RSS

Category Archives: એક પાનાની વાર્તા

વાર્તા લખવામાં મારી કઈ બહુ કુશળતા નથી છતાં ય અમુક લાગણીઓ વાર્તા દ્વારા વધુ સારી રીતે વ્યક્ત થાય છે એવું મને લાગે છે.

તિતલી – એક પાનાની વાર્તા.

વાર્તા લખવામાં મારી કાઈં બહુ કુશળતા નથી,આમ છતાંય અમુક લાગણીઓ વાર્તા દ્વારા વધારે સારી રીતે વ્યક્ત થઇ શકે છે એવું મને લાગે છે.


એનું તો નામ જ  છે તિતલી.એટલે તો એ પતંગિયાની જેમ આમતેમ બાગ – બગીચે ઉડ્યા કરે છે,રમ્યા કરે છે.એની ઉંમર માત્ર ચારવર્ષ.પાંચમું હમણાં જ હજી બેઠું. એટલામાં તો એને જાણે આખી જિંદગીનું ભણતર ભણી લેવાનું હોય એટલો બધો તો નાનકડા મગજ ઉપર ભાર !એને તો આખો દિવસ એના રૂમની બારીમાંથી ડોકાતા ઝાડ પર બેસતા પતંગિયા જોવા હોય,એ પતંગિયા ને પકડવા હોય,એની પાછળ દોડવું હોય ! પણ એને આવું બધું કરવા જ ન મળે ને ?મમ્મી કહે,”ચાલ તો તિતલી,તારી બુક્સ લાવ.સ્પેલિંગ લખાવું.જલ્દી આવને,ક્યારની બુમો પાડું છું તે સંભળાતું નથી ?ક્યારની ત્યાં બારીએ બેસીને શુ કર્યાં કરે છે કોણ જાણે!

તિતલી તો ડરીને ભાગી મમ્મી પાસે ચોપડીઓ લઈને.મમ્મી લખાવવા માંડી, “write  names of any five fruits”લખ. એપલનોસ્પેલિંગલખને,અનેડરમાંનેડરમાંતિતલીએ ખોટું લખ્યું અને મમ્મી  ખૂબ જ ગુસ્સે થઇ ગઈ.અને જોર જોર થી તમાચા મારવા માંડી અને બબડવા માંડી.”આટલું ભણાવીએ છીએ તોય આવડતું નથી,સાવ ડોબી જ છે કોઈ જાતના ભલીવાર જ નથી.કોણ જાણે પરીક્ષામાં શુ ઉકાળી આવશે ?રમત માંથી જ ઉંચી નથી આવતી.આવડી મોટી ઢાંઢા જેવી થઇ તોય બરાબર લખતા નથી આવડ્યું.લાવ તારી નોટ લાવ ,મને જોવા દે ટીચરે શુ લેસન આપ્યું છે તે.અને નોટ ખોલીને મમ્મીએ જોયું તો તેમાં સ્પેલિંગની નીચે સુચના હતી કે,“તિતલી નું ધ્યાન ક્લાસમાં નથી રહેતું..તે બહાર જ જોયા કરે છે…તો આવીને મળી જવું.”

અને મમ્મી નો તો પિત્તો ગયો…હવે  તો તને બહાર જ ન જવા દઉં,પપ્પા ને આવવા દે, બરાબર ફરિયાદ કરું છું તારી,એ જ શીખવાડશે તને બરાબર નો પાઠ જોજે ને ?!અને થોડી જ વારમાં બસોમાં ટીચાતા,થાકેલા,એવા પપ્પા આવ્યા.અને તરત જ મમ્મી ની ફરિયાદો શરુ થઇ ગઈ.તિતલી એ આમ કર્યું ને તેમ કર્યું,ભણતી જ નથી, બગીચામાં રખડ્યા જ કરવું છે…વગેરે…વગેરે…અને થાકેલા પપ્પા નો પણ મિજાજ છટક્યો,કે આ શુ રોજ ની રામાયણ ? જયારે ઘરે થાકીને આવું ત્યારે શાંતિ જ નથી હોતી, રોજ કઈ ને કઈ ઉભુંજ હોય ! તેમણે પણ તિતલી ને મારવા જ લીધી.બે થપ્પડ પપ્પા મારે,અને બે મમ્મી મારે..મારવા જ મંડ્યા આખરે તિતલી રડી રડીને એક ખૂણામાં ટૂંટિયું વાળીને બેસી ગઈ ત્યારે તેઓ થાક્યા.

અને આ બાજુ નાની એવી તિતલી…ફૂલ જેવી તિતલી…સુગંધજેવી તિતલી…આપણા ભણતરને મનમાંજ કોસતી તિતલી…સુઈ ગઈ.એના ગાલ ઉપર આંસુના રેલાઓના ડાઘ પડી ગયાં હતાં ભુખી ને ભુખી ,ભરપેટ માર ખાઈને નાજુક તિતલી સુઈ ગઈ.આખરે મમ્મી એને જમવા માટે બોલાવવા આવી ત્યારે એણે જોયું કે તિતલી રડી રડીને સુઈ ગઈ છે.આંસુ ગાલ ઉપર જ સુકાઈ ગયા છે.આખરે તો મા નું હૃદય !

એને હાથ ફેરવીને ઉઠાડી,”તિતલી,બેટા ચાલ ઉઠ જોઉં,જમવાનું બની ગયું છે ,ચાલ તને ભુખ લાગી છે ને ?” અને તિતલી ઉઠી.તરત જ મમ્મી ને પાછી રડતા રડતાં  કહે કે,”મમ્મી મને મારી મારી ને મારી જ નાખને ! એટલે પછી હુ તને ગુસ્સે જ નહિ કરું ને ? તું ને પપ્પા  મને મારો છો તો મને બહુ દુખે છે.તો મરી જઉં તો પછી કઈ દુખે જ નહિ ને મમ્મી.”! અને મમ્મી તિતલીને વળગી પડી ને રડવા માંડી.ત્યાં રૂમના બારણા પાસે ઉભા રહીને પપ્પા પણ આ સાંભળતા હતાં.તેમની પણ બંને આંખોમાં આવડી નાની બાળકી ઉપર આટલો મોટો ભણતરનો બોજ પડ્યો છે,અને તેની બાળસહજ રમત ની ગમ્મત ઉડી જવા માંડી છે,તેના  પસ્તાવાના જાણે  આંસુ હતાં !જાણે જે કઈ બની ગયું એની બંને જણા આ બાળકી પાસે માફી માંગતા હોય !

અને રૂમની બારીની બહાર ડોકાતા ઝાડ ઉપર એક રંગીન પતંગિયું આવીને બેસી ગયું.

Advertisements
 

ટૅગ્સ:

મેરી આવાઝ હી પહેચાન હૈ…( એક પાનાની વાર્તા )

images

સ્પેશિઅલ રુમ નં – ૧૩ મા સિસ્ટર ‘યાના’ આવી, અને તે સમયે પ્રીતિ આરામખુરશીમાં બેસીને લેખક હરીન્દ્ર દવે નુ “માધવ ક્યાયં નથી” પુસ્તક વાંચતીહતી. વાંચવામાં એકદમ લીન થઇ ગઈ હતી.

સિસ્ટરે આવીને પૂછ્યું,”પેશન્ટ કહાં હૈ?”

ત્યારે જ પ્રીતિ નુ ધ્યાન છૂટ્યું.તે ચમકી ગઈ,અને તરત ઉભીથઇ કહ્યું કે

,”સિસ્ટર મૈ પેશન્ટ હું.” સિસ્ટર યાના તો જોઈ જ રહી !”

ચલોચલો,બેડપર આ જાઓ,આરામ નહિ કરતી ક્યા ?કલ ભી મૈ જબ આઈ થી તો તુમહારે હસબંડ ને બતાયા કે,તુમ જનરલ  વોર્ડ મે સબસે બાતેં કરને ગઈ હો! આરામ કરના માંગતા હૈ પ્રીતિ! ચાર દિન કે બાદ ઓપેરશન હૈ ના?”

અને પ્રીતિ સાચેજ ડાહી થઈને સુઈ ગઈ,સિસ્ટરે બ્લડ સેમ્પલ લીધું,બી.પી.માપ્યું,તાવમાપ્યો,થોડો તાવ તો પ્રીતિને રહેતો જ હતો.ચાર દિવસ પછી તેના ગળામાં રહેલ કેન્સરની ગાંઠ નું ઓપરેશન હતું !

પ્રીતિને તો બેડ પર  પડ્યાં ,પડ્યાં ઊંઘ આવી ગઈ.અને ઊંઘમાં જ તે પોતાને ઘેર પહોંચી ગઈ જ્યાં

તેનીમાત્રબેજવર્ષનીદીકરી’ખુશી’અનેતેનાબા’ગોદાવરીબેન’છે.તેનીદીકરીતેનેખુબયાદઆવતીહતી.છમાસથી પ્રીતિનેરોજતાવઆવતો.ઘરગથ્થું ઉપચારો તે કર્યા કરતી,પણ આ સાધારણ તાવ નહોતો,એટલે તેના પતિ પરાગે જીદ કરીને ડોક્ટરનેબતાડ્યું,અને આ બધાં ઊંડાણો નીકળી પડ્યાં.પછી તો ટેસ્ટ અને દવા ને ઈન્જેક્શનો ને ઘણું બધું….બાયોપ્સી થઈ અને એમાં ન ધારેલું પરિણામ આવ્યું.તેમાં સ્વર – પેટી નું  કેન્સર ડીટેકટ થયું.ઓપરેશન નક્કી થયું,પણ ડોક્ટરે સફળતાની બહુ ગેરંટી આપી નહોતી. હા,તેમણે એટલું કહ્યું હતું કે,ઓપરેશન થયા પછી કદાચ તેની સ્વર-પેટી પર અસર થાય! અને કદાચ… અવાજ પણ  ગુમાવશે…..!

પ્રીતિ ખુબ સારી વક્તા હતી.તે યુનિવર્સીટીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ક્લાસમાં ફિલોસોફીના લેક્ચર આપતી. તેને પોતાના વિષયનું જ્ઞાન એટલું બધું હતું કે તેને ફેકલ્ટી તરીકે પણ ઘણી જગ્યાએથી આમંત્રણો મળતાં  તેખુબજ મળતાવડીઅને હસમુખીહતીદરેકને મદદરૂપ થવા પ્રેમથી આગળ આવતી.તેબધાને પોતાના જ માનતી,અને બધાં તેને પણ ખુબ પ્રેમ આપતા.આમ તે પોતાના “પ્રીતિ” નામને પણ સાર્થક કરતી.તેના લગ્ન પરાગ સાથે થયાં. બંનેએકબીજાને ખુબ ચાહતા અને એકબીજાના કામનો અને એકબીજાના જ્ઞાનનો ખુબ આદર કરતાં.અને તેમના ઘરમાંપુત્રી રુપે  ‘ખુશી’આવી.એટલી સુંદર અને રમતિયાળ કે પતિ-પત્ની બંનેનું જીવન દીકરી ના કિલ્લોલથી ભરાઈ ગયું. બસ! અને હાલરડાનાં સૂર ઘરમાં નિત્ય ગુંજવા લાગ્યાં. ખુશીને એટલી ટેવ પડી ગઈ કે,એને સુવું હોય તેવખતે પ્રીતિ હાલરડું ગાય ત્યારે જ ખુશી  સુએ.અને તે પણ રોજ એક જ હાલરડું,

“મંદિર જાઉં ઉતાવળી ને ,જઈ ચડાવું ફૂલ,

મહાદેવજી પરસન થયાં ત્યારે આવ્યાં તમે અણમોલ !

તમે મારું નગદ નાણું છો,તમે મારું કુલ-વસાણું છો,

આવ્યાં ત્યારે અમર થઈને રહો !”

અને ખુશી ઘસઘસાટ સુઈ જાય, ચહેરા પર મરકાટ સાથે !

ઓપરેશન નક્કી થયું ! અને એવું પણ નક્કી કર્યું કે, પરાગ અને પ્રીતિ હોસ્પીટલમાં રહે અને ગોદાવરી બા ખુશીને સાચવે. આમ તો પ્રીતિ કઠણ મનની,અને પાછી ફિલોસોફર! છતાંય ‘મા’ તો હતી જ ને ?!તે લોકો મુંબઈ જવા નીકળવાના હતાં,ત્યારેખુશી સુઈ ગઈ હતી.પ્રીતિએ એનું પ્રિય હાલરડું ગાયું હતું ને ?! પણ અત્યારે તે પોતાના મન ઉપર કન્ટ્રોલ નહિ કરી શકે એમ લાગતાં, મન મારીને છેલ્લીર ખુશીને જોયા વગર જ ઘરમાંથી નીકળી ગઈ. તેનું મન દીકરીને પોકારતું રહ્યું, અને તેની આંખ એકદમ ખુલી ગઈ ! સ્વપ્ન માંથી તે બહાર આવી ગઈ અને ખુબ જ ડીસ્ટર્બ થઈ ગઈ.

ત્યાં તો પરાગ પણ કેન્ટીનમાં જમીને પાછો આવી ગયો.પ્રીતિએ તેનેકહ્યુંકે, ‘પરાગ,ઘરેફોન કર ને ! આજે ખુશી બહુ યાદ આવે છે, તે શુંકરતી હશે ?બા ને  પૂછને ?’ પરાગે ફોન જોડ્યો અને પ્રીતિના હાથમાં આપ્યો.બા એ ફોન ઉપાડ્યો ને ખુશીના રડવાનો અવાજ આવવા લાગ્યો,પ્રીતિએ ઘડિયાળ જોયુંતો  રાતના ૯:૩૦ વાગ્યા હતાં.તેને ખુબ જ નવાઈલાગી,તેણે પૂછ્યું, ‘બા હજીખુશી સુતી નથી ?કેમ આટલું બધું રડે છે?’ બા એ પણ ગળગળા અવાજે કહ્યું , ‘પ્રીતિ, તારું હાલરડું તેને યાદ આવતું હશે બેટા!એટલે,તારી ખોટ તેને લાગતી હશે, બાળક બોલી ન શકે, પણ તેના રડવામાં ઘણા ભાવ હોય છે.!’ આ સાંભળી પ્રીતિજરા ઢીલી પડી ગઈ, પણ બા ને આધાર મળે તે માટે અવાજકાઠોકરીતેણેકહ્યું,’બા,તુંચિંતાનકરતી,જોમારીવાતસાંભળ.મારોઅવાજ જો ઓપરેશન પછીજતો રહે તો ! એટલે એ વિચારીને મેં મારા અવાજમાં હાલરડું રેકોર્ડ કર્યું છે..અનેતે કેસેટ ટેબલ પર પડેલા પ્લેયરમાં જ છે ,ઉતાવળમાં હું તને કહેતાં ભૂલી ગઈહતી.’ અને પ્રીતિએ ફોન મૂકી દીધો.

થોડી વાર પછી બા નો જ ફોન આવ્યો, ‘ પ્રીતિ બેટા, ખુશી ઘસઘસાટ સુઈ ગઈ,તું ચિંતા ન કરતી, તારું બરાબર ધ્યાન રાખજે.ઈશ્વર સૌ સારા વાનાં કરશે.પણસાચું કહું બેટા,મને તારું ગીત સાંભળીને….’  પણ, પ્રીતિ સમજી ગઈ  બા ના અધૂરા વાક્યમાં સમાયેલો અર્થ !

એ જ કે હવે કોઈ, ક્યારેય, પ્રીતિનો અવાજ નહિ સાંભળી શકે !

 

ટૅગ્સ:

એક પાનાની વાર્તા – ” ભઈલુ “

‘ભઈલુ,તું સુઈ જા ,દીદી તારે માથે પોતાં મુકે છે ને એટલે તાવ હમણાં ઉતરી જશે,લે ચાલ,પહેલાં દવા પી લે જોઉં,’પાંચ વર્ષનો ભઈલુ  અને દસ વર્ષની દીદી .એ પોતાના જીગરના ટુકડા એવા ભઈલુંને દવા પીવા માટે  મનામણાં કરતી હતી.તેને ખુબ આકરો તાવ આવ્યો હતો.થોડીવારમાં ભઈલુ તો ઘસઘસાટ સુઈ ગયો..એટલે દીદી પણ જરા વાર આડી પડી ,બંનેને સુતેલા ભાળી કાવેરી કામે લાગી.એને હાશ થઇ કે ચાલો ભઈલુ સુઈ ગયો એટલે હવે દવાની અસર થશે અને તાવ ઉતરી જશે.આમ વિચારી,તેણે નાહી-ધોઈને દીવા બત્તી કર્યા .

પણ થોડી વાર થઇ હશે ત્યાં તો ભઈલુ નો જોર જોર થી અવાજ સંભળાયો.એના ગળામાંથી ઘરઘરાટી થવા માંડી,અને તેનું શરીર અને આંખો ખેચાવા માંડી. દીદી ગભરાઈ  ગઈ,. અને કાવેરી સીધી દોડી પડોસમાં રહેતા ડોક્ટર જોશીને બોલાવવા.તરત જ ડોક્ટર દોડી આવ્યા,ભાઈલુંને તપાસ્યો.,ઇન્જેક્શન આપ્યું અને કાવેરીને અમુક ટેસ્ટ લેબોરેટરીમાં કરાવવા માટે લખી આપ્યા.બપોરે તાવ થોડો હલકો પડ્યો એટલે દીદી અને કાવેરી ભઈલુને  રીક્ષામાં બેસાડી નજીકની જ એક લેબોરેટરીમાં લઇ ગયા.ડૉ.જોશીના બતાવ્યા પ્રમાણે બધાં ટેસ્ટ થઇ ગયા અને રીપોર્ટ બીજે દિવસે લઇ જવા કહ્યું.અને ત્રણે જણા ઘરે આવ્યા.ભઈલુંને બરાબર ઓઢાડી ને દીદીએ સુવડાવી દીધો.અને તે કાવેરી ની પાસે આવીને બેઠી.દીદીને જોઈને કાવેરીના બંધ છૂટી ગયા.તે ખુબ રડી.

‘કાવેરી’ – દીદી અને ભઈલુ ની મમ્મી,એકલે હાથે ભાઈ-બહેનને ઉછેરતી હતી,ઘણી જ મુશ્કેલીઓ આવી પણ હિંમત હાર્યા વગર તેણે દરેક સંજોગોનો  સામનો કર્યો..તે બેંકમાં નોકરી કરતી હતી.તેના પતિના અવસાન બાદ ,તેની પત્નીને જોબ આપી હતી એ મોટું આશ્વાસન હતું.એના પતિના મૃત્યુને ત્રણ વર્ષ થઇ ગયા હતાં પણ આટલાં વર્ષોમાં આવો સંજોગ પહેલી વાર જ આવ્યો હતો.એટલે તે ભાંગી પડી હતી. કઈ  માં પોતાના નાના બાળકની આવી પીડા જોઈ શકે ?!

અને કાવેરી એકદમ હતાશ થઇ ગઈ ,એની ઉપર જાણે દુઃખના ડુંગર તૂટી પડ્યા ,જ્યારે ડોક્ટરે એને કહ્યું કે,’ બેન,તમારા બાબાને તાવમાં આંચકી આવવાથી તેના મગજ ઉપર અસર પડી છે અને તેથી હવે તેનું મગજ નાના બાળક જેવું જ રહેશે.પણ આપણે એની દવા બરાબર કરશું જરાય ચિંતા ન કરતાં.હા હુ તમને અંધારામાં નહિ રાખું  ,કેટલો ફાયદો થશે એ પણ  હુ કહી નથી શકતો..અને કાવેરી ભાંગી પડી….’ઓ મારા ભગવાન હવે હુ કેમ કરીશ ? ભઈલુ ને કેમ મોટો કરીશ ?દીદી હવે તારું શું થશે?’આમ બોલતી જાય અને માથું પછાડતી જાય.ત્યારે કોણે  એને ટેકો આપ્યો જાણો છો  ? દીદી કાવેરી પાસે આવીને ઉભી રહી અને તેને કહ્યું કે,’મમ્મી તું ઢીલી નહિ પડતી,જોજેને આપણો ભઈલું ઝટ સાજો થઈને પહેલા જેવો જ થઇ જશે.તારે અમારે માટે પણ બેન્કે તો જવું જ પડે ને ! એટલે હુ ઘેર  રહીને ભણીશ અને ભઈલુ ને રાખીશ હો ! તું ચિંતા ના કરીશ.'”

આવડી નાની બાળકીના મોઢે આવડા મોટા બોલ સાંભળીને કાવેરી થોડી સ્વસ્થ થઇ ગઈ. અને દીદીએ ભઈલુ નો તમામ ચાર્જ તે દિવસથી ઉપાડી લીધો.અને પોતે ઘરે રહીને અભ્યાસ પણ કરવા લાગી.ભઈલુ ને તે નવડાવે,જમાડે,સમયસર દવા આપે.તેના મોઢામાંથી લાળ પડતી હોય તે દીદી લૂછે.મેલા કપડા બદલે ,પથારી ચોક્ખી કરી ભઈલુંને સુવડાવે.તે સુઈ જાય પછી જ તે ભણવા બેસે. અને ભઈલુ ઉઠે એટલે એની સાથે તાળીઓ પાડીને રમે.બસ,આ તેનો રોજનો નિયમ બની ગયો.કાવેરી ઘણી વાર કહે કે ,”બેટા, આજે હુ ઘરમાં છું,તો થોડી વાર તારી બહેનપણી ને ઘરે રમવા જઈ  આવ.” પણ દીદી એના ભઈલુ થી એક મીનીટ માટે પણ વિખુટી પડવા નહોતી માગતી.

એક દિવસ કાવેરી બેન્કેથી ઘેર આવી ત્યારે ભઈલુ ખુશ થતો થતો આવ્યો, મમ્મીને પકડીને ખુરશીમાં બેસાડી પછી દીદીને બોલાવવા માટે તાળીઓ પાડવા લાગ્યો.દીદી સમજી ગઈ તેણે આવીને ગીત શરુ કર્યું,

“હમ હોંગે કામયાબ,હમ હોંગે કામયાબ,હમ હોંગે કામયાબ,એકદિન !હો હો મનમેં હૈ વિશ્વાસ,પુરા હૈ વિશ્વાસ,હમ હોંગે કામયાબ એક દિન.”

અને ભઈલુ કુદી કુદી ને,તાળીઓ પાડીને,ઝંડો પકડ્યો હોય એવી એક્શન કરી કરીને  ખુશ થતો હતો.આ જોઈ ,કાવેરી વળી પાછી ઢીલી પડી ગઈ.અને દીદીને કહેવા લાગી કે,”દીદી તું એની પાછળ કેટલી મહેનત કરે છે ! પણ ભઈલુ ની કામયાબી એટલે શું ?!”

આમ ને આમ વર્ષો વીતવા લાગ્યા.ઘરે રહીને જ દીદીએ ગ્રેજ્યુએશન પૂરું કર્યું.આ બાજુ ભઈલુ પણ જેમ મોટો થતો ગયો તેંમ એના ય તોફાન વધતા ગયા હવે એને બહાર તો જરાય લઇ જવાતો નહિ.સતત દીદી ને ચોટેલો જ રહેતો..ઘણી વાર ‘માં’ થઈને કાવેરી ભઈલુ હવે છૂટે તો સારું એવી પ્રાર્થના કરતી,એની પાછળ જોકે ભાવના એક જ કે,દીદી એનું જીવન જીવે ,એનો સંસાર માંડે,પણ દીદી તો બસ ,ભઈલુ વિનાનો એનો કોઈ સંસાર જ નહોતો.

અચાનક એક દિવસ,કાવેરી ને બેન્કમાં જ છાતીમાં સખત દુખાવો ઉપડ્યો,અને તરત જ તેને હોસ્પિટલ લઇ ગયા.આઈ.સી.યુ.માં રાખી હતી,સ્થિતિ ખુબ જ નાજુક હતી,ત્યારે તેણે દીદીને બોલાવવા કહ્યું,દીદી અંદર આવી,એને જોઈને જ કાવેરીની આંખો ચોધારે વરસવા માંડી.દીદીએ કાવેરી નો હાથ પકડી પ્રેમથી પંપાળતા કહ્યું,”મમ્મી,તું જરાય ચિંતા ન કરતી.ભઈલુ ને હુ બરાબર સાચવીશ.એ જ્યાં સુધી છે ત્યાં સુધી મને લગ્નનો વિચાર પણ નહિ આવે.કારણ કે,ભઈલુ માત્ર મારો ભઈલુ  જ નથી,મારો ભિલ્લુ પણ છે.”

અને કાવેરી એ સદાને માટે આંખ બંધ કરી……….

 

ટૅગ્સ:

પોચટ – એક પાનાની વાર્તા (હર્ષા વૈદ્ય)

દિવ્યા,

એક સાદી સરળ અને શાંત છોકરી.બોલવાનું તો એ જાણે શીખી જ નહોતી,વિરોધ કરવાનું તો જાણે એના સ્વભાવમાં જ નહોતું,કોઈ કૈ પણ કહે…સાંભળી લેતી,કેવી પણ ટીકા કરે સહન કરી લેતી.કોઈ પંખીને તરફડતું જુએ તો રોઈ પડે,ક્યારે કોઈ ગરીબ નાના બાળકને નીચે ફેંકેલાં કાગળમાંથી ભજીયા ના ટુકડા ખાતો જુએ તો તે રડી પડતી.આથી તેના ભાઈ-બહેન અને બીજા બધાં તેને “સાવ પોચટ” છે,વાતે વાતે રડી શું પડે છે ?એમ ટોક્ય કરતાં.કૈ બહારનું કામ હોય તો ભાઈ કહેશે,”મમ્મી રહેવા દે એ પોચટ પાછી કૈ લીધા વગર રડતી રડતી આવશે,એના કરતાં હુ જ લઇ આવું છું.” આમ એને બધાં ઉતારી પડતા છતાંય કોઈ ફરિયાદ નહિ ,બસ દયામય આંખોથી જોયા કરતી.પણ એના પપ્પા એને ખુબ વહાલ કરતાં,અને મારી “કરુણામયી” દીકરી છે એમ કહેતાં.

પણ આવી દિવ્યા,  ભણવામાં ખુબ સિન્સિયર,યાદ શક્તિ ઘણી સારી, બોલે ખુબ ઓછું,પણ  વાંચે ખુબ.કદાચ એટલે જ એની લેખનશક્તિ વિકસતી ગઈ.મૌખિક બહુ સારું ન કરી શકે પણ લેખનમાં આગળ રહેતી.હવે આ ‘કરુણામયી’ નવમાધોરણમા આવી.એના સાલસ સ્વભાવને કારણે મિત્રો પણ હતા.એની આવડતનો બધાને પરિચય થતો ગયો એમ એને “પોચટ”કહેવાનું પણ લગભગ બંધ થઇ ગયું..તે જે સ્કુલમાં ભણતી હતી ત્યાના પ્રિન્સીપાલ હતા શ્રી દવે સાહેબ.એમને આ શાંત છોકરી પર ખુબ માયા.દવે સાહેબના પત્ની નિર્મળાબહેન પણ દિવ્યાને ખુબ વહાલ કરતાં.તેમને કોઈ સંતાન ન હતું,તેથી બધું વહાલ દિવ્યા પર ઢોળાતું.  દિવ્યાના ઘરની નજીક જ દવે સાહેબનું ઘર હતું.તેથી નિર્મળાબેન ની પાસે વાતો કરવા, કે કોઈ મહેમાન આવે ત્યારે મદદ કરવા તે  જતી.શ્રી દવે સાહેબ પણ તેને ઘણા પ્રેરણાત્મક પુસ્તકો વાચવા આપતા અને એની સાથે ચર્ચા પણ કરતાં.અને કદાચ તેથી જ દિવ્યાનો આત્મવિશ્વાસ વધતો ગયો.

દવે સાહેબ ઘણા વર્ષોથી આ સ્કુલના પ્રિન્સીપાલ તરીકે સેવા આપતા હતા.ખુબ જ સિધ્ધાંતવાદી હતા.કોઈની ખોટી ફેવર ન કરતાં,ડોનેશન ના ખુબ જ વિરોધી અને સાચી વાત રજુ કરવામાં જરાય અચકાતા નહિ,કોઈથી ડરતા નહિ.પણ ક્યારે આ ક્ષેત્રમાં ધંધો પ્રવેશ કરી ગયો ,અને ટ્રસ્ટીઓને નડી ગયો..હવે ટ્રસ્ટીઓને શ્રી દવે સાહેબ આંખમાં કણાની જેમ ખૂંચવા લાગ્યા.અને તેમને બરતરફ કરવાનો નિર્ણય લેવાયો.અને સ્કુલમાં સોપો પડી ગયો.કારણકે,દવે સાહેબ સહુ શિક્ષકો અને વિદ્યાર્થીઓના પ્રિય હતા.આ નિર્ણય કોઈને જ ન ગમ્યો.

આ સમયે દિવ્યાના ક્લાસ મોનિટર વિક્રમે બધાંને ભેગા કર્યા.અને શું કરવું જોઈએ આ સંજોગોમાં એનો અભિપ્રાય પૂછ્યો.ત્યારે દિવ્યાએ ધીમેથી ઉભા થઇ કહ્યું કે ,”આપણે હડતાળ પાડીએ સ્કુલે આવવાનું પણ ગેટની બહાર બેસી રહેવાનું.સુત્રોચ્ચાર કરવા અને સ્કુલ છૂટે ત્યાં સુધી બહાર જ રહેવું.અને પરિપત્ર છાપી વહેચવા.”આ વાત બધાને ગળે ઉતરી ગઈ.પણ પરિપત્ર છાપવામાં તો ખર્ચ થાય,તેનું શું ?દિવ્યાએ કહ્યું કે “હુ કાર્બન પેપરથી રાત જાગીને પણ કોપી બનાવીશ “અને આમ બીજે જ દિવસથી “હડતાળ”શરુ…સવારે જ દિવ્યા બધાં પરિપત્ર લઇ આવી અને વિદ્યાર્થીઓમાં વહેચ્યા.એમાં લખ્યું હતું કે,”દવે સાહેબને થયેલો અન્યાય અમે સહન નહિ કરીએ અને જ્યાં સુધી દવે સાહેબને પરત લેવામાં નહિ આવે, અમે નવમાં ધોરણના ના વિદ્યાર્થીઓ ક્લાસમાં નહિ આવીએ.”રોજ સવારે સ્કુલના ગેટ પાસે આ ક્લાસના વિદ્યાર્થીઓ બેસે અને સ્કુલ છૂટે ત્યારે પાછા જાય.શાંત હડતાળ હતી, ઇફેક્ટીવ હતી,.તેથી જ ટ્રસ્ટીના પેટમાં તેલ રેડાયું.અને એમણે એક  દાવ અજમાવ્યો.

આ વિદ્યાર્થીઓના વાલીઓ ને બોલાવ્યા અને જો આ વર્ષ તમારા બાળકોનું બગડશે તો તેમનું ભવિષ્ય બગડશે.કોઈ એક માણસ માટે તમે તમારા બાળકોનું ભવિષ્ય અને પૈસા શું કામ બગાડવા બેઠાં છો..વગેરે.. વગેરે…  તે વખતે તો વાલીઓ પાછા ગયા બીજે દિવસે આનાથી પણ વધારે સ્ટ્રોંગ કાર્યક્રમ કરવાનું આ વિદ્યાર્થીઓએ વિચાર્યું હતું.સવારે વહેલી વહેલી ઉઠી દિવ્યા થોડાક કાગળો લઇ હોશે હોશે  સ્કુલે પહોચી.તો ગેટ પાસે કોઈ ન દેખાયું.એને ફાળ પડી કે શું થયું હશે ?ત્યાં જ મોનીટર વિક્રમ આવ્યો અને કહ્યું કે આપણને ટ્રસ્ટી બોલાવે છે.

દિવ્યા અંદર ગઈ,ટ્રસ્ટીએ બંનેને તેમના ભવિષ્યની, અને માં-બાપની મહેનતની, અને વર્ષ બગડવાની વગરે વાતો કરી ક્લાસમાં પાછા જવાનો હુકમ કર્યો,દિવ્યા તો એકદમ મૌન થઇ ગઈ,.જાણે પથથર! એની તમામ શક્તિ જાણે હણાઈ ગઈ!.ચુપચાપ બંને ઓફિસની બહાર નીકયા.તેમના બધા મિત્રોને ક્લાસમાં બેઠેલા દિવ્યાએ જોયા.વિક્રમ તેના ઉપર ખુબ ગુસ્સે થઇ ગયો.,”દિવ્યા તું કેમ કૈ બોલી નહિ ,સાવ “પોચટ “જ છે હુતો ક્લાસમાં જાઉં છું.મારે વર્ષ નથી બગાડવું ભાઈ.!

અને…. ધીમે ધીમે દિવ્યા ગેટની બહાર નીકળી ગઈ,બીજે જ દિવસે એના પપ્પા, એનું સ્કુલ-લિવિંગ સર્ટીફીકેટ કઢાવી  ગયા.દિવ્યાએ ફરી કદી એ સ્કુલની દિશા ન જોઈ .બીજી સ્કુલમાં એડમિશન લઇ લીધું.અને ” પોચટ” કોણ હતા  તે સાબિત કરી દીધું.

 

ટૅગ્સ:

રેલ્વે ક્રોસિંગ -( એક પાનાની વાર્તા)-હર્ષા વૈદ્ય.

રાકે……શ…..

અને માલતી એકદમ ઝબકીને જાગી ગઈ.એ.સી.ની ઠંડક મા પણ પરસેવાથી રેબઝેબ થઇ ગઈ.શ્વાસ ઝડપથી ચાલવા લાગ્યા.એની સાથે સુતેલો માલવ ,એનો પતિ પણ બેબાકળો જાગી ગયો.,’માલતી,શું થયું ?..શું થયું માલતી?એકદમ કેમ આમ ચીસ પાડી?ફરીથી આજે એ જ  ડરામણું  સપનું જોયું કે શું ?પણ માલતી હોશમાં જ ક્યા હતી !બીકથી એનો અવાજ જ જાણે બંધ થઇ ગયો..માલવે ઉઠીને તેને ઠંડું પાણી આપ્યું અને એની પીઠ પર હાથ પસવારવા લાગ્યો.અને અચાનક માલતી પતિના ખભે માથું મૂકી ધ્રુસકે ધ્રુસકે  રોઈ પડી.માલવે એને માથે હાથ ફેરવી ફેરવી સુવડાવી દીધી અને પછી પોતે બાલ્કનીમાં આવી ઉભો રહ્યો.

હવે માલવને ખરેખર ચિંતા થઇ થઇ કે દર બે ત્રણ દિવસે માલતી આમ જ સપનું જોઈ ઝબકીને જાગી જાય છે,પછી ખુબ રડે છે અને એની ઊંઘ પણ બરાબર થતી નથી.દિવસે દિવસે સુકાતી જાય છે.એનો આનંદ ક્યા ઉડી ગયો! માલવ ઘણો ડીસ્ટર્બ  થઇ ગયો.સવારે માલતી ઉઠી ને જાણે કઈ જ ન થયું હોય એમ રૂટીનમાં પડી ગઈ.ઉલટું એણે માલવને પૂછ્યું કે,”સોરી,આજે હુ બહુ વાર સુઈ રહી ,તેં મને જગાડી કેમ નહિ?ચાલ તારે માટે ચા-નાસ્તો  તૈયાર કરી દઉં.માલવે જોયું કે એને આગલી રાતનું કૈ જ યાદ નથી,પણ આમ વારંવાર થાય તે યોગ્ય નથી ,કઈક કરવું જ પડશે.આમ વિચારમાં ને વિચારમાં તે ઓફીસ જવા નીકળી ગયો.

ઓફિસમાં પણ તે ઘણો ડીસ્ટર્બ રહ્યો.શું કરવું એનો જ વિચાર કર્યા કરતો હતો,ત્યાં અચાનક એને એનો એક ડોક્ટર મિત્ર યાદ આવ્યો ,અને તરત જ એને ફોન જોડ્યો.”હલો અવિનાશ,હુ માલવ બોલું છું.અને તને મારી મુંઝવણ કહેવા માગું છું તો આપણે સાંજે ક્યાંય મળી શકીએ ?”

અવિનાશે કહ્યું કે,”હા હા જરૂર પણ શું છે તે તો કહે ?”માલવ કહે કે,”લાંબી વાત છે ફોન પર નહિ થાય ,રૂબરૂ કહીશ.”અને તે બંને મિત્રો સાંજે એક રેસ્ટોરન્ટ માં મળ્યા.માલવે બધી જ વાત અવિનાશને કરી.અને એનો ઉપાય બતાવવા કહ્યું.ડોક્ટર અવિનાશે કહ્યું કે,”માલવ તું આમ હિંમત ન હારી જા.એનો ઉપાય એ છે કે માલતીને આપણે કોઈ મનોચિકિત્સક પાસે લઇ જવી પડશે.એના મનના ઊંડા ખૂણે કોઈ એવી એવી વાત છે કે એને બહુ યાદ ન હોવા છતાં ક્યારેક એ ભય તળ ઉપર આવીને એને ડીસ્ટર્બ કરે છે.આનો અર્થ એવો જરાય નથી કે તે પાગલ છે,આનો અર્થ એટલો જ કે તેને ઉપચાર અને આશ્વાસનની જરૂર છે.મારો એક મિત્ર છે,ડોક્ટર નિહાર,એની એપોઇન્ટમેન્ટ લઇ લઉં છું તું કાલે જ માલતીને ત્યાં લઇ જજે.

માલવને આ વાત થી ઘણી જ રાહત થઇ.તેને લાગ્યું કે આ કોઈ રોગ નથી પણ એક માનસિક અવસ્થા છે જે મનનાઉંડાણમાંથી ક્યારેક ઉપર આવી બધું ડહોળી નાખે છે.બીજે દિવસે તે માલતીને સમજાવીને ડૉ.નિહારના ક્લીનીક મા લઇ આવ્યો.અને તેને બધી જ વાત કરી.ડોક્ટરે માલતીને અમુક સવાલો પૂછ્યા, પણ તે શા માટે આમ ડરી જાય છે,અને દર વખતે આ એક જ નામ અને ચીસ તેને યાદ આવી જાય છે અને તે ઝબકી જાય છે  તે તો એને ય યાદ નથી.આથી ડૉ.નિહારે તેને હિપ્નો થેરેપી આપવાનું નક્કી કર્યું .આ ઉપચારના ત્રણ સીટિંગ થવા આવ્યા,પણ કોઈ આશા ન જણાતા પતિ -પત્ની બંને નિરાશ વદને ચોથા સીટિંગ માટે ડૉ.નિહાર પાસે આવ્યા.માલતીને આરામદાયક બેડ પર સુવાડી ડૉ.તેને હિપ્નોથેરાપી આપવા લાગ્યા.અને માલતી વધુ ઊંડાણમાં ચલી ગઈ…..

“૬ વર્ષ ની તેની ઉંમર.એક નાના ગામમાં માતા-પિતા અને ભાઈઓ સાથે રહેતી માલતી બાળપણને એન્જોય કરે છે.તેમનુ ઘર રેલ્વે ક્રોસિંગ ની બીજી બાજુ છે અને તેના ઘરની બાજુમાં રહેતા બ્રામણ પરિવારનો રાકેશ તેના જેવડો જ તેનો ખાસ મિત્ર છે.તેઓ બંને બાલમંદિર જાય છે.પણ તેમનું બાલમંદિર રેલ્વે ક્રોસિંગની આગલી બાજુ છે.મતલબ રોજ તેમને ઘરેથી બાલમંદિર જવા માટે રેલ્વે ક્રોસિંગ ક્રોસ કરીને જવું પડતું.તેમને રોજ લેવા મુકવા માટે એક પ્રૌઢ તેડાગર બેન આવતા.રોજ બાળકો હસતા રમતા જાય અને હસતા રમતા આવે.જો ક્રોસિંગ બંધ હોય તો ક્રોસિંગ પાસેના નાના ગેટમાંથી તેડાગર બાઈ બધાને સહી સલામત લઇ જાય અને લાવે.અને ક્રોસિંગ મા દાખલ થયા બાદ માલતી હમેશ રાકેશનો હાથ પકડી લે જાણે એને સંભાળવાની જવાબદારી હોય !એક ગોઝારા દિવસે તેડાગર બાઈ બધાં બાળકોને  ઘરે લઇ જતી હતી. ક્રોસિંગ બંધ હતું શન્ટિંગ ચાલતું હતું,તેથી બાઈએ બધાને નાના ગેટમાંથી બાળકો ને  અંદર લીધા.માલતીને તો આવડું મોટું એન્જીન જોઈને જ ડર લાગવા માંડ્યો.તેડાગર બાઈ ધીમે ધીમે બધાને લઈને સામે નીકળી ગઈ અને માલતી અને રાકેશ આ બાજુ ઉભા રહી ગયા.કારણકે,માલતી ડરતી હતી તેથી એને એમ કે એન્જીન જતું રહે પછી જ જાઉં.અને રાકેશનો એણે હાથ પકડી રાખ્યો હતો.પણ તેડાગર  બાઈ અને બીજા બાળકોને સામી બાજુએ પહોચી ગયેલા જોઈને રાકેશ માલતીનો હાથ છોડાવી દોડ્યો , વિકરાળ એન્જીન, આ બાજુ જ  આવી રહ્યું હતું.રાકેશ ચુકી ગયો અને મોટા ચક્રોમાં નાનું શરીર….  અને માલતી ઝબકી ગઈ

રાકે…….શ!

 

ટૅગ્સ:

 
પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

મારી બારી

દીપક ધોળકિયા

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

Booksonclick.com

અડધો ગ્લાસ ભરેલો જોવો

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

arvindadalja.wordpress.com/

My little different Thoughts

ડૉ. સુધીર શાહ Dr. Sudhir Shah

સમય + સમજ + સંજોગ = સંતોષ Time + Understanding + Situation = Satisfaction

planetJV

colorful cosmos of chaos

"મધુવન"

ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

પાર્થેનીયમ

મારા શબ્દ..મારી વ્યથા.. મારી કવિતા..

%d bloggers like this: