RSS

Monthly Archives: ડિસેમ્બર 2012

વિચાર વાયુ.

02 Notebook Page Sample

અમસ્તા જ બેઠા બેઠા મને  વિચાર આવ્યો અને તમને લખી જ  નાખું એવો ઉછાળો મનમાંથી આવ્યો. કે,સહાનુભુતિ અને સલાહ વચ્ચે શું તફાવત છે?મને એવું લાગે છે કે,જયારે વ્યક્તિને સહાનુભુતિ ની જરૂર હોય ત્યારે સલાહ ન આપવી કેમ કે,એને તે વખતે સલાહ ગમે નહિ.કારણ કે એણે એ સમયે આપણી પાસેથી સલાહની નહિ સહાનુભુતિ ની આશા રાખી હોય છે.

જયારે સલાહની જેને જરૂર હોય ત્યારે સહાનુભુતિ માત્ર થી તે નિરાશ થાય છે કેમકે તેણે તમારી પાસેથી સલાહ ની આશા રાખી હોય છે.

તો આ ભેદ રેખા જો બંને પક્ષ સમજે તો કોઈ ને નિરાશા ન મળે પણ જેને જે વસ્તુ ની જરૂર હોય તે તેને સમયસર મળી જાય.આ મારી માન્યતા છે,તમારો મત મને આપજો.

Advertisements
 

ટૅગ્સ:

વિચાર વાયુ.

chandr ane bharti.

જીવન ના સફરમાં આપણે કેટલાંય લોકોને ગુમાવતા જઈએ છીએ.એનો અફસોસ અને એમની ખુબ જ ખોટ લાગે છે છતાંય આપણે જીવતા જ જઈએ છીએ.આપણા જીવનમાં પ્રિયજનોને ગુમાવ્યાનું દુઃખ ખુબ જ હોવા છતાં કેમ આપણે જીવી લઈએ છીએ અથવા તો જીવી જઈએ છીએ ? એવી કઈ બાબત આપણને એમની ખોટ સાથે પણ જીવાડયા કરે છે ?હવે આ ગીત ની  ફિલોસોફી મને સુચક લાગે છે:

जीवन के सफ़र में राही,मिलते है बिछड़ जानेको,

और दे जाते है यादें तन्हाई में तड़पाने को…..

 

ટૅગ્સ:

આમ તે જવાય કાંઈ ?! પ્રિય મિત્ર ને પ્રેમાંજલિ

1727908-herbs-on-foundation-seen-in-frond-of-hindu-s-home

હે પ્રિય મિત્ર !

આમ તે જવાય કાંઈ ?!

મારા પાછા આવવાની રાહ પણ ન જોવાય કાંઈ ?!

આમ તે જવાય કાંઈ ?!

મારી ને તમારી વચ્ચે હવે તો  એક જનમ નું છેટું પડી ગ્યું,

હું ય જાણું છું એટલું કે,તમે જ્યાં જઈ બેઠા છો ત્યાંથી હવે પાછા ફરાય કાંઈ ?!

હે પરમ મિત્ર !

આમ સાવ જ અચાનક મને એકલી મુકીને,તમે જ્યાં છો ત્યાં તમને સોરાય કાંઈ ?!

હે મારા પ્રિય મિત્ર આમ તે જવાય કાંઈ ?!

આમ તો ન જ જવાય કાંઈ.

મારા પાછા ફરવાની રાહ તો જરૂર જોવાય નહિ ?!

 

ટૅગ્સ:

ચકલી.

housesparrowbuildingnest

મારા ઘરની દીવાલ પર લાગેલા ફોટા પાછળ,

તિનકા તિનકા ભેગા કરીને માળો બનાવને ચકલી !

હું તને એક એક તણખલું ભેગાં કરતી જોવા ઝંખું,

મને તિનકા તિનકા ભેગા કરીને માળો બનાવતાં કેટલી મહેનત પડે છે !

એની મને ખબર તો પડે !

એમાં તારી કેટલી પ્રેરણા મળતી ચકલી !

તું  મારા ઘરની દિવાલના ફોટા પાછળ માળો બનાવને ચકલી !

 

ટૅગ્સ:

તડકો.

tadko-2

આજે ઘણા દિવસે નીકળ્યો ખુશનુમા તડકો જાણે,

મનમાં ધરબાયેલી કોઈ વાત નીકળવા ચાહે જાણે,

કોઈ અંગતને એ વાત કહી દીધાની ‘હાશ’ જાણે,

અસહ્ય ઉકળાટ માં ખાધી ઠંડી ઠંડી કુલ્ફી જાણે.

 

ટૅગ્સ:

 
પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

મારી બારી

દીપક ધોળકિયા

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

Booksonclick.com

અડધો ગ્લાસ ભરેલો જોવો

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

arvindadalja.wordpress.com/

My little different Thoughts

ડૉ. સુધીર શાહ Dr. Sudhir Shah

સમય + સમજ + સંજોગ = સંતોષ Time + Understanding + Situation = Satisfaction

planetJV

colorful cosmos of chaos

"મધુવન"

ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

પાર્થેનીયમ

મારા શબ્દ..મારી વ્યથા.. મારી કવિતા..

%d bloggers like this: