભાગ્યમાં જે સામે જે લખ્યું,તેહને તે સામે તે જ પહોચે!

સુખ સંસારી મિથ્યા કરી માનજો,કૃષ્ણ વિના બધું સર્વ કાચું!

જુગલ કર જોડી કરી નરસૈયો એમ કહે,જન્મ પ્રતિ જન્મ હરીને જ જાંચું.

સમય ના વહેણ વહી રહ્યા હતા.તેમનો પુત્ર શામળ હવે ૧૨ વર્ષનો થયો.પોતાના લગ્ન ૯ વર્ષે થયા હતા અને પુત્ર મોટો થઈ ગયો તેથી,માતા માણેકબાઈ પુત્રના લગ્ન માટે યોગ્ય કન્યા શોધવા માટે નરસિહ મહેતા ઉપર દબાણ કરવા લાગ્યાં.ભગત કહે કે,”બધી ચિંતા મારા નાથને છે,તે બધું યોગ્ય કરશે.”અને સાચે જ જાણે ભગવાને સાંભળ્યું હોય તેમ,રાજ્યના દીવાન અને ખમતીધર એવા મદન મહેતાની કન્યાનું માગું શામળ માટે આવ્યું.અને નાગરો ઈર્ષ્યાથી બળ્યા અને મદન મહેતાને નરસિહ મહેતાની  ખસ્તા હાલત નો ચિતાર આપ્યો.આથી તેમણે ભગતને કહ્યું કે,”મહેતાજી,મારા મોભાને છાજે એવી જાડી જાન લઈને આવજો.અને નરસિહ મહેતાએ કોઈના માગી તાગીને ગાડા-ઘોડા વગેરે એકઠા કરી,જાન જોડી, અને દીકરો રંગે ચંગે પરણી ઉતર્યો.

નરસિહ મહેતાના જીવનના અનેક ચમત્કારોનું વર્ણન છે.પણ આ ચમત્કારો અને કથાઓને મહત્વ ન આપીએ તો પણ એમની કૃષ્ણ તરફની ભક્તિ અને સર્વ સમર્પણને ,અને તેમના પદોને ઉચ્ચ કોટીના માનવા જ જોઈએ.એવામાં મહેતાજીના પિતાજીના શ્રાધ્ધનો  સમય આવ્યો,અને તેઓ પાંચ બ્રાહ્મણોને જમવા માટે નોતરું આપવા નીકળ્યા.ત્યારે નાતીલાઓએ મજાક ઉડાવતા કહ્યું કે,મહેતાજી,અમને પણ તમારે ત્યાં કોક વાર તો પ્રસાદ લેવા બોલાવો! અને પ્રસાદની તો ના કેમ પડાય?બધાને નોતરું આપ્યું.માણેકબાઈએ તેમણે ઘી લેવા મોકલ્યા અને ઘીવાળા વેપારીએ મહેતાજીને ભજન ગાવાનો આગ્રહ કર્યો. અને તેઓ ગાવાં બેસી ગયાં અને સમયનું ભાન જ ન રહ્યું.આ બાજુ,સીધું-સામાન અને ઘી-ગોળના ગાડાં તેમના ઘર આંગણે આવીને ઉભા.બધી રસોઈ બની અને આખી નગરી નાત મહેતાજીના પિતાનું શ્રાદ્ધ જમી,તૃપ્ત થઇ ઘરે ગઈ.મહેતાજી આવ્યાં અને જોયું તો આંખો પ્રસંગ  ઉકલી ગયો હતો.

આ ઉપરાંતતેમની દીકરી,કુંવરબાઈનું મામેરું જગવિખ્યાત કથા છે.શામળાજીને  હુંડી લખે છે, અને ભગવાન કુંવરબાઈના સાસુનું લાંબુ લચક લીસ્ટ પણ આખું શામળશા શેઠ બનીને પૂરે છે.ત્યારનું મહેતાજીનું એક ભજન અત્યંત પ્રચલિત છે,

મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી

મારી હૂંડી શામળિયાને હાથ રે , શામળા ગિરધારી

રાણાજીએ રઢ કરી, વળી મીરા કેરે કાજ
ઝેરના પ્યાલા મોકલ્યાં રે, વ્હાલો ઝેરના જારણહાર રે
શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

સ્થંભ થકી પ્રભુ પ્રગટીયા, વળી ધરિયાં નરસિંહ રૂપ
પ્રહલાદને ઉગારિયો રે, વ્હાલે માર્યો હરણાકંસ ભૂપ રે;
શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

ગજને વ્હાલે ઉગારિયો, વળી સુદામાની ભાંગી ભૂખ
સાચી વેળાના મારા વ્હાલમા રે, તમે ભક્તોને આપ્યાં ઘણાં સુખ રે;
શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

પાંડવની પ્રતિજ્ઞા પાળી, વળી દ્રૌપદીનાં પૂર્યાં ચીર,
નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારજો રે, તમે સુભદ્રાબાઈના વીર રે;
શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

ચાર જણા તીરથવાસી ને, વળી રૂપિયા સો સાત,
વહેલા પધારજો દ્વારિકા રે, એને ગોમતી નાહ્યાની ખાંત રે;
શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

રહેવાને નથી ઝૂંપડું, વળી જમવા નથી જુવાર,
બેટો બેટી વળાવિયાં રે, મેં તો વળાવી ઘર કેરી નાર રે;
શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

ગરથ મારું ગોપીચંદન, વળી તુલસી હેમનો હાર,
સાચું નાણું મારો શામળો રે, મારે દોલતમાં ઝાંઝપખાજ રે;
શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

નથી બ્રાહ્મણ નથી વાણિયો, નથી ચારણ નથી ભાટ,
લોક કરે ઠેકડી, નથી શામળશા શેઠ એવું નામ રે
શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

તીરથવાસી સૌ ચાલીયા, વળી આવ્યા નગરની બહાર,
વેશ લીધો વણિકનો રે, મારું શામળશા શેઠ એવું નામ રે
શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

હૂંડી લાવો હાથમાં, વળી આપું પૂરા દામ,
રૂપિયા આપું રોકડા રે, મારું શામળશા એવું નામ રે;
શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

હુંડી સ્વીકારી વ્હાલે શામળે, વળી અરજે કીધા કામ
મહેતાજી ફરી લખજો, મુજ વાણોતર સરખાં કાજ રે;
શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

સમય આમ જ ભક્તિ અને ભક્તની કસોટીમાં વહેતો જાય છે.હરિજન વાસના આમંત્રણ ને માન આપીને તેઓ ત્યાં પણ ભજનોની રમઝટ બોલાવે છે.તેમના મતે,બધા જ હરિના જન છે.ભક્તિ કોઈ પણ કરી શકે,નાતજાત,અસ્પૃશ્યાતાને તેઓની ભક્તિમાં કોઈ નડતર નથી.આ ઘટના થી નાગરો રોષે ભરાઈને રા’માંડલિક આગળ “મહેતાજી સમાજને બગાડવાનું કામ કરે છે.”એવું આળ મૂકી ફરિયાદ કરે છે.રાજા તેમનું પારખું કરવા,જેલમાં પૂરે છે અને મહેતાજીના ગળામાં,મંદિરમાં જે  ભગવાનની મૂર્તિ છે તેનો હાર પહેરાવી કહે છે કે,”જો આ હાર પાછો ભગવાનના ગળામાં પહેરાવો તો માનું કે તમે સાચા ભક્ત છો.”મહેતાજી આખી રાત જેલમાં બેસી ભગવાનના ભજન ,ગુણગાન કરે છે,અને ચમત્કાર થાય છે ,જેલના દરવાજાના મજબુત તાળાં ખુલી જાય છે અને મહેતાજીના ગળાનો હાર પાછો મૂર્તિના ગળામાં આરોપાઈ જાય છે.રાજા ભગતની માફી માગે છે.પણ આ બનાવથી તેમનું મન જુનાગઢમાં થી ઉઠી જાય છે અને તેઓ ગામ છોડે છે અને થોડા સમય બાદ દેહ પણ છૂટે છે.

આમ જુઓ તો ભગવાન ભક્તની પોતાના તરફની ભક્તિની કસોટી તો કરતો જ રહે છે,પણ નરસિહ મહેતાની આખી જીન્દગી પોતાની ભક્તિને અને શ્રધ્ધાને સિદ્ધ કરવામાં જ ગઈ છે એમ લાગે.છતાં તેમણે તો ભજન મા મસ્ત રહી જીવનનો આનંદ જ લુંટ્યો છે.અને સર્વોત્તમ કહી શકાય એવા પદો અને ભજનો આપ્યાં છે.

ધન્ય  છે આવા ભક્તને,જે તેના ભગવાનથી પણ મૂઠી  ઊંચેરો છે.

Advertisements
 

ટૅગ્સ:

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

 
પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

મારી બારી

દીપક ધોળકિયા

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

Booksonclick.com

અડધો ગ્લાસ ભરેલો જોવો

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

arvindadalja.wordpress.com/

My little different Thoughts

ડૉ. સુધીર શાહ Dr. Sudhir Shah

સમય + સમજ + સંજોગ = સંતોષ Time + Understanding + Situation = Satisfaction

planetJV

colorful cosmos of chaos

"મધુવન"

ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

પાર્થેનીયમ

મારા શબ્દ..મારી વ્યથા.. મારી કવિતા..

surtiundhiyu

This WordPress.com site is the cat’s pajamas

%d bloggers like this: