RSS

Author Archives: જીવન સંધ્યાનો ઉજાસ.

About જીવન સંધ્યાનો ઉજાસ.

મેં સેન્ટ ઝેવિયર્સ કોલેજ માં થી ગુજરાતી સાહિત્યમાં ગ્રેજ્યુએશન કર્યું છે. પ્રોફેસર-ચીમનભાઈ પટેલ ,અને શ્રી.ચંદ્રહાસ મજુમદાર. સંસ્કૃત ના પ્રોફેસર -શ્રી ગૌતમભાઈ પટેલ,અને શ્રી.મૃગાક્ષી શાહ.સુગમ સંગીત નું શિક્ષણ અમદાવાદમાં ભવન્સ કોલેજમાં સાંજના ચાલતા ક્લાસીસમાં શ્રી રાસબિહારી દેસાઈ પાસે લીધું.સંગીતમાં શિક્ષા વિશારદ -બી -એડના ગુરુ-શ્રીમતી સુધાબેન માથુર-તેઓ શ્રી વી.જી.જોગસાહેબના પટ્ટશિષ્ય હતા.મારા ઉપર આટલા બધા ગુરુઓનો હાથ છે. મને મારા તમામ ગુરુઓ પર ગર્વ છે. મારી જીવન યાત્રામાં મેં જોયેલા,જાણેલા અને જાતન કરીને જાળવેલાનું શબ્દરૂપ,એટલે 'મારી જીવન સંધ્યાનો ઉજાસ.'.. મારા આ લખાણ નો મૂળ મંત્ર, "એક એક ફુલ લઇ,સોયમાં પરોવું ને, અંતરમાં એક એક પાંખડીઓ ખુલે, આતો સ્મરણોના ફુલ,એમાં હોય નહી શૂળ, એવા નવરંગી ફૂલોની માળાઓ ઝૂલે, મારા મનના હિંડોળે." અને મારા જીવનનો મૂળ મંત્ર: "સ્મૃતિમાં જેની મીઠાશ જળવાય,એ જ સાચું જીવન, બીજું બધું ભૂલી જાઓ,માફ કરો અને આગળ વધો."

वाह क्या गाना है.

पथ भुला एक आया मुसाफिर,लेके मेरा मन दूर चला.

बिखरे सपने रहे गयी यादें,रातसे पहेले चाँद ढला.

 

Advertisements
 

ટૅગ્સ:

ઝીણો ઝીણો..

ઝીણો ઝીણો જીવ બળે છે,

જાણે કો જીવતર દળે છે…જીવ બળે ..

કોરું ને સુક્કું નથી કઈં,

લીલાંછમ વૃક્ષો બળે છે…જીવ બળે..

પ્રેમનો બદલો પ્રેમને બદલે,

કોઈ નફરત ને રળે છે….જીવ બળે ..

દર્દ ના વાદળ નો આડમ્બર છવાયો,

આંખનું આકાશ એવું પીઘળે છે…જીવ.

 

ટૅગ્સ:

દોહન

૧.    જીવન ના ચીર ફાટ્યાં ઠેકઠેકાણે,પડ્યું છે પાતળું આ પોત,

       પણ,ગમે છે ભાત એવી કે હજી એકવાર,

       બસ, એકવાર તો મુજને એ સીવવા દો !!

 

૨.      નિખાલસતા,સરળતાનું જીવનમાં કેટલું મૂલ્ય?!

         જીવન ના અનુભવે જ શીખવ્યું કે સાવ શૂન્ય..!

 

મૌન…

પહેલાં એટલું નહોતું ગમતું,

પણ હવે આ મૌન મને ગમે છે.

મારું ડહોળાયેલું મન બસ,

હવે ફક્ત મારી સાથે જ રમે છે….મૌન ગમે છે.

આભાર તારો હે અકળ સંસાર,

કે હવે ગમે તેટલા ઘાત મારું હૃદય ખમે છેમૌન ગમે છે.

એટલી પ્રેક્ટીસ થઇ ગઈ હૃદયને,કે

ખબર જ નથી પડતી કે કોણ એને દમે છેમૌન ગમે છે.

 

ટૅગ્સ:

પ્રભુ ને દાદ આપો જી…

8810910-a-boy-praying

ન કડવું યાદ રાખો જી, ન કઈ ફરિયાદ રાખો જી,

કે સંબંધમાં સહનશીલતા ક્ષમાનો સ્વાદ ચાખોજી.

ન કોઈ તંત રાખોજી,ન કોઈ વાત રાખોજી,

ભલે ને પોત થાયે પાતળું પણ ભાત રાખોજી,

કે સંબંધમાં સહનશીલતા ક્ષમા નો સ્વાદ ચાખો જી.

ન કરશો માન મદ હુંસાતુંસી આ યાદ રાખો જી,

નમેલાં વૃક્ષને ફળ ફૂલ અને લાગે છે શાખો જી,

કે સંબંધમાં સહનશીલતા ક્ષમાનો સ્વાદ ચાખો જી.

ક્ષમા માંગે તે ઉંચો છે, વધુ ઉંચો ક્ષમા કરનાર,

મળે માનવજીવન એકવાર પ્રભુને દાદ આપો જી,

કે સંબંધમાં સહનશીલતા ક્ષમાનો સ્વાદ ચાખો જી.

 

ટૅગ્સ:

વિચારો નું વૃંદાવન.

TirumalaSTAMPEDE7_830993g

th-indian-gods-hindu-gods-collage-shirdi-sai-baba-saibaba-wallpaper

મેં વાંચ્યું, મેં જોયું, અને મેં સાંભળ્યું પણ,

મંદિરો માં ભગવાન ને માથે સોનાના મુગટો મુકાય છે,જરિયન વાઘા,લાખો રૂપિયાના શણગાર ચડાવાય,કઈ કેટલાય કિલોના પ્રસાદ અને હજારો માણસોના રસોડા ચાલે,પુજારીઓ પોતે સોનાના ઘરેણાઓ પહેરી ને  મ્હાલતા હોય,તેલ અને દૂધની ધારાઓ ગટરમાં જતી હોય,આ બધું નવું નથી,આ બધું આજનું પણ નથી.

પણ જો આજે પણ પરિસ્થિતિ બદલાતી નથી તો પછી અફસોસ કેવો?!કદાચ આજે સ્થિતિ વધારે ખરાબ થઇ હોય એમ જણાય.મને યાદ છે, વર્ષો પહેલાં અમે અને અમારું મોસાળ કુટુંબ કોઈ એક મોટાં અને પ્રસિદ્ધ મંદિરની યાત્રાએ ગયા હતા.મારું મોસાળ ચુસ્ત  ગાંધીવાદી અને સિધ્ધાંત વાદી,જીવન મુલ્યોને જાણનાર,સમજનાર અને તેને વળગી રહેનાર,

હવે અમે ઘરેથી વહેલી સવારે નહિ ધોઈને દર્શન કર્યા પછી જ કાઈ ખાવું પીવું એવા વ્રતને લઈને અમારી કારમાં થી યાત્રાના સ્થળે ઉતર્યા.થોડા સ્વસ્થ થઇ મંદિર ભણી ચાલવા લાગ્યા,તો તરત જ પુજારી એ રોક્યા અને કહે કે પાછળ નદીમાં નાહીને આવો…અને બસ થઇ રહ્યું!!!એટલી વાતથી વિવાદ એવો ચગ્યો કે મારા મામા કહે કે હું નાહીને જ આવ્યો છું,હું નદીએ ન્હાવા નહિ જાઉં,અને મારે હું ન્હાયો છું એની સાબિતિ તમને આપવાની જરૂર જણાતી નથી.મારો ભગવાન જાણે છે કે હું શું છું?તમે મને દર્શન નહિ કરવા દ્યો તો અમે ચાલ્યા જશું.પણ, દંભ હું નહિ કરી શકું. પછી તો ઘણી ચર્ચા અને સમજાવટ થી પૂજારીજી માન્યા અને અમે દર્શન કાર્ય પૂર્ણ કર્યું.પણ ત્યારથી મારા મનમાં એવા સવાલ તો મુકતા જ ગયા કે,

કયા ભગવાનને ખુશ કરવા માટે આટલો બધો બાહ્યઆડમ્બર થતો હશે?

બરાબર છે કે તપ સિવાય પ્રાપ્તિ નથી કે સંઘર્ષ વિના સિદ્ધિ નથી એ બધું જ કબુલ..

કદાચ લોકોની શ્રદ્ધા મોટી હશે,પણ આ સવાલ મારા મનમાં થાય છે, કોઈની શ્રદ્ધા ઉપર તર્ક નથી કે નથી એમને ઉતારી પાડવાની કોઈ વૃત્તિ.પરંતુ,સીધે પગે જેનાથી ઉભા ન રહેવાતું હોય એવા લોકો કલાકો દર્શન ની લાઈનોમાં ઉભતા હોય,માનતાના  બાળકોને  લઈને ભર તડકામાં ભૂખી તરસી માવરો ઉભી હોય,અને આ બધું એક કે બે ક્ષણોમાં તો પૂરું…હજી પૂરી મૂર્તિ ય ન જોઈ હોય,પૂરું માથું ય ન ટેકવ્યું હોય ત્યાં તો ચાલો ચાલો…નીકળો નીકળો…અને પાછા વાર?!! આ ભગવાન નો આ વાર અને તેમનો તે વાર…એ વારે તો જે માણસ ઉમટે?!

આ આપણે શું કરી નાખ્યું છે?!

અને આપણે કેવાં થઇ ગયા છીએ?!

શું તકલીફો ભોગવવાથી જ ઈશ્વર મળે છે?!

શું ભગવાન મંદિરમાં જ છે?

આપણા મન અને આત્મા નો ભગવાન ક્યાંય ગાયબ થઇ ગયો કે એને શોધવા મંદિર મંદિર ભટકવું પડે છે?!

ઈશ્વર શું પોતાના ભક્તો દુઃખી થાય તેમાં રાજી છે?

ભગવાન તો ભાવના નો ભૂખ્યો છે ને એ બધા વાક્યો ક્યાં ગયા?!

કોઈ એમ કહેશે કે,” આ તો શું કે એ બહાને ફરી લેવાય ને દર્શને ય થઇ જાય “..એવું કહેનારાની ભક્તિ ક્યાં ગઈ?!

હે ભગવાન!!!! તું ક્યાં છે?!

 

ટૅગ્સ:

મોર ગળક્યાં…

father and daughter

કવિ શ્રી દેવજી.રા.મોઢા નું  આ ગીત મને બહુ ગમે છે કારણ,આપણે

ત્યાં મા-દીકરી વચ્ચેની લાગણીઓ અનેક વાર વ્યક્ત થઇ છે,પણએક પિતા ના હૃદયમાં દીકરી તરફની લાગણી બહુ જુજ વ્યક્ત થતી હોય છે.આ બંને કાવ્યોમાં એક પિતાએ પોતાની દીકરીની વિદાય બાદ જે ખાલીપાની લાગણીઓ અનુભવી તેમાં શબ્દો દ્વારા પોતાના હૃદયને જાણે કે ઠાલવ્યું છે !

આપણે સહુ જાણીએ છીએ કે,આપણા ઘરે દીકરીઓ એમના ભરેલા રૂમાલો,ટેબલ ક્લોથ અથવા દીવાલ ઉપર દોરેલાં ચિત્રો કે અવનવી કલાકારી દર્શાવતાં વોલ-પીસ બનાવે છે.અને આપણે હંમેશા એ યાદગાર ને યાદગીરી બનાવી દઈએ છીએ ..અને દીકરીઓએ તેમના કલા સર્જનથી  આપણા  ઘરની ભીંતોને શણગારી હોય છે તે એની વિદાય બાદ એક અમુલ્ય ખજાનો બની જાય છે.

આ ગીતમાં એ મનોભાવોનું ખુબ જ સુંદર ચિત્ર કવિએ પણ  દોર્યું….

મોર  ગળક્યાં…..૨

અને એણે દોર્યા ભીંત ઉપરના મોર ગળક્યા

હતો ગોરંભાયો નભ મહી અષાઢી ઘન અને,

ઈશાને થાતા’તા વીજળી ચમકારા ઘડી ઘડી,

ભરા તું માં-પાંખે ભયભીત બની ગાજવીજથી,

અમોને યાદા’વ્યું બચપણ અમારી દીકરીનું. 

હજી થોડી વેળા ઉપર ચણીયાતો-ઓઢણી થકી,

સજી અંગો રહેતી ઘર ઘર ઘૂમી બહેનપણીના,

ન’તું જાગ્યું એમાં જરી દિન-દશા-ભાન ત્યહી ,

થયું વોળાવાનું સગન સહ હૈયે કઠણ થઇ.

ફરી આજે એવો ઘન નભ ચડ્યો વીજ ઝબકી,

ફરીથી એની એ,પણ ડરી જઈ ગાજવીજથી,

ભરાતી માં-પાંખે ન’તી અમ સુતા આજ અહી ને,

અમારી આંખોમાં વિરહ સ્મૃતિના નીર સળક્યાં.

અને એણે દોર્યા ભીંત ઉપરના મોર ગળક્યા… 

,

 

ટૅગ્સ:

 
પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

મારી બારી

દીપક ધોળકિયા

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

Booksonclick.com

અડધો ગ્લાસ ભરેલો જોવો

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

arvindadalja.wordpress.com/

My little different Thoughts

ડૉ. સુધીર શાહ Dr. Sudhir Shah

સમય + સમજ + સંજોગ = સંતોષ Time + Understanding + Situation = Satisfaction

planetJV

colorful cosmos of chaos

"મધુવન"

ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

પાર્થેનીયમ

મારા શબ્દ..મારી વ્યથા.. મારી કવિતા..

%d bloggers like this: