RSS

Tag Archives: આ મારો પરિવાર મનમાં સાકાર

મારો પરિવાર મને ખુબ જ પ્રીય છે.એમના માટે હું કઈ પણ કરી શકું.
EAST OR WEST MY FAMILY IS THE BEST

કેટલી વાર વિદાય?

આગમન

coming home

આ પિયરનાં ઝાડવાં ય ઠંડક દઈ જાય,

હજી સામાન બાંધુ  છું ત્યાં તો પિયર દેખાય,

હૈયામાં માવતર ની મીઠપ છલકાય.

ભલે પિયરમાં ગમે એટલા દિવસ રહેવાય,

પણ ‘મા’ના હૈયાને કદી સંતોષ ન થાય !

ગમન

greetings_and_goodbyes_by_aimeelikestotakepics

આખર પાછા ફરવા નો સમય આવી જ જાય,

ત્યારે આગમન નો આનંદ સાવ ઓસરી કાં જાય!

જાણતાં જ હોઈ કે જવાનું તો છે જ ,છતાં

આંખોમાં અઢળક આંસુંડાં ઉભરાય.

માતા નું મન અને  આંગણું ને  ઓરડા,

ખાલી ખાલી એમાં પડઘા સંભળાય.

દીકરીને કેટલી વાર વિદાય કરાય???

Advertisements
 

ટૅગ્સ:

बचपन के दिन याद आते है….बहोत इस बुढापेमें.

juni mumbai

ઓસ્ટ્રેલિયાથી પાછી ઈન્ડિયા આવવા નીકળવાની હતી એના બે દિવસ અગાઉ મને મારાં પાંચ-થી કરીને બાર તેર વર્ષના બાળપણના દિવસો આજે ય ૬૦ વર્ષે ય યાદ આવી ગયા.

તે સમયે મારું મોસાળ મુંબઈ,અને અમે અમદાવાદ રહેતા.મારા મામા-મામી એટલાં પ્રેમાળ કે અમને ભાઇ-બહેનોને દર વેકેશનમાં મુંબઈ જ જવાનું મન થાય.અને આખું વેકેશન મુંબઈમાં રહીએ,હરીએ,ફરીએ,ખાઈએ,પીએ,કેરીની મજા માણીએ.મારા મામાના બે દીકરા,અને અમે બધા સરખે સરખા એટલે બહુ જ મજા કરીએ.

અમે જ્યારે અમદાવાદથી મુંબઈ રાત્રે જનતામાં નીકળીએ ત્યારથી એકસાઈટ હોઈએ.અને સામે પક્ષે પણ એમ જ હોય.સવારે પાંચ-સાડાપાંચે સેન્ટ્રલ પહોંચીએ અને મામાનું આખું ઘર અમને સ્ટેશને લેવાં ઉભું જ હોય,અને તેમાં કોણ કોણ આવ્યું છે એ જોવા અમે બારી પર ખેંચાઈને જોતાં હોઈએ.અમે ઉતરીએ ત્યારે બધાં જ ભારે હોંશમાં હોય.

પણ…આખું વેકેશન મજા કરીને જ્યારે અમદાવાદ પાછા જવાનો વખત થાય ત્યારે!

એ જ રીતે આખું ઘર અમને મુકવા આવે,સાથે ખૂબ નાસ્તા ટીમણ હોય,મામા મામીએ ખીસ્સામાં  રૂપિયા આપ્યા હોય, છેલ્લી સલાહ સૂચનાઓ હોય અને…..ગાડી ઉપડે ત્યારે બધાંની આંખો છલકાતી હોય. એવી જ મિલન અને વિદાયની લાગણીઓ આજે ય અનુભવીએ છે એનો અર્થ એ જ કે લાગણીઓ હંમેશા લીલી ને લીલી જ રહે છે.અને વયસ્ક લોકો બાળપણાની આવી  યાદોમાંથી નવો પ્રાણવાયુ મેળવે છે.

 

ટૅગ્સ:

આમ તે જવાય કાંઈ ?! પ્રિય મિત્ર ને પ્રેમાંજલિ

1727908-herbs-on-foundation-seen-in-frond-of-hindu-s-home

હે પ્રિય મિત્ર !

આમ તે જવાય કાંઈ ?!

મારા પાછા આવવાની રાહ પણ ન જોવાય કાંઈ ?!

આમ તે જવાય કાંઈ ?!

મારી ને તમારી વચ્ચે હવે તો  એક જનમ નું છેટું પડી ગ્યું,

હું ય જાણું છું એટલું કે,તમે જ્યાં જઈ બેઠા છો ત્યાંથી હવે પાછા ફરાય કાંઈ ?!

હે પરમ મિત્ર !

આમ સાવ જ અચાનક મને એકલી મુકીને,તમે જ્યાં છો ત્યાં તમને સોરાય કાંઈ ?!

હે મારા પ્રિય મિત્ર આમ તે જવાય કાંઈ ?!

આમ તો ન જ જવાય કાંઈ.

મારા પાછા ફરવાની રાહ તો જરૂર જોવાય નહિ ?!

 

ટૅગ્સ:

પારિવારિક-ગીત


 

આના પહેલાં મેં તમને એક ફેમીલી-સોન્ગ જે કોઈ તમારા નીકટના સગા કે ભાઈ બહેનો,ભાણેજ,દીકરી-દીકરાના લગ્ન-પ્રસંગે ગાઈ શકો અને માહોલને વધૂ આનંદ દાયક અને આત્મીય બનાવી શકો.આજે હું તમને એવું જ બીજું પારિવારિક ગીત જે તમે તમારા અંગત સગાની એનીવર્સરી મા ગાઈ તેમને આશ્ચર્યની અમૂલ્ય ભેટ આપી શકો. .તો તૈયાર છો ?

આગળનું ગીત પ્રસિદ્ધ ફિલ્મ ‘હમ આપકે હૈ કૌન ?’ફિલ્મ ના ગીત ના રાગ પર આધારિત છે  જયારે આ ગીત પ્રસિદ્ધ ફિલ્મ “મધર ઇન્ડિયા “નુ ગીત “ઓ ગાડી વાલે ગાડી ધીરે હાંક રે”ના રાગ ઉપર બેસાડ્યું છે.નામ ની ખાલી જગ્યામાં તમારા સગાનાં નામ લખવાના રહેશે.આ ગીત હિન્દીમાં લખ્યું છે

.सर सर करती रन जून करती गाड़ी तुम्हरी जाये,सबसे आगे ऐसे भागे,कोई पकड़ न पाए.

  तुम दोनोकी ये जोड़ी सलामत रहे.
तुम्हरे जीवनमे प्यारकी गंगा बहे….
   जब छोटा था तभी बन गया …..का दादा (भाई)
हो..हर राखिके बंधन का तुने भी निभाया वादा,
   आज दो बहेनोके दिलमे सबसे पहेले तू रहे….
  जब बड़ा हुआ तो देखि तुने खुबसूरत एक लड़की,
हो..उसको देखके तेरे दिलकी खुल गई सब खिड़की,
   आज बीस सालके बाद भी दोनों लगते नए नए….
  इनका साला,इनका भैया,इनका मामा-चाचा,
हो..हम सबके दिलका तू ही अनमोल है हिरा सांचा,
   और माँ का हाथी सदा तू दोनोके सर पर रहे….
 

ટૅગ્સ:

Family Song.-પરિવારનું ગીત.

મેં એક ગીત બનાવ્યું છે ,જે હું પરિવારના લગ્ન પ્રસંગે જે તે પરિવારના સભ્યોના નામ ઉમેરીને ગાઉ છું, અને બધાં સાથે જોડાય છે ,બહુ જ મજા આવે છે.આ ગીત “આજ હમારે દિલમે અજબ હી ઉલઝન હૈ,”ના ગીત પરથી બનાવ્યું છે.જેમાં અલગ અલગ નામ લખીને ગાવાનું હોય છે.તમે પણ તમારા ઘરના પ્રસંગમાં આ રીતે તમારા સગાઓના નામ જોડીને ગઈ શકો અને બધાને આનંદ કરાવી શકો.

આજ અમારા ઘરમાં,અનેરો અવસર છે,…..ભાઈ ….બેનનો  લાડકો  પરણે છે..

આજ અમારા ઘરમાં અનેરો અવસર છે,…ભાઈ …બેનની લાડકી પરણે છે.

કન્યાનો એવો વીરો,જાણે કોહીનુર હીરો,

કન્યાની બેની એવી ,જાણે ગુલાબની વેણી,

કન્યા અમારી એવી…હો કન્યા અમારી એવી ,છે સહુની લાડીલી,…ભાઈ…બેનની કડકી પરણે છે.

કન્યાના પપ્પા એવા, દુરથી હરખે કેવા,

કન્યાની એવી માડી,ખીલી રહી ફૂલવાડી.

કન્યા અમારી એવી છે સહુની લાડીલી…….

કન્યાના ફૈબા એવી,જાણે હરખની હેલી,

કન્યાના ફૂવા એવા દીસે ગલગોટા જેવા.

કન્યા અમારી એવી…..

કન્યાના મામા એવા જાણે કાજુ-બદામના મેવા,

કન્યાની મામી એવી જાણે સ્વર્ગની સુંદરી જેવી.

કન્યા અમારી એવી…..

કન્યાના કાકા એવા શોભે  કન્હૈયા જેવા,

કન્યાની કાકી એવી, રૂપની  રાધા જેવી.

દાદા અને દાદીની, હો નાના અને નાની ની આ લીલીછમ વાડી છે.

કન્યાને સહુ એ  એવી વહાલથી પાળી છે.

 

ટૅગ્સ:

મંગલ ગીત.

મિત્રો,આ મંગલાષ્ટક મેં લખ્યું છે.પણ તે આઠ કડીઓમાં નથી,કારણકે,બહુ લાબું ગાવા જેટલો સમય ચોરીમાં હોતો નથી.બધાના મનમાં તો ઉતાવળ હોય છે ગીત પૂરું કરવાની.અને મન વગર ગાવાનો મતલબ  ખરો? એટલે મેં ટુંકુ અને અર્થસભર મંગલાષ્ટક  લખ્યું છે.એને અષ્ટક કરતા મંગલ-ગીત  કહેવું વધુ યોગ્ય થશે.આ ગીતમાં તમે તમારી દીકરી,દીકરા કે સગાઓના નામ લખશો.મેં એમાં કાલ્પનિક નામ “માનસી” રાખ્યું છે.અને એના માતા-પિતાનું નામ “મીના-મહેશ”રાખ્યા છે.અને “માનસી”ના પતિનું નામ “મોહન”રાખ્યું છે.તમારે જે નામ હોય  તે નામ લખવા.

પ્રારંભે સહુ કાર્યમાં જગત આ,જેને સદા પૂજતું,

રીધ્ધી સિદ્ધિ  સહીત જે જગતનું,નિત્ય કરે મંગલ.

જેના પૂજન માત્રથી જગતના,કર્યો બને પાવન,

એવા દેવ ગણેશ આ યુગલનું ,કુર્યાત સદા મંગલ.

કન્યા છે કુલદીપીકા ,ગુણવતી,વિદયાવતી,શ્રીમતી,

પહેરીને પરિધાન મંગલ રૂડા,આનંદ પામે અતિ,

કંઠે મંગલ-સૂત્ર સુંદર દીપે,મુક્તાફલો ઉજ્જવળ,

પામો  હે પ્રિય”માનસી” સુખ ઘણું ,થાજો સહુ મંગલ.

દીકરી તું ખીલ્યું ગુલાબ પમરે,માં-બાપના આંગણે,

વાત્સલ્યો  વરસાવતા,હૃદયથી,મીના-મહેશ સાથ જો,

બબ્બે વીરની એક તું છે બહેની,આંખોની તું તારલી,

જોને નાનકડો વીરો હરખતો,બહેનીને જોઈ જોઈને,

ભાઈ,ભાભી,અને રૂપાળા ભૂલકા,મ્હાલે,મંગલ માંડવે,

ભાભલડીની  શીખ “માનસી”તને,કે સાસરિયું દિપાવજે,

સુખના સુરજ સામટા ઝળહળે,”મોહન” તણા સાથમાં,

સાસુ કૌશલ્યા સમાં,શ્વસુર તો દશરથ સમા દીસતા,

આજે નુતન આશ્રમે (ગૃહસ્થાશ્રમ) ચરણ આ,ચાલે નવા માર્ગ જો,

વહેતી આંખ છતાં ઉમંગ ઉછળે,સહુના હૃદયમાં ઘણો,

અગ્નિ,દેવ-દેવી અને પિતૃ  સહુ,આશિષ દે છે રૂડી,

સંસારે સૌરભ સદા પ્રસરજો ,મંગલ થાજો યુંગ્મનું,

કુર્યાત સદા મંગલ.

 

ટૅગ્સ:

મેરી આંખોકે તારે -(ઓ મેરે પ્યારો ઝમી કે તારો..ના રાગ પર)

ઓ મેરે પ્યારો ,આંખોકે તારો ,જાના હૈ તુમકો કહાં?
ઓ મેરે પ્યારો, મેરે દુલારો,લે જાઉં તુકો વહાં.
હો સચ્ચી સચ્ચી સી,ઔર અચ્છી અચ્છી સી,
ફેમીલી હૈ જહાં,લે ચલ તુ હમકો વહાં.
ઓ મેરી નાની ,બડી સુહાની લે ચલ તુ હમકો વહાં.
મામા હો ચાચા હો,મૌસી હો મૌસા હો,
ફૂફી-ફૂફા હો જહાં જાના હૈ હમકો વહાં.
ભાઈ-બહેન પ્યારે,દોસ્ત બહોત સારે,
ખાયે ખેલે હમ જહાં,લે ચલ તુ હમકો વહાં.
ઓ મેરે પ્યારો, મેરે દુલારો.લે જાઉં તુમકો વહાં.
યે હૈ હમારી,ફેમીલી પ્યારી પ્યાર હી પ્યાર હૈ જહાં,
લે જાઉં તુમકો વહાં.
બસ,હવે આ શરૂઆત પછી મારી પરિવાર યાત્રા શરુ થશે.અને મારા પરિવારના બાળકો આ યાત્રા નું પુણ્ય અને પ્રસાદ બંને ગ્રહણ કરશે.
.
 

ટૅગ્સ:

 
પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

મારી બારી

દીપક ધોળકિયા

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

Booksonclick.com

અડધો ગ્લાસ ભરેલો જોવો

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

arvindadalja.wordpress.com/

My little different Thoughts

ડૉ. સુધીર શાહ Dr. Sudhir Shah

સમય + સમજ + સંજોગ = સંતોષ Time + Understanding + Situation = Satisfaction

planetJV

colorful cosmos of chaos

"મધુવન"

ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

પાર્થેનીયમ

મારા શબ્દ..મારી વ્યથા.. મારી કવિતા..

%d bloggers like this: