RSS

Monthly Archives: નવેમ્બર 2012

શાસ્ત્રીય સંગીત-પ્રારંભિક (પ્રથમ વર્ષ)ની થીયરી.(સવાલ-જવાબ)

સંગીત વિષયના દસ પ્રશ્નો,જવાબ સાથે :- 

પ્ર-૧. સંગીત એટલે શું?

જ-૧. ગાયન,વાદન અને નૃત્યના સમન્વયને સંગીત કહે છે.

આ ત્રણેય કલા એકબીજાની પુરક છે.માત્ર ગાયન સાંભળો તો સૂર અને શબ્દ હશે ભલે પણ જો એમાં હાર્મોનિયમ અને તબલાંની સંગત હશે તો સોનામાં સુગંધ ભળે.તે જ રીતે નૃત્યની મુદ્રાઓ એમ ને એમ થાય અને તેણે પણ વાજીંત્રો અને ગાયન નો  સાથ મળે તો એમાં ચર ચંદ લગી જય.આથી એક કલા વિના બીજી કલા અધૂરી ગણાય.

પ્ર-૨. આરોહ એટલે શું ?

જ-૨. સ્વરોના ચડતા ક્રમ ને આરોહ કહે છે.દા.ત:

                                                        સાં

                                               ની 

                                       

                               પ 

                        મ 

                ગ 

        રે 

સા  

પ્ર-૩.અવરોહ એટલે શું ?

જ-૩. સ્વરોના ઉતરતા ક્રમ ને અવરોહ કહે છે.દા.ત:

 સાં

      ની

             ધ

                  પ

                      મ

                           ગ

                               રે

                                    સા

પ્ર-૪. તાલ એટલે શું ?

ગીત ની ગતિ (speed) માપવાના સાધન ને તાલ કહે છે.

પ્ર-૫.. લય એટલે શું ?

લય એટલે તાલ ની ગતિ (speed),હવે આ લયના કુળ ૩ પ્રકાર છે:

-વિલંબિત લય,( ધીમી ગતિ)

-મધ્ય લય અને,(મધ્યમ ગતિ)

-દ્રુત લય.(ઝડપી ગતિ).

પ્ર-૬. સમ:અને ખાલી:

૧.સમ:- તાલની પહેલી માત્રા ને સમ કહે છે,અને તે બતાવતું ચિહ્ન,(×)હોય છે.

૨.ખાલી:- તાલમાં આવતી સમ પછીની બીજી મહત્વની માત્રાને ખાલી કહે છે જેમાં,તાલી આપવાની હોતી નાથ.અને તેનું ચિહ્ન,(૦) છે.

પ્ર-૭. પકડ એટલે શું ?

જ-૭. ઓછામાં ઓછા સ્વરોના ઉપયોગ થી જે રાગનું સ્વરૂપ બતાવે છે તેવા સ્વર-સમૂહ ને પકડ કહે છે.

પ્ર-૮. શુદ્ધ સ્વર કેટલા છે ?

જ-૮.સા,રે,ગ,મ,પ,ધ,ની.

સા-ષડજ,

રે- રિષભ,

ગ-ગંધાર,

મ-મધ્યમ,

પ- પંચમ,

ધ-ધૈવત,

ની-નિષાદ.

પ્ર-૯. અલંકાર કોને કહે છે ?

જ-૯. વિશિષ્ટ અને અનુક્રમ વાળી સ્વર-રચના છે તેને અલંકાર અથવા પલટા કહે છે.

પ્ર-૧૦. રાગ એટલે શું ?

જ-૧૦. જે મન નું રંજન કરે છે એટલે કે જે મન ને આનંદ આપે તેવી આરોહ અને અવરોહ વાળી અને વાદી-સંવાદી સહિતની નિયમબદ્ધ રચનાને રાગ કહે છે.

 

 

Advertisements
 

ટૅગ્સ:

સુનો ભાઈ સાધો….સુરદાસના પદો.

૧.મૈયા મોરી.

મૈયા મોરી મૈ નહિ માખન ખાયો.

ભોર ભયે ગૈયન કે પછે,મધુવન મોહી પઠાયો,

ચર પ્રહર બંસીવટ ભટક્યો,સાંજ પરે ઘર આયો……

મૈ બાલક બહિયન કો છોટો છીંકો કેહી બિધ પાયો,

ગ્વાલ બાલ સબ બૈર પરે હૈ,બરબસ મુખ લીપટાયો…

તું જનની મનકી અતિ ભોરી,ઇનકે કહે પતી આયો,

જીય તેરે કછુ ભેદ ઉપજ હૈ,જાન પરાયો જાયો…..

યે લે આપણી લકુટી કમલીયા,બહુત હી નાચ નચાયો,

‘સૂરદાસ’ તબ વિહંસી જસોદા,લૈ ઉર કંઠ લાગ્યો…..

૨. અબ મૈ નાચ્યો…

અબ મૈ નાચ્યો બહુત ગોપાલ.

કામ ક્રોધકો પહરી ચોલના કંઠ વિષય કિ માલ.

મહામોહ કે નુપુર બાજત નિંદા શબદ રસાલ.

ભરમ ભર્યો પખવાજ ચલત કુસંગિત ચાલ,

તૃષ્ણા નાદ કરત ઘટ ભીતર,નાનાબિધ દે તાલ.

માયા કો કટી ફેટા બાંધ્યો,લોભ તિલક હૈ ભાલ.

કોટીક કલા કાછી દીખરાઈ,જલથલ સુધિ નહિ કાલ.

‘સૂરદાસ’કિ સવઈ અવિદ્યા દૂર કરો નંદલાલ…..

3.અવગુણ ચિત્ત ના ધરો..

પ્રભુ! મોરે અવગુણ ચિત્ત ન ધરો… (ધૃવ)

સમ-દરશી હૈ નામ તિહારો,
ચાહે તો પાર કરો…પ્રભુ !

એક નદિયા એક નાલ કહાવત,
મૈલો હી નીર ભરો!
જબ મિલ કરકે એક બરન ભયે,
સુરસરિ નામ પર્યો…પ્રભુ !

ઈક લોહા પૂજા મેં રાખત,
ઈક ઘર બધિક પર્યો
પારસ ગુણ અવગુણ નહીં ચિંતવત,
કંચન કરત ખરો…પ્રભુ !

(યહ) માયા! ભ્રમ-જાલ કહાવત,
’સૂરદાસ’ સગરો;
અબ કી બેર મોહિં પાર ઉતારો,
નહિ પ્રન જાત ટરો…પ્રભુ !

૪. નીસદીન બરસત….

નિસિદિન બરખત નૈન હમારે !

મધુકર, કહિ સમુઝાઇ, સૌંહ દૈ બૂઝતિ સાંચ ન હાંસી !!

કો જનક, જનનિ કો કહિયત, કૌન નારિ કો દાસી !

કૈસો બરન, ભેષ હૈ કૈસો, કેહિ રસ મેં અભિલાષી !!

પાવૈગો પુનિ કિયો આપુનો જો રે કહૈગો ગાંસી !

સુનત મૌન હ્વં રહ્યૌ ઠગો-સૌ સૂર સબૈ મતિ નાસી !!

૫. અખિયાં…

અખિયાં હરિ દરસન કિ પ્યાસી,

દેખ્યો ચાહત કમળ નયનકો,

નીસદીન રહતઉદાસી….અખિયાં

આએ ઉધો ઘીરે ગયે આંગન,

ઝારી ગયે ગરે ફાંસી,….અખિયાં

કેસર તિલક મોતિયાન કિ માલા,

વૃંદાવન કો વાસી…..અખિયાં

કાહુ કે મનકી કોં ન જાને,

લોગન કે મન હાંસી…..અખિયાં.

સૂરદાસ પ્રભુ તુમ્હરે દરસ બિન,

લૈ હૌં કરવત કાસી…અખિયાં.

 

ટૅગ્સ:

સંત સૂરદાસ.

સંત સુરદાસ ના નામથી તો કોઈક જ અજાણ હશે.તેમના અનેક પદો આજે પણ ગવાય છે.તેમનો સમય (૧૪૭૯ થી ૧૫૬૩)નો ગણાયો છે.તેમનો જન્મ ગરીબ બ્રામણ કુટુંબમાં થયો હતો.જે કુટુંબ પોતાનું ભારણ પોષણ માંડ માંડ કરતુ તે કુટુંબનું ચોથું સંતાન અને તે પણ અંધ ! એ જ આપણા મહાન સંત સુરદાસ.આ અપંગ તો શું કમાઈ દેવાનો? આવું વિચારી તેની ઘરવાળાઓ એ જ ખૂબ ઉપેક્ષા કરી.બાપનો પ્રેમ તો તો આ બાળકને ક્યારેય ન મળ્યો,પણ મા તેણે ખૂબ વ્હાલ કરતી.તેને પોતાના ખોળામાં બેસાડી,હળવે સાદે ભજનો ગાતી.પાંચ-છ વર્ષનો થતામાં તો આ બાળકને આવા ભજનો મોઢે થઇ ગયા.તેના ઘર પાસેથી જે ભજન મંડળી પસાર થાય તેના ભજનો તે યાદ રાખીને ગાવા લાગ્યો.તે હમેશા મા ને કહેતો,”મા મારે આ લોકો સાથે જવું છે.” 

આવા સૂર નો જન્મ દિલ્હી નજીક એક ગામમાં ઈ.સ.૧૪૭૯ માં થયો.એક શ્રીમંતે કામના બદલામાં સૂર ના પિતાને બે સોના મહોરો આપી.હવે તેણે તો ચિંતા થઇ ગઈ કે,આ મહોરો આવા ઘરમાં રાખવી ક્યા?!એટલે તેણે એ મ્હોરોને એક ચીંથરામાં બાંધીને રાખી  અને સૂઈ ગયો.રાતે ઉંદરો આ ચીંથરાને તેમના દરમાં લઇ ગયા.અને સવારે શોધાશોધ થઇ ગઈ.સુરદાસે પિતાને કહ્યું કે,હું તે શોધી આપું પણ શરત મૂકી કે,’મને ઘરમાંથી જાવા દેવો.” પિતાને ક્યા વાંધો હતો?સુરદાસે આ મહોરોનું ચીંથરું શોધી આપ્યું અને તેણે ઘર છોડ્યું.મા વલોપાત કરતી કહે કે,’બેટા,તું ન જા તારી કોણ સંભાળ લેશે?’તો સુરદાસે જવાબ આપ્યો કે,” મા જે સહુની સંભાળ લે છે તે મારી પણ લેશે.”

સુરદાસ ચાલતો ચાલતો એક ગામમાં આવ્યો તે ગામમાં એક તળાવ.એ તળાવની પાળે બેઠો અને ધીમે સાદે ભજનો ગાવા લાગ્યો.તે સાંભળી એક પછી એક લોકો ભેગા થવા લાગ્યા અને તેના ભજનો સાંભળી લોકો ખૂબ જ ખુશ થયાં અને સુરદાસને એ ગામમાં જ એક ઝુંપડી બાંધી આપી.હવે તે પદો રચવા માંડ્યો અને તે પદો તેણે ગાવામાંડ્યા.એના પદોમાં ઊંડી આંતર દ્રષ્ટિ પ્રગટ થતી.લોકો પણ તેમના પદો ગાતાં,અને તેનો પ્રચાર કરતાં.આમ કરતાં કરતાં ‘સૂર’૧૮ વર્ષના થઇ ગયા.અને તેઓ ભક્ત તરીકે ઓળખાવા લાગ્યા.પણ હવે તેમણે લાગ્યું કે,કોઈ જગ્યાએ ખ્યાતિમાં બંધાવું નહિ.એટલે તેમણે આ ગામ છોડ્યું અને યમુના કિનારે “ગૌઘાટ”મા રહ્યા.હવે આ ઘાટ પર રોજ મહાપ્રભુજી વલ્લભાચાર્ય આવતા.તેઓ વારંવાર સુરદાસના પદો અને ભજનો સાંભળી ખુશ થતાં.એક દિવસ તેમણે સુરદાસનું,‘મો સમ કૌન કુટિલ ખલ કામી’આ ભજન સાંભળ્યું અને તેમણે સુરદાસને શિખામણ આપી કે,”તું તારા પદો અને ભજનોમાં વિલાપ કે ક્રંદન નો ભાવ ન દર્શાવ પણ પ્રભુની લીલા,કે પ્રભુના રૂપનું દર્શન લખ.”તો સુરદાસે જવાબ આપ્યો કે,’મહાપ્રભુજી મેં તો જેનોઅનુંભાવ કર્યો છે તેનું વર્ણન કરું છું,કૃષ્ણ લીલાનો મને જાતે અનુભવ નથી”

અને મહાપ્રભુજીએ તેમને એ અનુભવ કરાવ્યો.અને “શ્રી કૃષ્ણ શરણં મમ” નો મંત્ર આપ્યો.અને સુરદાસે કૃષ્ણલીલાનું વર્ણન સાંભળીને જે પદ રચ્યું તે ભક્તિ સાહિત્યમાં અમર થઇ ગયું અને તે પદ છે,”મૈયા મોરી મૈ નહિ માખણ ખાયો”.આવા બીજા પણ પદો તે જ વખતે તેમણે રચ્યા.અને મહાપ્રભુજીએ તેમને કહ્યું કે,

“સૂર તારો જન્મ જ ગાવા માટે થયો છે.ગાઓ”.

અને બસ સુરના અનેક પદો ભજનોની ગાડી પુરપાટ દોડવા લાગી.

-અબ મૈ નાચ્યો બહોત ગોપાલ,-

“સુરદાસકી સવ ઈ અવિદ્યા દૂર કરો નંદલાલ.”અને મહાપ્રભુજી કહે કે,’સૂર હવે તમારી બધી જ અવિદ્યા દૂર થઇ ગઈ.તમે સવાલાખ પદો રચશો’.એક દિવસ સુરદાસજી જમવા બેઠાં.તેમની સેવામાં કાયમ એક છોકરો રહેતો.જયારે તેઓ જમવા બેઠાં ત્યારે ત્યાં પાણી ન હતું.તેથી તેમણે પાણી લાવવા માટે છોકરાને બુમ પડી.પણ છોકરો આવ્યો નહિ.ફરીથી તેમણે બુમ પાડી,પણ છોકરો આવ્યો નહિ,અને ક્યાંકથી કોઈ આવીને પાણી આપી ગયું.અને તે પણ સોનાની ઝારીમાં.થોડી વારે છોકરો આવ્યો અને કહે કે,’લ્યો ભગત હું પાણી આપવાનું  ભૂલી ગયો હતો.”તો સુરદાસજીએ કહ્યું કે,હમણાં તો તું આપી ગયો.તો છોકરાએ કીધું કે “ના ભગત હું અહિયાં હતો જ નહિ.”ત્યારે તેમને થયું કે “તો કોણ પાણી આપી ગયું?!”અને છોકરાએ ત્યાં જોયું તો સોનાની ઝારી પડી હતી,અને પછી ખબર પડી કે,મંદિરમાંથી ઠાકોરજીની સોનાની ઝારી ગુમ છે!

સુરદાસ જી ની ૮૦ વર્ષે અચાનક તબિયત બગડી.તેમને પોતાનો અંત નજીક લાગ્યો.તેની એમને ચિંતા નહોતી,પણ તેમનો સવાલાખ પદોનો સંકલ્પ અધુરો રહેશે તેની ચિંતા વધારે હતી.તેમનાં હવે ૨૫૦૦૦ પદ બાકી હતાં અને કહેવાય છે કે,આ ૨૫૦૦૦ પદ ભગવાને “સૂર શ્યામ” ના નામે રચ્યા અને તેમનો સવાલાખ પદોનો સંકલ્પ પૂર્ણ કર્યો.છેલ્લે તેઓ મથુરા પાસે એક ‘પરાસેલી’  નામના ગામમાં રહ્યા.તેઓ ઈ.સ.૧૫૬૩ માં મૃત્યુ પામ્યા.

તેમની જીવનભરની સાધનાનો અર્ક તેમના તમામ પદ અને ભજનોમાં દેખાય છે.આજે પણ તેઓ તેમના પદો દ્વારા આપણી સાથે જ છે.

 

ટૅગ્સ:

કામવાળી બાઈ……

તમે વહેલા આવો તો  થોડું સારું લાગે.

આટલાં પૈસા આપેલા થોડા લેખે લાગે….કે તમે.

તમે આવો તો સૌ પહેલાં ચહા ને નાસ્તો,

પછી થોડો આરામ કરીને થોડો લઇ લ્યોને શ્વાસ તો!

તમને જોઈને મુજમાં થોડી શક્તિ જાગે…કે તમે.

રામનું નામ નહિ જપતી હોઉં એટલું,

તમારા તે  નામની હું માળા જપું,

પૈસા તમને આપી કામ ઘણું હું કરું,

ને આખરે તો સાલું મૂર્ખામાં ખપું.

તોય તમને દૂરથી ય આવતાં જોઈને મારા,

રસોડાની ગાડી થોડી ચડતી રાગે….કે તમે.

 

ટૅગ્સ:

સપ્તપદી ના સાત વચનો.

 સપ્તપદીનો વિધિ હિંદુ લગ્ન-પ્રથાનો  આત્મા છે.જેમાં વેદીથી એક હાથ દુર, ઉત્તર  કે પશ્ચિમ દિશામાં  ડાંગર કે ચોખાની સાત ઢગલી કરી તેનું પૂજન કરવામાં આવે છે.અને વર-વધુને ઉત્તર દિશા તરફ સાત ડગલાં મંડાવે છે અને એક એક પગલે એક એક વચન લેવડાવે છે.

૧ –  इष एकपदी भव ।

(તું પહેલું પગલું અન્ન- એટલે કે ઐશ્વર્ય માટે ભર.)

 ૨ – બીજું પદ- उर्झे द्विपदी भव । (તું બીજું પગલું શક્તિ વધે તે માટે ભર)

૩ – ત્રીજું પદ- रायस्पोषाय त्रिपदीभव।(તું ત્રીજું પગલું સંપત્તિને માટેભર)

 ૪ – ચોથું પદ- मायोभव्याय चतुष्पदी भव । (તું ચોથું પગલું સુખચેનને માટે ભર)

૫ – પાંચમું પદ- प्रजाभ्यः पंचपदी भव ।

(તું પાંચમું પગલું પશુઓના કલ્યાણ માટે ભર.(દૂધ-ઘી-દહી ની ક્યારેય તમને અછત ન નડે)

 ૬ – છઠું તમામ ઋતુઓ માટે,

(એટલેકે કુદરતની જેમ જીવન ની પણ ચડ-ઉતરની ઋતુ હોય છે એ બધી મોસમ મા બંને સમશીતોષ્ણ રહે તે માટે)

 ૭ – સાતમું પદ- सखा सप्तपदी भव ।

( સાતમું પગલું  ભરીને તું મારી મિત્ર થા પતિ અને પત્ની  હક્કો અને ફરજોના ગુંચવાડામાં ન પડતા મિત્ર બનીને રહે તો સંસાર વધુ સરી રીતે ચાલે છે.)

લગ્ન વિધિ ખરેખર તો આજકાલ જે પરણે છે એ પણ, ગોર જે વેદિક શ્લોક કે મંત્ર બોલે છે તેને સમજ્યા વગર જ અનુકરણ કરે જાય છે.

“બે જ પગલાં પડે છે શું કામ?!

જયારે રાસે રમે રાધા ને શ્યામ.”

જેમ સાત પગલાં આકાશમાં છે,તેમ સાત પગલાં સાથે પણ છે.

પતિ અને પત્ની જયારે લગ્ન સમયે, સપ્તપદીના સાત પગલાં સાથે માંડી જે સાત વચનો લે છે,એ જ એમના લગ્નજીવનનો આધાર છે.પતિ અને પત્નીમાં શું વધુ જરૂરી છે,માત્ર દેખાવ?ના,દેખાવ થી પણ વધુ જરૂરી પ્રેમ અને વિશ્વાસ છે.એકબીજાને સમજવાની સપૂર્ણ તૈયારી,એકબીજાના સુખ અને દુઃખમાં સંપૂર્ણ સાથ,એકબીજાના અવગુણો સાથેનો  સ્વીકાર,એકબીજાના સ્વમાનની રક્ષા કરવીએકબીજાના ગમા અણગમા,પસંદ નાપસંદનું ધ્યાન રાખવું,કોઈ ત્રીજી વ્યક્તિની ચઢામણી તમારા ઉપર હાવી ન થવા દેવી,

સમાજ કરતાં પણ સંસાર તમારા માટે વધુ મહત્વનો છે.

ઘરને એક મંદિર બનાવવા માટે આરસ અને ઈંટ એટલેકે, સ્ત્રી અને પુરુષ બંનેની જરુર પડે છે.

અને આં મંદિરનું વાતાવરણ પવિત્ર બનાવવા માટે પ્રેમના પુષ્પો,આનંદની ધૂપસળી,અને શ્રધાનો દીવડો પ્રગટાવવાની જરૂર હોય છે.

-પ્રેમ તણા મંદિરમાં શ્રધાનો દીવડો,

જલતો રહે તો શીદ દુઃખી થાય જીવડો.

 

ટૅગ્સ:

પ્રેરક પ્રસંગો.

 એક ડોશી મા હતાં.ખુબ ગરીબ, પાસે પહેરવાના કપડાં પણ પૂરતાં નહિ,એટલે સાંધી સુંધીને કપડાં પહેરે.એક રાતે એવી જ રીતે તેઓ પોતાનો ફાટેલો સાડલો સાંધવા બેઠાં.એક તો ઉંમર અને તેમાં આંખે દેખાય પણ ઓછું.એટલે સાંધવામાં ય બહુ જ તકલીફ પડે.પાછું રાત અને ઘરમાં કાંઈ ગરીબ ના ઘરમાં તેલના દીવા કે ફાનસ હોય ?! એક તો બરાબર દેખાય નહિ,તેમાં પાછી માજી ની સોય પડી ગઈ.સોય એક તો ઝીણી ,પાછું અંધારું,વળી આંખમાં ઝાંખું.!તેમના મનમાં થયું કે બહાર રસ્તે તો દીવા છે તો લાવ ને બહાર શોધું !આમ માજી તો બહાર સોય શોધવા લાગ્યાં.રસ્તે એક માણસ પસાર થતો હતો, માજીને નીચા વળીને કઈક શોધતા જોયાં એટલે પૂછ્યું,”માડી, તમે શુ શોધો છો?”

માજી કહે કે,”ભઈલા,મારી સોય પડી ગઈ છે તે ગોતું છું.”

માણસે પૂછ્યું કે,”માડી તમારી સોય પડી છે ક્યાં?”

એટલે માજીએ જવાબ આપ્યો કે,”બેટા,મારી સોય તો અંદર ઝુંપડામાં પડી છે.”

નવાઈ પામી માણસે કહ્યું કે,”માંડી,તો પછી અંદર કેમ નથી શોધતા?”

માજીએ કહ્યું કે,”બેટા,પણ અહી બહાર અજવાળું છે એટલે બહાર ગોતું છું.”

સાચે જ આપણે પણ ખોવાયેલું કઈક શોધીએ છીએ ખરા,પણ તે ખોવાયું ક્યાંક છે અને આપણે શોધીએ ક્યાંક છીએ.!

જ્યાં ખોવાયું હોય ત્યાં જ ગોતવું પડે,

અંધારું હોય ત્યાં જ દીવો કરવો પડે.

 

ટૅગ્સ:

શ્રમ જીવી નું ગીત.

 કોનાં લખું ને કોનાં નહિ,

ગીત હું કોનાં લખું ને કોનાં નહિ?

કોનાં તે ગાઉ,કોનાં નહિ,

ગીત હું કોનાં તે ગાઉ કોનાં નહિ?

કારીગરીમાં કામણગારો પહેલો છે કુંભારભઈ,

ગાગર-ગોળાને લેતો એ ઘાટમાં ટપલે તાલ દઇ દઇ,

મુકતો મોર કળાયલ મહીં,ચીતરે પીંછી દાતણની લઇ.

કુંજાની પાવલી ને કોઠીનો રૂપિયો,તાવડીના બે જઈં:

ટકોરા દઇ દઈને રણકારે લઇ લઇ આવજો મારા ભઈ,

વાત હું કોની કરું ને કોની નહિ?

કોનાં લખું ને કોનાં નહિ?-સાંભરી કાંગસીવાળી અહી.

આંખમાં કાજળ આંજ્યું છે,માથું ઓલ્યું છે મીંડલા લઇ,

ભાલે ડામણી લટકી રહી:

બજરબટા ને પારા નજરિયા,રાખતી એ સીવવાની સૂઈ,

“લેતી જા બો’નબા,લેતી જા બો’નબા!”વેચે મીઠું મીઠું કહી,

કાંગસી ખંપળા લીખીયા સહી.

કોનાં લખું ને કોનાં નહિ?

-વાત ભાલે અહી અધૂરી રહી!

 

ટૅગ્સ:

 
પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

મારી બારી

દીપક ધોળકિયા

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

Booksonclick.com

અડધો ગ્લાસ ભરેલો જોવો

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

arvindadalja.wordpress.com/

My little different Thoughts

ડૉ. સુધીર શાહ Dr. Sudhir Shah

સમય + સમજ + સંજોગ = સંતોષ Time + Understanding + Situation = Satisfaction

planetJV

colorful cosmos of chaos

"મધુવન"

ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

પાર્થેનીયમ

મારા શબ્દ..મારી વ્યથા.. મારી કવિતા..

%d bloggers like this: