RSS

Monthly Archives: માર્ચ 2013

દ્રશ્ય ને ડૂબી જવા દો….

_____sorrow_longing_tears______by_Westia

રાત એક  સ્વપ્ન માં,વીતેલા જીવન ના ફ્લેશબેક માં,

કદીક ચંચળ હરિણી  દોડતી,નેકેટલાંય ઉમંગોથી,

ઉછળતી કુદતી,મનમોજી,હસતી ને રમતી.,

પણ ….!

સાચા જીવન ના દ્રશ્યો કઈ આવા નથી હોતાં,

તેમાં ઈન્ટરવલ પછીના અમિતાભ નું આગમન નથી હોતું.

કલ્પના માં જોયેલું,સુંઘેલું,ચાહેલું ગુલાબી પ્રેમનું અત્તર,

વાસ્તવ ની ગરમ જમીન પર વરાળ બની ને ઊડી ગયું,

મન નું પંખી બેઠું પાંખ સંકેલી,એનું ગગન  ભુલાવે ચડી ગયું.

Advertisements
 

ટૅગ્સ:

मंज़िले आसाँ नहीं….

reti

एक रास्ता चुना था,जो बहुत ही कठिन था,

पर मेरी मंज़िल को तो वही  जा रहा था.

 

जो मैंने नहीं चुना था वो रास्ता था आसां,

उसपे तो मैंने देखे कई क़दमोके निशाँ

पर जान बुझ के मैंने ख़ुद ही तो ये चुना था….एक रास्ता..

 

सब कहे रहे थे छोडो उस रास्ते से जाना,

क्या चाहते हो आख़िर लोगों को तुम दिखाना ?

लोगोंको क्यों दिखाऊ? ख़ुद मुजे देखना था…..एक रास्ता…

 

जो रास्ता है  मेरा,मै खुश हु उसपे चलके,

क़दम जमा रहा हुँ  मै उसपे हलके हलके,

इसीपे चलके होगा, पूरा ख़्वाब जो बुना था ….एक रास्ता..

 

ટૅગ્સ:

જીન્દગી…

 diya                                                      

 

મેં

 

 

 

 

જે વાંચ્યું,અને તેમાંથી જે ગમ્યું,જે જાણવા સમજવા જેવું લાગ્યું તે તમને પહોચાડવા નું મન થાય  છે.તો  આ    વાચો.

જીન્દગી માત્ર જીવવા માટે નથી હોતી પણ સાર્થક કરવાં માટે હોય છે.

હવે આ જીવન ની સાર્થકતા શેમાં છે ?

તો જીવન ની સાર્થકતા સુખ અને શાંતિ માં છે,જીવન ની સાર્થકતા પોતાના લોકો સાથે,પોતાની આસપાસ ના લોકો સાથે દરેક ક્ષણ શ્રેષ્ઠ રીતે જીવવામાં છે.જીવન ની સાર્થકતા કોઈને મદદ કરવામાં છે,જીવન ની સાર્થકતા પોતાની જાતને ઓળખવામાં છે.

માણસ ને બધું માણવું હોય છે,પણ પોતાની જાતને જાણવાનું તે ભૂલી જાય છે.તેણે ઉપલક સગવડો માણવી હોય છે,પણ પોતાના સમય ને માણવો ભૂલી જાય છે.સુખ અને દુઃખ તો જીવન ના સનાતન સત્યો  છે,દુખને જીરવવા કરતાં સમજવું જરૂરી છે.

 પૂજ્ય શ્રી સ્વામી આનંદે પોતાના પુસ્તક,”ધરતી ની આરતી”માં  સુખ અને દુઃખ વિષે લખ્યું છે તે મને ખૂબ જ ગમ્યું,

“સુખ કે માથે સીલ પડો, સાહેબ નામ બિસરાય,

બલિહારી ઉસ દુઃખ કિ જો પલપલ નામ જપાય.”

આપણા નરસિહ મહેતાની જેમ,ગમે તેટલા  દુઃખ પડે તોય ઈશ્વર તરફની પોતાની શ્રદ્ધા ગુમાવ્યા વગર બસ ,ભગવતચરણમા જ શ્રેય જોયું.

“ભલું થયું ભાંગી જંજાળ,સુખે ભજશું શ્રી ગોપાળ”.

 

ટૅગ્સ:

પ્રેરક બળ…..

02 Notebook Page Sample

આજકાલના બાળકો અથવા તરુણો મીડિયા અને ઇલેક્ટ્રોનીક્સ સાધનો ના એટલા બંધાણી જેવા થઇ ગયા છે કે,પુસ્તકો વાંચવા નું આળસ થઇ ગયું છે. તે ઉપરાંત વડીલો જેમ કે,દાદા દાદી કે નાના નાની ની વાર્તાઓ પણ ક્યાંક ખોવાઈ ગઈ હોય એમ લાગે.

આ બધી વાર્તાઓ અને પુસ્તકોમાં ઘણી વ્યક્તિઓ એવી હોય, કે આપણા જ ઘરના કેટલાંક વડીલો પણ એવાં થઇ ગયા કે જેમાંથી આજની પેઢીને સાચી પ્રેરણા અને સાચો રાહ મળે.પણ મને લાગે  છે કે કદાચ,આ બધી વાતો સંભાળવાની ધીરજ આપણું મન અને મગજ ખોઈ બેઠું છે.અને નેટ ઉપર તો માહિતી જરૂર મળશે,પણ એક વડીલના હુંફાળા ખોળામાં માથું મૂકી પ્રેમાળ હાથ ફેરવાવતાં જે સંસ્કાર  આવી વાતો વડે લોહીમાં ભળે છે ને ,એ તમારા કિશોર વયના બાળકને એક પુરુષોત્તમ બનાવી શકે એટલી તાકાત એમાં હોય છે.

તો હવે તમે પણ વાંચો, સાંભળો અને કહો  એવી જ કોઈ  પ્રેરણા દાયી વાતો, તમારા બાળકોને, પૌત્ર-પૌત્રીઓ ને…

 

ટૅગ્સ:

હસુમતી નાં દોહા…

ganga sati

૧.

શાંત પાણીમાં પથરો કાં ફેંક્યો ?

હવે ચાંદો શે દેખાશે ?!

૨.

પુછી પુછી ને પાટણ પહોંચ્યો,

કાંઈ ન લાગ્યું  હાથ,

તે કરતાં ગણેશ ની જેમ ત્યાં જ ફરત,

તો મારું મંગલ થાત.

 

ટૅગ્સ:

હું છું કવિ નવી……

a poet

આ કવિઓની સભામાં, આજે હું છું  કવિ નવી નવી,

એ વાત કાંઈ છે જેવી તેવી ?!…હું છું કવિ નવી…..

 

આમંત્રણ મળ્યું સંમેલન નું, ઘેરાયાં ગભરાટ ના વાદળ,

કેટલા અને કેવાં આવ્યા કવિઓ?હું જોઉં આગળ પાછળ,

મંચ ઉપર ગાવું સહેલું, પણ બોલવામાં ?સાવ એવી …..હું છું કવિ નવી…..

 

મારે પણ લાગણીઓ ને આ ઊર્મિ જેવું હોય  ઘણું બધું,

શબ્દોનો  સહારો  લઈને હું લખવામાં આગળ વધું.

જ્યાં ન પહોચે રવિ,ત્યાં પહોંચું હું કવિ ! …હું છું કવિ નવી..

 

ટૅગ્સ:

ધરતી નો છેડો….

sweet home

આટલાં વર્ષોપછી,

ઘરના આંગણામાં પગલું મુક્યુંને,

            જાણે આંબે કોયલનો સ્વર કુજ્યો.

મારા હાથની આંગળીઓ ફરી દરવાજા ફરતી,

                     નેઆંખોથી  ઉંબરનેપૂજ્યો…..

કઈં કેટલાંય સ્મરણોના ટોળાની વચ્ચોવચ,

                          ઉભી રહી હું  બની બ્હાવરી,

પહેરેલી સાડીના પાલવથી ધૂળભર્યો,

                             ફોટોઉતારીનેલૂછ્યો…..

પાણીઆરા પરની શીતળતા આજે પણ,

                   અકબંધ લાગી મારા કંઠમાં,

મમતાપ્રેમભર્યા સાદે,“આવી બેટા”?

                             એવો સવાલ જાણે પૂછ્યો….

કેટલાંય જતનોથી સીંચેલી વેલને,

                            ફૂલો ખીલ્યાં ને ખર્યાં કેટલાં!

આટલાં વર્ષો લગી આવા આ “થાનક”નો,

                       મારગ રહ્યો કાં અણસુઝ્યો ?…..

 

ટૅગ્સ:

 
પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

મારી બારી

દીપક ધોળકિયા

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

Booksonclick.com

અડધો ગ્લાસ ભરેલો જોવો

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

arvindadalja.wordpress.com/

My little different Thoughts

ડૉ. સુધીર શાહ Dr. Sudhir Shah

સમય + સમજ + સંજોગ = સંતોષ Time + Understanding + Situation = Satisfaction

planetJV

colorful cosmos of chaos

"મધુવન"

ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

પાર્થેનીયમ

મારા શબ્દ..મારી વ્યથા.. મારી કવિતા..

%d bloggers like this: