RSS

Category Archives: વિચારોનું વૃંદાવન

મારા વિચારો દ્વારા મને ગમતા સર્જકો અને કલાકારો તેમ જ કોઈ વ્યક્તિ વીશેષ પરત્વેના મારી સમજણનાં આ વૃંદાવનમાં એક લટાર મારવી ગમશે.

વિચાર વાયુ.

board

સમાજસેવા નાના પાયા ની  હોય કે મોટાં પાયાની, પણ જરાય સહેલી નથી.કદાચ મોટાં પાયા પર તમને આર્થિક મદદ કે માણસોની મદદ અને સલાહ પણ મળે.તમે ચાર જણને પૂછીને નિર્ણય લઇ શકો,પણ એકલા,માત્ર ઘર મેળે સ્વેચ્છાથી કરાતી સેવા  લોઢાંના ચણા ચાવવા જેવી છે.

તમારી આસપાસ વસતા કામવાળાઓનાં બાળકોને દયા લાવી ભણાવવાની નેમ કરો,તમારા ગાંઠનું ગોપીચંદન ઘસીને ઘસાયા  કરો,જાતે બાળકોને શાળામાં દાખલ કરાવી,ઘરે ટ્યુશન ની જેમ ભણાવો છો…આ બધું જ ખુબ જ પ્રેમ,લાગણી અને જવાબદારી સમજીને તન,મન,ધન થી નીચોવાઈને કરો છો.

પણ…જયારે એ બાળકોના મા કે બાપ-  જે એટલા ગરીબ  પણ નથી કે જે “વિમલ”ચાવ્યા કરે છે,પોતે જ્યાં કામ કરે છે ત્યાં ભરપેટ ચા નાસ્તો અને બપોરનું જમવાનું પતાવી લે છે,પણ તેને બાળકોને સમયસર ઉઠાડી,તૈયાર કરી,શાળામાં મોકલવાની પડી ન હોય,બાળકો માટે કઈ જ રાંધ્યું ન હોય,સ્કુલના નાસ્તાના ડબ્બાના પણ વાંધા હોય, અને “અમારા સાહેબ બધું કરશે”એવી ભાવના હોય,એવા બાળકોની દયા ખાઈને ક્યાં સુધી આવા મા બાપ ની આળસને પોષ્યા કરીએ?

વારંવાર સલાહો આપવા છતાં તેમની જીભ માત્ર અને માત્ર જુઠ્ઠું જ બોલતી હોય,તેમના ઘરમાં ક્યાંય દુર દુર સુધી ભણાવવા પ્રત્યેની  ધગશ જ ન હોય કે વાતાવરણ જ ન હોય એની પાછળ મને લાગે છે કે સમય અને શક્તિનો વ્યય થાય છે.આવા જ અનુભવ થી કચવાતા મારા મનમાં વિચાર આવ્યો કે સાચે જ આવી એકલવાયી સમાજસેવા જરાય સરળ નથી. મારા મનમાં ઉગેલી એક ઈચ્છા(dream) જેને સંપૂર્ણ સમર્પિત થઈને (dedication)જવાબદારીથી(responsibility) પાર પાડવા કમર કસી,અને અક્ષરજ્ઞાન (education)આપવા ની કોશિશ કરી,પણ તેમનું વર્તન,(attitude)મને પ્રેરણા(motivation) ન પૂરી શક્યું અને આખરે…મેં હથિયાર હેઠા મુક્યા…અફસોસ…ખુબ જ દુખ થાય છે…  

બધા આદર્શ વાદી સ્વપ્ન પુરા નહિ પણ થતાં હોય! 

 

Advertisements
 

ટૅગ્સ:

ઝેર ઉતારો રાજ……

hands


જે માફ ન કરી શકે એ મન સાફ ન કરી શકે.

અને જો મન ને સાફ ન કરો તો સંબંધો ને શ્વાસ લેવાની  જગ્યા નહી મળે અને જગ્યા  ન  મળવાથી લાગણીઓ ગુંગળાઈ જશે, અને આ ગુંગળાયેલી લાગણીઓ  મન ને વિષાક્ત બનાવી દેશે.

તમે શું નાગ છો કે ઝેર ની પોટલી દાંતમાં દબાવી ને ફરો છો?!

ના,

તો મન ને સાફ કરી,કોઈને માફ કરી, સંબંધોમાં નવા રંગ પૂરી એ રંગો ને વાર્નિશ કરી લાઈફટાઈમ બનવી દો..અને હલકાં ફૂલ થઇ જાઓ,અને જો

હા,

તમે નાગ છો,તો બીજો કોઈ  ઉપાય નથી.તમે ઝેરની પોટલી લઈને જ જીવો અને આ દુનિયામાં થી વિદાય થાઓ ત્યારે દેખાવ પૂરતાં  બે આંસુ  લઈને જાઓ.

પણ જો મન ના લીલ જામેલ ક્યારામાં, લાગણીઓથી ગોળ મારેલ તમારા અંતરની જમીનમાં નવા સંબંધોના છોડ વાવી જશો તો મન મ્હોરી ઉઠશે, ઉર ગાઈ ઉઠશે,અને સંબંધો સુવાસિત થઇ ઉઠશે.

અને તમે જયારે આ દુનિયાની વિદાય લઇ જશો ત્યારે આ સુવાસ જ  ભેગી આવશે.

તો હવે તમે જ નક્કી કરો કે,તમારે ઝેર ની કડવી વાસ સાથે જીવવું છે કે,અમૃતની સાચી સુગંધ સાથે જવું છે. 

માટે જ માફ કરો અને મન ને સાફ કરો.

 

ટૅગ્સ:

વિચાર – વાયુ.-સુખ દુઃખ મનમાં ન આણીએ.

baloons

 

 

 

 

 

 

 

 

સુખ દુઃખ મનમાં ન આણીએ ઘટ સાથે રે ઘડિયાં….

આ બધું આપણે જાણીએ,સમજીએ વિચારીએ ,ચિંતન કરીએ…આં બધું કર્યાં પછી નિષ્કર્ષ શુ ?તો કે,થોડો સમય આપણી ઉપર આ બધાની છાપ રહે છે,પણ આખર તો ભાઈ માણસ છે ! દરેકને પોતાનું દુઃખ પહાડ જેવડું અને બીજાના દુઃખ રાઈ જેવડાં લાગે છે.પણ ક્યારેક બીજાનાં દુઃખ જોવાથી પોતાનું દુઃખ હળવું થાય છે.

તો આમ જ થોડો સમય પણ પોતાના જ દુખને મોટું ન ગણતાં,બીજાના દુઃખ પણ જોવા જોઈએ.

હું એક મંદિરમાં જાઉં છું.ત્યા મને એવાં લોકો જોવા મળે છે કે,ખૂબ સુખી જેવાં દેખાતા હોય પણ એમનું દુઃખ આપણા મનને હલાવી દે.

કોઈની દીકરી અકસ્માતમાં મૃત્યુ પામી હોય,અને ૨ વર્ષનું બાળક ઘરડા નાના-નાની ઉછેરતાં  હોય ! આ કાઈ અમુક ઉંમર પછી સહેલું છે?!

એક ‘મા’ હોય,જે બહેરી અને મૂંગી હોય,એના બે નાના બાળકો હોય,બાળકો કઈ કહેતાં  હોય પણ એ સાંભળી ન શકતી હોય.!

એક  જુવાન સ્ત્રી હોય,એનો પતિ પરદેશમા મૃત્યુ પામ્યો હોય,એકલે હાથે દીકરી નું કન્યાદાન કર્યું હોય,

આ બધું શુ લાગે છે? તેમના હૃદયમાં  એકલતાની પીડા, ફરજનો ભાર કે કુદરતે જે ખોડ આપી છે તેની ફરિયાદ નહિ હોય ?!પણ છતાં આ બધાંને હસતાં,ભજનો ગાતાં,અને તાળી પાડીને ગરબા ગાતાં મે નજરોનજર જોયાં છે.ત્યારે મારી આંખ ભીની થાય છે,અને વિચારું છું કે, કે હે પ્રભુ! સુખ અને દુઃખ તો આ જીવન સાથે વણાયેલાં જ છે તેમાંથી ઉપર ઉઠીને પણ’,“તેં જે આપ્યું તે ફૂલ” સમજીને ને  જીવી લેવું  જોઈએ.ઘણું અઘરું છે,પણ સાવ અશક્ય નથી !

 

ટૅગ્સ:

પ્રેરક બળ…..

02 Notebook Page Sample

આજકાલના બાળકો અથવા તરુણો મીડિયા અને ઇલેક્ટ્રોનીક્સ સાધનો ના એટલા બંધાણી જેવા થઇ ગયા છે કે,પુસ્તકો વાંચવા નું આળસ થઇ ગયું છે. તે ઉપરાંત વડીલો જેમ કે,દાદા દાદી કે નાના નાની ની વાર્તાઓ પણ ક્યાંક ખોવાઈ ગઈ હોય એમ લાગે.

આ બધી વાર્તાઓ અને પુસ્તકોમાં ઘણી વ્યક્તિઓ એવી હોય, કે આપણા જ ઘરના કેટલાંક વડીલો પણ એવાં થઇ ગયા કે જેમાંથી આજની પેઢીને સાચી પ્રેરણા અને સાચો રાહ મળે.પણ મને લાગે  છે કે કદાચ,આ બધી વાતો સંભાળવાની ધીરજ આપણું મન અને મગજ ખોઈ બેઠું છે.અને નેટ ઉપર તો માહિતી જરૂર મળશે,પણ એક વડીલના હુંફાળા ખોળામાં માથું મૂકી પ્રેમાળ હાથ ફેરવાવતાં જે સંસ્કાર  આવી વાતો વડે લોહીમાં ભળે છે ને ,એ તમારા કિશોર વયના બાળકને એક પુરુષોત્તમ બનાવી શકે એટલી તાકાત એમાં હોય છે.

તો હવે તમે પણ વાંચો, સાંભળો અને કહો  એવી જ કોઈ  પ્રેરણા દાયી વાતો, તમારા બાળકોને, પૌત્ર-પૌત્રીઓ ને…

 

ટૅગ્સ:

વિચાર વાયુ.

father

બાપ અને દીકરી વચ્ચે ના સંબંધો કેવા હોવા જોઈએ ?

જયારે મા ની હાજરી ન હોય ત્યારે,અથવા મા હોય જ નહિ ત્યારે એકલા પિતા નું કર્તવ્ય શું હોવું જોઈએ?

‘મા’ એવું તત્વ છે આ પૃથ્વી પર કે એની જગ્યા કોઈ ન લઇ શકે,એ વાત સાચી પણ જેમ એકલી સ્ત્રી,મા અને બાપ બંનેની ભૂમિકા નિભાવી શકે તો એકલા પિતા કેમ નહિ ?!હા,અપવાદ દરેક બાબતમાં હોય છે એ અલગ વાત છે.

દીકરી એકલી બાપ સાથે રહેતી હોય કે તે પરણીને સાસરે ગઈ હોય,તેને માતા ની ખોટ હમેશા લાગે છે.મા એના મનની નાનામાં નાની વાત સમજી શકે છે.એની સામાન્ય વાત ને પણ ટેકો આપતી હોય છે.દીકરી ના સંસાર ની નાની નાની ખુશીમાં એ પણ ભાગ લેતી હોય છે.મા એના મન ના ઝોળાને, એ દીકરીના મન ની વાતો ઠાલવવા ની અને એ અંતરંગ વાતો કર્યા પછી, પ્રેમની દોરીથી બાંધી દે છે.એ માત્ર મા અને દીકરી નો જ અંગત ઝોળો હોય છે.

પણ આ જ વાત એકલો પિતા કેમ નથી કરી શકતો ? એમાં શું ખૂટે છે ? મારી દ્રષ્ટીએ,વ્યક્તિ તો બધી જ સરખી હોય છે પછી તે  સ્ત્રી હો કે પુરુષ ! તો આટલો તફાવત કેમ ?!

 

ટૅગ્સ:

વિચાર વાયુ.

02 Notebook Page Sample

અમસ્તા જ બેઠા બેઠા મને  વિચાર આવ્યો અને તમને લખી જ  નાખું એવો ઉછાળો મનમાંથી આવ્યો. કે,સહાનુભુતિ અને સલાહ વચ્ચે શું તફાવત છે?મને એવું લાગે છે કે,જયારે વ્યક્તિને સહાનુભુતિ ની જરૂર હોય ત્યારે સલાહ ન આપવી કેમ કે,એને તે વખતે સલાહ ગમે નહિ.કારણ કે એણે એ સમયે આપણી પાસેથી સલાહની નહિ સહાનુભુતિ ની આશા રાખી હોય છે.

જયારે સલાહની જેને જરૂર હોય ત્યારે સહાનુભુતિ માત્ર થી તે નિરાશ થાય છે કેમકે તેણે તમારી પાસેથી સલાહ ની આશા રાખી હોય છે.

તો આ ભેદ રેખા જો બંને પક્ષ સમજે તો કોઈ ને નિરાશા ન મળે પણ જેને જે વસ્તુ ની જરૂર હોય તે તેને સમયસર મળી જાય.આ મારી માન્યતા છે,તમારો મત મને આપજો.

 

ટૅગ્સ:

વિચાર વાયુ.

chandr ane bharti.

જીવન ના સફરમાં આપણે કેટલાંય લોકોને ગુમાવતા જઈએ છીએ.એનો અફસોસ અને એમની ખુબ જ ખોટ લાગે છે છતાંય આપણે જીવતા જ જઈએ છીએ.આપણા જીવનમાં પ્રિયજનોને ગુમાવ્યાનું દુઃખ ખુબ જ હોવા છતાં કેમ આપણે જીવી લઈએ છીએ અથવા તો જીવી જઈએ છીએ ? એવી કઈ બાબત આપણને એમની ખોટ સાથે પણ જીવાડયા કરે છે ?હવે આ ગીત ની  ફિલોસોફી મને સુચક લાગે છે:

जीवन के सफ़र में राही,मिलते है बिछड़ जानेको,

और दे जाते है यादें तन्हाई में तड़पाने को…..

 

ટૅગ્સ:

 
પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

મારી બારી

દીપક ધોળકિયા

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

Booksonclick.com

અડધો ગ્લાસ ભરેલો જોવો

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

arvindadalja.wordpress.com/

My little different Thoughts

ડૉ. સુધીર શાહ Dr. Sudhir Shah

સમય + સમજ + સંજોગ = સંતોષ Time + Understanding + Situation = Satisfaction

planetJV

colorful cosmos of chaos

"મધુવન"

ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

પાર્થેનીયમ

મારા શબ્દ..મારી વ્યથા.. મારી કવિતા..

%d bloggers like this: