RSS

Category Archives: શાસ્ત્રીય રાગોની બંદિશ ,આલાપ- તાન સાથે.

આ વિભાગમાં હુ જે રાગ શીખી તેને સરળ રીતે ગાવા અને વગાડવા માટે નોટેશન સાથે અને અલંકારો સહીત ના ઓનલાઈન વર્ગ. ચાલો જીવન સંધ્યા એ કઈક નવું શીખીએ.
ગમે તેટલી ઉંમર ને નવું શીખવાની સાથે કોઈ સંબંધ નથી. તમે સુરજ ઉગતા જેટલું નવું કરી શકો,એટલું જ સંધ્યા ટાણે પણ નવા ઉમંગો સાથે આનંદ લઇ જ શકો.માટે ચાલો હજી ક્યા મોડું થયું છે .?

શાસ્ત્રીય સંગીત-પ્રારંભિક (પ્રથમ વર્ષ)ની થીયરી.(સવાલ-જવાબ)

સંગીત વિષયના દસ પ્રશ્નો,જવાબ સાથે :- 

પ્ર-૧. સંગીત એટલે શું?

જ-૧. ગાયન,વાદન અને નૃત્યના સમન્વયને સંગીત કહે છે.

આ ત્રણેય કલા એકબીજાની પુરક છે.માત્ર ગાયન સાંભળો તો સૂર અને શબ્દ હશે ભલે પણ જો એમાં હાર્મોનિયમ અને તબલાંની સંગત હશે તો સોનામાં સુગંધ ભળે.તે જ રીતે નૃત્યની મુદ્રાઓ એમ ને એમ થાય અને તેણે પણ વાજીંત્રો અને ગાયન નો  સાથ મળે તો એમાં ચર ચંદ લગી જય.આથી એક કલા વિના બીજી કલા અધૂરી ગણાય.

પ્ર-૨. આરોહ એટલે શું ?

જ-૨. સ્વરોના ચડતા ક્રમ ને આરોહ કહે છે.દા.ત:

                                                        સાં

                                               ની 

                                       

                               પ 

                        મ 

                ગ 

        રે 

સા  

પ્ર-૩.અવરોહ એટલે શું ?

જ-૩. સ્વરોના ઉતરતા ક્રમ ને અવરોહ કહે છે.દા.ત:

 સાં

      ની

             ધ

                  પ

                      મ

                           ગ

                               રે

                                    સા

પ્ર-૪. તાલ એટલે શું ?

ગીત ની ગતિ (speed) માપવાના સાધન ને તાલ કહે છે.

પ્ર-૫.. લય એટલે શું ?

લય એટલે તાલ ની ગતિ (speed),હવે આ લયના કુળ ૩ પ્રકાર છે:

-વિલંબિત લય,( ધીમી ગતિ)

-મધ્ય લય અને,(મધ્યમ ગતિ)

-દ્રુત લય.(ઝડપી ગતિ).

પ્ર-૬. સમ:અને ખાલી:

૧.સમ:- તાલની પહેલી માત્રા ને સમ કહે છે,અને તે બતાવતું ચિહ્ન,(×)હોય છે.

૨.ખાલી:- તાલમાં આવતી સમ પછીની બીજી મહત્વની માત્રાને ખાલી કહે છે જેમાં,તાલી આપવાની હોતી નાથ.અને તેનું ચિહ્ન,(૦) છે.

પ્ર-૭. પકડ એટલે શું ?

જ-૭. ઓછામાં ઓછા સ્વરોના ઉપયોગ થી જે રાગનું સ્વરૂપ બતાવે છે તેવા સ્વર-સમૂહ ને પકડ કહે છે.

પ્ર-૮. શુદ્ધ સ્વર કેટલા છે ?

જ-૮.સા,રે,ગ,મ,પ,ધ,ની.

સા-ષડજ,

રે- રિષભ,

ગ-ગંધાર,

મ-મધ્યમ,

પ- પંચમ,

ધ-ધૈવત,

ની-નિષાદ.

પ્ર-૯. અલંકાર કોને કહે છે ?

જ-૯. વિશિષ્ટ અને અનુક્રમ વાળી સ્વર-રચના છે તેને અલંકાર અથવા પલટા કહે છે.

પ્ર-૧૦. રાગ એટલે શું ?

જ-૧૦. જે મન નું રંજન કરે છે એટલે કે જે મન ને આનંદ આપે તેવી આરોહ અને અવરોહ વાળી અને વાદી-સંવાદી સહિતની નિયમબદ્ધ રચનાને રાગ કહે છે.

 

 

Advertisements
 

ટૅગ્સ:

રાગ – કાફી.(સંગીત -પ્રારંભિક-પ્રથમ વર્ષનો અંતિમ રાગ)


આરોહ; સા  રે  ગ  મ  પ  ધ  ની   સાં

અવરોહ; સાં ની  ધ  પ  મ    રે  સા.

પકડ; ની ધ પ ,મ પ રે, સાસા ,રેરે, ,મમ ,પ.

થાટ: કાફી.

જાતી: સંપૂર્ણ. ( સંપૂર્ણ એટલે,આ રાગ માં સાતે સૂર લાગે છે.)

વાદી : પ. (પંચમ)

સંવાદી : રે. ( રિષભ )

વર્જિત : એક પણ સ્વર આમાં વર્જિત નથી.(બધાં જ સ્વર આ રાગમાં લેવાય છે.)

સ્વર :  અને  ની  કોમળ છે.

ગાયન સમય :રાત્રી નો બીજો પ્રહર.

 

સ્વર – માલિકા.( રાગ – કાફી ) ( તાલ – તીન તાલ – માત્રા – ૧૬.)

 ×                    ૨                    ૦                      ૩          

                                             [ સા    રે  ગ  ]   [ ગ  મ  પ  મ ]

                                               ૧    ૨    ૩   ૪      ૫   ૬   ૭  ૮

[ પ  પ  પ  મ  ] [       રે   સા  ] [ સા    રે    ]  [  મ  પ  મ ]

  ૯  ૧૦ ૧૧  ૧૨     ૧૩  ૧૪  ૧૫ ૧૬      ૧    ૨   ૩  ૪       ૫   ૬   ૭  ૮

 

[ પ  પ  પ  મ  ] [ પ  ધ  ની  સાં ] [ ની  ધ  પ  મ  ] [    રે  રે  ]

  ૯  ૧૦ ૧૧  ૧૨    ૧૩  ૧૪ ૧૫ ૧૬     ૧    ૨   ૩   ૪      ૫   ૬  ૭  ૮

 

[ રે   પ   મ   પ  ] [ મ       રે     સા  ]

  ૯  ૧૦  ૧૧  ૧૨     ૧૩  ૧૪   ૧૫   ૧૬

અંતરા.( રાગ – કાફી )

 ×                     ૨                     ૦                     ૩

                                                [ ધ  મ  પ  ધ  ] [ ની  ની  સાં  સાં ]

                                                  ૯  ૧૦  ૧૧  ૧૨    ૧૩  ૧૪  ૧૫  ૧૬.

 

[ રેં  ગં  રેં  મં  ]  [ ગં  રેં  સાં  સાં   ]   [ સાં  રે  સાં  ની  ] [ ધ   પ   મ    પ ]

  ૧   ૨   ૩   ૪     ૫  ૬   ૭   ૮        ૯    ૧૦  ૧૧  ૧૨    ૧૩  ૧૪  ૧૫  ૧૬.

 

[ સાં  ની  ધ પ ]  [ મ    રે   સા  ]

  ૧    ૨    ૩  ૪      ૫   ૬  ૭   ૮

 

 

ટૅગ્સ:

રાગ સારંગ ઉપર આધારિત બે ફિલ્મી ગીતો અને એક ગરબો.

१.

फिल्म – दिल दिया दर्द लिया.

संगीत – नौशाद.

गायक – आशा भोसले ,मोहम्मद रफ़ी.

सावन आये या ना आये,

जिया जब झुमे सावन है..

तार मिले जब दिसे दिलके,

वोही समय मनभावन है,वोही समय मन भावन ,भावन है….सावन.

जबसे पीया तू नैनोमे आया,

प्रेम के रंग्मे रच गई काया.

बागो में बनमे,नील गगनमे,

सबमे है तेरे रूपकी छाया.

तू है मेरे संग तो हरदम,

खुशीकी आवन,आवन है,खुशीकी आवन,आवन,आवन है…सावन.

अखियाँ मजीरे,मन एकतारा,

इनमे बाजे नाम तिहारा

हसते गाते जीवन बीते अंत न हो ये गीत हमारा,

मौसम आया सुख पावन  का,

दूखोकी जावन जावन है,दुखोकी जावन जावन,जावन है…..सावन.

२.

फिल्म – नागिन.

संगीत – हेमंत कुमार.

गायक – लता मंगेशकर.

जादूगर सैया,छोडो मोरी बैया,

हो गयी आधी रात,अब घर जाने दो.

जाने दे ओ रसिया,मोरे मन बसिया,

गांव मेरा बड़ी दूर है,

तोरी नगरिया रुक न सकू मै,

प्यार मेरा मजबूर है,

जंजीर पड़ी मेरे  हाथ,अब घर जाने दो….

जुकी जुकी अखियाँ,देखेंगी सारी सखियाँ,

देंगी ताना तेरे नामका,

ऐसे में मत रोक बेदर्दी ले ले वचन कल शामका,

कल होंगे फिर हम साथ,अब घर जाने दो….

આ એક ગરબો છે જે અમારી એક ગરબાની કેસેટ બહાર પડી હતી.”ઘમ્મર વલોણા”

જેમાં ગાયક કલાકારો,ખુશમન પાઠક,તૃપ્તિ ઉપાધ્યાય અને હુ.ઉપરાંત અમારા ‘સંગત વૃંદ’ ના અન્ય કલાકારો.ચક્ષુ પાઠક,શિલ્પી વૈદ્ય,શ્રુતિ શાહ …..એમાંનો જ આ એક ગરબો છે.

કેસેટ – ઘમ્મર વલોણાં.

રાગ – સારંગ.

ગાયક – ખુશમન પાઠક.

ઘમ્મર વલોણાં ઘુમાવતાં રે મારી ઓઢણી સરી સરી જય,

નેતરાં રવૈયા ને ખેચતા રે મારી કમ્મર લચી લચી જાય.

મહીડાં મથંત મારા કંકણ નંદાણા,

માળા તૂટી ને મારા મોતી વેરાણા,

કરના કૌવત મારા ઓસર્યા રે મારા નેતરાં છૂટી છૂટી જાય…

ઝાંઝર ઝણકાર મારા ધીરાં સુણાતા,

કંકણ રણકાર મારાં આછાં રણકાતાં,

થાકેલા ચરણ મારાં કાંપતાં રે,મારાં નેપૂર નીસરી જાય….

 

ટૅગ્સ:

રાગ – સારંગ (સંગીત-પ્રારંભિક નો રાગ-૩)


રાગ સારંગ નો  રાગ પરિચય

આરોહ –  સા રે મ પ ની સાં

અવરોહ- સાં ની પ મ રે સા

પકડ  –  ની ની પમ રે,રે મ પ મ રે,ની઼ ની઼  સા

થાટ – કાફી.

જાતી – ઓડવ – ઓડવ(એટલે કે આરોહ અને અવરોહ બંનેમાં પાંચ સ્વર લાગે) 

વાદી સ્વર- રે ( એટલે કે,રાગનો મુખ્ય સ્વર)

સંવાદી સ્વર – પ ( એટલેકે,રાગનો બીજો મદદકર્તા સ્વર)

વર્જિત સ્વર – ગ – ધ.( એટલે કે, રાગમાં ન આવતા સ્વર)

સ્વર – બંને ની અને ની  (આરાગમાં કોમળ અને શુદ્ધ બંને ની ‘નીશાદ’ લાગે છે )

ગાન સમય – મધ્યાહ્ન ( દિવસનો બીજો પ્રહર)

રાગ ની પ્રકૃતિ – શાંત અને ગંભીર.

રાગ સારંગ ના પ્રકારો માં – શુદ્ધ સારંગ,બીન્દ્રાબની સારંગ,ગૌડ સારંગ,મધમાત સારંગ.

રાગ – સારંગ  સ્વર -માલિકા  તાલ – તીન તાલ ( માત્રા – ૧૬ )

સ્થાયી

×                      ૨                      ૦                    ૩

                                               [ રે  મ  પ  ની ] [ પ  મ  રે  સા  ]

[ રે   રે  સા  સા ] [ રે  ની઼  સા  સા ]  [ની઼ ની઼ ની઼ સા ] [સા સા  સા  સા ]

[ રે  મ  પ   ની ] [ પ  મ   પ   પ ]   [ની ની  ની ની] [સાં સાં  સાં  સાં ]

[ ની  પ  મ  રે  ] [ મ  રે  સા  સા ]

અંતરા 

×                        ૨                     ૦                      ૩

                                               [ મ   મ   મ   મ ] [ પ  પ  ની  ની ]

[ સાં  સાં  સાં  સાં ] [ રેં  ની  સાં સાં ]  [ ની  સાં  રેં  મં ] [ રેં   સાં ની  સાં ]

[ રેં    રેં   સાં  સાં ] [ ની  ની  પ  પ ]  [ પ   સાં  ની  સાં ] [ સાં  સાં  પ  ની ]

[ પ  ની  ની  ની ] [ પ  મ  રે  સા  ]

બંદિશ – રાગ – સારંગ.   સ્થાયી

  ×                     ૨                       ૦                       ૩

                                                [ સાં  સાં  ની  પમ] [ રે   રે  ની઼   સા ]

                                                [ શ્યા  –   મ   ચ- ] [ રા  –    વ   ત  ]

[ રે  રે  સા    મ  ] [ રે  મ પની મપ ] [ ની  ની  ની  સા ] [ સા  સા  ની  સા ]

[ગૈ  –   યા    બ  ] [ ન હી  બ-  ન-  ] [ સુ   ભ    ગ   અં] [   –   ગ   સુ   ષ ]

[ રે  મ  પ   પ    ] [ ની મ  પ   પ   ] [ ની   ની  ની  ની ] [ સાં  સાં  સાં  સાં ]

[ મા  –  કો    –    ] [ સા  –   ગ   ર  ]  [ ક     ર    બી  ચ ] [  લ  કુ    ટ    ધ ]

[સાંરેં સાંની પ મ ] [ રે મ પની મપ ] 

[ રૈ-    – –  યા બ ] [ ન હી બ-   ન- ]

અંતરા.

×                         ૨                       ૦                     ૨

                                                  [ મ  મ  મ  મ  ] [ પ  પ  ની  ની ]

                                                  [ મો  –   ર   મૂ ] [   કુ  ટ  પી   –  ]

[ સાં  સાં  સાં  સાં ] [ રેં  ની  સાં  સાં  ] [ ની  સાં   રેં    મં ] [ રેં   રેં   સાં   સાં  ]

[ તાં   –   બ   ર   ] [ સો  –    હે     –  ] [ કા    –  ન    ન  ] [ કું    –    ડ    લ  ]

[ ની  ની  સાં  સાં ] [ ની  ની  મ  પ   ] [ ની  ની  ની  ની ] [ સાં  સાં  સાં  સાં ]

[ ગ    લ   બ   ન ] [ મા  –    –    લ  ] [ મુ   ર   લી  કી ]  [ ધુ    ન   હૈ   બ  ]

[ સાંરેં સાંની પ  મ ] [ રે  મ પની મપ ]

[ જૈ-    – –    યા બ ] [ ન હી બ-   ન – ]

( આ રાગ મારો પ્રિય રાગ છે.સંગીતકાર શ્રી નૌશાદજી એ આ રાગમાં ઘણા ગીતો   ફિલ્માવ્યા છે. જે સ્વરો લાલ અક્ષરમાં ભેગા લખ્યા છે તે ભેગા ગાવાના છે.)

( હવે પછીની પોસ્ટમાં  રાગ સારંગ મા નિબદ્ધ ગીત,ગરબા અને ભજન જોઈશું.)

 

ટૅગ્સ:

ચાલો સંગીત શીખીએ.- (અલંકાર )

આના  પહેલા પાંચ અલંકાર આપ્યા છે , જે તમને યાદ જ હશે.આજે બીજા બે આપું છું. સોના,ચાંદી કે મોતીના અલંકાર જેમ આપણા શરીરની શોભા છે તેમ જ ગાયન ના અલંકાર આપણા ગળાને શણગારે છે.માટે રોજ  આ શણગાર કરવો જ જોઈએ.માટે ગાઓ, અને ગળાને તૈયાર કરો. આ બંને અલંકારો તાલ ની માહિતી સાથે જ આપેલા છે.જેમાં તાલ – ઝપતાલ અને તાલ – કહેરવા માં ગાવા.

૬.   આરોહ 

 તાલ – ઝપતાલ

 માત્રા – ૧૦

 તાલી – પહેલી માત્રા પર,

 ખાલી – ૬ ઠ્ઠી માત્રા પર.

 બોલ – [ ધીં   ના ] [ ધીં    ધીં   ના ] [ તીં   ના ] [ ધીં   ધીં   ના ]

 માત્રા -[  ૧     ૨  ] [  ૩     ૪     ૫ ] [  ૬     ૭ ] [  ૮    ૯    ૧૦ ]

 ×            ૨                 ૦           ૩

[ સા   રે ] [ સા   રે   ગ ] [ રે   ગ ] [ રે   ગ   મ ]

[ ગ   મ ] [ ગ   મ   પ ] [ મ   પ ] [ મ   પ   ધ ]

[ પ   ધ ] [ પ   ધ   ની] [ ધ   ની] [ ધ  ની  સાં ]

     અવરોહ 

[ સાં  ની] [ સાં  ની  ધ ] [ ની   ધ ] [ ની  ધ  પ  ]

[ ધ   પ ] [ ધ   પ   મ ] [ પ   મ  ] [ પ   મ   ગ ]

[ મ   ગ ] [ મ   ગ   રે ]  [ ગ   રે  ] [ ગ   રે   સા ]

૭.

તાલ – કહેરવા

માત્રા – ૮

તાલી – પહેલી માત્રા પર,(૧)

ખાલી – પાંચમી માત્રા પર.( ૫ )

           ×                         ૫

બોલ – [ ધા   ગે   ના   તી ] [ ન   ક   ધી   ન ]

માત્રા -[  ૧    ૨     ૩     ૪ ] [  ૫   ૬    ૭   ૮ ]

ચિહ્ન –     ×                       ૦

આરોહ- [ સા   રે   ગ   મ ] [ રે   ગ   મ   પ ]

           ( ૧    ૨    ૩   ૪ ) (  ૫   ૬   ૭   ૮ )

            ×                      ૦

           [ ગ   મ   પ   ધ] [ મ   પ   ધ   ની ]

           ( ૧     ૨    ૩   ૪) ( ૫    ૬   ૭   ૮ )

            ×

            [ પ   ધ  ની સાં ]

           ( ૧    ૨     ૩   ૪ )

             ૦                       ×

અવરોહ-[ સાં   ની   ધ   પ ] [ ની   ધ   પ   મ ]

           (  ૫    ૬   ૭   ૮ ) (  ૧     ૨    ૩    ૪ )

             ૦                      ×

            [ ધ   પ   મ   ગ ] [ પ    મ   ગ   રે ]

           (  ૫    ૬    ૭   ૮ )(  ૧    ૨    ૩    ૪ )

            ૦

            [ મ   ગ   રે   સા ]

            ( ૫   ૬    ૭   ૮ )

 

ટૅગ્સ:

રાગ – ભુપાલી પર આધારિત ફિલ્મ ગીત અને ભજન

૧. – ફિલ્મ દુનિયા નુ ગીત

फलसफा प्यारका तुम क्या जानो,

फलसफा प्यारका तुम क्या जानो,

तुमने कभी प्यार ना किया,तुमने इंतज़ार ना किया.

खुबसूरत हो मगर प्यारके अंदाज़ नहीं,ये कमी है के तुम्हारा कोई हमराज़ नहीं,

दिलमे जब दर्द नहीं बात बनेगी कैसे,

साज़ छेडा भी मगर प्यारकी आवाज़ नहीं…फलसफा…

कैसे समजाऊ ये नाज़ुक सा फ़साना तुमको,ये वो मंज़र  है जो महसूस हुआ करता है,

रहती दुनिया में वाही रहता है मरकर ज़िंदा ,

प्यार के नाम पे जो जान दिया करता है..फलसफा…

प्यार शिरी ने किया प्यार ही लैला ने किया,प्यार राधाने किया प्यार ही मीराने किया,

प्यार हर रंग में लोगो को सदा देता है,

प्यार के परदे में हम सब का खुदा रहेता है…फलसफा…

૨. ભજન ( હે ગોવિંદ હે ગોપાલ)

हे गोविन्द हे गोपाल हे दया निधान,

प्राण नाथ,अनाथ सखे,-२.

दिन दर्द निवार….

हे समरथ अगम्य पूरण,-२.

मोह-माया धार…

अंध – कूप महा भयानक,

नानक पार उतार….

 

 

ટૅગ્સ:

રાગ – ભુપાલી. – ( બંદિશ )


રાગ – ભુપાલી ( બંદિશ)  સ્થાયી  – ( તીન તાલ)

×                       ૨                     ૦                         ૩

[ ૧    ૨    ૩    ૪ ] [ ૫   ૬   ૭   ૮ ] [ ૯   ૧૦   ૧૧   ૧૨ ] [ ૧૩    ૧૪   ૧૫   ૧૬  ]

                                               [સાં   સાં    ધ   પ ] [ ગ      રે     સા     રે ]

[ ૧    ૨    ૩   ૪ ] [ ૫   ૬    ૭   ૮ ] [ ન    મ     ન   ક ] [  ર     ચ      તુ     ર ]

[ ધ઼    ધ઼   સા  રે ]  [ ગ   રે   ગ   ગ ] [ ગ    ગ    પ   ધ ] [ સાં    ધ     સાં   સાં ]

[  શ્રી  –   ગુ   રૂ ] [ ચ   ર   ણા   – ] [  ત   ન    મ   ન ] [ નિ     ર      મ    લ ]

[ સાં  પ  ધ   પ ] [ ગ   રે  સા  સા ]

[ ક   ર   ભ   વ ] [ ત    ર   ણા  – ]

                                              અંતરા 

×                       ૨                        ૦                         ૩

[૧    ૨    ૩    ૪  ] [ ૫   ૬   ૭     ૮  ] [ ૯    ૧૦    ૧૧  ૧૨ ] [ ૧૩   ૧૪   ૧૫   ૧૬ ]

                                                  [ ગ    ગ     પ  ધ  ] [ સાં    ધ    સાં    સાં]

                                                  [ જો    –     કો   ઈ  ] [ સુ     મી    ર     ન]

[સાં સાં  સાં  સાં ] [ સાં   રે   સાં   સાં ] [ સાં    સાં   ગં    રેં  ] [ સાં    સાં    પ    ધ]

[શુ  ભ   ફ    લ ] [ પા   –    વ    ત ] [ જ     ન    મ     જ ] [ ન     મ     દુ    ખ ]

[સાં  પ  ધ   પ ] [ ગ   રે    સા   સા ]

[સ   બ   નિ  – ]  [સ્ત   ર   ણા    –  ]

 

ટૅગ્સ:

 
પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

મારી બારી

દીપક ધોળકિયા

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

Booksonclick.com

અડધો ગ્લાસ ભરેલો જોવો

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

arvindadalja.wordpress.com/

My little different Thoughts

ડૉ. સુધીર શાહ Dr. Sudhir Shah

સમય + સમજ + સંજોગ = સંતોષ Time + Understanding + Situation = Satisfaction

planetJV

colorful cosmos of chaos

"મધુવન"

ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

પાર્થેનીયમ

મારા શબ્દ..મારી વ્યથા.. મારી કવિતા..

%d bloggers like this: