RSS

વિચાર વાયુ.

03 માર્ચ

board

સમાજસેવા નાના પાયા ની  હોય કે મોટાં પાયાની, પણ જરાય સહેલી નથી.કદાચ મોટાં પાયા પર તમને આર્થિક મદદ કે માણસોની મદદ અને સલાહ પણ મળે.તમે ચાર જણને પૂછીને નિર્ણય લઇ શકો,પણ એકલા,માત્ર ઘર મેળે સ્વેચ્છાથી કરાતી સેવા  લોઢાંના ચણા ચાવવા જેવી છે.

તમારી આસપાસ વસતા કામવાળાઓનાં બાળકોને દયા લાવી ભણાવવાની નેમ કરો,તમારા ગાંઠનું ગોપીચંદન ઘસીને ઘસાયા  કરો,જાતે બાળકોને શાળામાં દાખલ કરાવી,ઘરે ટ્યુશન ની જેમ ભણાવો છો…આ બધું જ ખુબ જ પ્રેમ,લાગણી અને જવાબદારી સમજીને તન,મન,ધન થી નીચોવાઈને કરો છો.

પણ…જયારે એ બાળકોના મા કે બાપ-  જે એટલા ગરીબ  પણ નથી કે જે “વિમલ”ચાવ્યા કરે છે,પોતે જ્યાં કામ કરે છે ત્યાં ભરપેટ ચા નાસ્તો અને બપોરનું જમવાનું પતાવી લે છે,પણ તેને બાળકોને સમયસર ઉઠાડી,તૈયાર કરી,શાળામાં મોકલવાની પડી ન હોય,બાળકો માટે કઈ જ રાંધ્યું ન હોય,સ્કુલના નાસ્તાના ડબ્બાના પણ વાંધા હોય, અને “અમારા સાહેબ બધું કરશે”એવી ભાવના હોય,એવા બાળકોની દયા ખાઈને ક્યાં સુધી આવા મા બાપ ની આળસને પોષ્યા કરીએ?

વારંવાર સલાહો આપવા છતાં તેમની જીભ માત્ર અને માત્ર જુઠ્ઠું જ બોલતી હોય,તેમના ઘરમાં ક્યાંય દુર દુર સુધી ભણાવવા પ્રત્યેની  ધગશ જ ન હોય કે વાતાવરણ જ ન હોય એની પાછળ મને લાગે છે કે સમય અને શક્તિનો વ્યય થાય છે.આવા જ અનુભવ થી કચવાતા મારા મનમાં વિચાર આવ્યો કે સાચે જ આવી એકલવાયી સમાજસેવા જરાય સરળ નથી. મારા મનમાં ઉગેલી એક ઈચ્છા(dream) જેને સંપૂર્ણ સમર્પિત થઈને (dedication)જવાબદારીથી(responsibility) પાર પાડવા કમર કસી,અને અક્ષરજ્ઞાન (education)આપવા ની કોશિશ કરી,પણ તેમનું વર્તન,(attitude)મને પ્રેરણા(motivation) ન પૂરી શક્યું અને આખરે…મેં હથિયાર હેઠા મુક્યા…અફસોસ…ખુબ જ દુખ થાય છે…  

બધા આદર્શ વાદી સ્વપ્ન પુરા નહિ પણ થતાં હોય! 

 

Advertisements
 

ટૅગ્સ:

One response to “વિચાર વાયુ.

 1. Sharad Shah

  ઓગસ્ટ 9, 2015 at 7:01 એ એમ (am)

  હર્ષાબહેન ભેજાને આદર્શોથી નહીં, હૃદયને પ્રેમથી ભરશો તો આવો ભાવ નહીં ઊઠે
  એક પ્રસંગનો ઊલ્લેખ કરું છું, કદાચ આપને માર્ગદર્શન મળે. હું એક આશ્રમમાં રહું છું જ્યાં મારા ગુરુ અનેક માનવસેવાની પ્રવૃતિ ચલાવે છે તેમાની એક પ્રવૃતિ છે અન્નક્ષેત્ર.
  એક વાર અન્નક્ષેત્રમાં એક અતિગરીબ બાઈ તેના ત્રણ નાના બાળકો સાથે જમવા આવેલ. બાળકો અતિ ભુખ્યા હતાં અને ભોજન મળતાં ખુબ વધુ ખાઈ ગયાં. એક બાળકે વધુ ભોજનને કારણે ઉલટી કરી. હું મારા અન્ય આશ્રમવાસીઓ સાથે ભોજન પીરસતો હતો. અમે તે બાઈને કહ્યું કે અમે પાણી આપીએ છીએ તું આ ઉલટી કરીને બગાડેલ છે તે જગ્યા અને આસન સાફ કરી નાખ. પેલી બાઈ સાફ કરવા તૈયાર ન થઈ. અમે તેને સમજાવવા પ્રયત્ન કરતાં હતાં અને એક-બે આશ્રમવાસીઓ તો આ બાઈની વર્તણુકથી ગુસ્સે થઈ ગયા. અમારા ગુરુને આ વાતની ખબર પડી એટલે તેઓ જાતે પાણીની ડોલ, સાવરણો પોતું, ટબલર વગેરે લઈને આવી સફાઈ કરવા માંડ્યા. અમે બધા આ જોઈને શરમના માર્યા કાંઇ બોલી ન શક્યા અને ગુરુજીના હાથમાંથિ સફાઈના સાધનો લઈ તે જગ્યાની સફાઈ કરી નાખી. ગુરુએ સાંજના પ્રવચનમાં એ વાતનો ઉલ્લેખ કરીને કહ્યું, “જ્યારે પણ કોઈ સેવાનુ કાર્ય કરો ત્યારે હૃદયને પ્રેમથી ભરીને કરજો પેલી સ્ત્રીના બાળકો તમારા પોતાના બાળકો જ છે એવું અનુભવશો તો સેવા કરતાં સરપાવની કે અન્ય અપેક્ષા નહી રહે. જે સામે આવે તે જ આપણી જવાબદારી છે. સેવા કરી અહમ પોષણ થાય તો સેવા પણ ઝેર બની જાય છે.”

  Like

   

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

 
પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

મારી બારી

દીપક ધોળકિયા

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

Booksonclick.com

અડધો ગ્લાસ ભરેલો જોવો

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

arvindadalja.wordpress.com/

My little different Thoughts

ડૉ. સુધીર શાહ Dr. Sudhir Shah

સમય + સમજ + સંજોગ = સંતોષ Time + Understanding + Situation = Satisfaction

planetJV

colorful cosmos of chaos

"મધુવન"

ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

પાર્થેનીયમ

મારા શબ્દ..મારી વ્યથા.. મારી કવિતા..

%d bloggers like this: