RSS

હું નારી છું……

04 Jun

maa

હું નારી છું,આકાશે રમતાં વાદળની,

રૂપેરી તેજ કિનારી છું…….હું નારી…..

માં બાપના આંગણ માં પૂજાતી,

તુલસી કેરી ક્યારી છું……હું નારી…

હું પત્ની છું,હું માતા છું,હું બહેન છું,હું બેટી છું,

કૈક રહસ્યો છુપાય એવી તાળાં વાળી પેટી છું.

જો ઝાંકવું હોય મનની  ભીતર,

તો ત્વરિત ખુલતી બારી છું……હું નારી…..

હું ચંચલ છું કો હરણી શી, ખળખળ વહેતી કો ઝરણી શી,

ગમે તેટલા પત્થર ફેંકો,ચૂપચાપ સહુ હું ધરણી શી.

સુર મેળવો તો મીઠા સૂરે,

ઝંકૃત થતી સિતારી છું……હું નારી…..

કોમળ છું મૃણાલ દંડ સમી,મેઘધનુ ના સાતે રંગ સમી,

રીઝું તો વરસું ઝરમર ને ખીજું તો બારે ય ખંગ સમી.

જો છંછેડે કોઈ મુજને તો,

સો મરદોને ભારી છું…..હું નારી…..

સમર્પણ છે મુજ રગરગ માં,વિશ્વાસ છલોછલ હર ડગ માં,

સદાય જલતો રહે તે કાજે,પ્રેમ પૂરું હું દીપ શગમાં

મળવા સાગરને તલતલ તલસે એ,

નિર્મળ ગંગા વારિ છું……હું નારી…..

Advertisements
 

Tags:

5 responses to “હું નારી છું……

 1. Jahnvi Antani

  June 5, 2013 at 10:08 am

  સમર્પણ છે મુજ રગરગ માં,વિશ્વાસ છલોછલ હર ડગ માં,

  સદાય જલતો રહે તે કાજે,પ્રેમ પૂરું હું દીપ શગમાં

  મળવા સાગરને તલતલ તલસે એ,

  નિર્મળ ગંગા વારિ છું……હું નારી….. vahhhhh

  Like

   
 2. પ્રા. દિનેશ પાઠક

  June 27, 2013 at 4:30 am

  સુંદર! ઘણું સરસ લખ્યું છે

  Like

   
 3. Pushpa Rathod

  October 9, 2013 at 1:09 am

  nari ane dharti bane yogothi badhane game che.

  Like

   
 4. Sharad Shah

  August 9, 2015 at 6:40 am

  સુંદર રચના. કાવ્યમાં દરેક નારીના મનનો ભાવ સુંદરતા પૂર્વક ઝીલાયો છે. શરીરના તલ પર ભલે નારી હોય ચૈતન્યના તલ પર અર્ધનારીશ્વર છે

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

મારી બારી

દીપક ધોળકિયા

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

Booksonclick.com

અડધો ગ્લાસ ભરેલો જોવો

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

arvindadalja.wordpress.com/

My little different Thoughts

ડૉ. સુધીર શાહ Dr. Sudhir Shah

સમય + સમજ + સંજોગ = સંતોષ Time + Understanding + Situation = Satisfaction

planetJV

colorful cosmos of chaos

"મધુવન"

ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

પાર્થેનીયમ

મારા શબ્દ..મારી વ્યથા.. મારી કવિતા..

surtiundhiyu

This WordPress.com site is the cat’s pajamas

%d bloggers like this: