RSS

Category Archives: ભજી લે ને ભગવાન,ભજનમાં..

ભજનો , આરતી , અને થાળ ..સરળ રાગોમાં, અને મંડળોમાં ગાઈ શકાય તેવાં ભજનો ની રમઝટ બોલાવો..

આરતી અને ત્યાર પછી ગવાતાં બે કીર્તન.


૧.  હરિ-હરા ની આરતી.

જય હરિ હરા,પ્રભુ જય હરિ હરા,

ગંગાધર ગિરીજાવર ઈશ્વર ઓમકારા ઓમ હર હર હર મહાદેવ.

વાઘામ્બર પીતામ્બર શિવ શ્યામે પહેર્યાં,

કમળ નયન કેશવને,શિવને ત્રિનયના  ઓમ હર હર હર મહાદેવ.

નંદી વાહન  ખગવાહન શિવ ચક્ર ત્રિશુલધારી,

ત્રિપુરારી મોરારી જય કમલાધારી ઓમ હર હર હર મહાદેવ.

વૈકુંઠ વસે વિશ્વંભર શિવ હર કૈલાસે,

હરિ કાળા હર ગોરા,તે તેને ભાસે ઓમ હર હર હર મહાદેવ.

રામને કાંધ ધનુષ,શિવ કાંધે ઝોળી,

રામને રીંછ ને વાનર,શિવજી ને ભૂત ટોળી ઓમ હર હર હર મહાદેવ.

ચંદન ચડે ત્રિકમ ને શિવ હર ભાસ્માંગે,

રમે રુદયે રાખ્યાં,ઉમિયા અર્ધાંગે ઓમ હર હર હર મહાદેવ.

કૌસ્તુભ મણી કેશવને શિવને રુંઢમાળા,

મુક્તાફળ મોહનને,શિવજીને સર્પ કાળા ઓમ હર હર હર મહાદેવ.

કેવડો વહાલો કેશવને,શિવજીને ધંતૂરો,

ત્રિકમ ને વ્હાલા તુલસી,શિવજીને બીલીપત્રો ઓમ હર હર હર મહાદેવ.

એ બે એક સ્વરૂપ અંતરમાં ધરશો,

હરિ હરાને ભજતાં જન્મ સફલ કરશો ઓમ હર હર હર મહાદેવ.

૨. જય કાના કાળા,પ્રભુ નટવર નંદલાલા,

મીઠી મોરલી વાળા,ગોપીના પ્યારા…..

કામણગારા કાન કમાન બહુ કીધાં,

માખણ ચોરી મોહન ચિત્ત ચોરી લીધાં ઓમ જય કાના કાળા…

નંદ યશોદા ઘેર વૈકુંઠ ઉતારી,

કાલીય મર્દન કીધાં,ગાયોને ચારી….

ગુણ તણો તુજ પાર કેમે નહિ આવે,

નેતી વેદ પોકારે ,પુનીત શુ ગાવે ?….

૩. સબ આરતી ઉતારો મેરે લાલન કી,

માત યશોમતી કરત આરતી,

ગીરીધર લાલ ગોપલાનકી…

કંસ નિકંદન જય જગવંદન,

કૃષ્ણ કૃપાલ દયાલનકી….

વ્રજ જન મિલી સબ મંગળ ગાવત,

છબી નીરખત નંદ લાલન કી…..

મોર મુકુટ પીતામ્બર સોહે,

મુખ પર લાલ ગુલાલનકી…..

કૃષ્ણ દાસ બલિહારી છબી પે,

કૃષણ કનૈયા બાલન કી….

૪. જય અંબે ગૌરી,મૈયા જય શ્યામા ગૌરી,

તુમકો નીસદીન ધ્યાવત, હરિ બ્રહ્મા શીવ રી…

માંગ સિંદુર બીરાજત ટીકો મૃગ મદકો,

ઉજ્જવલ સે દો નયના,ચંદ્રવદન નીકો….

કેસરી વાહન સાજે,ખડગ ખપ્પર ધરી,

સુરનર મુનિજન સેવત,સબકે દુઃખ હારી…

કાનન કુંડળ શોભિત,નાસાં ગજમોતી,

કોટિક ચંદ્ર દિવાકર રજત સમ જ્યોતિ….

શુંભ નીશુંમ્ભ વિદારે, મહિષાસુર ધાતી,

ધુમ્ર વિલોચન નાશિની,નીસ દિન મદ માતી….

ચંડ-મુંડ સંહારે,શોણિત બીજ હારે,

મધુ કૈટભ દો મારે,સૂર ભય હીન કરી….

બ્રહ્માણી રુદ્રાણી તુમ કમલા રાણી,

અગમ નિગમ જો બખાની,તુમ શિવ પટરાણી….

અષ્ટ ભુજા અતિ સોહે,ખડગ ખપ્પર ધારી,

મન વાંછિત ફલ પાવે,જો સેવે નર નારી….

શ્રી અંબાજી કી આરતી જો કોઈ જન ગાવે,

કહત શિવાનંદ સ્વામી,કૈલાસે જાવે….

( આરતી બાદ ગવાતું કીર્તન)

૧. હમારે ઘર..

આના હો ઘનશ્યામ હમારે ઘર કીર્તન મે.

આના સુંદર શ્યામ હમારે ઘર કીર્તન મે.

આપ હી આના સંગ રાધાજી કો લાના,

આકર  બંસી બજાના હમારે ઘર કીર્તન મે….

આપ હી આના સંગ અર્જુન જી કો  લાના,

ગીતા જ્ઞાન સુનાના હમારે ઘર કીર્તન મે… 

આપ હી આના સંગ દ્રૌપદી કો લાના,

આકર ચીર બઢાના હમારે ઘર કીર્તન મે….

આપ હી આના સંગ ગોપીઓ કો લાના,

આકર  રાસ રચના હમારે ઘર કીર્તન મે……

આપ હી આના સંગ નંદ જી કો લાના,

ગોકુલ મે ધૂમ મચાના હમારે ઘર કીર્તન મે….

૨.છોટો સો…

છોટી છોટી ગૈયા છોટે છોટે ગ્વાલ,

છોટો સો મેરો મદન ગોપાલ. 

કાલી કાલી ગૈયા,ગોરે ગોરે ગ્વાલ,

સાંવરો લાગે મેરો મદન ગોપાલ….

ઘાસ ખાયે ગૈયા દૂધ પીએ ગ્વાલ,

માખણ ખાયે મેરો મદન ગોપાલ….

છોટી છોટી લકુટી,છોટે છોટે હાથ,

બંસી બજાયે મેરો મદન ગોપાલ…

છોટી છોટી ગલીયા મધુબન બાગ,

રાસ રચાયે મેરો મદન ગોપાલ….

આગે આગે ગૈયા પીછે પીછે ગ્વાલ,

બીચમે સોહે મેરો મદન ગોપાલ..

Advertisements
 

ટૅગ્સ:

ભાવનાનું ભોજન -થાળ

પહેલા આપણે થાળ ધરાવશું પછી આરતી.

થાળ – ૧. 

જમવા આવો રે હો કાનુડા,

ના આવો તો મારાં સમ્મ…જમવા.

ઊના ઊના તે ઢેબરાં આપશું,

મે તો છાસ વઘારી છે છમ્મ….જમવા.

મહી,માખણ ને મીસરી આપશું,

તું ધીરો પડ,જરીક ખમ્મ….જમવા.

જળ જમુનાની ઝારી ભરાવશું,

ખાઈ -પી ને આંગણામા રમ્મ…..જમવા.

થાળ – ૨.(રાગ – જય જય સંતોષી માતા.)

આવજે તું આવજે,કાનુડા તું આવજે,

જમવા અમારે દ્વાર આવજે.

વાટલડી જોઉં છું, ઊભી છું બારણે,

કરવા હુ તારો સત્કાર..આવજે.

ભોજન તૈયાર છે, તારી  બસ વાર છે,

કરતો ના આવવાને વાર,,,,આવજે.

રૂડા ભોજનીયા ભાવે બનાવિયા,

ઠાર્યો છે મોહન થાળ…..આવજે.

કમોદના ભાત છે,સુરણ ની દાળ છે,

છમછમતો  કીધો વઘાર…..આવજે.

જમુના ના નીર છે,આંખડી અધીર છે,

મારે તે ઝુંપડે પધાર….આવજે.

સુંદર મુખવાસ છે,વરીયાળી ખાસ છે,

કરવાને મારો ઉદ્ધાર…..આવજે.

થાળ – ૩.( રાગ – લે કે પહેલા પહેલા પ્યાર)

જમવા આવોને ગોપાલ,પીરસી મેલ્યા મે તો થાળ,

પ્રેમે પૂજું તમારા ચરણ નંદલાલ…

તાજાં માખણ ના મે તો ઘૃત દીધાં તાવી,

ઘીમાં શેકીને મે તો લાપસી બનાવી,

તીખી તમતમતી છે દાળ,પ્રેમે કીધા મે તો વાલ….જમવા..

મોણ નાખીને મે તો પૂરી રે બનાવી,

દહીં ને ભીંડાની મે તો કઢી રે બનાવી.

ઊનો ફળફળતો છે ભાત,માંહી લવિંગની કમાલ….જમવા.

લીલી તુવેરો નાખી,રીંગણ બનાવ્યા,

મારવાડ દેશના મે તો મૂળા સમાર્યા,

રાયતાં,અથાણાં,સલાડ જમજો ધીરે ધીરે લાલ…જમવા..

ઝારીએ ગાળીને મુક્યાં યમુનાના પાણી,

પાન તણા બીડલાં લેજો સારંગપાણિ,

દેખી મુખ તો લાલમલાલ,આવે કાનુડા પર વ્હાલ….જમવા..

થાળ – ૪.( રમતો રમતો જાય,આજ મા નો ગરબો રમતો જાય ના રાગ પર)

હસતો હસતો ખાય,વા’લો મારો હસતો હસતો ખાય.

ભોજન જો ભાવે પીરસાય તો વા’લો મારો હસતો હસતો ખાય.

બેસવાને માટે રૂડા મંડપ ન માગતો,

મનનું આસન પથરાય તો વ્હાલો મારો…..

પાંત્રીસ પકવાન એને કશા નથી કામના,

પ્રેમથી જો રોટલો પીરસાય તો વ્હાલો મારો…

વિધ વિધ વાનગી ન જામે એતો ઠાઠથી,

ચટણી મા ચિત્ત પરોવાય તો વ્હાલો મારો….

મેવા મિષ્ટાન્ન ભલે મુક્યા હોય માન થી,

ભાવનાનું ભૈડકું રંધાય તો વ્હાલો મારો….

 કરમા નો  ખીચડો ને શબરી ના બોર સાથે,

વિદુર ની ભાજી આરોગાય તો વ્હાલો મારો….

જળની તે ઝારી અને મુખવાસ ન માગે,

નયનોથી નીર જો વહી જાય તો વ્હાલો મારો…

ભક્તિ-શ્રધ્ધા થી ઝટ રીઝે જદુરાયજી

ભક્તો જો ઘેલાં ઘેલાંથાય તો વ્હાલો મારો….

( આ થાળ માં “તો’ શબ્દ જ બહુ અર્થ-સભર છે માટે મને આ થાળ વધુ ગમે છે.)

 

ટૅગ્સ:

(સરળ ભજનો) ભાગ – ૨.

૭. ગુરુજી

ગુરુજી ના નામની હો માળા છે ડોકમાં,

પ્રભુજીના નામની હો માળા છે ડોકમાં.

ખોટું બોલાય નહિ,ખોટું સંભળાય નહિ,

ખોટું જોવાય નહિ હો માળા છે ડોકમાં.

ક્રોધ કદી થાય નહિ,નિંદા કરાય નહિ,

પરને પીડાય નહિ હો માળા છે ડોકમાં.

સુખમાં છલકાય નહિ,દુઃખમાં રડાય નહિ,

ભક્તિ ભુલાય નહિ હો માળા છે ડોકમાં.

સંઘરો કરાય નહિ,એકલા ખવાય નહિ,

ભેદભાવ થાય નહિ હો માળા છે ડોકમાં.

બોલ્યું બદલાય નહિ,ટેક ત્યજાય નહિ,

કંઠી લજવાય નહિ હો માળા છે ડોકમાં.

૮. રામ-લક્ષ્મણ ની વાર્તા.

કહું રામ લક્ષ્મણ ની વારતા,કહ્યું મત પિતાનું તેઓ માનતા.

એ તો હાથે ધનુષ બાણ ધરતા,કહ્યું મત પિતાનું તેઓ માનતા.

રજા દશરથ ના બાળ,માતા કૌશલ્યાના  લાલ,

એ તો ગુરુઓની આજ્ઞા પાળતા….

તોડ્યું ધનુષ ભરી,

ગયા ભૂપતિ હારી,

જનક રાજા સીતાને પરણાવતા……

આનંદ મંગળ વર્તાય,

કાલે રામરાજ થાય,

ત્યાં તો કૈકેયી વનવાસ અપાવતા….

લઇ લક્ષ્મણ જતિ,

સંગ સીતા સતી,

રામ રાજ્ય અયોધ્યાનું ત્યાગતા…..

રાખી હૈયામાં ધીર,

આવ્યા ગંગાને તીર,

રામ કેવટના રૂદિયાને ઠારતા…

કીધો ભારત મિલાપ,

ટાળ્યો એનો સંતાપ,

રામ પંચવટીમાં મઢી બાંધતા….

આવ્યો લંકા નરેશ,

આવ્યો સાધુને વેશ,

રામ મામા મારીચ ને મારતા….

ત્યાંથી ચાલ્યા રઘુરામ,

આવ્યા શબરીને ધામ,

પ્રેમે  એઠાં ને મીઠાં બોર ચાખતા….

રામ કરતાં વિલાપ,

થયો હનુમાન મિલાપ,

રામ દુષ્ટ એવા વાલિને મારતા….

દીધી લંકા બાળી,

ગયો રાવણ હારી,

રામ રાજ્ય વિભીષણ ને સોંપતા….

નંદુ મંગળ ગાયે,

સૌને આનંદ થાયે,

રામ રાજ્ય અયોધ્યામાં સ્થાપતા……

૯. બેંક મા ખાતું..( ગોરે ગોરે હાથોમે મહેંદી ના રાગ પર)

વહાલા તારી બેંકમાં ખાતું ખોલ્યું છે,જોજે ન એ બંધ થાય રે,

તારા તે નામનો વેપાર મારે હાથે વધતો જય રે.

તારે અનેક છે મારે તું એક છે,

વિશ્વબેંક તું છે મારા નામ તણો ચેક છે,

જેમ જેમ વાપરું ચેકને વટાવી,નાણું તો બમણું થાય રે……

શ્રદ્ધા ની સહી તારા ચેક ઉપર ચાલતી,

વાંધાભરી સહીથી બેંક નાણા ન આપતી,

સહીનો તપાસનાર,તીરછી નજરનો,છેતર્યો ન છેતરાઈ જાય રે….

રામભક્ત લેણદેણ ખુબ ખુબ રાખજે,

સંકટની સાંકળોને તોડી તું નાખજે,

તારું મને પીઠ બળ કાયમ મળે તો,રુદીયેથી ગાઉ ઉપકાર રે….

૧૦. કેટલું કમાણા…

જિંદગીમાં કેટલું કમાણા, હા રે જરા સરવાળો માંડજો.

સમજુ સજ્જન અને શાણા,હા રે જરા સરવાળો માંડજો.

મોટર વસાવી તમે બંગલા બંધાવ્યા,

ખુબ કર્યાં એકઠાં નાણા,હા રે જરા સરવાળો માંડજો…

ઉગ્યાથી આથમે ત્યાં ધંધાની ઝંખના,

થાપ્યા છે આમ તેમ પાણા ,હા રે જરા સરવાળો માંડજો…

ખાધું પીધું ને તમે ખુબ મોજમાણી,

તૃષ્ણા ના પુરમાં તણાણા,હા રે જરા સરવાળો માંડજો…

લાવ્યા’તા કેટલું ને લઇ જશો કેટલું,

આખર તો લાકડાં ને છાણા,હા રે જરા સરવાળો માંડજો….

ગોવિંદ ના નાથને જાણ્યા છે જેમણે,

સરવાળે મીંડા મંડાણા,હા રે જરા સરવાળો માંડજો….

( હવે પછીની પોસ્ટમાં “આરતી અને થાળ ” ) 

 

ટૅગ્સ:

સરળ ભજનો – ભાગ-૧.

ભજી લે ને ભગવાન ભજનમાં….

(રુડે ગરબે રમે છે દેવી અંબિકા રે ના રાગ ઉપરથી ગાવું.)

૧. દયાળુ દીનાનાથ..

હે દેવા વાળો દયાળુ દીના નાથ છે જો,

બધો દોરી સંચાર એના હાથ છે જો….

હે હરિ હેતે હજાર હાથે આપતો જો,

દીન માનવ  બે હાથે લેતા થાકતો જો…

એને વહાલા ન વેરી કોઈ અંતરે જો,

ભાવે ભક્તોના ભાર એ ઉપાડતો જો,

ભવ સાગરમાં નાવ એ તો તારતો જો….

માત તાત બંધુ સ્વજન સ્નેહી સૌ તણા જો,

શિર સમરથ સરકાર પછી શુ મણાં જો…

એ તો દાની શિરોમણી દાતાર છે જો,

દાસ કાજે ઉઘાડા એના દ્વાર છે જો…

એની દ્રષ્ટિ સમાન  સહુ ઉપરે  જો….

૨.  રામજી ની મૂર્તિ…

શ્રી રામજીની મૂર્તિ મારા મનમાં વસી રે,મારા મનમાં વસી રે,

આંખડી મળી ને માટી આંખ હસી રે..મારા મનમાં વસી રે..

હાથે ધનુષ અને ખભે છે કામઠા,

ભેટ બાંધીને એણે કેડે કસી રે,…મારા મનમાં વસી રે..

નયનો વિશાળ એના બાહુ વિશાલ છે,

છાતી  વિશાળ એની દરિયા સમી રે…મારા મનમાં વસી રે…

મુગટ મનોહર ને કાને છે કુંડળ,

ભાલે તિલક જાણે દિવ્ય શશી રે..મારા મનમાં વસી રે..

અંગે છે શ્યામ એ તો પુરણ કામ છે,

‘પુનીત’  વારી જાય હસી હસી રે…મારા મનમાં વસી રે…

૩. શબરી…     

     

( ઘમ્મર ઘમ્મર મારું વલોણું ગાજે…ના રાગ ઉપર થી ગાવું)

શ્રી રામ શ્રી રામ નામ શબરી જાપે,

રામ આવીને મારી નાવડી તારે.

વગડા તે વનમાં ઝુંપડી બનાવી,

ઉભી છે એકલી અલખ જગાવી,

દર્શન દેવાને ક્યારે આવે મારો રામ…રામ આવીને..

મોહ અને મમતા મનથી મુકીને,

પાર ઉતરવું પ્રભુ ને ભજીને,

સંગાથી છે  વાટનો તો સાચો એક રામ…રામ આવીને…

અંતરનો નાદ સુણી રામજી પધાર્યા,

નયનોના નીરથી ચરણો પખાળ્યા,

શબરી ના એઠાં બોર ખાયે મારો રામ…રામ આવીને…

સંતો કહે છે ભાવે ભજી લો ભગવાન ને,

ભૂલશો નહિ તમે રામ કેરાં નામ ને,

ભવસાગર થી પાર ઉતારે મારો રામ..રામ આવીને…

૪. શબરી..

 (‘ દે દી હમે આઝાદી બીના ખડગ બીના ઢાલ’ ના રાગ ઉપર થી ગાવું)

શબરી જુવે છે વાટ જપતી રહે એક નામ,

વનવન ફરી ફળ લાવતી મુખથી જપે શ્રી રામ,

દશરથ નંદન જય સીયારામ…

તે સમયે ત્યાં તો આવિયા લક્ષ્મણ જતિ ને રામ,

ચરણો મા ઝૂકીને પછી બોલી પડી ‘શ્રી રામ”,

બેસીને આસને પ્રભુ નીરખે છે ચારે કોર,

હરખે થી ઘેલી થઇ શબરી લાવી મીઠાં બોર…દશરથ…

ચાખીને બોર આપતી,ખાટા નહિ લાગે,

શ્રી રામ ખાતાં જાય અનેફરી ફરી માગે,

ભાવના ના ભૂખ્યા રામ બોર એઠાં એના ખાય,

શબરી બની પાવન પ્રભુની ‘દાસી’એ ગણાય…દશરથ…

તનમન મહી છે આત્મા,પરમાત્મા છે રામ,

અજ્ઞાની શોધે બ્હાર જ્યાં મળતા નથી ભગવાન,

શબરી જેવી  ભક્તિ થી પ્રભુ સીધા જ મળી જાય,

એઠું ખાનારો રામ પણ શબરી ના ગુણ ગાય …દશરથ…

૫. તુલસી મા..

( તું કાળી ને કલ્યાણી રે મા…ના રાગ ઉપર થી ગાવું)

તું લીલી ને ગુણકારી રે મા,જ્યાં જોઉં ત્યાં તુલસી મા,

તું તો  વૃંદા ને નામે ઓળખાણી રે મા,જ્યાં જોઉં ત્યાં તુલસી મા…

તને વૈષ્ણવોએ આંગણે ઉગાડી હો મા,જ્યાં જોઉં…..

તું તો ત્રીકમજી ને બાહુ વ્હાલી મારી મા, જ્યાં જોઉં….

તારે પાને ત્રીકમજી તોળાયા રે મા,જ્યાં જોઉં….

તું તો વિષ્ણુ ના નામમાં વણાઈ મોરી મા,જ્યાં જોઉં….

તારા મણકાની માળા કંઠે ધારી મારી મા,જ્યાં જોઉં…

તને મુખમાં ધરવાથી મોક્ષ થાય મારી મા,જ્યાં જોઉં…

તારા સેવન થી રોગ દુર થાય તુલસી મા,જ્યાં જોઉં…

૬. તુલસીક્યારો..

જેના આંગણામાં તુલસી નો ક્યારો,

વસે કાયમ ત્યાં નંદ નો દુલારો,

ન આવે કોઈ રોગ નઠારો,

વસે કાયમ  ત્યાં નંદ નો દુલારો….

થાય કીર્તન જે ઘેર,ત્યાં વહાલાની મહેર,

કદી આવે ના દુઃખ નો વારો…વસે….

હોય ભક્તિમાં મન, રાખે સારું વર્તન,

જેના રુદિયે રહે છે સંસ્કારો…વસે…

સદા સાચવે ધરમ,ત્યાં કદી આવે ન યમ,

સદા કરજો અતિથી સત્કારો…વસે …

નાખે ગાયોને ઘાસ, તેનો વૈકુંઠમાં વાસ,

તેને દેવો ય આપે આવકારો…વસે…

કરી તિલક કપાળ,રાખે તુલસી ની માળ,

કરે કૃષ્ણ અને રામ ના ઉચ્ચારો…વસે…

( મારાં મા અને માસી ની વર્ષો જૂની ડાયરીનાં પાનામાંથી.)

 ૭. ગુરુજી

ગુરુજી ના નામની હો માળા છે ડોકમાં,

પ્રભુજીના નામની હો માળા છે ડોકમાં.

ખોટું બોલાય નહિ,ખોટું સંભળાય નહિ,

ખોટું જોવાય નહિ હો માળા છે ડોકમાં.

ક્રોધ કદી થાય નહિ,નિંદા કરાય નહિ,

પરને પીડાય નહિ હો માળા છે ડોકમાં.

સુખમાં છલકાય નહિ,દુઃખમાં રડાય નહિ,

ભક્તિ ભુલાય નહિ હો માળા છે ડોકમાં.

સંઘરો કરાય નહિ,એકલા ખવાય નહિ,

ભેદભાવ થાય નહિ હો માળા છે ડોકમાં.

બોલ્યું બદલાય નહિ,ટેક ત્યજાય નહિ,

કંઠી લજવાય નહિ હો માળા છે ડોકમાં.

 ૮. રામ-લક્ષ્મણ ની વાર્તા.

કહું રામ લક્ષ્મણ ની વારતા,કહ્યું મત પિતાનું તેઓ માનતા.

એ તો હાથે ધનુષ બાણ ધરતા,કહ્યું મત પિતાનું તેઓ માનતા.

રજા દશરથ ના બાળ,માતા કૌશલ્યાના  લાલ,

એ તો ગુરુઓની આજ્ઞા પાળતા….

તોડ્યું ધનુષ ભરી,

ગયા ભૂપતિ હારી,

જનક રાજા સીતાને પરણાવતા……

આનંદ મંગળ વર્તાય,

કાલે રામરાજ થાય,

ત્યાં તો કૈકેયી વનવાસ અપાવતા….

લઇ લક્ષ્મણ જતિ,

સંગ સીતા સતી,

રામ રાજ્ય અયોધ્યાનું ત્યાગતા…..

રાખી હૈયામાં ધીર,

આવ્યા ગંગાને તીર,

રામ કેવટના રૂદિયાને ઠારતા…

કીધો ભારત મિલાપ,

ટાળ્યો એનો સંતાપ,

રામ પંચવટીમાં મઢી બાંધતા….

આવ્યો લંકા નરેશ,

આવ્યો સાધુને વેશ,

રામ મામા મારીચ ને મારતા….

ત્યાંથી ચાલ્યા રઘુરામ,

આવ્યા શબરીને ધામ,

પ્રેમે  એઠાં ને મીઠાં બોર ચાખતા….

રામ કરતાં વિલાપ,

થયો હનુમાન મિલાપ,

રામ દુષ્ટ એવા વાલિને મારતા….

દીધી લંકા બાળી,

ગયો રાવણ હારી,

રામ રાજ્ય વિભીષણ ને સોંપતા….

નંદુ મંગળ ગાયે,

સૌને આનંદ થાયે,

રામ રાજ્ય અયોધ્યામાં સ્થાપતા……

 ૯. બેંક મા ખાતું..( ગોરે ગોરે હાથોમે મહેંદી ના રાગ પર)

વહાલા તારી બેંકમાં ખાતું ખોલ્યું છે,જોજે ન એ બંધ થાય રે,

તારા તે નામનો વેપાર મારે હાથે વધતો જય રે.

તારે અનેક છે મારે તું એક છે,

વિશ્વબેંક તું છે મારા નામ તણો ચેક છે,

જેમ જેમ વાપરું ચેકને વટાવી,નાણું તો બમણું થાય રે……

શ્રદ્ધા ની સહી તારા ચેક ઉપર ચાલતી,

વાંધાભરી સહીથી બેંક નાણા ન આપતી,

સહીનો તપાસનાર,તીરછી નજરનો,છેતર્યો ન છેતરાઈ જાય રે….

રામભક્ત લેણદેણ ખુબ ખુબ રાખજે,

સંકટની સાંકળોને તોડી તું નાખજે,

તારું મને પીઠ બળ કાયમ મળે તો,રુદીયેથી ગાઉ ઉપકાર રે….

 ૧૦. કેટલું કમાણા…

જિંદગીમાં કેટલું કમાણા, હા રે જરા સરવાળો માંડજો.

સમજુ સજ્જન અને શાણા,હા રે જરા સરવાળો માંડજો.

મોટર વસાવી તમે બંગલા બંધાવ્યા,

ખુબ કર્યાં એકઠાં નાણા,હા રે જરા સરવાળો માંડજો…

ઉગ્યાથી આથમે ત્યાં ધંધાની ઝંખના,

થાપ્યા છે આમ તેમ પાણા ,હા રે જરા સરવાળો માંડજો…

ખાધું પીધું ને તમે ખુબ મોજમાણી,

તૃષ્ણા ના પુરમાં તણાણા,હા રે જરા સરવાળો માંડજો…

લાવ્યા’તા કેટલું ને લઇ જશો કેટલું,

આખર તો લાકડાં ને છાણા,હા રે જરા સરવાળો માંડજો….

ગોવિંદ ના નાથને જાણ્યા છે જેમણે,

સરવાળે મીંડા મંડાણા,હા રે જરા સરવાળો માંડજો….

 

 

ટૅગ્સ:

જય કન્હૈયાલાલ કી…બે નવા ભજનો.


(દિલ  લૂટને વાલે જાદુગર ના રાગ ઉપર આધારિત ભજન)

૧-

ગોકુળમાં ગાયો ચારી હતી એ વાત જગતમાં જાહેર છે.

મન મોહન તારું નામ હતું ,એ વાત જગતમાં જાહેર છે.

મથુરાની જેલમાં જન્મ્યા હતા,ગોકુળની ગલીઓમાં રમ્યા હતા.

મટકીના માખણ ચોર્યા હતા,તે વાત જગતમાં જાહેર છે….

મામા-માસી ને માર્યા તમે, કાલીય  નાગને  નાથ્યો તમે,.

કુબ્જાનું ચંદન લીધું તમે , એ વાત જગતમાં જાહેર છે….

વનરાવન રાસ રચાવ્યો તમે,ગોપીએ હૈયે વસાવ્યો તને,

બંસી નો નાદ સુણાવ્યો તમે, એ વાત જગતમાં જાહેર છે….

કદંબની ડાળે છુપાયા તમે,ગોપીના વસ્ત્રો ઉપાડ્યા તમે,

માટીનું ઢેફું ખાધું તમે, એ વાત જગતમાં જાહેર છે….

૨-

 (હવેનું ભજન” શ્રી કૃષ્ણ શરણં મમ” ના રાગ ઉપર આધારિત છે.)

આ ભજનો મારા માસી “કૃષ્ણા માસી” ગાય, હુ લખતી જઉં અને ઝીલતી જઉં.તમે પણ રમઝટ બોલાવો.

મહી-માખણ નો ચોર કન્હૈયો,

વ્રજમાં કરતો શોર કન્હૈયો,

યમુના તટ પર ગાયો ચરાવે,

સહુના મનનો મોર કન્હૈયો…….શ્રી કૃષ્ણ શરણં મમ.

દુષ્ટો નો છે કાળ કન્હૈયો,

ભક્તોનો રખવાળ કન્હૈયો,

વ્રજ આખામાં ધૂમ મચાવે,

સહુને ગમતો બાળ કન્હૈયો…..શ્રી..

ગોવાળોનો યાર કન્હૈયો,

સૌને કરતો પ્યાર કન્હૈયો,

હાક મારતા દોડી આવે,

હરપળ છે તૈયાર કન્હૈયો…..શ્રી..

વાંસળીનો  વહેનાર  કન્હૈયો,

સુરો  રેલવનાર  કન્હૈયો,

વાસ તણા ટુકડામાં કેવા,

પ્રાણોનો ફૂક્નાર કન્હૈયો…શ્રી..

સગુણ રૂપ સાકાર કન્હૈયો,

ગીતાનો ગાનાર કન્હૈયો,

બની સારથિ જીવન રથનો,

સહુને જાળવનાર કન્હૈયો…શ્રી…

 

ટૅગ્સ:

 
પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

મારી બારી

દીપક ધોળકિયા

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

Booksonclick.com

અડધો ગ્લાસ ભરેલો જોવો

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

arvindadalja.wordpress.com/

My little different Thoughts

ડૉ. સુધીર શાહ Dr. Sudhir Shah

સમય + સમજ + સંજોગ = સંતોષ Time + Understanding + Situation = Satisfaction

planetJV

colorful cosmos of chaos

"મધુવન"

ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

પાર્થેનીયમ

મારા શબ્દ..મારી વ્યથા.. મારી કવિતા..

%d bloggers like this: