RSS

લગ્ન ગીતો.(કંકોત્રી અને ગણેશ સ્થાપન)

25 Oct

૧.કંકોત્રી લખાય ત્યારે ગાવાનું ગીત.

ગણેશ દેવા કરું તારી સેવા,

ખોલો રે રુદિયાના તાળા મારાં દેવા,

હો ગણેશ દેવા…

પહેલી કંકોતરી આરાસુર મોકલો રે,

અંબાજીને તેડાવો મારાં દેવા હો…

બીજી કંકોતરી શંખલપુર મોકલો રે,

બહુચર માને તેડાવો મારાં દેવા હો…

ત્રીજી કંકોતરી પાવાગઢ મોકલો રે,

મહાકાળીને તેડાવો મારાં દેવા હો…

ચોથી કંકોતરી કૈલાસે મોકલો રે,

પારવતીને તેડાવો મારાં દેવા હો…

પાંચમી કંકોતરી વૈકુંઠ મોકલો રે,

લક્ષ્મીજી ને તેડાવો મારાં દેવા હો…

૨.કંકુ છાંટી.

કંકુ છાંટી કંકોતરી મોકલો,

માંહી લખજો લાડકડીનું(લડાકડાનું)નામ 

માણેકસ્તંભ રોપીયો.

બહેનના દાદા આવ્યા ને દાદી આવશે,

દાદા હોશે તે દીકરી પરણાવો,માણેક….

પહેલી કંકોતરી કાકા ઘેર મોકલો,

કાકા હોંશે તે જાન જમાડો,માણેક…

બીજી કંકોતરી મામા ઘેર મોકલો,

મામા હોંશે મોસાળુ લઈ આવો માણેક…

જેની જગમાં મળે ના જોડ રે,

મારી બ્હેની નાગર વેલનો છોડ માણેક…

૨.ગણેશ સ્થાપન ના ગીત.

ગણેશ પાટ:

ગણેશ પાટ બેસાડીએ ભલા નીપજે પકવાન,

સગાં સબંધી તેડીએ જો પૂજ્યા હોય મોરાર.

જેને તે આંગણ પીપળો તેનો તે ધન્ય અવતાર,

સાંજ-સવારે પુજીએ જો પૂજ્યા હોય મોરાર.

જેને તે ઘેર ચાર દીકરા તેનો તે ધન્ય અવતાર,

ચારે વહુઆરુ પાયે પડે જો પૂજ્યા હોય મોરાર.

જેને તે ઘેર ચાર દીકરી તેનો તે ધન્ય અવતાર,

સંચ્યા-સુજ્યાં ધન વાપરે,જો પૂજ્યા હોય મોરાર.

રાતો તે ચૂડલો રંગભર્યો કોરો તે કમખો હાથ,

ઘરચોળે ગડ ભાંગીએ જો પૂજ્યા હોય મોરાર.

નોબત વાગે.

વાગે રે વાગે નોબત વાગે,

અમ ઘેર આનંદ વધાવો વિનાયક.

આજ લાડકડાના (લાડકડીના)લગન લેવાયાં,

હો રુમઝુમ પગલે પધારો વિનાયક….

આજ વિનાયક —–ઘેર નીસર્યાં,

હો કુમકુમ પગલે પધારો વિનાયક….

-3.ગણેશ બેસાડો રે.

પરથમ ગણેશ બેસાડો રે ,

મારા ગણેશ દુંદાળા.

ગણેશ દુંદાળા ને મોટી ફાંદવાળા,

ગણેશ જી વરદાન દેજો રે,મારા ગણેશ દુંદાળા.

નીરજભાઈની જાને રૂડા ઘોડલા શણગારો,

ઘોડલે પીત્તળીયા પલાણો રે….મારા

નીલાબેનના લગને રૂડા માંડવડા શણગારો,

માંડવે તોરણીયા બંધાવો રે…મારા.

નીરજભાઈની જાને રૂડી વેલડીયું શણગારો,

વેલડીએ કાઈ ઘૂઘરા મુકાવો રે…મારા.

નીલા બેનને લગને રૂડા મંગળીયા ગવડાવો,

મંગળીયામાં સાકરું વહેચાવો રે…મારા.

-૪.પાટે પધારો.

પાટે પધારો ગણેશ મા સરસ્વતી જી ને સાથ 

જોતાં તાં કે દિ ની વાટડી આવી,મંગળ ગીતડાંની રાત..

પારવતી ના પુત્ર પનોતાં,

પુરા કરો ને અમારા તે  ઓરતા,

પૂજન તમારું કરે,સૌ પરથમ જોડીને હાથ,

જોતાં તાં કે દિ ની વાટડી આવી મંગળ ગીતડાંની રાત….

રિદ્ધિ સિદ્ધિ ના દાતા છો તમે,

ત્રણે લોકના જ્ઞાતા છો તમે,

આશિષ દ્યો ને અપાર,હું તો પાયે લાગું દાતાર,

જોતાતાં કે દિ ની વાટડી,આવી મંગળ ગીતડાંની રાત….

 

 

Tags:

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

મારી બારી

દીપક ધોળકિયા

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

Booksonclick.com

અડધો ગ્લાસ ભરેલો જોવો

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

arvindadalja.wordpress.com/

My little different Thoughts

ડૉ. સુધીર શાહ Dr. Sudhir Shah

સમય + સમજ + સંજોગ = સંતોષ Time + Understanding + Situation = Satisfaction

planetJV

colorful cosmos of chaos

नेट-गुर्जरी

स्वान्त: सुखाय

"મધુવન"

ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

પાર્થેનીયમ

મારા શબ્દ..મારી વ્યથા.. મારી કવિતા..

%d bloggers like this: