RSS

Category Archives: થોડામાં ઘણું.

ઘણી વાર જ્યારે મારી આસપાસ કૈક ન ગમે અથવા દુઃખ થાય એવું થાય ત્યારે મારે ઘણું કહેવાનું હોય છે.પણ મને આ એક જ પ્રકાર કહેવા માટે ગમ્યો છે.

દોહન

૧.    જીવન ના ચીર ફાટ્યાં ઠેકઠેકાણે,પડ્યું છે પાતળું આ પોત,

       પણ,ગમે છે ભાત એવી કે હજી એકવાર,

       બસ, એકવાર તો મુજને એ સીવવા દો !!

 

૨.      નિખાલસતા,સરળતાનું જીવનમાં કેટલું મૂલ્ય?!

         જીવન ના અનુભવે જ શીખવ્યું કે સાવ શૂન્ય..!

Advertisements
 

પ્રભુ ને દાદ આપો જી…

8810910-a-boy-praying

ન કડવું યાદ રાખો જી, ન કઈ ફરિયાદ રાખો જી,

કે સંબંધમાં સહનશીલતા ક્ષમાનો સ્વાદ ચાખોજી.

ન કોઈ તંત રાખોજી,ન કોઈ વાત રાખોજી,

ભલે ને પોત થાયે પાતળું પણ ભાત રાખોજી,

કે સંબંધમાં સહનશીલતા ક્ષમા નો સ્વાદ ચાખો જી.

ન કરશો માન મદ હુંસાતુંસી આ યાદ રાખો જી,

નમેલાં વૃક્ષને ફળ ફૂલ અને લાગે છે શાખો જી,

કે સંબંધમાં સહનશીલતા ક્ષમાનો સ્વાદ ચાખો જી.

ક્ષમા માંગે તે ઉંચો છે, વધુ ઉંચો ક્ષમા કરનાર,

મળે માનવજીવન એકવાર પ્રભુને દાદ આપો જી,

કે સંબંધમાં સહનશીલતા ક્ષમાનો સ્વાદ ચાખો જી.

 

ટૅગ્સ:

વિચારો નું વૃંદાવન.

TirumalaSTAMPEDE7_830993g

th-indian-gods-hindu-gods-collage-shirdi-sai-baba-saibaba-wallpaper

મેં વાંચ્યું, મેં જોયું, અને મેં સાંભળ્યું પણ,

મંદિરો માં ભગવાન ને માથે સોનાના મુગટો મુકાય છે,જરિયન વાઘા,લાખો રૂપિયાના શણગાર ચડાવાય,કઈ કેટલાય કિલોના પ્રસાદ અને હજારો માણસોના રસોડા ચાલે,પુજારીઓ પોતે સોનાના ઘરેણાઓ પહેરી ને  મ્હાલતા હોય,તેલ અને દૂધની ધારાઓ ગટરમાં જતી હોય,આ બધું નવું નથી,આ બધું આજનું પણ નથી.

પણ જો આજે પણ પરિસ્થિતિ બદલાતી નથી તો પછી અફસોસ કેવો?!કદાચ આજે સ્થિતિ વધારે ખરાબ થઇ હોય એમ જણાય.મને યાદ છે, વર્ષો પહેલાં અમે અને અમારું મોસાળ કુટુંબ કોઈ એક મોટાં અને પ્રસિદ્ધ મંદિરની યાત્રાએ ગયા હતા.મારું મોસાળ ચુસ્ત  ગાંધીવાદી અને સિધ્ધાંત વાદી,જીવન મુલ્યોને જાણનાર,સમજનાર અને તેને વળગી રહેનાર,

હવે અમે ઘરેથી વહેલી સવારે નહિ ધોઈને દર્શન કર્યા પછી જ કાઈ ખાવું પીવું એવા વ્રતને લઈને અમારી કારમાં થી યાત્રાના સ્થળે ઉતર્યા.થોડા સ્વસ્થ થઇ મંદિર ભણી ચાલવા લાગ્યા,તો તરત જ પુજારી એ રોક્યા અને કહે કે પાછળ નદીમાં નાહીને આવો…અને બસ થઇ રહ્યું!!!એટલી વાતથી વિવાદ એવો ચગ્યો કે મારા મામા કહે કે હું નાહીને જ આવ્યો છું,હું નદીએ ન્હાવા નહિ જાઉં,અને મારે હું ન્હાયો છું એની સાબિતિ તમને આપવાની જરૂર જણાતી નથી.મારો ભગવાન જાણે છે કે હું શું છું?તમે મને દર્શન નહિ કરવા દ્યો તો અમે ચાલ્યા જશું.પણ, દંભ હું નહિ કરી શકું. પછી તો ઘણી ચર્ચા અને સમજાવટ થી પૂજારીજી માન્યા અને અમે દર્શન કાર્ય પૂર્ણ કર્યું.પણ ત્યારથી મારા મનમાં એવા સવાલ તો મુકતા જ ગયા કે,

કયા ભગવાનને ખુશ કરવા માટે આટલો બધો બાહ્યઆડમ્બર થતો હશે?

બરાબર છે કે તપ સિવાય પ્રાપ્તિ નથી કે સંઘર્ષ વિના સિદ્ધિ નથી એ બધું જ કબુલ..

કદાચ લોકોની શ્રદ્ધા મોટી હશે,પણ આ સવાલ મારા મનમાં થાય છે, કોઈની શ્રદ્ધા ઉપર તર્ક નથી કે નથી એમને ઉતારી પાડવાની કોઈ વૃત્તિ.પરંતુ,સીધે પગે જેનાથી ઉભા ન રહેવાતું હોય એવા લોકો કલાકો દર્શન ની લાઈનોમાં ઉભતા હોય,માનતાના  બાળકોને  લઈને ભર તડકામાં ભૂખી તરસી માવરો ઉભી હોય,અને આ બધું એક કે બે ક્ષણોમાં તો પૂરું…હજી પૂરી મૂર્તિ ય ન જોઈ હોય,પૂરું માથું ય ન ટેકવ્યું હોય ત્યાં તો ચાલો ચાલો…નીકળો નીકળો…અને પાછા વાર?!! આ ભગવાન નો આ વાર અને તેમનો તે વાર…એ વારે તો જે માણસ ઉમટે?!

આ આપણે શું કરી નાખ્યું છે?!

અને આપણે કેવાં થઇ ગયા છીએ?!

શું તકલીફો ભોગવવાથી જ ઈશ્વર મળે છે?!

શું ભગવાન મંદિરમાં જ છે?

આપણા મન અને આત્મા નો ભગવાન ક્યાંય ગાયબ થઇ ગયો કે એને શોધવા મંદિર મંદિર ભટકવું પડે છે?!

ઈશ્વર શું પોતાના ભક્તો દુઃખી થાય તેમાં રાજી છે?

ભગવાન તો ભાવના નો ભૂખ્યો છે ને એ બધા વાક્યો ક્યાં ગયા?!

કોઈ એમ કહેશે કે,” આ તો શું કે એ બહાને ફરી લેવાય ને દર્શને ય થઇ જાય “..એવું કહેનારાની ભક્તિ ક્યાં ગઈ?!

હે ભગવાન!!!! તું ક્યાં છે?!

 

ટૅગ્સ:

અમે સિપાઈ બચ્ચા…

  trucker imagesCAG7F3B2

 imagesCAAX8UP0

બહુ હેરાન છું,  રે….પરેશાન છું.માથું દુખે છે,આંખો લાલઘુમ છે,કાનમાં ધાક આવી ગઈ છે,ક્યાં જાઉં અને કયા ગોદડામાં ભરાઈને સુઈ જાઉં…જેથી કરીને મનને શાંતિ મળે,

 હા ભાઈ, આ વાંચીને ચિંતા  થઈને? ચિંતા થાય એવું જ છે. આજકાલ શું થાય છે કે આજુબાજુમાં લગ્નો હોય એટલે સંગીત હોય,સંગીત હોય એટલે ડી.જે.હોય,અને ડી.જે. હોય એટલે દ્રષ્ટિમાં ય ન સમય એવડા મોટાં હાથીકાય સ્પીકર હોય,અને સ્પીકર હોય એટલે જોરથી જ વગાડાય,અને જોરથી વાગે એટલે કાનના પડદા ફાટે.

સિઝનમાં રોજ એક લગન…રોજ એક  ડી.જે. અને રોજ હોય ડી.જે. તો મારું મન તો બહુ ખીજે…બેસુરા અવાજમાં, એક નાં એક ગીતો, રાત્રે મોડે સુધી અનરાધાર વાગ્યા કરે..અને પડખાં ઘસી ઘસીને દુઃખી આત્મા જાગ્યા કરે. વળી દિવાળીમાં ય ન ફૂટતા હોય એટલા ફટાકડા જાન માં ફૂટે અને હવે તો સંગીત હોય તેમાં ય ફોડે.

દિવાળી સમયે તો આખા ગામ માં ફટાકડા ફૂટતા હોય તે સમજાય..પણ આ લગનો અને ડી.જે.માં તો એટલા ફટાકડા ફૂટે જાણે આખું ગામ ફટાકડા ફોડતું હોય!!!!

પહેલાં આમ નહોતું.લોકોને ત્રાસ નહોતો અપાતો.ઘરમેળે જ પ્રસંગમાં એકાદ કલાક લગ્નગીતો અને એકાદ કલાક ગરબા ગવાતા.જેમાં ઉર નો ઉમંગ હતો, મન ની મીઠાશ હતી. સાંઝી ગાઈને મધમીઠા પતાસાં વહેંચાતા અને લોકો શાંતિથી ઘરે જઈને સુઈ જતા. આ તો કોકના ઘરના પ્રસંગમાં અમને ઉજાગરા.કાળો કેર વર્તાવતા બંધ કરવાનું પણ એક અભિયાન ચલાવવું જોઈએ…

પણ ..એ બધા ની તો ઐસી..તૈસી…અમે તો મન ફાવે તે કરશું હા… અમે કોણ..?! અમે  સિપાઈ બચ્ચા… 

 

ટૅગ્સ:

અરેરે આવું ?!

crime patrol

ક્રાઈમ પેટ્રોલ સતર્ક ટી.વી.શો જે “SONY” ચેનલ પર શુક્ર,શનિવાર આવે છે તે મારી જેમ ઘણા જોતા હશે.આ એક જ એવો શો છે જે મને બહુ અસર કરે છે.આ શો સત્ય ઘટનાને નાટકીય રૂપાંતરિત કરીને બતાવવામાં આવે છે. અનુપ સોની જે આટલો સરસ રીતે આ શો હોસ્ટ કરે છે તેમને સલામ !

આજના એપિસોડમાં એક ગરીબ છતાં સંતોષથી જીવતા કુટુંબની વાત છે.પતિ પત્ની અને ત્રણ બાળકોની વાત છે.ગરીબ હોવા છતાં મહેનત મજુરી કરીને બે ટંકનો રોટલો રળી બાળકોને ભણાવતા અને શાંતિથી રહેતા પરિવારમાં અચાનક મુશ્કેલી આવે છે અને ભણવામાં હોશિયાર એવી છોકરી ૧૦ રૂ. ની નોટ અને પેન્સિલ ન હોવાથી રોજ ટીચર અને ક્લાર્કના મહેણાં સાંભળી એક દિવસ આત્મહત્યા કરે છે અને તે દિવસે જ છોકરીની મા જે ઘરમાં કામ કરતી ત્યાંથી ૧૦ રુ.ઉધાર લાવે છે. પણ હવે શું કામના?

મને એમાં જે વધુ ગમી તે વાત,”ટી વી મા વ્યર્થ દેશ વિદેશ અને પોલીટીક્સની ચર્ચા કરાતી હોય છે”, અને તે જોનારા કલાકો આવી ચર્ચાઓ ની માહિતીના પોટલાં બાંધી બાંધી ભાઈબંધ દોસ્તારો આગળ પોતે કેટલું જાણે છે એ બતાવવા પોટલા એમની સામે ખુલ્લા મુકે છે પણ તેઓ પોતે તો,આવી વાતોમાં શું કરી શકીએ ?! એવું વલણ રાખે છે.મને તો આ જોઇને સાચે જ મારી જાત તરફ શરમ થાય છે કે,અરરર! મારા દેશની નાની જગ્યાઓમાં શ્રમજીવીઓ માટે એટલી પણ સગવડ નહિ ?! સરકાર તરફથી કેળવણી ને નામે દર મહીને ગરીબોને અમુક રકમ આપવામાં આવે છે.પણ તે આ બાળકોને મળે છે કે નહિ ! તે જોવાની કોઈને દરકાર નથી?! એક ૧૦ રૂ.ની નોટબુક પેન્સિલ માટે એક તેજસ્વી છોકરીને આપઘાત કરવો પડે? ભલે એ નાદાન છે ,પણ તેની ટીચર જે તે રોજ તેને  ટોક્યા કરે છે પણ શા માટે એની પાસે આ વસ્તુઓ નથી? એ જાણવાની દરકાર કરી હોત તો?!

આપણે ઢગલાબંધ મંદિરો બાંધીએ છીએ,પણ એનો કોઈ જ અર્થ નથી જો આમા કોઈ સુધારો ન કરી શકીએ તો..….

 

ટૅગ્સ:

નવું વર્ષ….નવા નિયમો..!

new yer

 

 

 

 

 

નવું વર્ષ મુબારક…નવું વર્ષ સારું જાય….નવા વર્ષ ની તૈયારી…નવા વર્ષ ના નિયમો…..

નવા વર્ષે નવા નિયમો કે પ્રણ કે પ્રતિજ્ઞા લેવા નો ચાલ અથવા રીવાજ છે.પણ મારું  કહેવું છે કે,નવા નિયમો લેવા એ ઘણી સારી વાત છે,પ્રશ્ન એ છે કે,ગયા વર્ષે લીધેલા નિયમો મા થી કેટલા પાળ્યા અને કેટલા જતા કર્યા એની મુલવણી કરવાનું કામ નવા વર્ષે સૌથી પહેલું ન કરવું જોઈએ?

 

ટૅગ્સ:

વજન ઉતારવા અને ઉતર્યા પછી વધે નહિ તે માટે જરુરી માર્ગદર્શન

Gujarati-Thali

વજન ને કાબુમાં રાખવા માટેના સરળ અને સચોટ ઉપાયો.આ જે માહિતી આપીછે તે માત્ર હવામાં તીર નથી ચલાવ્યું  કુદરતી ઉપચાર કરનાર સિદ્ધ-હસ્ત ડો.ના માર્ગદર્શન હેઠળ આ લખનાર નો જાત અનુભવ છે.

જો કરશો તો પામશો.

૧.અજમો,કાળીજીરી, આમળા અને વરીયાળી નો મિક્સ પાવડર સવારે બ્રશ કર્યા બાદ લેવાનો.૧/૨ થી ૧ ચમચી લઇ શકાય.શરૂઆતમાં કદાચ મોમાં ચાંદા પડે તો થોડો સમય બંધ કરી ફરી ચાલુ કરો અથવા ડોઝ ઘટાડીને એકાંતરે લેજો.

૨. સવારે વધારે નહિ તો ય ૨૦ મિનીટ હળવાશથી ચાલો,ઉતાવળથી નહિ…
૩.સવારે નાસ્તામાં-સૂપ,સલાડ,છાસ,શેકેલો પાપડ,ઘઉંની બ્રેડ ની સાદી સેન્ડવીચ,ઉપમા આ બધામાંથી કોઈ એક કે વધારે લઇ શકાય.
૪. આપણો મૂળ આહાર હવા છે,બીજા નંબરે પાણી અને ત્રીજો આપણે જે લઈએ છે તે ઘન ખોરાક છે.
૫.જેટલા સામાન્ય ઊંડા શ્વાસ લેશો(કપાલભાતિ કે અનુલોમ-વિલોમ નહિ)સાદું જેટલું  ડીપ બ્રીધીંગ કરશો તેટલું વધુ વજન ઉતરશે.
૬.મહિનામાં આવા માત્ર બે જ દિવસ આવે તો ય બે કિલો વજન ઉતરશે.
૭.ભોજન બાદ તરત સુવું નહિ.આમ તો જમ્યા પછી અડધો કલાક બેસશો નહિ તો ચમત્કાર થશે.પાચન ની ગાડી પાટા પરથી ઉચકાઈને મેગ્નેટિક ટ્રેન બની જશે.
૮.ભોજનમાંરાત્રે ભૈડ્કું સાતદિવસમાંથી ત્રણદિવસ  ખાવું.તેબનાવવાનીરીત:

ઘઉંનાફાડા-૪૦૦ગ્રા,મગનાફાડા-૪૦૦ગ્રા,ચણાનીદાળ,-૧૦૦ગ્રા,બાજરી-૧૦૦ગ્રા લઇ અલગ અલગ શેકી કરકરું દળી એક વાટકી ભડકામાંચારથીપાંચવાટકીપાણીઅથવાછાસ,મીઠું,હળદર,મરીઅને હિંગ નાખીસુવાળુંબનાવવું.અને ગરમ ગરમ જ ઘી નાખીને ખાવું.(સાંજના જમવામાં)
૯.તે જ રીતે અઠવાડિયામાં ત્રણ દિવસ બપોરે જમવામાં શાક રોટલીને બદલે,ફાડા ની શાક નાખીને બનાવેલી ખીચડી અને છાશ ખાવું.
૧૦.એક વાટકી ફાડા-તેમાં એક વાટકી જેટલું શાક

(દુધી,ગાજર,કોબીજ,ટામેટા,લસણ,આદુ-મરચા,હિંગ,મીઠું,હળદર,અને ધાણાજીરું નાખી ચાર ઘણા પાણીમાં બનાવીને ખાઓ તે સંપૂર્ણ આહાર છે.)

૧૧.દૂધ,દુધની મીઠાઈ,માખણ,ચીઝ,પનીર,વગેરે શક્ય હોય તો બંધ કરો અને નહિ તો માત્ર મહિનામાં એક વાર કૈક લઇ શકાય.
૧૨.દાળભાત અઠવાડિયામાં એકવાર ખાઓ.
જો દાળ-ભાતને ગુજરાતી કાળજામાં થી ઉખાડીને ફેકી દ્યો તો પેટની ચરબી જરૂર ઉતરે છે અને જો પેટની ચરબી ઉતરે તો ઘણા રોગ માંથી બચી શકાય છે.
૧૩.એક સાથે ચાર વાનગી નહિ ખાવાની.દાળ-ભાત અથવા રોટલી-શાક ખવાય.
આટલું જો ધ્યાન રાખવામાં આવે તો ક્યારેક છ-બાર મહીને કોઈ તહેવાર કે પાર્ટીમાં તમે એન્જોય કરી શકો.
અને છેલ્લે વજન ઉતારવા માટે આત્મબળ બહુ જ જરૂરી છે.

 

ટૅગ્સ:

 
પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

મારી બારી

દીપક ધોળકિયા

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

Booksonclick.com

અડધો ગ્લાસ ભરેલો જોવો

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

arvindadalja.wordpress.com/

My little different Thoughts

ડૉ. સુધીર શાહ Dr. Sudhir Shah

સમય + સમજ + સંજોગ = સંતોષ Time + Understanding + Situation = Satisfaction

planetJV

colorful cosmos of chaos

"મધુવન"

ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

પાર્થેનીયમ

મારા શબ્દ..મારી વ્યથા.. મારી કવિતા..

%d bloggers like this: