RSS

Category Archives: મે ગાયાં તે ગીત.

હું અમદાવાદ આકાશવાણી પર લગભગ ૧૯૭૧ ની સાલથી પ્રોગ્રામ આપતી..તે સમયે ત્યાના સ્ટેશન-ડાયરેક્ટર શ્રી રસિકભાઈ ભોજક હતા.તેમના માર્ગદર્શનનો મારી પ્રગતિમાં મોટો ફાળો છે.
૧૯૭૩માં લગ્ન બાદ મારી ટ્રાન્સ્ફર વડોદરા આકાશવાણી પર થઇ ત્યારે ત્યાં શ્રી જયદેવભાઈ ભોજક ના પ્રોત્સાહન અને માર્ગદર્શન હેઠળ મેં ૧૯૯૬ સુધી ‘સુગમ સંગીત’ના પ્રોગ્રામ આપ્યા.
આ વિભાગમાં આજે મેં ગયેલા અને મારી પસંદના કેટલાક ગીતો મુકવાનું મને મન થયું અને ગીત લખતા લખતા સ્વરોના દરવાજા ખુલતા ગયા,રાગ યાદ આવતા ગયા.

Vocaroo Voice Message(એક વરસાદી ગીત)

sailing-2

Vocaroo Voice Message.

કવિ=રમેશ જાની

સ્વર=હર્ષા વૈદ્ય.

ઉજળો ઉજળો વરસે મેહ,ભીંજતે દેહ ચલો સંગે નીસરીએ.

ભીની ભીની તે બપોર

કે કોરી રુદિયા કેરી કોર,

જરા અમથીક ભીંજવીએ……ચલો સંગે નીસરીએ.

ઝુકી ઝુકી પાંપણ આજ,

કે છોડી દઈ મલાજો લાજ,

નજરું ભરીને વરસીએ…ચલો સંગે નીસરીએ.

Advertisements
 

ટૅગ્સ:

ઓ શ્યામ ! (મહેશ સોલંકી ની શબ્દ રચના)

હું અમદાવાદ આકાશવાણી પર લગભગ ૧૯૭૧ ની સાલથી પ્રોગ્રામ આપતી..તે સમયે ત્યાંના સ્ટેશન-ડાયરેક્ટર શ્રી રસિકભાઈ ભોજક હતા.તેમના માર્ગદર્શનનો મારી પ્રગતિમાં મોટો ફાળો છે. ૧૯૭૩માં લગ્ન બાદ મારી ટ્રાન્સ્ફર વડોદરા આકાશવાણી પર થઇ ત્યારે ત્યાં શ્રી જયદેવભાઈ ભોજક ના પ્રોત્સાહન અને માર્ગદર્શન હેઠળ મેં ૧૯૯૬ સુધી ‘સુગમ સંગીત’ના પ્રોગ્રામ આપ્યા. આ વિભાગમાંઆજેમેંગાયેલાં,કેટલાંક મેં કમ્પોઝ કરેલાં, અને મારી પસંદના કેટલાંક ગીતો મુકવાનું મને મન થયું અને ગીત લખતાં લખતાં સ્વરોના દરવાજા ખુલતા ગયા,અને રાગ યાદ આવતા ગયા.

૧. ઓ શ્યામ…

ઓ શ્યામ ! તમે તો સમય સરોવર,અમે ઘડીની  માછલીઓ,

ઓ શ્યામ! તમે તો સભર શ્રીફળ ને ,અમે તૂટેલી કાચલીઓ.

ઓ શ્યામ! તમે તો ફૂંક સુરની,અમે વિધાયેલ વાંસળીઓ,

ઓ શ્યામ! તમે તો સૌરભ મીઠી ને અમે ફૂલની પાંખડીઓ.

ઓ શ્યામ! તમેતો ગગન ગહન ,અમે વિહારી વાદળીઓ,

ઓ શ્યામ! તમે તો સુર-કિરણ ને અમે ઉજાગર આંખડીઓ.

૨. વહાલમ….

 રાત દિવસનો રસ્તો વ્હાલમ,નહિ તો ખૂટે કેમ?

તમે પ્રેમની વાતો કરજો,અમે કરીશું પ્રેમ…

તમે રેતી કે હથેળી ઉપર,

લાખો તમારું નામ,

અમે એટલા ઘેલા ઘાયલ,

નહિ નામ કે ઠામ .

તમને તો કોઈ કારણ,અમને નહિ બહાના ,નહિ વેણ……

તમને વાદળ,ધુમ્મસ વહાલાં,

અમને ઉજળી રાત,

અમે તમારા ચરણો ચૂમી,

થઈએ પારીજાત.

અહો! આંખથી  ગંગા જમુના,વહે એમની એમ…..

 

ટૅગ્સ:

રમેશ પારેખ ની એક સરસ રચના -(સ્વર્ગ) 

 

 

આ ગઝલ મેં રાગ-કાફીમાં કંપોઝ કરી હતી.

અને તાલ કહેરવામાં નિબદ્ધ છે.

સાવ સાદું કમ્પોઝીશન છે પણ સાચું કહું તો મારા  મતે  ‘સુગમ’એટલે ખરેખર જ ‘સુગમ’.

અને જે રેડિયો પર ગાવાના હોય તે તો બધાંને સાંભળવા અને ગણગણવા ગમે એવા કમ્પોઝીશન જ ગાવાં જોઈએ.

 

સ્વર્ગ  લટકાવ્યા કર્યું મેં શ્વાસમાં,

તે  ખરી પડતું  રહ્યું   નિશ્વાસમાં.

 

ઝેરની જેમ ગટગટાવું છું હવા,

ઘરનું રૂપાંતર કર્યું કૈલાસમાં ……

 

દિવસોની ઠેસ વાગે છે સતત ,

આંખને સુઝે નહિ અજવાસમાં…..

 

હાથ છે ને હાથમાં કઈ યે  નથી,

ફેર શું છે ! સત્ય કે આભાસમાં….,

 

પર્વતો ઉચકીને ફરનારા ચરણ,

આજ થાકી ગયા હળવાશમાં…..

 

ટૅગ્સ:

સુદામાની વિમાસણ -(રમેશ પારેખ)


 

 

 

 

 

 

 

 

હુ ગુણપાટ નુ થીગડું ને તું મખમલનો ગાલીચો,

મેળ આપણો કેમ શામળા થશે ?!

તારા ઉંચા મંદિર એમાં ચોખ્ખાં લોક ફરે છે,

મારા પગને બાઝેલી આ ઘડપણ ની ધૂળ ખરે છે,

પગ સવળા પડશે તો મારું,મન પારોઠું જાશે રે….મેળ આપણો.

ઘડપણ ને હુ બચપણનું વસ્તર પહેરાવી લાવ્યો,

કેવું દુબળું સગપણ લઇ,હુ તારે મંદિરે આવ્યો,

રેળાયા અક્ષર જેવો હુ,તું થી ક્યમ વંચાશે  રે…     મેળ આપણો.

મારી ઝાંખી આંખ લખે આંસુથી છેલ્લી લીટી,

બે-ત્રણ મુઠી ઉમળકો હુ લાવ્યો ચિંથરે વીંટી ,

કહેને શું આ ઉમળકાથી તારું મખમલ રગદોળાશે રે..મેળ આપણો..

 

 

 

 

ટૅગ્સ:

રાત પડતી નથી – (ભગવતી કુમાર શર્મા)

 

 

 

 

 

રાત પડતી નથી,સાંજ ઢળતી નથી,

આ દિવસની ચિતાઓ પ્રજળતી નથી….

દુર શિખર ઉપર મેઘનો છાયડો,

મારા જ ઘરની અગાશી પલળતી નથી….

સુર્ય ધુમ્મસના શ્વાસોમાં પીગળી ગયો,

છતાં ડાળીઓ ગુલમહોરની બળતી નથી….

કાચનો ચંદ્ર ચમકી રહ્યો આભમાં,

ચાંદની ક્યાંય ખીલી નીકળતી નથી….

 

ટૅગ્સ:

વ્હાલમ(સુરેશ દલાલ)

 

 

 

 

 

 

 

રાત દિવસનો રસ્તો વ્હાલમ,નહિ તો ખૂટે કેમ?

તમે પ્રેમની વાતો કરજો,અમે કરીશું પ્રેમ…

તમે રેતી કે હથેળી ઉપર,

લાખો તમારું નામ,

અમે એટલા ઘેલા ઘાયલ,

નહિ નામ કે ઠામ .

તમને તો કોઈ કારણ,અમને નહિ બહાના ,નહિ વેણ……

 

તમને વાદળ,ધુમ્મસ વહાલાં,

અમને ઉજળી રાત,

અમે તમારા ચરણો ચૂમી,

થઈએ પારીજાત.

અહો! આંખથી  ગંગા જમુના,વહે એમની એમ…..

 

 

ટૅગ્સ:

તારા વિના-(હરીન્દ્ર દવે)

 

 

 

 

 

 

તારા વિના રહી ન શકે,તો એ શું કરે ?

આ વેદના સહી ન શકે તો એ શું કરે ?

કહેવાનું કેટલું છે છતાં ક્યાં મિલન હજી !

દિલ ખોલી જો કહી ન શકે તો એ શું કરે ?..આ વેદના.

તારા વદન નું તેજ,ફક્ત આંજ્યું આંખમાં ,

બીજું કશું લહી ન શકે તો એ શું કરે ?…આ વેદના

ઝંખે છે જે, પ્રભુની અનામત છે, જાણ છે.

બીજું જો કઈ,ચાહી ન શકે તો એ શું કરે?…આ વેદના.

 

ટૅગ્સ:

 
પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

મારી બારી

દીપક ધોળકિયા

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

Booksonclick.com

અડધો ગ્લાસ ભરેલો જોવો

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

arvindadalja.wordpress.com/

My little different Thoughts

ડૉ. સુધીર શાહ Dr. Sudhir Shah

સમય + સમજ + સંજોગ = સંતોષ Time + Understanding + Situation = Satisfaction

planetJV

colorful cosmos of chaos

"મધુવન"

ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

પાર્થેનીયમ

મારા શબ્દ..મારી વ્યથા.. મારી કવિતા..

%d bloggers like this: