RSS

Monthly Archives: જુલાઇ 2013

ઝેર ઉતારો રાજ……

hands


જે માફ ન કરી શકે એ મન સાફ ન કરી શકે.

અને જો મન ને સાફ ન કરો તો સંબંધો ને શ્વાસ લેવાની  જગ્યા નહી મળે અને જગ્યા  ન  મળવાથી લાગણીઓ ગુંગળાઈ જશે, અને આ ગુંગળાયેલી લાગણીઓ  મન ને વિષાક્ત બનાવી દેશે.

તમે શું નાગ છો કે ઝેર ની પોટલી દાંતમાં દબાવી ને ફરો છો?!

ના,

તો મન ને સાફ કરી,કોઈને માફ કરી, સંબંધોમાં નવા રંગ પૂરી એ રંગો ને વાર્નિશ કરી લાઈફટાઈમ બનવી દો..અને હલકાં ફૂલ થઇ જાઓ,અને જો

હા,

તમે નાગ છો,તો બીજો કોઈ  ઉપાય નથી.તમે ઝેરની પોટલી લઈને જ જીવો અને આ દુનિયામાં થી વિદાય થાઓ ત્યારે દેખાવ પૂરતાં  બે આંસુ  લઈને જાઓ.

પણ જો મન ના લીલ જામેલ ક્યારામાં, લાગણીઓથી ગોળ મારેલ તમારા અંતરની જમીનમાં નવા સંબંધોના છોડ વાવી જશો તો મન મ્હોરી ઉઠશે, ઉર ગાઈ ઉઠશે,અને સંબંધો સુવાસિત થઇ ઉઠશે.

અને તમે જયારે આ દુનિયાની વિદાય લઇ જશો ત્યારે આ સુવાસ જ  ભેગી આવશે.

તો હવે તમે જ નક્કી કરો કે,તમારે ઝેર ની કડવી વાસ સાથે જીવવું છે કે,અમૃતની સાચી સુગંધ સાથે જવું છે. 

માટે જ માફ કરો અને મન ને સાફ કરો.

Advertisements
 

ટૅગ્સ:

લાગણી નો રંગ.

 

the rope

ખેંચાઈને હવે આ સંબંધો થયાં છે તંગ,                                              

માંડ્યો છે બદલવા હવે આ લાગણીએ રંગ.

વિશ્વાસમાં રાજી હતી કે,’મારાં છે બધાં’,

શીખવી ગયું જીવન કે,’કોઈ ન આવે સંગ.’

કઈ કેટલાંય પોટલાં બાંધીને ચાલતી,

વાંકાચૂકા એ મારગે વાળી દીધો છે ખંગ.

શું સાવ સ્વચ્છ લાગણીઓ પણ રમત રમે?!

સંસારે બતાવેલ આ રુપથી રહી છું  દંગ!

હશે! કરીને થઇ ગઈ ‘મારાં’થી દૂર હવે,

મારાથી નહિ થઇ શકે સ્નેહના નિયમ નો ભંગ.

 

ટૅગ્સ:

Vocaroo Voice Message(એક વરસાદી ગીત)

sailing-2

Vocaroo Voice Message.

કવિ=રમેશ જાની

સ્વર=હર્ષા વૈદ્ય.

ઉજળો ઉજળો વરસે મેહ,ભીંજતે દેહ ચલો સંગે નીસરીએ.

ભીની ભીની તે બપોર

કે કોરી રુદિયા કેરી કોર,

જરા અમથીક ભીંજવીએ……ચલો સંગે નીસરીએ.

ઝુકી ઝુકી પાંપણ આજ,

કે છોડી દઈ મલાજો લાજ,

નજરું ભરીને વરસીએ…ચલો સંગે નીસરીએ.

 

ટૅગ્સ:

મેં ગાયાં તે ગીત….ભાસ્કર વોરા.

singing birds

વાલમ ની વાત કઈ વહેતી કરાય નહિ,

હળવેથી હૈયાને હલકું કરાય નહિ…..

ગુનગુનતા ભમરાને કીધું કે દૂર જા,

કળીયોના કાળજામાં પંચમનો સૂર થા.

ફોરમના ફળિયામાં ફોગટ ફરાય નહિ….હળવેથી….

કુંજ કુંજ કોયલડી શીદને ટહુકતી,

જીવન વસંતભરી જોબનિયે ઝૂલતી,

પાગલની પ્રીત કઈ અમથી હરાય નહિ….હળવેથી..

પાગલની આગળ આ અંતરને ખોલવું,

બોલ્યું બોલાય નહિ એવું શુ બોલવું!

ઘેલાની ઘેલછાથી ઘેલાં ધરાય નહિ…હળવેથી…

 

ટૅગ્સ:

જગમાં ભાવ જરા ન જડે…રમણલાલ દેસાઈ.

જગમાં ભાવ  જરા ન જડે!

મુખ પર મધુરી મોહન વાણી,

અંતર ના ઉઘડે…..જગમાં.

નેહ નયનમાં દેખું વહેતો,

હૈયાં ખાલી પડે….હો જગમાં.

કોણ તણી આશામાં ભૂલી ?

મૂરખ તું આથડે?

જગમાં ભાવ જરા ન જડે.

 

ટૅગ્સ:

 
પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

મારી બારી

દીપક ધોળકિયા

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

Booksonclick.com

અડધો ગ્લાસ ભરેલો જોવો

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

arvindadalja.wordpress.com/

My little different Thoughts

ડૉ. સુધીર શાહ Dr. Sudhir Shah

સમય + સમજ + સંજોગ = સંતોષ Time + Understanding + Situation = Satisfaction

planetJV

colorful cosmos of chaos

"મધુવન"

ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

પાર્થેનીયમ

મારા શબ્દ..મારી વ્યથા.. મારી કવિતા..

%d bloggers like this: