RSS

Category Archives: રંગતાળી.

પારંપરિક અને અર્વાચીન ગરબા ની રસલ્હાણ .

માતાજીના પરંપરાગત ગરબા

૧. દેવી અન્નપૂર્ણા

મા અંબા તે રમવા નીસર્યાં દેવી અન્નપૂર્ણા,

હે માએ શો લીધો શણગાર રે દેવી અન્નપુર્ણા.

માને નીલાવટ ટીલડી શોભતી,દેવી અન્નપૂર્ણા,

માને દામણી રતન જડાવ રે દેવી અન્નપૂર્ણા.

માને કાને કનક્ફુલ શોભતા દેવી અન્નપૂર્ણા,

માને ઝાંઝરનો ઝણકાર રે દેવી અન્નપૂર્ણા.

માને બાંહે બાજુબંધ શોભતાં દેવી અન્નપૂર્ણા,

માને નથણી હીરલા જડાવ રે દેવી અન્નપૂર્ણા.

માને લીલા તે ગજનું કાપડું દેવી અન્નપૂર્ણા,

માને ચૂંદડી રાતી ચોળ રે દેવી અન્નપૂર્ણા.

માને પાયે તે કડલાં શોભતાં દેવી અન્નપૂર્ણા,

માને કાંબીયું ઘૂઘરમાળ રે દેવી અન્નપૂર્ણા.

૨. રમો આનંદે….

જય જય બહુચરબાળી બિરદાળી મા,

જય જય અંબા ભવાની મોરી મા,

રમો રમો રે આનંદે મોરી મા.

કાને તે કુંડલ શોભતાં માડી,

ચૌદે ભુવનમાં બિરાજે મોરી મા….રમો રમો…

માને ટીલડી શોભે લલાટે મા ની,

આંખડીએ અમી છલકાય મોરી મા….રમો રમો…

દશે આંગળીએ વેઢ પહેર્યાં માડી,

શોભે છે સ્વર્ગની પેર મોરી મા…રમો રમો….

૩.જંગલમાં હું એકલી…

અતલી પતલી આંબલીયાની ડાળ રે જંગલમાં હું એકલી.

આંબાની ડાળે કોયલ બોલે,

કોયલ બોલે ને સુથારી આવે,

સુથારી આવે ને બાજોઠ લાવે,

હે ઈ તો મારી અંબામાને કાજ રે જંગલમાં….

આંબાની ડાળે કોયલ બોલે,

કોયલ બોલે ને દોશીડો આવે,દોશીડો આવે ને ચૂંદડી લાવે,

હે ઈ તો મારી બહુચરમા ને કાજ રે જંગલમાં….

આંબાની ડાળે કોયલ બોલે,

કોયલ બોલે ને સોનીડો આવે,

સોનીડો આવે ને ઝૂમણાં લાવે,

હે ઈ તો મારી દુર્ગામા ને કાજ રે જંગલમાં….

આંબાની ડાળે કોયલ બોલે,

કોયલ બોલે ને માળીડો આવે,

માળીડો આવે ને ગજરા લાવે,

હે ઈ તો મારી ખોડીયાર માને કાજ રે જંગલમાં….

આંબાની ડાળે કોયલ બોલે,

કોયલ બોલે ને કુંભારી આવે,

કુંભારી આવે ને ગરબા લાવે,

હે ઈ તો મારી કાળકા મા ને કાજ રે જંગલમાં….

૪.આરાસુરમાં અંબા.

આરાસુરમાં અંબા કરે રે કિલ્લોલ,

કરે રે કિલ્લોલ માડી બોલે ઝીણા મોર…

સોમવારે માતા લક્ષ્મીજી કહેવાયાં,

કમળમાં બેસીને માડી કરે રે કિલ્લોલ…

મંગળવારે માતા મહાકાળી કહેવાયાં,

બુધવારે માતા બહુચરમા કહેવાયાં,

કૂકડે બેસીને માડી કરે રે કિલ્લોલ…

ગુરુવારે માતા ગાયત્રી કહેવાયાં,

ગરુડે બેસીને માડી કરે રે કિલ્લોલ….

શુક્રવારે માતા સંતોષી કહેવાયાં,

શનિવારે માતા સરસ્વતી કહેવાયાં,

મયૂરે બેસીને માડી કરે રે કિલ્લોલ…

રવિવારે માતા અંબાજી કહેવાયાં,

વાઘે ચડીને માડી કરે રે કિલ્લોલ…

૫. રોજ ઉજાગરા.

નવરાત્રીના નવ દિવસમાં રોજ રોજ ઉજાગરો થાય

કે માડી મને નિંદર ન આવે.

સામેની પોળથી સુથારી આવે,

માડીનો બજોઠીયો થાય  કે માડી મને….

સામેની પોળથી દોશીડો આવે,

માડીની ચૂંદડી રંગાય,કે માડી મને….

સામેની પોળથી સોનીડો આવે,

માડીના કંકણ ઘડાય કે માડી મને…

સામેની પોળથી માળીડો આવે,

માડીના ગજરા ગૂંથાય,કે માડી મને….

સામેની પોળથી કુંભારી આવે,

માડીના ગરબા કોરાય,કે માડી મને…

Advertisements
 

ટૅગ્સ:

કુમકુમના પગલાં પડ્યા….(માતાજીના પાંચ ગરબા)


૧.(પ્રફુલ્લ દવે )

ચૂડલો શોભે અંબે માના હાથમાં,

માડી તારી ટીલડી તાપે રે લલાટ રે……

હે… માડી તારા આસમાની રંગના ઓઢણાં,

હે માડી એમાં નવલખ તારલા ની ભાત રે……

હે….માડી તારે ચંડો સુરજ દોનું દીવડા,

હે એના તેજ સહ્યાં નહિ જાય રે….

હે…માંડી તારે નાકે તે નથણી શોભતી,

હે માડી એના હીરલા ચમકતા આભ રે….

૨.( પરંપરાગત)

ચોખલીયાળી ચૂંદડી મા ગરબે રમવા આવો ને,

રત રઢીયાળી રાતલડી મા ગરબે રમવા આવોને.

સોળે શણગાર સોહે,માડીમાં મારું મન મોહે,

અનંતની ઓઢી ઓઢણીયું ગરબે રમવા આવોને….

ગગન ગોખમાં ગરબે ઘૂમે,તારલીયું રળિયાત રે,

સંગે સોહે નાથ સુધાકર,પૂનમ કેરી રાત રે…

ચોરે ને ચૌટે માના કંકુ વેરાણા રે,

ગોખે ગોખે જ્યોતિ ઝળકે,છાંટણાં છંટાણા રે….

૩.( મારો પ્રિય ગરબો)

કુમકુમના પગલાં પડ્યાં,માડીના હેત ઢળ્યાં,

જોવા લોક ટોળે મળ્યાં રે,

માડી તારા આવવાના એંધાણ કળ્યા…

તું જો પધાર સજી સોળ રે શણગાર,

આવી મારે રે દ્વાર થશે પવન પગથાર,

દીપશે દરબાર,રેલશે રંગની રસધાર,

ગરબો ગોળગોળ ઘૂમતો ઘૂમતો થાશે સાકાર,

ચાચરના ચોક ચગ્યા,દીવડીયા જ્યોતે ઝગ્યા,

મનડાં હારોહાર ભળ્યા રે….માડી તારા….

મા તું તેજનો અંબર,મા તું ગુણ નો ભંડાર,

મા તું દર્શન દેશે તો થાશે આનંદ અપાર,

ભાવુ ભાવનાનો સાર,દયા દાખવી દાતાર,

કૃપા કરજે અમ રંક ઉપર થોડી લગાર,

સુરજના તેજ તપ્યા,ચંદ્ર-કિરણ હૈયે વસ્યા,

તારલિયા ટમટમ્યા રે….માંડી તારા…

૪.( અમદાવાદના શ્રી જીતુભગત નો ગરબો)

રંગતાળી રંગતાળી રંગતાળી

ગરબામાં ઘૂમતા ગબ્બરવાળી.

સોનાનો ગરબો ને રૂપલા ઉઢાણી,

ગરબામાં ભાત છે ભમ્મરીયાળી …..

સોળે શણગાર માને શોભે રુપાળા,

ચૂંદડી ઓઢી છે  માએ ચોખલીયાળી…..

નાખ શીખ માડીને હીરાને મોતી,

નાકે શોભે છે નથ વેસલવાળી…..

મુખડું માનું જાણે ચાંદો પૂનમનો,

જાણે રૂડી રૂપેરી રાત રૂપાળી…..

ઝાંઝરીયું ઝમકે ને ઘુઘરીયું ઘમકે,

ફૂદડી ફરે છે માડી લઇ લઇ તાળી…..

૫.(અમારા મિત્રો નો પ્રિય ગરબો)

ઘરઘર દીવડા પ્રગટાવો ઘર ઘર તોરણીયા બંધાવો,

મા ના નોરતાં આવ્યાં…

આભલેથી ઉતરી મા અવનીએ આવ્યાં,

હો..ગરબે ઘૂમતી સાહેલીના ગરબા કોરાવ્યા…..

ટપકીયાળી ચૂંદડી મા સજી સુંદર વેશ,

હો..બાજુબંધ વિછીયા આભુષણ, નયણે આંજી મેશ…..

ચરણે ઝાંઝર ઝમકે,પગને ઠમકે ઘુઘરી ઘમકે,

હો..નાકે ઝૂલતી નથણી ના હીરા કેવા ચમકે……

 

ટૅગ્સ:

ગરબે ઘૂમતી આવી મા

ગરબે ઘૂમતી આવી મા મારી,ગરબે ઘૂમતી આવી.

ઓ રે મા ઓ ભગવતી મા તારા વિધ વિધ સુંદર નામ,

કિયા નામે તે તને ઓળખીએ, તારા કામણગારા કામ…..

ચૂંદડી ચમકે,ટીલડી ટમકે,ઝાંઝરનો ઝણકાર,

કંકણ ખનકે,મુખડું મલકે,મહિમાનો નહિ પાર,

ઓ રે મા ઓ ભગવતી મા તારા વિધ વિધ સુંદર નામ……

વનવન વાસી,ગઢ નિવાસી,સિંહ વાહિની મા,

પાપ નિવારી,દુઃખ નિવારી,રક્ષા કર તું મા,

ઓ રે મા ઓ ભગવતી મા તારા વિધ વિધ સુંદર નામ…..

આ ગરબો  મને શબ્દ રૂપમાં ખૂબ જ ગમ્યો એટલે એને સ્વર આપવાનું મન થયું.અને બાકી તમારી સામે છે.

 

ટૅગ્સ:

કુળદેવી નો ગરબો( કચ્છની જાગતી જ્યોત-મા આશાપુરા)

આ કહેતાં આફત ટળે,

શા કહેતાં સુખ થાય,

આશા સૌની પુરી કરે,

એ “મા આશાપુરા”કહેવાય.


એવા  સાત સાત દેવી ને વીરો માનતા,

હે…કોઈ ન આવે કુળદેવીની તોલે રે

            કુળદેવી માતા, રક્ષા કરો અમારા કુળની…..

કે એવા પહેલે નોરતે માડી પ્રગટ થયાં,

હે…બીજે માએ ધર્યાં આભૂષણ અંગ રે

 કુળદેવી માતા, રક્ષા કરો અમારા કુળની…..

હે એવા ત્રીજે તે ખડ્ગ,ત્રિશુળ ધારિયાં,

હે…ચોથે માએ માર્યો મહિષાસુર રે,

 કુળદેવી માતા,રક્ષા કરો અમારા કુળની…

હે એવા પાંચમે નોરતે માજી પ્રસન્ન થયાં,

હે…છઠે માએ સોળ સજ્યા શણગાર રે,

કુળદેવી માતા,રક્ષા કરો અમારા કુળની….

હે એવા સાતમે નોરતે માંડી સંચારીયા,

હે…આઠમે માએ પૂરી મનની આશ રે,

આશાપુરી માતા,રક્ષા કરો અમારા કુળની….

હે એવા નવમે મા નારાયણી રૂપ છે,

હે…દશમે માએ આરોગ્યા નૈવેદય રે,

કુળદેવી માતા,રક્ષા કરો  અમારા કુળની…..

હે એવા ભક્તો પાયે પડીને વિનવે,

હે….પૂરજો માડી સૌ ભક્તોની આશ રે,

કુળદેવી માતા રક્ષા કરો અમારા કુળની….

 

ટૅગ્સ:

 
પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

મારી બારી

દીપક ધોળકિયા

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

Booksonclick.com

અડધો ગ્લાસ ભરેલો જોવો

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

arvindadalja.wordpress.com/

My little different Thoughts

ડૉ. સુધીર શાહ Dr. Sudhir Shah

સમય + સમજ + સંજોગ = સંતોષ Time + Understanding + Situation = Satisfaction

planetJV

colorful cosmos of chaos

"મધુવન"

ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

પાર્થેનીયમ

મારા શબ્દ..મારી વ્યથા.. મારી કવિતા..

surtiundhiyu

This WordPress.com site is the cat’s pajamas

%d bloggers like this: