RSS

Category Archives: મારી પરિવાર યાત્રા

મારી જીવનયાત્રામાં

જોયેલા…જાણેલા…

અને જતન કરીને જાળવેલાનું

શબ્દરૂપ એટલે…..

એક એક ફૂલ લઇ સોયમાં પરોવું ને

અંતરમાં એક એક પાંખડીઓ ખુલે,

આતો સ્મરણોના ફૂલ,એમાં હોય નહી શુલ,

એવા નવરંગી ફૂલોની માળાઓ ઝૂલે,

મારા મનના હિંડોળે..

શું લખું?!

kan kan me bhagvan

 

શું લખું?! હું શું લખું?!

આ સારું છે,આ ખરાબ,

આ રાબ કે શરાબ,

આ સાચું છે,આ ખોટું,કોઈનું મન નથી રે મોટું?!

આ સ્વાર્થ છે, આ પ્રેમ,કોઈ ભેદ ન જાણું કેમ?!

આ વિશ્વાસ છે,આ છલ,વધ્યો જાય છે પલ પલ,

હવે બસ, આ બધા માપદંડોથી પર થવું છે,

કોઈ નિરાળા સમાજમાં જવું છે….

 

 

Advertisements
 

કેટલી વાર વિદાય?

આગમન

coming home

આ પિયરનાં ઝાડવાં ય ઠંડક દઈ જાય,

હજી સામાન બાંધુ  છું ત્યાં તો પિયર દેખાય,

હૈયામાં માવતર ની મીઠપ છલકાય.

ભલે પિયરમાં ગમે એટલા દિવસ રહેવાય,

પણ ‘મા’ના હૈયાને કદી સંતોષ ન થાય !

ગમન

greetings_and_goodbyes_by_aimeelikestotakepics

આખર પાછા ફરવા નો સમય આવી જ જાય,

ત્યારે આગમન નો આનંદ સાવ ઓસરી કાં જાય!

જાણતાં જ હોઈ કે જવાનું તો છે જ ,છતાં

આંખોમાં અઢળક આંસુંડાં ઉભરાય.

માતા નું મન અને  આંગણું ને  ઓરડા,

ખાલી ખાલી એમાં પડઘા સંભળાય.

દીકરીને કેટલી વાર વિદાય કરાય???

 

ટૅગ્સ:

बचपन के दिन याद आते है….बहोत इस बुढापेमें.

juni mumbai

ઓસ્ટ્રેલિયાથી પાછી ઈન્ડિયા આવવા નીકળવાની હતી એના બે દિવસ અગાઉ મને મારાં પાંચ-થી કરીને બાર તેર વર્ષના બાળપણના દિવસો આજે ય ૬૦ વર્ષે ય યાદ આવી ગયા.

તે સમયે મારું મોસાળ મુંબઈ,અને અમે અમદાવાદ રહેતા.મારા મામા-મામી એટલાં પ્રેમાળ કે અમને ભાઇ-બહેનોને દર વેકેશનમાં મુંબઈ જ જવાનું મન થાય.અને આખું વેકેશન મુંબઈમાં રહીએ,હરીએ,ફરીએ,ખાઈએ,પીએ,કેરીની મજા માણીએ.મારા મામાના બે દીકરા,અને અમે બધા સરખે સરખા એટલે બહુ જ મજા કરીએ.

અમે જ્યારે અમદાવાદથી મુંબઈ રાત્રે જનતામાં નીકળીએ ત્યારથી એકસાઈટ હોઈએ.અને સામે પક્ષે પણ એમ જ હોય.સવારે પાંચ-સાડાપાંચે સેન્ટ્રલ પહોંચીએ અને મામાનું આખું ઘર અમને સ્ટેશને લેવાં ઉભું જ હોય,અને તેમાં કોણ કોણ આવ્યું છે એ જોવા અમે બારી પર ખેંચાઈને જોતાં હોઈએ.અમે ઉતરીએ ત્યારે બધાં જ ભારે હોંશમાં હોય.

પણ…આખું વેકેશન મજા કરીને જ્યારે અમદાવાદ પાછા જવાનો વખત થાય ત્યારે!

એ જ રીતે આખું ઘર અમને મુકવા આવે,સાથે ખૂબ નાસ્તા ટીમણ હોય,મામા મામીએ ખીસ્સામાં  રૂપિયા આપ્યા હોય, છેલ્લી સલાહ સૂચનાઓ હોય અને…..ગાડી ઉપડે ત્યારે બધાંની આંખો છલકાતી હોય. એવી જ મિલન અને વિદાયની લાગણીઓ આજે ય અનુભવીએ છે એનો અર્થ એ જ કે લાગણીઓ હંમેશા લીલી ને લીલી જ રહે છે.અને વયસ્ક લોકો બાળપણાની આવી  યાદોમાંથી નવો પ્રાણવાયુ મેળવે છે.

 

ટૅગ્સ:

થોડામાં ઘણું…માટીના કુંડામાં લીલપ ઉગાડીએ.

buket

કેમ માટીનું જ કૂંડું  આપણે છોડ ઉછેરવા પસંદ કરીએ છીએ ? કેમ કે,માટી ઠંડી છે,અને તેમાં પાણી રેડવાથી તે વધુ ભીની અને પોચી બને છે.તેમ જ

 વચ્ચે  વચ્ચે ખાતર  ઉમેરવાથી  તે વધુ ફળદ્રુપ બને છે અને તેમાં વાવેલાં બીજ અંકુર થઈને લીલોછમ્મ છોડ બને છે.

એમ જ પોતાના બાળકનું પણ છે.એને લીલોછ્મ્મ લહેરાતો છોડ બનાવવા માટે,

-માતા પિતાએ શીતળતા રૂપી કૂંડું,

-સાદગી અને ઉચ્ચ ગુણવત્તાના બીજ,

-પ્રેમ અને માત્ર પ્રેમ તથા વિશ્વાસ નું પાણી,

-થોડોક જ તડકો અને ઘણો છાંયડો દેખાડી,

-આનંદ અને કીલ્લોલના વાતાવરણ રૂપી ખાતર પૂરું પાડી શકો તો,

જોજો એક ચમત્કાર તમારી નરી આંખે, તમારા જ  આંગણામાં !

 તમારા સંસાર ના બગીચાનો છોડ ઉંચે મસ્તક લહેરાશે અને ભવિષ્યમાં બીજાનો પણ છાંયડો બનશે.

પણ એને ઉછેરવો કે કરમાવવો એ બંને તમારા જ હાથમાં છે.

 

ટૅગ્સ:

આમ તે જવાય કાંઈ ?! પ્રિય મિત્ર ને પ્રેમાંજલિ

1727908-herbs-on-foundation-seen-in-frond-of-hindu-s-home

હે પ્રિય મિત્ર !

આમ તે જવાય કાંઈ ?!

મારા પાછા આવવાની રાહ પણ ન જોવાય કાંઈ ?!

આમ તે જવાય કાંઈ ?!

મારી ને તમારી વચ્ચે હવે તો  એક જનમ નું છેટું પડી ગ્યું,

હું ય જાણું છું એટલું કે,તમે જ્યાં જઈ બેઠા છો ત્યાંથી હવે પાછા ફરાય કાંઈ ?!

હે પરમ મિત્ર !

આમ સાવ જ અચાનક મને એકલી મુકીને,તમે જ્યાં છો ત્યાં તમને સોરાય કાંઈ ?!

હે મારા પ્રિય મિત્ર આમ તે જવાય કાંઈ ?!

આમ તો ન જ જવાય કાંઈ.

મારા પાછા ફરવાની રાહ તો જરૂર જોવાય નહિ ?!

 

ટૅગ્સ:

લગ્ન ગીતો.(મંડપમૂરતના ગીત)

મંડપમૂરત ના ગીત.

(હવે અહિયાં તમારે ઘરે આવેલા જમાઈઓ ,મોટા દીકરાઓ અને તેમની વહુઓના નામ લઈને ગાણું આગળ વધારવાનું છે.મે લખેલાં નામ કાલ્પનિક છે.)

૧-માંડવડો રોપાવો.

માંડવડો રોપાવો મોટે ઘેર,

ચીર ના ઉલેચો મારે માંડવે હો માણારાજ.

મારે તે માંડવ એડવોકેટોના રાજ,

એડવોકેટ  આવે રે મારે માંડવે રે માણારાજ,

એડવોકેટ છે મારે રેખા વહુના કંથ,

નીહારભાઈ આવે ને સાજન શોભશે રે માણારાજ…

મારે તે માંડવ એન્જીનીયરોના રાજ,

એન્જીનીયરો આવે રે મારે માંડવે રે માણારાજ,

એન્જીનીયરો છે મારે સુષમાવહુના કંથ,

સુરેશભાઈ આવે તો સાજન શોભશે રેમાણારાજ…

મારે તે માંડવે ડોકટરીયાના રાજ,

ડોકટરિયો આવે રે મારે માંડવે રે માણારાજ,

ડોકટરીયો છે મારે વિશ્વાવહુનો કંથ,

વિકાસભાઈ આવે તો સાજન શોભશે રે માણારાજ…

(નામ કાલ્પનિક છે. તમારા ઘરના દીકરા કે દીકરી જેના લગ્ન હોય તેના નામ લખવા.આમાં કુટુંબના તમામ સગાંઓની હાજરીને સરસ ઉપમા આપીને વર્ણવી છે.આ ગીત ખૂબ ગરવું ગીત છે.)

૨- નાણાવટી રે સાજન…

નાણાવટી રે સાજન બેઠું માંડવે,

લાખોપતિ રે સાજન બેઠું માંડવે.

જેવા ભરી સભાના રાજા,

એવા નીરજભાઈ ના દાદા..નાણાવટી રે…

જેવી મઘમઘતી ફૂલવાડી,

એવી નીરજભાઈની માડી..નાણાવટી રે..

જેવા હાર માંહ્યલા હીરા,

એવા નીરજભાઈના વીરા..નાણાવટી રે…

જેવી મોગરાની વેણી,

એવી નીરજભાઈની બ્હેની..નાણાવટી રે….

જેવા સરવરપાળે આંબા,

એવા નીરજભાઈના મામા..નાણાવટી રે…

જેવી ચાંદની મા અગાશી,

એવી નીરજભાઈની માશી..નાણાવટી રે…

જેવા કિનખાબ માંહ્યલા તાકા,

એવા નીરજભાઈના કાકા..નાણાવટી રે…

જેવા મોતી ભરેલા ખોબા,

એવા નીરજભાઈના ફૈબા..નાણાવટી રે…

૩- લાલ લાલ વાંસનાં માંડવડા.

કોઈ લાલ લાલ વાંસના માંડવડા બંધાવો,

કોઈ લીલી પીળી ભાતના ચંદરવા બંધાવો,

આજ શુભ દિન આવ્યો મારેઆંગણીયે….

કંકુ છાંટીને મે તો લખી રે કંકોતરી,

ગણેશ સાથે મારી અંબામાને નોતરી,

આજે લગન લીધાં છે મારે આંગણીયે…

સાવ રે સોનાની મે તો ટીલડી ઘડાવી,

નવ નવ રત્નોથી એને રે જડાવી,

પહેરી લાડલી બેની જાશે એને સાસરિયે….

મોર પોપટની ભરેલ મે તો ચૂંદડી,

એના પાલવડે કેવી ચમકે છે ટીલડી,

પ્હેરી લાડલી બેની જાશે એને સાસરિયે…

૪- લગન નો માંડવો.

લગન નો માંડવો શણગાર્યો ચારે કોર રે,

મંગલ ગીતોનો ગુંજે છે શોર રે…

સાજન માજન માંડવે શોભી રહ્યું,

જાનડિયું ને કંઠે ગીત શોભી રહ્યું,

આજે બંધાશે પ્રીતિ નો દોર રે….

 

ટૅગ્સ:

હસો ભાઈ હસો..


૧.

ડોક્ટર,” જ્યારે તમને ટાઢિયો તાવ આવે છે ત્યારે તમારા દાંત કચકચે છે ?”

દર્દી,” એ તો કેમ ખબર પડે દાક્તર સાહેબ,મારા દાંત તો એ વખતે ડબ્બીમાં હોય.!”

૨.

ડોક્ટર પહેલા કહે છે કે,કામ જરાય ન કરો,પુરતો આરામ જ કરો અને પછી તે બિલ એવું પકડાવશે કે કામ કરીકરીને ડુચો નીકળી જાય.

૩.

“અમારા વૈદ તો  નાડી જોઈને દવા આપે છે.”

“એમ ! અમારા ડોક્ટર તો ગજવા જોઈને દવા આપે છે.”

૪.

દાદી  એની પૌત્રી ઈશાને  ખોળામાં બેસાડી ગીત શીખવાડતી હતી.

દાદી,”એક વાર હુ ને મીરાં મથુરામાં ગ્યા’તાં”,

દાદી,” ચલો હવે તમે ગાઓ તો બેટા “.

ઇશા,”એકવાર તમે ને મીરાં મથુરામાં ગ્યા’તાં”.

હા હા હા હા હા …..

૫.

૫.

“ડૉ.શેઠ સૌથી સારા ડોક્ટર છે.”

“કઈ રીતે?”

” હુ ખુબ માંદો પડ્યો ત્યારે ડૉ.મહેતાને બોલાવ્યા.એમણે મને દવા આપી,પણ દરદ વધ્યું.પછી મેં ડૉ.પંડ્યાને બોલાવ્યા.એમણે પણ મને દવા આપી.પણ દરદ ઘણું વધ્યું.છેવટે મેં ડૉ.શેઠ ને બોલાવ્યા.અને હુ સાજો થઇ ગયો.”

“કારણ?”

“કારણ કે તેઓ આવ્યાં  જ નહિ.”

હા હા હા હા હા ….

૬.

દર્દી,”ડોક્ટર સાહેબ,કોઈ એવી દવા મને આપો કે મારા બધાં દરદ ભાગી જાય,હુ ફરી કદી માંદો જ ન પડું.”

ડોક્ટર,”એ કામ દવાથી નહિ થાય,મારું બિલ આવશે એટલે એમાં બધું જ આવી જશે.”

૭.

હકીમ : ” મુલ્લાં, તમે બહુ કમજોર થઇ ગયા છો.તબિયત ઠીક નથી લાગતી.મારા દવાખાને કેમ નથી આવતા?”

મુલ્લાં: ” હકીમ સાહેબ,આ હાલતમાં કઈ રીતે આવી શકું ? થોડો ઠીક થઈશ એટલે આવીશ.”

૮.

” એલા ! ભઈ, આ ટમેટો કેચઅપ માં તો કોળું જ વધારે લાગે છે.”

” ના સાહેબ,ફીફ્ટી ફીફ્ટી છે.”

“એટલે ?”

” સાહેબ,એક ટમેટા દીઠ એક કોળું- ફીફ્ટી ફીફ્ટી !”

૯.  દતુ પોતાનો મોબાઈલ કબ્રસ્તાનમાં જઈ નાનો ખાડો ખોદી દફ્નાવતો હોય છે ત્યાં
કબ્રસ્તાનમાં નો રખેવાળ:”ઓયય…શું કરે છે   ત્યાં?”
દતુ:”મારો મોબાઈલ દાટુ છું”
રખેવાળ(નર્યા અચરજથી):  “પણ કેમ?”
દતુ:”મોબાઈલ રેપીરીંગવાળા મારા મિત્રે મને કહ્યું મારો મોબાઈલ DEAD થઇ ગયો છે.”

૧૦. – ઈતિહાસના અધ્યાપકે દતુને પુછ્યું કે: દુનિયામાં કેટલા દેશ છે?

દતુ: અરે સાહેબ, આ દુનિયામાં માત્ર એક જ દેશ છે, જેનું નામ છે ઈન્ડિયા…..

બાકી બધા વિદેશ છે.

૧ ૧-       મનજી માસ્તર: બોલ દતિયા એક ખાટલા ઉપર ત્રણ અને નીચે ચાર જણા બેઠા હોય તો કુલ કેટલા જણા બેઠા કહેવાય .

૧૨.

અંગ્રેજીના પ્રાધ્યાપક:”બોલ દતુ આ કયો કાળ(tense ) કહેવાયહું નાચી રહ્યો છું,તું પણ નાચી રહ્યો છો,તેણી પણ નાચી  રહી છે, આપણે સહુ નાચી રહ્યા છીએ..”

દતુ:”MUJRA Continous Tense”

૧૩.

જયારે એલેકઝાંડર ગ્રહેમબેલ એ પેલી વાર તેમનો ફોન વાપર્યો.
ત્યારે તેને જોયું તો તેમાં રજનીકાંત ના બે મિસ કોલ હતા.

૧૪.

“તેણે એની આગળ પરણવાનો પ્રસ્તાવ મૂકેલો. પણ પેલીએ ના પાડી દીધી.”
“પછી ?”
“એ બંને સુખેથી રહ્યાં.”

૧૫.

જુદા જુદા વ્યવસાયના પુરુષોની પત્નીઓ એમના પતિઓને વઢે ત્યારે
કેવા શબ્દો બોલે…?

પાઈલટની પત્ની….હવામાં જ ઊડ્યા કરો તમે….
મિનિસ્ટરની પત્ની….તમારા વચનો ક્યારેય પૂરા થાય છે ખરા?….

શિક્ષકની પત્ની….મને નહીં શીખડાવો….
રંગારીની પત્ની….થોબડું રંગી નાખીશ….
ધોબીની પત્ની….બરાબરની ધુલાઈ કરી નાખીશ….
સુથારની પત્ની….ઠોકીને સીધા કરી દઈશ….
તેલના વેપારીની પત્ની…તો તેલ લેવા જાવ….
દરજીની પત્ની….મારું મોઢું સીવ્યું તો યાદ રાખજો….

 

૧૬. તેને અનિંદ્રાની એટલી ભયંકર તકલીફ થઇ ગઈ છે કે,ઓફિસમાં પણ તે હવે ઉંઘી નથી શકતો.

૧૭. ડોક્ટર: ” તમારા પગે હજી સોજા છે,પણ મને એમાં ચિંતા જેવું  બહુ  નથી લાગતું.”

દર્દી:”સાહેબ,આપના પગે સોજા હોય તો મને પણ ચિંતા જેવું લાગે નહિ.”

૧૮.  એંશી વરસના દાદીમાનો પગ ભાંગી જતાં ડોક્ટરે પ્લાસ્ટર બાંધ્યું અને દાદર ચડવા-ઉતરવાની સખત મનાઈ કરી.બે મહિના પછી પ્લાસ્ટર ખોલીને જોયું તો માજીને સાવ રૂઝ આવી ગયેલી લાગી.એટલે ડોક્ટરે માજીને દાદરા ચડવા-ઉતરવાની  છૂટ આપી.

“હા…………..શ………ભઈલા ! ભગવાન તારું ભલું કરે.બાથરૂમની પાઈપ પકડીને ચડ-ઉતર કરીને તો હુ થાકી ગઈ.”

 

ટૅગ્સ:

 
પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

મારી બારી

દીપક ધોળકિયા

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

Booksonclick.com

અડધો ગ્લાસ ભરેલો જોવો

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

arvindadalja.wordpress.com/

My little different Thoughts

ડૉ. સુધીર શાહ Dr. Sudhir Shah

સમય + સમજ + સંજોગ = સંતોષ Time + Understanding + Situation = Satisfaction

planetJV

colorful cosmos of chaos

"મધુવન"

ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

પાર્થેનીયમ

મારા શબ્દ..મારી વ્યથા.. મારી કવિતા..

%d bloggers like this: