RSS

Monthly Archives: જાન્યુઆરી 2013

હું મારી રીતે…..

mari rite

તમને ખોટું ન લાગે તો એક નાની વાત કહું ?

કે હવે હું મારી રીતે રહું ?!

જીવન છે ભાઈ જીવવું પડે,

સંસાર છે ભાઈ રહેવું પડે,

દુઃખ છે તો સહેવું  પડે,એ તો બધું જાણું છું,

પણ હવે કેટલું સહું ?……   બસ.. હવે હું મારી રીતે રહું..

મને ગમે પંખીના ગીતો,

મને ગમે કુદરતની રીતો,

ન ગમે એક નફરત ની ભીતો.

 બધાંને  એક  સરખી  રીતે  ચહું ..બસ,હવે હું મારી રીતે રહું..

મને  ગમે તે ગીતો ગાઉં,

મને ગમે ત્યાં ફરવા જાઉં,

સરસ મજાની તૈયાર થાઉં.

મને આ જ  ગમે  છે   બહુ ….કે બસ,હવે હું મારી રીતે રહું.

Advertisements
 

ટૅગ્સ:

વિચાર વાયુ.

father

બાપ અને દીકરી વચ્ચે ના સંબંધો કેવા હોવા જોઈએ ?

જયારે મા ની હાજરી ન હોય ત્યારે,અથવા મા હોય જ નહિ ત્યારે એકલા પિતા નું કર્તવ્ય શું હોવું જોઈએ?

‘મા’ એવું તત્વ છે આ પૃથ્વી પર કે એની જગ્યા કોઈ ન લઇ શકે,એ વાત સાચી પણ જેમ એકલી સ્ત્રી,મા અને બાપ બંનેની ભૂમિકા નિભાવી શકે તો એકલા પિતા કેમ નહિ ?!હા,અપવાદ દરેક બાબતમાં હોય છે એ અલગ વાત છે.

દીકરી એકલી બાપ સાથે રહેતી હોય કે તે પરણીને સાસરે ગઈ હોય,તેને માતા ની ખોટ હમેશા લાગે છે.મા એના મનની નાનામાં નાની વાત સમજી શકે છે.એની સામાન્ય વાત ને પણ ટેકો આપતી હોય છે.દીકરી ના સંસાર ની નાની નાની ખુશીમાં એ પણ ભાગ લેતી હોય છે.મા એના મન ના ઝોળાને, એ દીકરીના મન ની વાતો ઠાલવવા ની અને એ અંતરંગ વાતો કર્યા પછી, પ્રેમની દોરીથી બાંધી દે છે.એ માત્ર મા અને દીકરી નો જ અંગત ઝોળો હોય છે.

પણ આ જ વાત એકલો પિતા કેમ નથી કરી શકતો ? એમાં શું ખૂટે છે ? મારી દ્રષ્ટીએ,વ્યક્તિ તો બધી જ સરખી હોય છે પછી તે  સ્ત્રી હો કે પુરુષ ! તો આટલો તફાવત કેમ ?!

 

ટૅગ્સ:

 
પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

મારી બારી

દીપક ધોળકિયા

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

Booksonclick.com

અડધો ગ્લાસ ભરેલો જોવો

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

arvindadalja.wordpress.com/

My little different Thoughts

ડૉ. સુધીર શાહ Dr. Sudhir Shah

સમય + સમજ + સંજોગ = સંતોષ Time + Understanding + Situation = Satisfaction

planetJV

colorful cosmos of chaos

"મધુવન"

ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

પાર્થેનીયમ

મારા શબ્દ..મારી વ્યથા.. મારી કવિતા..

%d bloggers like this: