RSS

ભણે નરસૈયો – નરસિહ મહેતાના પ્રસિદ્ધ પ્રભાતિયા,ભજનો અને પદો.

20 ઓગસ્ટ

જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા

તુજ વિના ધેનમાં કોણ જાશે ?

ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા

વડો રે ગોવાળિયો કોણ થાશે ? … જાગને

દહીંતણા દહીંથરા, ઘી તણાં ઘેબરાં

કઢિયેલ દૂધ તે કોણ પીશે ?

હરિ મારો હાથિયો,કાળી નાગ નાથિયો

ભૂમિનો ભાર તે કોણ લેશે ? … જાગને

જમુનાને તીરે ગૌધણ ચરાવતાં

મધુરી શી મોરલી કોણ વાહશે ?

ભણે નરસૈંયો તારા ગુણ ગાઇ રિઝીએ

બૂડતાં બાંયડી કોણ સાહશે ? … જાગને

૨.

નરસિહ મહેતાનું હવે પછીનું જે ભજન છે તે જગ-પ્રસિદ્ધ છે અને આપણા રાષ્ટ્ર-પિતા “મહાત્મા ગાંધી નુ અત્યંત પ્રિય પણ છે.

વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે , પીડ પરાયી જાણે રે.

પરદુઃખે ઉપકાર કરે તોયે ,મન અભિમાન ન આણે રે…

સકળ લોકમાં સહુને વંદે,નિંદા ન કરે કેની રે,

વાચ,કાછ,મન નિશ્છલ રાખે,ધન ધન જનની તેની રે….

સમદ્રષ્ટિ ને તૃષ્ણા ત્યાગી,પરસ્ત્રી જેણે માત રે,

જીહ્વા થકી અસત્ય ન બોલે,પર ધન નવ ઝાલે હાથ રે….

મોહ માયા વ્યાપે નહિ જેને.દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે,

રામનામ શુ તાલી રે લાગી,સકળ તીરથ તેના તનમાં રે….

વણલોભી ને કપટ રહિત છે,કામ ક્રોધ નિવાર્યા રે,

ભણે નરસૈયો તેનું દરશન કરતાં,કુળ એકોતેર તાર્યા રે….

૩.

એવા રે અમો એવા રે એવા તમે કહો છો વળી તેવા રે

ભક્તિ કરતાં જો ભ્રષ્ટ કહેશો તો કરશું દામોદરની સેવા રે.

જેનું મન જે સાથે બાંધ્યું પહેલું હતું ઘર-રાતું રે,

હવે થયું છે હરિરસ-માતું ઘેર ઘેર હીંડે છે ગાતું રે.

કર્મ-ધર્મની વાત છે જેટલી તે મુજને નવ ભાવે રે, સઘળા પદારથ જે થકી પામ્યો તે મારા પ્રભુજીની તોલે ના’વે રે.

સઘળા સંસારમાં એક હું ભૂંડો ભૂંડાથી વળી ભૂંડો રે,

તમારે મન માને તે કહેજો નેહ લાગ્યો છે મને ઊંડો રે.

હળવા કરમનો હું નરસૈંયો મુજને તો વૈષ્ણવ વહાલા રે,

હરિજનથી જે અંતર ગણશે તેના ફોગટ ફેરા ઠાલા રે.

૪.

આજની ઘડી તે રળિયામણી, હાં રે !

મારો વ્હાલોજી આવ્યાની વધામણી જી રે…..આજની ઘડી

જી રે તરિયા તોરણ તે બંધાવિયા,

હે મારા વ્હાલાજીને મોતીડે વધાવિયા જી રે…. આજની ઘડી.

જી રે લીલુડાં વાંસ વઢાવિયા,

હે મારા વ્હાલાજીનો મંડપ રચાવિયે જી રે…. આજની ઘડી.

જી રે પૂરો સોહાગણ સાથિયો, હે મારો વ્હાલો આવે મલપતો હાથિયો જી રે…. આજની ઘડી.

જી રે જમુનાના નીર મંગાવિયે,

હે મારા વ્હાલાજીના ચરણ પખાળિયે જી રે… આજની ઘડી.

જી રે સહુ સખીઓ મળીને વધાવિયે, હે મારા વ્હાલાજીની આરતી ઉતારિયે જી રે… આજની ઘડી.

જી રે તન-મન-ધન, ઓવારિયે,

હે મારા વ્હાલાજીની આરતી ઉતારિયે જી રે… આજની ઘડી.

જી રે રસ વાધ્યો છે અતિ મીઠડો,

હે મે’તા નરસિંહનો સ્વામી દીઠડો જી રે….આજની ઘડી.

૫.

નાગર નંદજીના લાલ !

રાસ રમંતા મારી નથડી ખોવાણી.

કાના ! જડી હોય તો આલ

રાસ રમંતા મારી નથડી ખોવાણી… નાગર નંદજીના લાલ !

નાની નાની નથણી ને માંહી જડેલા મોતી,

નથણી કારણ નિત્ય ફરું જોતી જોતી … નાગર નંદજીના લાલ !

નાની નાની નથણી ને માંહી જડેલા હીરા,

નથણી આપો ને મારા સુભદ્રાના વીરા… નાગર નંદજીના લાલ !

નાનેરી પહેરું તો મારે નાકે ના સોહાય,

મોટેરી પહેરું તો મારા મુખ પર ઝોલાં ખાય… નાગર નંદજીના લાલ !

આંબે બોલે કોયલડી ને વનમાં બોલે મોર

રાધાજીની નથણીનો શામળિયો છે ચોર… નાગર નંદજીના લાલ !

નથણી કારણે મેં તો ઢૂંઢ્યું છે વૃંદાવન,

નથણી આપો ને મારા તમે પ્રાણજીવન … નાગર નંદજીના લાલ !

નથણી આપોને પ્રભુ નંદના કુમાર,
નરસૈંયાના સ્વામી ઉપર જાઉં બલિહાર… નાગર નંદજીના લાલ !

 ૬.

મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી
મારી હૂંડી શામળિયાને હાથ રે , શામળા ગિરધારી

રાણાજીએ રઢ કરી, વળી મીરા કેરે કાજ
ઝેરના પ્યાલા મોકલ્યાં રે, વ્હાલો ઝેરના જારણહાર રે
શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

સ્થંભ થકી પ્રભુ પ્રગટીયા, વળી ધરિયાં નરસિંહ રૂપ
પ્રહલાદને ઉગારિયો રે, વ્હાલે માર્યો હરણાકંસ ભૂપ રે;
શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

ગજને વ્હાલે ઉગારિયો, વળી સુદામાની ભાંગી ભૂખ
સાચી વેળાના મારા વ્હાલમા રે, તમે ભક્તોને આપ્યાં ઘણાં સુખ રે;
શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

પાંડવની પ્રતિજ્ઞા પાળી, વળી દ્રૌપદીનાં પૂર્યાં ચીર,
નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારજો રે, તમે સુભદ્રાબાઈના વીર રે;
શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

ચાર જણા તીરથવાસી ને, વળી રૂપિયા સો સાત,
વહેલા પધારજો દ્વારિકા રે, એને ગોમતી નાહ્યાની ખાંત રે;
શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

રહેવાને નથી ઝૂંપડું, વળી જમવા નથી જુવાર,
બેટો બેટી વળાવિયાં રે, મેં તો વળાવી ઘર કેરી નાર રે;
શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

ગરથ મારું ગોપીચંદન, વળી તુલસી હેમનો હાર,
સાચું નાણું મારો શામળો રે, મારે દોલતમાં ઝાંઝપખાજ રે;
શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

તીરથવાસી સૌ ચાલિયા, વળી આવ્યા નગરની માંહ્ય,
આ શહેરમાં એવું કોણ છે રે, જેનું શામળશા એવું નામ
શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

નથી બ્રાહ્મણ નથી વાણિયો, નથી ચારણ નથી ભાટ,
લોક કરે ઠેકડી, નથી શામળશા શેઠ એવું નામ રે
શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

તીરથવાસી સૌ ચાલીયા, વળી આવ્યા નગરની બહાર,
વેશ લીધો વણિકનો રે, મારું શામળશા શેઠ એવું નામ રે
શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

હૂંડી લાવો હાથમાં, વળી આપું પૂરા દામ,
રૂપિયા આપું રોકડા રે, મારું શામળશા એવું નામ રે;
શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

હુંડી સ્વીકારી વ્હાલે શામળે, વળી અરજે કીધા કામ
મહેતાજી ફરી લખજો, મુજ વાણોતર સરખાં કાજ રે;
શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

૭.

વા વાયા ને વાદળ ઊમટ્યાં,

ગોકુળમાં ટહુક્યા મોર,
મળવા આવો સુંદીરવર શામળિયા.

તમે મળવા તે ના’વો શા માટે
નહીં આવો તો નંદજીની આણ … મળવા.

તમે ગોકુળમાં ગોધન ચોરંતા,
તમે છો રે સદાના ચોર … મળવા.

તમે કાળી તે કામળી ઓઢંતા,
તમે ભરવાડના ભાણેજ … મળવા.

તમે વ્રજમાં તે વાંસળી વાજંતા,
તમે ગોપીઓના ચિત્તના ચોર … મળવા.

મહેતા નરસિંહના સ્વામી શામળિયા,

એમને તેડી રમાડ્યા રાસ ... મળવા.

મેહુલો ગાજે ને માધવ નાચે,
રૂમઝૂમ વાગે પાયે ઘુઘરડી રે,
તાલ પખાજ વજાડે રે ગોપી,
વહાલો વજાડે વેણુ વાંસલડી રે.

પહેરણ ચીર, ચરણા ને ચોળી,
ઓઢણ આછી લોબરડી રે;
દાદુર, મોર, બપૈયા બોલે,
મધુરી શી બોલે કોયલડી રે.

ધન્ય બંસીવટ, ધન્ય જમુનાતટ,
ધન્ય વૃંદાવનમાં અવતાર રે;
ધન્ય નરસૈયાની જીભલડીને,
જેણે ગાયો રાગ મલ્હાર રે..

૯.

કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે…
એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે… કાનજી.

માખણ ખાતાં નહોતું આવડતું મુખ હતું તારૂં એંઠુ રે…
ગોપીઓએ તારું ઘર કેરાણુ જઈ ખુણામાં પેઠું રે… કાનજી.

ઝુલણ પહેરતાં નહોતું આવડતું અમે તે દી’ પહેરાવતાં રે…
ભરવાડોની ગાળ્યું ખાતો અમે તે દિ’ છોડાવતાં રે… કાનજી.

કાલો ઘેલો તારા માત-પિતાનો અમને શેના કોડ રે…
કરમ સંજોગે આવી ભરાણા આંગણાં જોડાજોડ રે… કાનજી.

ઘૂટણીયા ભેર હાલતો ચાલતો બોલતો કાલું ઘેલું રે…
ભલે મલ્યા મહેતા નરસિંહના સ્વામી પ્રેમ ભક્તિમાં રેલું રે…કાનજી.

 ૧૦.

આશા ભર્યા તે અમે આવિયાં
ને મારે વાલે રમાડ્યા રાસ રે,
આવેલ આશા ભર્યા…… (૨)

શરદપૂનમની રાતડી ને
કાંઈ ચાંદો ચડ્યો આકાશ રે…. આવેલ

વૃંદા તે વનના ચોકમાં
કાંઈ નામે નટવરલાલ રે…. આવેલ

જોતાં તે વળતાં થંભિયાં
ઓલ્યા નદિયું કેરા નીર રે…. આવેલ

અષ્ટકુળ પર્વત ડોલિયા ને
ઓલ્યા ડોલ્યા નવકુળ નાગ રે…. આવેલ

મે’તા નરસૈયાના સ્વામી શામળિયા
સદા રાખો ચરણની પાસ રે…. આવેલ

૧૧. 

પઢો રે પોપટ રાજા રામના, સતી સીતાજી પઢાવે,
પાસે રે બંધાવી રૂડું પાંજરુ, મુખ થી રામ જપાવે.
હેજી વાલા, પઢો રે પોપટ રાજા રામના….

પોપટ તારે કારણે, લીલા વાંસ વઢાવું,
એનું રે ઘડાવું પોપટ પાંજરુ હીરલા રતને જડાવું.
હેજી વાલા, પઢો રે પોપટ રાજા રામના….

પોપટ તારે કારણે શી શી રસોઇ રંધાવું,
સાકરનાં કરી ચુરમા, ઉપર ઘી પિરસાવું.
હેજી વાલા, પઢો રે પોપટ રાજા રામના….

પાંખ પીળી ને પગ પાડુંરા, કોટે કાંઠલો કાળો,
નરસૈયાના સ્વામીને ભજો રાગ તાણી રૂપાળો.
હેજી વાલા, પઢો રે પોપટ રાજા રામના….

૧૨.

 ઘણાં વર્ષે,એટલેકે લગભગ ૧૯૯૪ ની મારી ડાયરી આજે મેં જયારે ખોલી ત્યારે મેં “આકાશવાણી”પરથી ગયેલું નરસિહ મહેતાનું આ પદ જોયું અને તમારી સામે મુકવાનું મન થયું.મને આનંદ એ જ છે કે મારી ડાયરીના પાના હજી પીળાં નથી પડ્યા.

સંતો,અમે રે વેવારીયા શ્રી રામના

વેપારી આવે છે બધાં ગામ ગામના ..

અમારું વસાણું સાધુ સહુ કોને ભાવે,

અઢારે વરણ જેને વો’રવાને આવે,

અમારું વસાણું કાળ દુકાળે ન ખૂટે,

જેને રાજા ન દંડે,જેને ચોર ન લુટે.

લાખ વિનાના લેખાં નહિ ને, પાર વિનાની પુંજી,

હોરવું હોય તો હોરી લેજો,  કસ્તુરી છે સોંઘી.

રામનામ ધન અમારે,વાજે ને ગાજે,

છપ્પન પર ભેરુ ભેરી-ભુંગળ વાગે,

આવરો ને ખાતાવહીમાં લક્ષ્મી-વરનું નામ,

ચિઠ્ઠીમાં ચતુર્ભુજ લખિયા ,નરસૈયાનું કામ.

મને પહેલા વાંચતા વાંચતા વિચાર આવ્યો કે,રસિહ મહેતા તો કૃષ્ણ ભક્ત છે ને રામનામ ની વાત કેમ ?!પણ અંત જોયું કે”ચિઠ્ઠીમાં ચતુર્ભુજ”અને ખાતા વહીમાં લક્ષ્મી-વર નું નામ.બસ પછી કોઈ સંદેહ ન રહ્યો.

 

ટૅગ્સ:

2 responses to “ભણે નરસૈયો – નરસિહ મહેતાના પ્રસિદ્ધ પ્રભાતિયા,ભજનો અને પદો.

  1. Maharshi Patel

    જૂન 18, 2013 at 2:03 પી એમ(pm)

    nice way to introduse the biggest poet of gujrati litreture in present area

    Like

     
  2. laksh

    જૂન 19, 2013 at 1:41 પી એમ(pm)

    good

    Like

     

Leave a comment

 
પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

મારી બારી

દીપક ધોળકિયા

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

A way of talking

કવિતા, ગીત, ગઝલ તથા અન્ય પદ્ય રચનાઓ

Booksonclick.com

અડધો ગ્લાસ ભરેલો જોવો

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

arvindadalja.wordpress.com/

My little different Thoughts

ડૉ. સુધીર શાહ Dr. Sudhir Shah

સમય + સમજ + સંજોગ = સંતોષ Time + Understanding + Situation = Satisfaction

JVpedia - Jay Vasavada blog

colorful cosmos of chaos

NET–ગુર્જરી

जननी, जन्मभूमि ओ जन्मभाषा, नमुं तने !!

"મધુવન"

ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો