RSS

Monthly Archives: સપ્ટેમ્બર 2012

તિતલી – એક પાનાની વાર્તા.

વાર્તા લખવામાં મારી કાઈં બહુ કુશળતા નથી,આમ છતાંય અમુક લાગણીઓ વાર્તા દ્વારા વધારે સારી રીતે વ્યક્ત થઇ શકે છે એવું મને લાગે છે.


એનું તો નામ જ  છે તિતલી.એટલે તો એ પતંગિયાની જેમ આમતેમ બાગ – બગીચે ઉડ્યા કરે છે,રમ્યા કરે છે.એની ઉંમર માત્ર ચારવર્ષ.પાંચમું હમણાં જ હજી બેઠું. એટલામાં તો એને જાણે આખી જિંદગીનું ભણતર ભણી લેવાનું હોય એટલો બધો તો નાનકડા મગજ ઉપર ભાર !એને તો આખો દિવસ એના રૂમની બારીમાંથી ડોકાતા ઝાડ પર બેસતા પતંગિયા જોવા હોય,એ પતંગિયા ને પકડવા હોય,એની પાછળ દોડવું હોય ! પણ એને આવું બધું કરવા જ ન મળે ને ?મમ્મી કહે,”ચાલ તો તિતલી,તારી બુક્સ લાવ.સ્પેલિંગ લખાવું.જલ્દી આવને,ક્યારની બુમો પાડું છું તે સંભળાતું નથી ?ક્યારની ત્યાં બારીએ બેસીને શુ કર્યાં કરે છે કોણ જાણે!

તિતલી તો ડરીને ભાગી મમ્મી પાસે ચોપડીઓ લઈને.મમ્મી લખાવવા માંડી, “write  names of any five fruits”લખ. એપલનોસ્પેલિંગલખને,અનેડરમાંનેડરમાંતિતલીએ ખોટું લખ્યું અને મમ્મી  ખૂબ જ ગુસ્સે થઇ ગઈ.અને જોર જોર થી તમાચા મારવા માંડી અને બબડવા માંડી.”આટલું ભણાવીએ છીએ તોય આવડતું નથી,સાવ ડોબી જ છે કોઈ જાતના ભલીવાર જ નથી.કોણ જાણે પરીક્ષામાં શુ ઉકાળી આવશે ?રમત માંથી જ ઉંચી નથી આવતી.આવડી મોટી ઢાંઢા જેવી થઇ તોય બરાબર લખતા નથી આવડ્યું.લાવ તારી નોટ લાવ ,મને જોવા દે ટીચરે શુ લેસન આપ્યું છે તે.અને નોટ ખોલીને મમ્મીએ જોયું તો તેમાં સ્પેલિંગની નીચે સુચના હતી કે,“તિતલી નું ધ્યાન ક્લાસમાં નથી રહેતું..તે બહાર જ જોયા કરે છે…તો આવીને મળી જવું.”

અને મમ્મી નો તો પિત્તો ગયો…હવે  તો તને બહાર જ ન જવા દઉં,પપ્પા ને આવવા દે, બરાબર ફરિયાદ કરું છું તારી,એ જ શીખવાડશે તને બરાબર નો પાઠ જોજે ને ?!અને થોડી જ વારમાં બસોમાં ટીચાતા,થાકેલા,એવા પપ્પા આવ્યા.અને તરત જ મમ્મી ની ફરિયાદો શરુ થઇ ગઈ.તિતલી એ આમ કર્યું ને તેમ કર્યું,ભણતી જ નથી, બગીચામાં રખડ્યા જ કરવું છે…વગેરે…વગેરે…અને થાકેલા પપ્પા નો પણ મિજાજ છટક્યો,કે આ શુ રોજ ની રામાયણ ? જયારે ઘરે થાકીને આવું ત્યારે શાંતિ જ નથી હોતી, રોજ કઈ ને કઈ ઉભુંજ હોય ! તેમણે પણ તિતલી ને મારવા જ લીધી.બે થપ્પડ પપ્પા મારે,અને બે મમ્મી મારે..મારવા જ મંડ્યા આખરે તિતલી રડી રડીને એક ખૂણામાં ટૂંટિયું વાળીને બેસી ગઈ ત્યારે તેઓ થાક્યા.

અને આ બાજુ નાની એવી તિતલી…ફૂલ જેવી તિતલી…સુગંધજેવી તિતલી…આપણા ભણતરને મનમાંજ કોસતી તિતલી…સુઈ ગઈ.એના ગાલ ઉપર આંસુના રેલાઓના ડાઘ પડી ગયાં હતાં ભુખી ને ભુખી ,ભરપેટ માર ખાઈને નાજુક તિતલી સુઈ ગઈ.આખરે મમ્મી એને જમવા માટે બોલાવવા આવી ત્યારે એણે જોયું કે તિતલી રડી રડીને સુઈ ગઈ છે.આંસુ ગાલ ઉપર જ સુકાઈ ગયા છે.આખરે તો મા નું હૃદય !

એને હાથ ફેરવીને ઉઠાડી,”તિતલી,બેટા ચાલ ઉઠ જોઉં,જમવાનું બની ગયું છે ,ચાલ તને ભુખ લાગી છે ને ?” અને તિતલી ઉઠી.તરત જ મમ્મી ને પાછી રડતા રડતાં  કહે કે,”મમ્મી મને મારી મારી ને મારી જ નાખને ! એટલે પછી હુ તને ગુસ્સે જ નહિ કરું ને ? તું ને પપ્પા  મને મારો છો તો મને બહુ દુખે છે.તો મરી જઉં તો પછી કઈ દુખે જ નહિ ને મમ્મી.”! અને મમ્મી તિતલીને વળગી પડી ને રડવા માંડી.ત્યાં રૂમના બારણા પાસે ઉભા રહીને પપ્પા પણ આ સાંભળતા હતાં.તેમની પણ બંને આંખોમાં આવડી નાની બાળકી ઉપર આટલો મોટો ભણતરનો બોજ પડ્યો છે,અને તેની બાળસહજ રમત ની ગમ્મત ઉડી જવા માંડી છે,તેના  પસ્તાવાના જાણે  આંસુ હતાં !જાણે જે કઈ બની ગયું એની બંને જણા આ બાળકી પાસે માફી માંગતા હોય !

અને રૂમની બારીની બહાર ડોકાતા ઝાડ ઉપર એક રંગીન પતંગિયું આવીને બેસી ગયું.

Advertisements
 

ટૅગ્સ:

વિચાર – વાયુ. ( છેલ્લો શ્વાસ )છેલ્લો શ્વાસ એટલે શુ ?

તે કેવો હોય ?

તમે જોયો છે એને ?

તમે જાણ્યો છે એને ?

તે કેવો છે ?

તે મીઠો છે કે કડવો છે ?

તે સુંવાળો છે કે ખરબચડો છે ?

તમને ખબર છે ? મને પણ નથી,

પણ એટલું લાગે છે કે,

તે હશે મારાં સારા કર્મોની સુવાસ જેવો, કદાચ !

 

ટૅગ્સ:

ઘેલી ગોપી.

ઉરે લાગણી ના પૂર જેવું આવ્યું,

ને રાજ ! હુ તો સ્હેજે તણાઈ ગઈ.

સાંજથી જ નીંદરની તૈયારી કરતી,

કે રાતે  તો શમણામાં  મળશે ?

કેસરિયા પાઘલડી નયણાંમાં આવી,

ને રાજ ! એને તાણે વણાઈ ગઈ…..

ગામમાં રહું હુ કે સીમમાં જઉં હુ,

રટુ તારું જ નામ જપમાળ જેમ,

સૈયર બોલાવે ત્યારે સાંભળ્યું ન સાંભળું,

આખા ગામમાં હુ ઘેલી ગણાઇ ગઈ…..

મનના મંદિરીયામાં ઈશ્વરની જેમ.

તારી મૂરત સજાવું એ જ આશથી,

એક એક ઈંટ તારા નામની મૂકીને એમાં,

રાજ ! હુ તો જાતે ચણાઈ ગઈ….

હો રાજ ! હુ તો લાગણીમાં સ્હેજે તણાઈ ગઈ..

 

ટૅગ્સ:

રાગ – કાફી.(સંગીત -પ્રારંભિક-પ્રથમ વર્ષનો અંતિમ રાગ)


આરોહ; સા  રે  ગ  મ  પ  ધ  ની   સાં

અવરોહ; સાં ની  ધ  પ  મ    રે  સા.

પકડ; ની ધ પ ,મ પ રે, સાસા ,રેરે, ,મમ ,પ.

થાટ: કાફી.

જાતી: સંપૂર્ણ. ( સંપૂર્ણ એટલે,આ રાગ માં સાતે સૂર લાગે છે.)

વાદી : પ. (પંચમ)

સંવાદી : રે. ( રિષભ )

વર્જિત : એક પણ સ્વર આમાં વર્જિત નથી.(બધાં જ સ્વર આ રાગમાં લેવાય છે.)

સ્વર :  અને  ની  કોમળ છે.

ગાયન સમય :રાત્રી નો બીજો પ્રહર.

 

સ્વર – માલિકા.( રાગ – કાફી ) ( તાલ – તીન તાલ – માત્રા – ૧૬.)

 ×                    ૨                    ૦                      ૩          

                                             [ સા    રે  ગ  ]   [ ગ  મ  પ  મ ]

                                               ૧    ૨    ૩   ૪      ૫   ૬   ૭  ૮

[ પ  પ  પ  મ  ] [       રે   સા  ] [ સા    રે    ]  [  મ  પ  મ ]

  ૯  ૧૦ ૧૧  ૧૨     ૧૩  ૧૪  ૧૫ ૧૬      ૧    ૨   ૩  ૪       ૫   ૬   ૭  ૮

 

[ પ  પ  પ  મ  ] [ પ  ધ  ની  સાં ] [ ની  ધ  પ  મ  ] [    રે  રે  ]

  ૯  ૧૦ ૧૧  ૧૨    ૧૩  ૧૪ ૧૫ ૧૬     ૧    ૨   ૩   ૪      ૫   ૬  ૭  ૮

 

[ રે   પ   મ   પ  ] [ મ       રે     સા  ]

  ૯  ૧૦  ૧૧  ૧૨     ૧૩  ૧૪   ૧૫   ૧૬

અંતરા.( રાગ – કાફી )

 ×                     ૨                     ૦                     ૩

                                                [ ધ  મ  પ  ધ  ] [ ની  ની  સાં  સાં ]

                                                  ૯  ૧૦  ૧૧  ૧૨    ૧૩  ૧૪  ૧૫  ૧૬.

 

[ રેં  ગં  રેં  મં  ]  [ ગં  રેં  સાં  સાં   ]   [ સાં  રે  સાં  ની  ] [ ધ   પ   મ    પ ]

  ૧   ૨   ૩   ૪     ૫  ૬   ૭   ૮        ૯    ૧૦  ૧૧  ૧૨    ૧૩  ૧૪  ૧૫  ૧૬.

 

[ સાં  ની  ધ પ ]  [ મ    રે   સા  ]

  ૧    ૨    ૩  ૪      ૫   ૬  ૭   ૮

 

 

ટૅગ્સ:

બીટ્ટુ ની બોલી.( ચકી ચકા ની વાર્તા)


 

એક હતી ચક્કી ને એક હતો ચક્કો.

ચક્કી લાવી ચોખાનો દાનો ને ચકકો  લાવ્યો દાલનો દાનો.

બે ય એ મલીને ખીચી બનાઈ,ખીચી બનાઈ,( જાણે ખીચડી  ઘુમેડતા હોઈએ એવી એક્શન કરવી )

એમાં  નાખ્યું મીઠું,

એમાં હલદર,

એમાં  હિંગ અંને આટલું બધ્ધું ઘી.

ખીચી બીટ્ટુના પેટમાં જાય એટલે ખી ખી ખી…..

 (આ વાર્તા નાના બાળકોને જમાડતી વખતે કહેવાય છે ,પણ જો આ રીતે કહેવાય તો બાળકને એની જ ભાષા હોવાથી મજા આવે છે અને સાથે સાથે હિંગ,મીઠું,હળદર,ઘી વગેરે શબ્દો નવા પણ શીખે છે.થોડી વાર્તા બાળક જેવા બનીને બનાવવી પડે છે.)

 

ટૅગ્સ:

વિચારો નું વૃંદાવન.

૧.

જોઈ લીધાં ઓ જીવન તારાં બધાં જ રંગો જોઈ લીધાં,

આદર્શો કે સિદ્ધાંતો ને સાવ સસ્તામાં ખોઈ દીધાં

આ ખોવાની વેદનાના અઢળક વહ્યાં આંખેથી આંસુ,

ખબર નથી એ આંસુડાને ક્યારે જાતે જ લોઈ લીધાં…!

૨.

દિલ ક્યાં કોઈનું કઈં માને છે !

કહે ને ઈશ્વર આ દિલ બનાવ્યું જ શાને છે ?

 

ટૅગ્સ:

દોહન કરે તે દોહરા.

ગોધન,ગજધન,બાજીધન,ઔર રતનધન ખાન

જબ આવે સંતોષ ધન,સબ ધન ધૂળ સમાન.

( આટલા બધાં ધન ના ભંડાર ભલે ભર્યાં હોય પણ સંતોષ રૂપી ધન ની તોલે કોઈ ન આવે.)

પ્રેમ ન બાડી ઉપજે, પ્રેમ ન હાટ બિકાય,

રાજા પ્રજા જેહી રુચે,શીશ દિયે લે જાય.

( પ્રેમની મીઠાશ કે પ્રેમભાવ કોઈ વાડી કે ખેતરમાં ઉગતો નથી,કે તે કોઈ બજારમાં કે દુકાનોમાં વેચાતો પણ નથી.પ્રેમ એ એક એવી અલૌકિક ભાવના છે કે કોઈ રાજા હોય કે રંક તેણે પ્રેમના બદલામાં શીશ આપવું પડે છે એટલેકે આકરી  કસોટીમાંથી પસાર થવું પડે છે.)

મન કે બહુતક રંગ હૈ,છીન છીન બદલે સોય,

એક હી રંગ મે જો રહે,ઐસા બિરલા કોય.

( આપણા મન ના અનેક  રંગ અને અનેક અકારો છે.તે વારંવાર પોતાના રંગ અને ઘાટ બદલાવ્યા કરે છે,.પણ એક જ રંગમાં રહેનાર એટલેકે મનની એક જ સ્થિતિમાં રહેનાર વિરલા કોઈક જ હોય છે.)

નાનક નન્હેં હી રહો,જૈસી રહી યે દૂબ,

ઘાસ ઘાસ ગૌ ચર ગઈ,દૂબ ખુબ કી ખુબ.

( નાનકજી નો આ એક દોહરો છે.તેઓ કહે છે કે,નાના જ રહેવું.એટલેકે,નમ્ર રહેવું.જેમ દર્ભ છે.ઘાસ કરતાં દર્ભ જેવા બનવા તેઓ કહે છે અર્થાત ઘાસ તો કોઈ ચારી જાય,પણ દર્ભ ત્યાં જ રહે છે અને પુષ્કળ પ્રમાણ માં રહે છે.)

અંતર તુજ સમંદર ‘ફરીદ’ ઘૂમીશ ક્યાં લગ તટ્ટ,

લગાવ માહે ડૂબકી,મળશે મોટી ઝટ્ટ.

( ફરીદ નામક એક સુફી સંત કહે છે કે, સત્ય કે ઈશ્વર ની શોધ માટે તું જ્યાં ત્યાં ભટકવાનું બંધ કરી તારા મનના ઊંડાણમાં નજર કર. તારા અંતરમાં જ એક ઘૂઘવતો દરિયો છે,તો તું કિનારે કિનારે શા માટે ફરે છે ?અંતરના દરિયામાં ડૂબકી લગાવ,તને જરૂર સત્યનું મોતી મળશે.) 

 

ટૅગ્સ:

 
પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

મારી બારી

દીપક ધોળકિયા

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

Booksonclick.com

અડધો ગ્લાસ ભરેલો જોવો

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

arvindadalja.wordpress.com/

My little different Thoughts

ડૉ. સુધીર શાહ Dr. Sudhir Shah

સમય + સમજ + સંજોગ = સંતોષ Time + Understanding + Situation = Satisfaction

planetJV

colorful cosmos of chaos

"મધુવન"

ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

પાર્થેનીયમ

મારા શબ્દ..મારી વ્યથા.. મારી કવિતા..

%d bloggers like this: