RSS

Monthly Archives: ડિસેમ્બર 2013

લંડન ની ટ્રેન…

wandering_squirrel2

લંડન થી ટ્રેન આવી રે હો છોકરાંવ.

ઈ ટ્રેનમાં કોણ કોણ બેઠું રે હો છોકરાંવ,

ઈ ટ્રેનમાં આરવ-ઈશા બેઠાં રે હો છોકરાંવ,

ઈ ટ્રેનમાં ખાસ કોણ આવ્યું રે હો છોકરાવ,

ઈ ટ્રેનમાં ક્વીન વિક્ટોરિયા આવી રે હો છોકરાંવ…ચાલો લંડન.

ઈ ટ્રેન ને ઉભી રાખો રે,હો હો…ઈ

ઈ ટ્રેનમાં જમ્પ કરો રે…ચાલો લંડન થી…

સ્ટેશને લેવા કોણ કોણ આવ્યું રે હો છોકરાવ,

સ્ટેશને લેવા ધીરભાઈ,પરમભાઈ,ખનકબેન,નીર્વીશાબેન આવ્યા રે હો છોકરાંવ.

સહુને જોઈ આરવ-ઈશા ખુશ ખુશાલ બન્યા રે હો છોકરાંવ..હે ચાલો…

ઈ ટ્રેન ને ઉભી રાખો રે….ચાય ગરમ,ભજીયા,બતાવાળા,સાહેબ ગરમ ગરમ..

પાણી…પાણી…..ઈ ટ્રેનમા ડાન્સ કરો રે,,,

૧૨૩૪ ગેટ ઓન ધ ડાન્સ ફ્લોર.-(૨)લુંગી ડાન્સ,લુંગી ડાન્સ…..ચાલો…

ઈ ટ્રેનમાં કોની બર્થ ડે પાર્ટી છે હો છોકરાંવ,

ઈ ટ્રેનમાં ઈશાબેન પાર્ટી છે હો છોકરાંવ..

ઈ ટ્રેનમાં કેક કાપો રે…સહુ સાથે ગાઓ રે,

હેપી બર્થ ડે ટુ યુ,હેપી બર્થ ડે ટુ યુ,હેપી બર્થ ડે ડીયર ઈશા,

હેપી બર્થ ડે ટુ યુ.

Advertisements
 

ફેમીલી એન્થમ.

આ ગીત અમારું “ફેમીલી એન્થમ’ છે.અમારા દરેક શુભ પ્રસંગમાં આ ગીત ગવાય છે.તો આજે પણ એવો જ એક પ્રસંગ છે તો ચાલો બધા સાથે મળીને ઉજવીએ.

Birdworld13-28

આજ અમારા ઘરમાં ઈશા બેન નો બર્થ ડે છે,

આવો મૌજ મનાવો આજ તો સન-ડે છે.

ઈશાના દાદી એવાં,ખુશ ખુશાલ છે કેવાં,

ઈશાના દાદા એવાં,રાજી રાજી થાય કેવાં,

આરવ અને ઈશાનો આજ તો ફન-ડે છે,…આવો મૌજ મનાવો….

ઈશાના નીતાબેન એવાં,હેતના દરિયા જેવા,

ઈશાના ચાર્વી ફઈ એવાં,હરખ ની હેલી જેવા.

ઈશાના ફુઆ છે એવાં આનંદ છલકાવે એવાં,,આરવ…..

ઈશાના નાના એવાં,લાડ લડાવે કેવાં,

ઈશાની નાની એવી,મસ્તી કરાવે એવી..અરવ….

ઈશાની માસીઓ એવી, ઉમંગની ભરતી જેવી,

ઈશાના મામા-મામી એવાં,પ્રેમના દરિયા જેવાં..આરવ…

ઈશાની મમ્મી એવી,હોંશના હાયડા જેવી,

ઈશાના પપ્પા એવાં,વ્હાલના વાયરા જેવા….

આપણો પરિવાર એવો,સહુને સાથ આપે તેવો,

આપણો પરિવાર એવો,મનથી મળવા જેવો..આરવ….

 

 

કેટલી વાર વિદાય?

આગમન

coming home

આ પિયરનાં ઝાડવાં ય ઠંડક દઈ જાય,

હજી સામાન બાંધુ  છું ત્યાં તો પિયર દેખાય,

હૈયામાં માવતર ની મીઠપ છલકાય.

ભલે પિયરમાં ગમે એટલા દિવસ રહેવાય,

પણ ‘મા’ના હૈયાને કદી સંતોષ ન થાય !

ગમન

greetings_and_goodbyes_by_aimeelikestotakepics

આખર પાછા ફરવા નો સમય આવી જ જાય,

ત્યારે આગમન નો આનંદ સાવ ઓસરી કાં જાય!

જાણતાં જ હોઈ કે જવાનું તો છે જ ,છતાં

આંખોમાં અઢળક આંસુંડાં ઉભરાય.

માતા નું મન અને  આંગણું ને  ઓરડા,

ખાલી ખાલી એમાં પડઘા સંભળાય.

દીકરીને કેટલી વાર વિદાય કરાય???

 

ટૅગ્સ:

 
પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

મારી બારી

દીપક ધોળકિયા

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

Booksonclick.com

અડધો ગ્લાસ ભરેલો જોવો

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

arvindadalja.wordpress.com/

My little different Thoughts

ડૉ. સુધીર શાહ Dr. Sudhir Shah

સમય + સમજ + સંજોગ = સંતોષ Time + Understanding + Situation = Satisfaction

planetJV

colorful cosmos of chaos

"મધુવન"

ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

પાર્થેનીયમ

મારા શબ્દ..મારી વ્યથા.. મારી કવિતા..

%d bloggers like this: