RSS

આપણી ભાષાનો અણમોલ ખજાનો = પ્રસ્તાવના.

04 Apr

sona no charu

મને વાંચવું ખૂબ જ ગમે,અને મુખ્યત્વે હું ગુજરાતી અને હિન્દી સાહિત્ય વધારે વાચું.વચ્ચે મેં “સ્વામી આનંદ” ના પુસ્તક “ધરતી ની આરતી”  જે મને બહુ પસંદ પડ્યું તેને  વિષેની લાગણી  મિત્રો આગળ વ્યક્ત કરી હતી.મને જે વસ્તુ તેમાં ખૂબ જ સ્પર્શી ગઈ, તે છે એની ભાષા !

લોકબોલી કે જનવાણીમાં કેટલી મીઠાશ ! અને અભિવ્યક્તિ ની કેટલી તાકાત !હમણાં કેટલાંક સમય પહેલાં અમારા એક મિત્ર શ્રી દીપકભાઈ  પાસેથી મને એક ખુબ જ ઉપયોગી અને કદાચ અલભ્ય એવું  પૂજ્ય સ્વામી આનંદનું જ એક પુસ્તક વાંચવા મળ્યું જેનું નામ છે “જૂની મૂડી”.

હું ઘણા વખત થી આપણા પરંપરાગત શબ્દો અને કહેવતો તથા રુઢિપ્રયોગો શોધતી હતી.અને લ્યો,મને મળી ગયા,હવે તમને પણ પહોંચાડું ને ? આ લખવામાં મારો પોતાનો જ એક આનંદ છે.કારણકે,આ પુસ્તક માં મેં જોયું તો મારા વડીલો જે શબ્દો રોજ-બ-રોજ બોલતા અને મને જે ખૂબ જ ગમતાં,આજે એ સાંભળવા ભાગ્યે જ મળે છે.અને જયારે સાંભળું છું ત્યારે હું મને મારી માતા ની નજીક હોઉં એવું લાગે છે.

સ્વામી આનંદ લખે છે કે,”અંગ્રેજો કે ફ્રેંચ પ્રજાએ પોતાના વાપર મા થી જુનવાણી શબ્દો કે રુઢિપ્રયોગો પર ઢાંકણ કરીને ભાષાના મૂળ કલેવર ને શોષાવા ન દેતાં તેમણે જીવતા રાખ્યાં અને તેને નવા અને નરવા  અર્થભાવ  (content)ના ટોનિક પુરીને ભાષાના હાડને વધુ પુષ્ટ કર્યું છે.જયારે આપણે ત્યાં નો શિષ્ટ વર્ગ આવી ભાષા સામે મોં મચકોડે છે.તેઓ કહે છે કે,

“ભાષા એ ધરતી પરનો પાણી નો વીરડો છે.અને જનવાણી એ એની અખૂટ સરવાણી છે.આ વીરડાને વાટકી કે છાલીયાથી ઉલેચ્યા જાઓ ને સો બેડાં ભરી લ્યો ! ભાષા રૂપી વીરડાનું પાણી જનવાણી ને વાટકે ચડે ત્યારે જ એ ફિલ્ટર અને ક્લોરીનેટ થઈને પ્રજાના વાપર માટે નરવું થાય છે”.

કેટલી સુંદર વાત ! આવી મીઠી ભાષા ના કેટલાંક મને ગમતાં અને મારા મોટેરાંઓને મોઢે વારંવાર સાંભળેલા શબ્દો અને રુઢિપ્રયોગો તથા કેટલીક કહેવતોનો ગુલાલ મિત્રો ઉપર છાંટવાનું મન થયું. અને તેમ કરીને આ ભાષાની વધુ નજીક રહેવાનું નસીબ સાંપડ્યું.આગળ ઉપર આપણે આપણી ભાષાના શબ્દો અને તેના વાક્યમાં પ્રયોગ વિષે જોઈશું.

 

Tags:

One response to “આપણી ભાષાનો અણમોલ ખજાનો = પ્રસ્તાવના.

  1. Jahnvi Antani

    April 5, 2013 at 9:31 am

    hmm sundar.. waiitng for આપણી ભાષાના શબ્દો અને તેના વાક્યમાં પ્રયોગ

    Like

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

મારી બારી

દીપક ધોળકિયા

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

Booksonclick.com

અડધો ગ્લાસ ભરેલો જોવો

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

arvindadalja.wordpress.com/

My little different Thoughts

ડૉ. સુધીર શાહ Dr. Sudhir Shah

સમય + સમજ + સંજોગ = સંતોષ Time + Understanding + Situation = Satisfaction

planetJV

colorful cosmos of chaos

नेट-गुर्जरी

स्वान्त: सुखाय

"મધુવન"

ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

પાર્થેનીયમ

મારા શબ્દ..મારી વ્યથા.. મારી કવિતા..

%d bloggers like this: