RSS

Category Archives: ગમતાં નો ગુલાલ

હું મારા પસંદગીના કવિઓ,લેખકો,કલાકારો,સંગીતકારો,ગાયક અને અભિનેતા વિષે જે જાણું છું તે તમને કહેવું મને ગમશે.

મોર ગળક્યાં…

father and daughter

કવિ શ્રી દેવજી.રા.મોઢા નું  આ ગીત મને બહુ ગમે છે કારણ,આપણે

ત્યાં મા-દીકરી વચ્ચેની લાગણીઓ અનેક વાર વ્યક્ત થઇ છે,પણએક પિતા ના હૃદયમાં દીકરી તરફની લાગણી બહુ જુજ વ્યક્ત થતી હોય છે.આ બંને કાવ્યોમાં એક પિતાએ પોતાની દીકરીની વિદાય બાદ જે ખાલીપાની લાગણીઓ અનુભવી તેમાં શબ્દો દ્વારા પોતાના હૃદયને જાણે કે ઠાલવ્યું છે !

આપણે સહુ જાણીએ છીએ કે,આપણા ઘરે દીકરીઓ એમના ભરેલા રૂમાલો,ટેબલ ક્લોથ અથવા દીવાલ ઉપર દોરેલાં ચિત્રો કે અવનવી કલાકારી દર્શાવતાં વોલ-પીસ બનાવે છે.અને આપણે હંમેશા એ યાદગાર ને યાદગીરી બનાવી દઈએ છીએ ..અને દીકરીઓએ તેમના કલા સર્જનથી  આપણા  ઘરની ભીંતોને શણગારી હોય છે તે એની વિદાય બાદ એક અમુલ્ય ખજાનો બની જાય છે.

આ ગીતમાં એ મનોભાવોનું ખુબ જ સુંદર ચિત્ર કવિએ પણ  દોર્યું….

મોર  ગળક્યાં…..૨

અને એણે દોર્યા ભીંત ઉપરના મોર ગળક્યા

હતો ગોરંભાયો નભ મહી અષાઢી ઘન અને,

ઈશાને થાતા’તા વીજળી ચમકારા ઘડી ઘડી,

ભરા તું માં-પાંખે ભયભીત બની ગાજવીજથી,

અમોને યાદા’વ્યું બચપણ અમારી દીકરીનું. 

હજી થોડી વેળા ઉપર ચણીયાતો-ઓઢણી થકી,

સજી અંગો રહેતી ઘર ઘર ઘૂમી બહેનપણીના,

ન’તું જાગ્યું એમાં જરી દિન-દશા-ભાન ત્યહી ,

થયું વોળાવાનું સગન સહ હૈયે કઠણ થઇ.

ફરી આજે એવો ઘન નભ ચડ્યો વીજ ઝબકી,

ફરીથી એની એ,પણ ડરી જઈ ગાજવીજથી,

ભરાતી માં-પાંખે ન’તી અમ સુતા આજ અહી ને,

અમારી આંખોમાં વિરહ સ્મૃતિના નીર સળક્યાં.

અને એણે દોર્યા ભીંત ઉપરના મોર ગળક્યા… 

,

Advertisements
 

ટૅગ્સ:

મરણ તો આવે ત્યારે વાત.

Suresh_Dalal

હમણાં એક ગુજરાતી મેગેઝીન માં કવિવર શ્રી સુરેશ દલાલ નું એક કાવ્ય વાંચ્યું જે મારા વિચારો  ને બળ આપે છે.

મરણ તો આવે ત્યારે વાત,

અત્યારે  તો જીવન સાથે ગમતી મુલાકાત.

ખીલવાનો આનંદ હોય છે,ખરવાની કોઈ યાદ નથી,

સુગંધ જેવો ભીનો ભીનો વરદાન સમો વરસાદ નથી.

સોના જેવો દિવસ ઊગે રૂપા જેવી રાત….મરણ તો આવે ત્યારે વાત.

હરતા રહેવું,ફરતા રહેવું ઝરણાંની જેમ વહેતા રહેવું,

મહેફિલ ને મનભરી માણી જલસા જલસા કહેતા રહેવું.

જીવન અને મરણ ની વચ્ચે નહિ પ્રશ્નો,પંચાત…..મરણ તો આવે ત્યારે વાત.

 

ટૅગ્સ:

“મેરા ભારત મહાન”ને ચરણે…..

bhagavat_kathadabhoi_146_20130517_1197752353

ઓક્ટોબર-નવેમ્બેર=૧૯૧૩ ના “અખંડ આનંદ”માં એક ખુબ સુંદર વાત વાંચી.જે આપણા દંભ ને સણસણતો જવાબ છે.

સ્વીત્ઝર્લેન્ડના લુઝાન પાસે આલ્પ્સ પર્વત ને અડીને આવેલું એક ગામ છે.જે જીનીવા સરોવરને કાંઠે વસેલું છે.ત્યાની આ સત્ય હકીકત છે.ત્યાં ફળ અને શાકભાજીની સરસ સજાવેલી દુકાન છે જેમાં ગલ્લા પર કોઈ બેઠું ન હોય.બધી જ વસ્તુના ભાવ લખેલા હોય અને લોકો ખરીદી કરતા જાય,ભાવ વાંચે અને તે મુજબ પૈસા મુકતા જાય.શાક કે ફળ તોલવા વજન કાંટો મુક્યો હોય અને જેટલા વજન નું  શાક હોય તેનું વજન અને કિંમત લખેલી ચિઠ્ઠી મશીનમાંથી બહાર આવે,પાંચ જાતના શાક લીધા હોય તો પાંચ કાગળ અને કેટલા પૈસા આપવાના એનો સરવાળો કરી,બાજુના ડબ્બામાં પૈસા લોકો મૂકી દે.

દુકાનની બહાર જુદાજુદા ફૂલો ના બુકે હોય.કેટલાં ફૂલ લીધા એનો વિવેક બુદ્ધિથી વિચાર કરી તે પ્રમાણે પૈસા ડબ્બામાં મૂકી દેવાના.અને કોઈ જોનાર ન હોવા છતાં,અદભુત પ્રમાણિકતા થી લોકો ખરીદી કરી પૈસા મૂકી ચાલ્યા જતા !

મને જે ગમી એ હવે પછીની  વિચાર સરણી છે.

આ સ્વીસ લોકોમાંથી કોણે ભગવદ ગીતા કે ભાગવત સપ્તાહ સાંભળી હશે કે નહિ?કે કોઈ ગુરુના ચરણની રજ માથે ચડાવી હશે કે નહિ!છતાં તેમના પ્રત્યેક વ્યવહારમાં ધર્મ છલકાતો જોવા મળે છે.આવો પ્રયોગ જો છાશવારે સપ્તાહ સંભાળનાર દેશમાં કરવામાં આવે તો,બધું શાક લુંટાઈ જાય અને સાથે સાથે પૈસા મુકવાનો ડબ્બો તો ખરો જ.

“મારો સ્વીસ મહાન”નું ગાણું કોઈ ગાતું નથી આ બધું “મેરા ભારત મહાન”પોકારનાર ને ચરણે સાદર…….

 

ટૅગ્સ:

મેં ગાયાં તે ગીત….ભાસ્કર વોરા.

singing birds

વાલમ ની વાત કઈ વહેતી કરાય નહિ,

હળવેથી હૈયાને હલકું કરાય નહિ…..

ગુનગુનતા ભમરાને કીધું કે દૂર જા,

કળીયોના કાળજામાં પંચમનો સૂર થા.

ફોરમના ફળિયામાં ફોગટ ફરાય નહિ….હળવેથી….

કુંજ કુંજ કોયલડી શીદને ટહુકતી,

જીવન વસંતભરી જોબનિયે ઝૂલતી,

પાગલની પ્રીત કઈ અમથી હરાય નહિ….હળવેથી..

પાગલની આગળ આ અંતરને ખોલવું,

બોલ્યું બોલાય નહિ એવું શુ બોલવું!

ઘેલાની ઘેલછાથી ઘેલાં ધરાય નહિ…હળવેથી…

 

ટૅગ્સ:

જગમાં ભાવ જરા ન જડે…રમણલાલ દેસાઈ.

જગમાં ભાવ  જરા ન જડે!

મુખ પર મધુરી મોહન વાણી,

અંતર ના ઉઘડે…..જગમાં.

નેહ નયનમાં દેખું વહેતો,

હૈયાં ખાલી પડે….હો જગમાં.

કોણ તણી આશામાં ભૂલી ?

મૂરખ તું આથડે?

જગમાં ભાવ જરા ન જડે.

 

ટૅગ્સ:

આવજે તું. (ઇન્દુલાલ ગાંધી)

Ant and Dave

તારી આશાને છાંયે જે કોઈ બેસે

એને હરિ સંભાળજે તું,

કોઈ અબોલ તણી કંઠ વેણુમાં,

લાખ લાખ સુરે વાગજે તું.

કામળી ઓઢીને તારે આવવું જ હોય,

તો વાંસળી ને ભેળી લાવજે તું.

સપના વિહોણી કોઈ અણજંપી રાતની,

સુની નિંદરડીમાં આવજે તું.

થાકેલી નદીઓ કેરાં નીંદરતાં નીરને,

મધરાતે આવી ઝબકાવજે તું.

આકરા ઉનાળાની વેળુના તાપને,

શિયાળુ ગીત ગવડાવજે તું.

પાંખોમાં પાંખ મૂકી ઉડંતી વાદળીમાં,

વીજળીને જરીક ચમકાવજે તું.

આંખડી બંધ છતાં અજવાળું શીધવા,

લાકડી બનીને પ્રભુ આવજે તું. 

 

ટૅગ્સ:

અમદાવાદ ના ત્રણ દરવાજા…ભદ્ર.( ગરવી ગુજરાત)

bhadra-2 bhadra

 

 

 

 

 

ભદ્ર નામ સૌથી ભલું,જાણે સૌ સંસાર.શા કારણ કાળાશથી ભદ્ર દીસે ભયકાર.

કાળા મુખવાળા વસે,કાળા કૃત્ય કરનાર,તે કારણ કાળાશ થી ભદ્ર દીસે ભયકાર.

જશ જેના અતિ ઉજળા દુનિયા મધ્યે દેખ,એવા જનથી ઉજળી પુસ્તક શાળા પેખ.

કાચા કાચ સમાનના ઉપજે મૂલ અમૂલ,કિંમત પામે કારમી,એ તું જો આ સ્કૂલ.

સ્વર્ગ-નર્ક આ લોકના સઘળા રસ્તા સેહેજ,તે મળવાના ત્રણ જુઓ આ દરવાજા એ જ.

સામગ્રી સુખની ભલી,મળે જહાં મનરંજ.જો જુગતિ થી આ બન્યો કેવો છે કારંજ.

શુક્રવાર શોભા ભલી,આ ઠેકાણે થાય,ચડતે પહોરે ચોકમાં,ભલી બજાર ભરાય.

આ તો અમદાવાદમાં મન ઠરવાનું ઠામ,દેખીને દિલમાં થયા રાજી દલપતરામ.

 

ટૅગ્સ:

 
પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

મારી બારી

દીપક ધોળકિયા

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

Booksonclick.com

અડધો ગ્લાસ ભરેલો જોવો

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

arvindadalja.wordpress.com/

My little different Thoughts

ડૉ. સુધીર શાહ Dr. Sudhir Shah

સમય + સમજ + સંજોગ = સંતોષ Time + Understanding + Situation = Satisfaction

planetJV

colorful cosmos of chaos

"મધુવન"

ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

પાર્થેનીયમ

મારા શબ્દ..મારી વ્યથા.. મારી કવિતા..

%d bloggers like this: