RSS

અરેરે આવું ?!

12 સપ્ટેમ્બર

crime patrol

ક્રાઈમ પેટ્રોલ સતર્ક ટી.વી.શો જે “SONY” ચેનલ પર શુક્ર,શનિવાર આવે છે તે મારી જેમ ઘણા જોતા હશે.આ એક જ એવો શો છે જે મને બહુ અસર કરે છે.આ શો સત્ય ઘટનાને નાટકીય રૂપાંતરિત કરીને બતાવવામાં આવે છે. અનુપ સોની જે આટલો સરસ રીતે આ શો હોસ્ટ કરે છે તેમને સલામ !

આજના એપિસોડમાં એક ગરીબ છતાં સંતોષથી જીવતા કુટુંબની વાત છે.પતિ પત્ની અને ત્રણ બાળકોની વાત છે.ગરીબ હોવા છતાં મહેનત મજુરી કરીને બે ટંકનો રોટલો રળી બાળકોને ભણાવતા અને શાંતિથી રહેતા પરિવારમાં અચાનક મુશ્કેલી આવે છે અને ભણવામાં હોશિયાર એવી છોકરી ૧૦ રૂ. ની નોટ અને પેન્સિલ ન હોવાથી રોજ ટીચર અને ક્લાર્કના મહેણાં સાંભળી એક દિવસ આત્મહત્યા કરે છે અને તે દિવસે જ છોકરીની મા જે ઘરમાં કામ કરતી ત્યાંથી ૧૦ રુ.ઉધાર લાવે છે. પણ હવે શું કામના?

મને એમાં જે વધુ ગમી તે વાત,”ટી વી મા વ્યર્થ દેશ વિદેશ અને પોલીટીક્સની ચર્ચા કરાતી હોય છે”, અને તે જોનારા કલાકો આવી ચર્ચાઓ ની માહિતીના પોટલાં બાંધી બાંધી ભાઈબંધ દોસ્તારો આગળ પોતે કેટલું જાણે છે એ બતાવવા પોટલા એમની સામે ખુલ્લા મુકે છે પણ તેઓ પોતે તો,આવી વાતોમાં શું કરી શકીએ ?! એવું વલણ રાખે છે.મને તો આ જોઇને સાચે જ મારી જાત તરફ શરમ થાય છે કે,અરરર! મારા દેશની નાની જગ્યાઓમાં શ્રમજીવીઓ માટે એટલી પણ સગવડ નહિ ?! સરકાર તરફથી કેળવણી ને નામે દર મહીને ગરીબોને અમુક રકમ આપવામાં આવે છે.પણ તે આ બાળકોને મળે છે કે નહિ ! તે જોવાની કોઈને દરકાર નથી?! એક ૧૦ રૂ.ની નોટબુક પેન્સિલ માટે એક તેજસ્વી છોકરીને આપઘાત કરવો પડે? ભલે એ નાદાન છે ,પણ તેની ટીચર જે તે રોજ તેને  ટોક્યા કરે છે પણ શા માટે એની પાસે આ વસ્તુઓ નથી? એ જાણવાની દરકાર કરી હોત તો?!

આપણે ઢગલાબંધ મંદિરો બાંધીએ છીએ,પણ એનો કોઈ જ અર્થ નથી જો આમા કોઈ સુધારો ન કરી શકીએ તો..….

Advertisements
 

ટૅગ્સ:

One response to “અરેરે આવું ?!

  1. Arvind Adalja

    સપ્ટેમ્બર 13, 2014 at 2:45 એ એમ (am)

    ભાઈ મંદિરો તો વ્યક્તિની પ્રતિષ્ઠા માટે બંધાવાય છે ! આવા દીન લોકોને સહાય કરવાથી પ્રતિષ્ઠા મળે ખરી ? સમાજનો મોટો ભાગ દંભીલો બન્યો છે અને તે માટે કોઈ પણ જવાબદાર હોય તો આ દેશના થઈ પડેલા સાધુ-સંતો-સ્વામીઓ-મહંતો-ગુરૂઓ વગેરે છે કે જે અત્યંત વૈભવી જીવન કોઈ જાતની મહેનત ક્રયા વગર જીવી રહ્યા છે અને લોકોમાં આવતા ભવ માટે સ્વર્ગની લાલચ અને વર્તમાનમાં ભય દેખાડવા સિવાય કંઈ કરતા નથી. કમનસીબી તો એ છે કે આજનું યુવા ધન પણ આવા દંભી સાધુ-સંતોની વાતોમાં આવી દંભી જીવન જીવતા જણાય છે.

    Liked by 1 person

     

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

 
પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

મારી બારી

દીપક ધોળકિયા

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

Booksonclick.com

અડધો ગ્લાસ ભરેલો જોવો

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

arvindadalja.wordpress.com/

My little different Thoughts

ડૉ. સુધીર શાહ Dr. Sudhir Shah

સમય + સમજ + સંજોગ = સંતોષ Time + Understanding + Situation = Satisfaction

planetJV

colorful cosmos of chaos

"મધુવન"

ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

પાર્થેનીયમ

મારા શબ્દ..મારી વ્યથા.. મારી કવિતા..

%d bloggers like this: