RSS

Tag Archives: કલાકારની કલગી

શ્રી સુરેશ દલાલ ના હજી બીજાં ઉત્તમ ગીતો.

પંખી વિનાનાં ઝાડને જોતાં,પાંદડાં પીળાં લાગ્યાં.

ફૂલનાં ચહેરા સાવ ઉદાસીન,વીલાં વીલાં લાગ્યાં.

તરણાઓ અહી કાન માંડીને,

ટહુકા કાજે ઝૂરે,

તળાવની ઊંડી ઉતરી આંખો,

આંખ મીચી અંકુરે,

કોઈ દિશામાં સ્ફુરણા નહિ,દ્વાર દીધેલાં લાગ્યાં…..

ડંખ્યા કરે ક્યારનો મને,

વેદનાનો એક વીછુ,

પાંખની મળે છાંય જો મળે,

ગીતનું કોમળ પીછું.

આગથી ઊના સુના સુના ,વનના ચીલા લાગ્યા….

૨.

રાત  રાણીએ  મીંચ્યા લોચન,સુરજ્મુખીએ ખોલ્યા,

સૌરભ ભીનો સુર લઈને,વન પંખીઓ બોલ્યાં  …..

કાજળનો કરી દુર કામળો,

જાગી ઉઠ્યા પહાડ,

પડછાયા લઈ પોઢ્યા ‘તાં એ ,

પ્રકટી ઉઠ્યા ઝાડ.

શમણાના આ  બુંદ બુંદને,પાંદડીઓએ ઢોળ્યાં……

અંધકાર નો દરિયો ડૂબ્યો,

કિરણ કિરણના કાંટા,

દરિયા રણ ને કાંઠે શમણાં ,

વમળ વિષે અટવાતાં,

આંસુ ને સ્મિતના સરોવરમાં,નયનકમળ એ કોળ્યાં…

૩.

 

 

 

 

 

વાંકાબોલી આ તારી વરણાગી વાંસળી,લાગે છે એવી અળખામણી,

છાવરું છું એમ છતી થાય છે ઓ  છેલ! મારા અંતરની છાનેરી લાગણી.

સુરની તે સુંવાળી કેડીએ વાલમા,

મહાલવાની મોજ મને આવે,

ઘેરો ઘાલીને ઉભી લોકોની આંખ,

મને તાકી  તાકીને અકળાવે,

આઘું પાછું જોયાં વિના,બધા આપે શી વાતની વધામણી…..

ગાયોની સાથ સદા હોય ગોવાળિયો,

ને ફૂલડાની સાથે સુગંધ,

તારી તે સંગ હોય હૈયા વીંધ વાંસળી,

ને વાંસળીમાં વહેતો ઉમંગ,

ગોપીની લાજ અને લોપે મરજાદ,કાળી ડંખે છે નીંદાની  નાગણી….

૪.

ફાગણીયે ફોરેલાં વન વનના ફૂલ,આજ મરકી રહ્યાં ઝીણું ઝીણું ,

કે રાજ કોઈ પીઓ ફાગણ નુ પીણું…..

દલ દલની પાંદડીના ઘુંઘટને ખોલે છે,ભમરાનું દિલ ભાવભીનું,

કે રાજ કોઈ પીઓ ફાગણ નુ પીણું…..

સૌરભનું સોહે છે,અહિયાં સરોવર,

કે આવી આવીને પીઓ જળ,

પીતાં રહોને તોય ખૂટે ના કેમ કરી,

એવા અતાગ એના તળ,

કોકીલને કંઠેથી ઝરતી કળીઓને,પળનાં પાનેતરમાં વીણું….

નભની નિકુંજ મહી,ચંદાની ચાંદનીના ,          (કેવો સુંદર શબ્દાનુંપ્રાસ છે !)

ચંદનની મહેક લિયો માણી,

તારલાના ફૂલની  તેજલ સુગંધને,

લહેરાવે લહેરખી હવાની,

દિવસ ને રાતડી પીધા કરો ને પ્રાણ ! અમરત વહે છે આંખડીનું….

૫.

જળ જેવી  વહેતી આ લાગણીને રોકવાને થઇ જાઓ પ્રભુ તમે પાળ !

ફૂલ જેવી આછી સુગંધ થઇ વિક્સું હુ,ક્યાંય નહિ ભરતી ઉછાળ.

આખું આકાશ મારી આંખોમાં હોય,

છતાં વહેતા વાદળની નહિ માયા,

રસ્તા પર ઉગ્યા છે છો ને આં ઝાડ,

પણ પહેરું નહિ એના પડછાયા.

પંખીના ગીત મારાં જળમાં કમળ એના,પીંછાંમાં છૂપ્યો છે કાળ….

ઢાળ જોઈ દોડે ના મારા ચરણ,

કદી મનગમતા ફૂલ નહિ તોડું,

સાત સાત જન્મોનું ભેટવાનું હોય, 

તોયે હળવેથી હાથ એનો છોડું.  ખુબ જ નાજુક  વેદનાના ભાવની રજૂઆતસુરેશ ભાઈએ કેટલી હૃદય-સોસરવી ઉતરે તેમ કરી છે.

રણઝણતો તાર કદી તૂટે નહિ સુર,કદી ચુકે નહિ તારો આ તાલ …..

 

Advertisements
 

ટૅગ્સ:

શ્રી સુરેશ દલાલ નુ યાદગાર ગીત

 

 

 

 

 

 

 

 

 

 

 

 

રાધાનું નામ તમે વાંસળીના સુર મહી,વહેતું ન મેલો ઘનશ્યામ,

સાંજ ને સવાર નિત નિંદા કરે છે,ઘેલું,ઘેલું આ ગોકુળિયું ગામ….

વણગુંથ્યા કેશ અને અણઆંજી આખડી,

ખાલી બેડા ની કરે વાત,

લોકો કરે છે શાને દિવસ ને રાતડી,મારા મોહન ની પંચાત,

વળી વળી નીરખે છે,કુંજ ગલી પૂછે છે,કેમ અલી ક્યા ગઈ’તી આમ ?…..

કોણે મુક્યું રે તારે અંબોડે ફૂલ અલી,

એની પૂછી પૂછીને લીયે ગંધ,

વાહે અંતરની વાત એ તો આંખ્યું ની ભૂલ જો કે,

હોઠો ની પાંખડીઓ બંધ,

મારે મોઢેથી ચહે,સાંભળવા સાહેલી,માધવનું મધ મીઠું નામ….

આ ગીત ઘણા બધાંને ગમે છે.મને પણ ખુબ જ ગમે છે.કારણ કે આ ગીત સાથે મારી સુરીલી યાદ પણ સમાયેલી છે.

હુ જયારે રાસભાઈ પાસે સુગમ સંગીત શીખતી હતી,ત્યારે અમદાવાદ માં ટાગોર હોલ માં અમારો “ભવન’સ ગ્રુપ”નો  પ્રોગ્રામ હતો .તે સમયે મે આ ગીત ગાયું હતું.  

 

ટૅગ્સ:

શ્રી સુરેશ દલાલ ના રાધા – કૃષ્ણ ગીતોગીત – ૧

રાધા ચાલી પગલા જોતી રે શ્યામ,રાધા ચાલી.

કોઈ પૂછે તો કહેતી,ખોયું કંઠ હારનું મોતી,

ચંપક વરણી ચતુરા ચાલી,દીવડે લઈને જ્યોતિ….રાધા ચાલી

અંગે અંગ ઉમંગ ન માયે,ઘડી ઉભે શરમાતી,…રાધા ચાલી

ક્યા એ વેનું ને ક્યા એ કાનો,ભીની આંખડી લ્હોતી.

જ્યાં જ્યાં હરિના પગલા જોયાં,ફૂલડાં મેં લ્યા ગોતી,

પાલવડે પદ – રેણું બાંધી,હરખાતી મદમાતી…..રાધા ચાલી

ગીત – ૨

રાધા શોધે મોરપિચ્છ ને ,શ્યામ શોધતા ઝાંઝરિયા.

રાધિકાની આંખ જપે છે,સાંવરિયા ઓ સાંવરિયા.

મોરલીના સુર કદંબ વૃક્ષે,

ચીર થઈને ઝૂલે,

અને શ્યામની આંખો જળમાં,

કમળ થઈને ખૂલે,

કુંજગલીમાં ધૂળ રેશમી,તોય કહે એ કાંકરિયા….

ઉજળો દિવસ શ્યામ થયો ને,

રાધિકા થઇ રાત,

યમુનાના જળ દર્પણ થઈને,

કરે હૃદયની વાત,

ભરી ભરીને  ખાલી ખાલી,કરતી ગોપી ગાગરિયા…

ગીત – ૩

મને મોરલીના સુર સાથ વાકું ,

અંતરની ગોપીનો ખોલી દે ઘૂમટો,

હુ તો લજ્જાથી લાખવાર ઢાંકું…મને…

સુના ઉજાગરે આ જાગે વિભાવરી,

જંપે પોઢેલ મારી નીંદર ,હુ બાંવરી,

આંસુના એક એક આભલાને કેમ કરી,

આયખાની ચૂંદડીએ ટાંકું…મને..

મને દિવસને રેન સાથ વાંકુ,

મને નટખટ ના નેણ સાથ વાંકું.

મારી તે છાંય  કદી જળમાં અંકાય નહિ,

શ્યામનું સ્વરૂપ કેમ સાંખું ?,

મને વહેતી જમુના વહેં સાથ વાંકું,

મને મોરલીના કહેણ સાથ વાંકું…મને…

શ્રી સુરેશ ભાઈએ આ ગીતોમાં રાધાજીનું  ખુબ જ સોહામણું સ્વરૂપ  દર્શાવ્યું છે.

– રાધા ચાલી – ગીતમાં ,”સ્ત્રી-સહજ શરમનો ભાવ છે કે,કોઈ પૂછે કે શું શોધે છે ? તો,રાધા કહે છે,”ખોવાયેલું કંઠ હારનું મોતી શોધું છું.”આ વાત પણ સાવ ખોટી તો નથી જ ને ?ભલે એ શોધે છે શ્યામના પગલાં,કે તે ક્યાંથી ક્યા સુધી ગયાં છે તો એ રસ્તે હુ પણ જાઉં.અને બહાનું આપે છે કંઠ-હારનું મોતી ખોવાયું છે તે શોધું છું.અને કૃષ્ણ તો રાધાના હૈયાનો હાર જ હતો ને ? 

ઝંઝારીયા ગીત માં પણ ખુબ જ સુંદર વાત કવિ કહે છે,સામાન્ય રીતે આપણે મનથી અથવા હાથ થી માળા ફેરવતા નામ જપીએ છીએ,અહી તેઓ “રાધિકાની આંખ જપે છે.”શબ્દ પ્રયોજ્યો છે.ખરેખર શબ્દો પાસે બહુ મોટી તાકાત છે અભિવ્યક્તિની.!

વાંકું આ ગીત માં રાધાને એ દરેક વસ્તુ સાથે વાંકું પડ્યું છે જે ચીજો સાથે કૃષ્ણને લગાવ છે.

ખરેખર સુરેશભાઈ અદભુત કવિ અને સાહિત્યકાર છે .અને આપણે નસીબદાર છીએ કે આપણી પાસે તેમના સાહિત્યનો બહુ મોટો “ચરુ” સચવાયેલો રહેશે.

 

ટૅગ્સ:

શાયર રુસ્વા મઝલુમી.

૧ – આફત ભારે

હૈયું હળવું આફત ભારે,

ફૂલ ને પથ્થર એક જ હારે.

એ નૌકાને કોણ ઉગારે?

તારક જેનો હિંમત હારે?!

એવો ખેલ ખપે ના મારે,

જીતુ હુ જ ને બીજાં હારે.

માર્ગ અજાણ્યો,સાથ અજાણ્યા,

સંઘ ન પહોચે દ્વારકા દ્વારે.

રઝળી પડ્યો “રુસ્વા” રસ્તામાં,

કોઈને ઈશ્વર આમ ન મારે.

૨ – પ્રેમ

સાગર સમો છે આ પ્રેમ મારો,

પાણી જ પાણી ક્યાય ન આરો.

જીતી ગયાં તો બાજી જ પૂરી,

રમવા ચહો તો હરરોજ હારો..

આંખો જ પોતે ઊંડામાં ઊંડી,

એથી વધારે ઊંડો ઇશારો .

મઝહબ અમારો ખુબ અનોખો,

અલ્લાહ ખાતર માથું ન મારો.

કાંટા ય હો તો માથે ચડાવો,

કરવો જ છે જો ગુલમાં ગુજારો.

૩ -સિકંદર.

આલમ ભલે કહે એ મુકદ્દર ની વાત છે,

નિષ્ફળ છું હુ એ આપના અંતરની વાત છે.

અશ્રુની વાત ટૂંકમાં કેવી રીતે કહું ?

અય દોસ્ત! એ તો સાત સમંદરની વાત છે.

હુ એના હાથમાંથી કદી ઝૂંટવી લઈશ,

કિસ્મત ના હાથમાં ભલે અવસરની વાત છે.

“રુસ્વા” તમારી યાદને સાથે જ લઇ જશે,

ખાલી ગયો જે એતો સિકંદરની વાત છે.

૪ – કલમ

વિચારો વિણ કલમ કરમાં નથી ધરતો કવન માટે,

ગગન પેદા કરી લઉં છું પ્રથમ હુ ઉડડયન માટે,

અભાગી લાશ રખડે જેમ જંગલમાં કફન માટે,

વતનમાં એમ ભટકું છું,શરણ માટે જતન માટે.

નિરાશ્રિત થી વધુ આશ્રિત તણી સ્થિતિ કફોડી છે,

અવર માટે બધું છે ણે નથી કઈ આપ્તજન માટે.

તમે ના બોલવાનું આજ પણ બોલી ગયાં “રુસ્વા”,

કદી તો પૂર્વ તૈયારી કરો  કૈ પ્ર-વચન માટે?!

આ શાયરની ગઝલો દમદાર અને ચોટદાર છે.તેમના પ્રત્યેક શેયરમાં એક અલગ જ ખુમારી અને ખુદ્દારી છે જે આપણને “બેફામ”ની યાદ અપાવી જાય છે.

 

ટૅગ્સ:

આંસુ ની અંજલિ એ અમર કવિને -( સુરેશ દલાલ)

 

 

 

 

 

 

 

 

 

આજે તો હુ કાંઈ નથી,પણ કાલે તારે દ્વાર,

નાનો અમથો છોડ થઈને ,મહેકું સાંજ સવાર.

હવા મહી ઝૂલે છે આજે,મનની છાની માયા,

કાલ સવારે કોળી ઉઠશે,કેવી કોમળ કાયા.

આજે તો હુ કાંઈ  નથી,પણ કાલે તારે દ્વાર,

પંખી થઈને આવું ને હુ છેડું કંઠ સિતાર.

આજે તો જે રહ્યું અગોચર,એનું કાલે રૂપ,

ગાઈ ઉઠશે પછી નિરંતર,વાણી મારી ચૂપ.

આજે તો હુ કાંઈ નથી પણ, કાલે તારે દ્વાર

આવું, ને તું જો કે કેવો કલ્લોલે સંસાર.

 

ટૅગ્સ:

મ્હાલ્યો તે મેળો – સુરેશ દલાલ

 

 

 

 

 

 

 

 

 

 

 

ચાલવા મળી છે  એ જ ધરતી ,આંખડીમાં આવ્યું તે ઊજળુ આકાશ.

ઝૂલ્યા તે ઝૂલો,દુઃખ ભૂલ્યા તે દિલડાના,થાક્યા વિસામાના શ્વાસ.

વરસે તે વાદળી ને પરસે તે લ્હેરખી,ને મહેકે તે બાગ મનગમતો.

પથ્થરને ફોડીને પ્રકટેલા ઝરણામાં કલકલતું ફૂટ્યું સોહાગ.

દેવોના અમરતથી અદકું એ જળ,

એવી છીપી છે વણછીપી  પ્યાસ…..

ઝાલ્યો તે હાથ,વળી  મ્હાલ્યો તે મેળો,ને ગાઉ તે એજ મીઠું ગીત,

મળતા સૌ માનવની પાછળ થી ઝર્યા કરે,માધવનું મર્માળું સ્મિત.

આપણે આવાસ વસે વૃંદાવન કુંજ અને,

મોરલીના સુર રમે રાસ…

 

ટૅગ્સ:

ક્યાંક વાંસળીનો સુર વાગ્યો.(સુરેશ દલાલ)

 

 

 

 

 

 

 

 

 

એક આછો  હડદોલો મને લાગ્યો,

કે ગીતનો ઝોલો ઝૂલે છે દિન-રાત.

ક્યાંક વાંસળીનો સુર નવો વાગ્યો,

કે ગીતનો ઝોલો ઝૂલે છે દિન-રાત.

કો’ક ડાળીએ ફૂલ ફૂલ ખીલ્યાં,

કે ભમરો ભમતાં ભૂલે છે દિન-રાત,

કોનાં લોચનિયે લોચનને ઝીલ્યાં,

કે દલ દલ દિલના ખુલા છે દિન-રાત.

હો જી કોમળ કિરણ ક્યાંથી આવ્યું,

અંધાર પર કોરે છે નિત નવી ભાત.

કોણે આંસુને સ્મિતથી ભીજાવ્યું,

કે રંગ રંગ દિવસ ને રાત રળિયાત.

આં ગીત ઘણું જુનું છે.શ્રી સુરેશ દલાલ ના ચાહકોને ગમશે,કદાચ આં ગીત તમને સાંભળવામાં કે વાંચવામાં ન પણ આવ્યું હોય!.

આખું ગીત હળવેથી ચહેરા પર પીછું ફરતું હોય એવું સુકોમળ સ્પંદન છે.

ઉત્તમ પંક્તિઓ:

૧ –   “કે દલ દલ દિલના ખુલે  છે દિન-રાત.”

૨ –    “કોણે આંસુથી સ્મિતને ભીજાવ્યું.”

 

ટૅગ્સ:

 
પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

મારી બારી

દીપક ધોળકિયા

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

Booksonclick.com

અડધો ગ્લાસ ભરેલો જોવો

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

arvindadalja.wordpress.com/

My little different Thoughts

ડૉ. સુધીર શાહ Dr. Sudhir Shah

સમય + સમજ + સંજોગ = સંતોષ Time + Understanding + Situation = Satisfaction

planetJV

colorful cosmos of chaos

"મધુવન"

ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

પાર્થેનીયમ

મારા શબ્દ..મારી વ્યથા.. મારી કવિતા..

%d bloggers like this: