RSS

Tag Archives: મારાં વિચારોનું વૃંદાવન

વિચારો ની કળી તો મન ના છોડ પર ઉગે છે પણ એને ફૂલ બનાવી ને સુવાસ ફેલાવતું કરવાનો પ્રયાસ.

વિચારો નું વૃંદાવન.

TirumalaSTAMPEDE7_830993g

th-indian-gods-hindu-gods-collage-shirdi-sai-baba-saibaba-wallpaper

મેં વાંચ્યું, મેં જોયું, અને મેં સાંભળ્યું પણ,

મંદિરો માં ભગવાન ને માથે સોનાના મુગટો મુકાય છે,જરિયન વાઘા,લાખો રૂપિયાના શણગાર ચડાવાય,કઈ કેટલાય કિલોના પ્રસાદ અને હજારો માણસોના રસોડા ચાલે,પુજારીઓ પોતે સોનાના ઘરેણાઓ પહેરી ને  મ્હાલતા હોય,તેલ અને દૂધની ધારાઓ ગટરમાં જતી હોય,આ બધું નવું નથી,આ બધું આજનું પણ નથી.

પણ જો આજે પણ પરિસ્થિતિ બદલાતી નથી તો પછી અફસોસ કેવો?!કદાચ આજે સ્થિતિ વધારે ખરાબ થઇ હોય એમ જણાય.મને યાદ છે, વર્ષો પહેલાં અમે અને અમારું મોસાળ કુટુંબ કોઈ એક મોટાં અને પ્રસિદ્ધ મંદિરની યાત્રાએ ગયા હતા.મારું મોસાળ ચુસ્ત  ગાંધીવાદી અને સિધ્ધાંત વાદી,જીવન મુલ્યોને જાણનાર,સમજનાર અને તેને વળગી રહેનાર,

હવે અમે ઘરેથી વહેલી સવારે નહિ ધોઈને દર્શન કર્યા પછી જ કાઈ ખાવું પીવું એવા વ્રતને લઈને અમારી કારમાં થી યાત્રાના સ્થળે ઉતર્યા.થોડા સ્વસ્થ થઇ મંદિર ભણી ચાલવા લાગ્યા,તો તરત જ પુજારી એ રોક્યા અને કહે કે પાછળ નદીમાં નાહીને આવો…અને બસ થઇ રહ્યું!!!એટલી વાતથી વિવાદ એવો ચગ્યો કે મારા મામા કહે કે હું નાહીને જ આવ્યો છું,હું નદીએ ન્હાવા નહિ જાઉં,અને મારે હું ન્હાયો છું એની સાબિતિ તમને આપવાની જરૂર જણાતી નથી.મારો ભગવાન જાણે છે કે હું શું છું?તમે મને દર્શન નહિ કરવા દ્યો તો અમે ચાલ્યા જશું.પણ, દંભ હું નહિ કરી શકું. પછી તો ઘણી ચર્ચા અને સમજાવટ થી પૂજારીજી માન્યા અને અમે દર્શન કાર્ય પૂર્ણ કર્યું.પણ ત્યારથી મારા મનમાં એવા સવાલ તો મુકતા જ ગયા કે,

કયા ભગવાનને ખુશ કરવા માટે આટલો બધો બાહ્યઆડમ્બર થતો હશે?

બરાબર છે કે તપ સિવાય પ્રાપ્તિ નથી કે સંઘર્ષ વિના સિદ્ધિ નથી એ બધું જ કબુલ..

કદાચ લોકોની શ્રદ્ધા મોટી હશે,પણ આ સવાલ મારા મનમાં થાય છે, કોઈની શ્રદ્ધા ઉપર તર્ક નથી કે નથી એમને ઉતારી પાડવાની કોઈ વૃત્તિ.પરંતુ,સીધે પગે જેનાથી ઉભા ન રહેવાતું હોય એવા લોકો કલાકો દર્શન ની લાઈનોમાં ઉભતા હોય,માનતાના  બાળકોને  લઈને ભર તડકામાં ભૂખી તરસી માવરો ઉભી હોય,અને આ બધું એક કે બે ક્ષણોમાં તો પૂરું…હજી પૂરી મૂર્તિ ય ન જોઈ હોય,પૂરું માથું ય ન ટેકવ્યું હોય ત્યાં તો ચાલો ચાલો…નીકળો નીકળો…અને પાછા વાર?!! આ ભગવાન નો આ વાર અને તેમનો તે વાર…એ વારે તો જે માણસ ઉમટે?!

આ આપણે શું કરી નાખ્યું છે?!

અને આપણે કેવાં થઇ ગયા છીએ?!

શું તકલીફો ભોગવવાથી જ ઈશ્વર મળે છે?!

શું ભગવાન મંદિરમાં જ છે?

આપણા મન અને આત્મા નો ભગવાન ક્યાંય ગાયબ થઇ ગયો કે એને શોધવા મંદિર મંદિર ભટકવું પડે છે?!

ઈશ્વર શું પોતાના ભક્તો દુઃખી થાય તેમાં રાજી છે?

ભગવાન તો ભાવના નો ભૂખ્યો છે ને એ બધા વાક્યો ક્યાં ગયા?!

કોઈ એમ કહેશે કે,” આ તો શું કે એ બહાને ફરી લેવાય ને દર્શને ય થઇ જાય “..એવું કહેનારાની ભક્તિ ક્યાં ગઈ?!

હે ભગવાન!!!! તું ક્યાં છે?!

 

ટૅગ્સ:

વિચાર વાયુ.

board

સમાજસેવા નાના પાયા ની  હોય કે મોટાં પાયાની, પણ જરાય સહેલી નથી.કદાચ મોટાં પાયા પર તમને આર્થિક મદદ કે માણસોની મદદ અને સલાહ પણ મળે.તમે ચાર જણને પૂછીને નિર્ણય લઇ શકો,પણ એકલા,માત્ર ઘર મેળે સ્વેચ્છાથી કરાતી સેવા  લોઢાંના ચણા ચાવવા જેવી છે.

તમારી આસપાસ વસતા કામવાળાઓનાં બાળકોને દયા લાવી ભણાવવાની નેમ કરો,તમારા ગાંઠનું ગોપીચંદન ઘસીને ઘસાયા  કરો,જાતે બાળકોને શાળામાં દાખલ કરાવી,ઘરે ટ્યુશન ની જેમ ભણાવો છો…આ બધું જ ખુબ જ પ્રેમ,લાગણી અને જવાબદારી સમજીને તન,મન,ધન થી નીચોવાઈને કરો છો.

પણ…જયારે એ બાળકોના મા કે બાપ-  જે એટલા ગરીબ  પણ નથી કે જે “વિમલ”ચાવ્યા કરે છે,પોતે જ્યાં કામ કરે છે ત્યાં ભરપેટ ચા નાસ્તો અને બપોરનું જમવાનું પતાવી લે છે,પણ તેને બાળકોને સમયસર ઉઠાડી,તૈયાર કરી,શાળામાં મોકલવાની પડી ન હોય,બાળકો માટે કઈ જ રાંધ્યું ન હોય,સ્કુલના નાસ્તાના ડબ્બાના પણ વાંધા હોય, અને “અમારા સાહેબ બધું કરશે”એવી ભાવના હોય,એવા બાળકોની દયા ખાઈને ક્યાં સુધી આવા મા બાપ ની આળસને પોષ્યા કરીએ?

વારંવાર સલાહો આપવા છતાં તેમની જીભ માત્ર અને માત્ર જુઠ્ઠું જ બોલતી હોય,તેમના ઘરમાં ક્યાંય દુર દુર સુધી ભણાવવા પ્રત્યેની  ધગશ જ ન હોય કે વાતાવરણ જ ન હોય એની પાછળ મને લાગે છે કે સમય અને શક્તિનો વ્યય થાય છે.આવા જ અનુભવ થી કચવાતા મારા મનમાં વિચાર આવ્યો કે સાચે જ આવી એકલવાયી સમાજસેવા જરાય સરળ નથી. મારા મનમાં ઉગેલી એક ઈચ્છા(dream) જેને સંપૂર્ણ સમર્પિત થઈને (dedication)જવાબદારીથી(responsibility) પાર પાડવા કમર કસી,અને અક્ષરજ્ઞાન (education)આપવા ની કોશિશ કરી,પણ તેમનું વર્તન,(attitude)મને પ્રેરણા(motivation) ન પૂરી શક્યું અને આખરે…મેં હથિયાર હેઠા મુક્યા…અફસોસ…ખુબ જ દુખ થાય છે…  

બધા આદર્શ વાદી સ્વપ્ન પુરા નહિ પણ થતાં હોય! 

 

 

ટૅગ્સ:

ઝેર ઉતારો રાજ……

hands


જે માફ ન કરી શકે એ મન સાફ ન કરી શકે.

અને જો મન ને સાફ ન કરો તો સંબંધો ને શ્વાસ લેવાની  જગ્યા નહી મળે અને જગ્યા  ન  મળવાથી લાગણીઓ ગુંગળાઈ જશે, અને આ ગુંગળાયેલી લાગણીઓ  મન ને વિષાક્ત બનાવી દેશે.

તમે શું નાગ છો કે ઝેર ની પોટલી દાંતમાં દબાવી ને ફરો છો?!

ના,

તો મન ને સાફ કરી,કોઈને માફ કરી, સંબંધોમાં નવા રંગ પૂરી એ રંગો ને વાર્નિશ કરી લાઈફટાઈમ બનવી દો..અને હલકાં ફૂલ થઇ જાઓ,અને જો

હા,

તમે નાગ છો,તો બીજો કોઈ  ઉપાય નથી.તમે ઝેરની પોટલી લઈને જ જીવો અને આ દુનિયામાં થી વિદાય થાઓ ત્યારે દેખાવ પૂરતાં  બે આંસુ  લઈને જાઓ.

પણ જો મન ના લીલ જામેલ ક્યારામાં, લાગણીઓથી ગોળ મારેલ તમારા અંતરની જમીનમાં નવા સંબંધોના છોડ વાવી જશો તો મન મ્હોરી ઉઠશે, ઉર ગાઈ ઉઠશે,અને સંબંધો સુવાસિત થઇ ઉઠશે.

અને તમે જયારે આ દુનિયાની વિદાય લઇ જશો ત્યારે આ સુવાસ જ  ભેગી આવશે.

તો હવે તમે જ નક્કી કરો કે,તમારે ઝેર ની કડવી વાસ સાથે જીવવું છે કે,અમૃતની સાચી સુગંધ સાથે જવું છે. 

માટે જ માફ કરો અને મન ને સાફ કરો.

 

ટૅગ્સ:

વિચાર-વાયુ

હે ઈશ્વર ! તારો ખુબ આભાર કે આવા પ્રેમાળ સ્વજનો તે આપ્યા.

મારાં મનમાં એમ કે હુ મારે માટે કોઈને તકલીફ ન આપું.પણ જો એમ ન કરું તો હુ શું કરું ?કારણકે હુ જયારે ‘બેડ’ પર હોઉં

ત્યારે શું ???  જો કે,આ બધી ઋણાનુબંધની વાત છે ! માણસ ગમે એટલું ચાહે કે,’મારાં દુખે હુ કોઈને દુઃખી ન કરું,પણ ક્યારે જીવનમાં એવો સમય આવી જાય છે કે,,બીજાના આધાર અને મદદની જરુર પડે જ છે.અને દરેક વ્યક્તિ આવા સમયે મદદ કરવાં તત્પર પણ હોય જ છે.પણ આમાં ફરજની ભાવના વીશેષ હોય છે,જયારે આ ભાવના સાથે પ્રેમ ભલે ત્યારે તે “સેવા” બની જાય છે.

હુ નસીબદાર છું કે આવા સેવા ભાવ વાળા સ્વજનો મને મળ્યાં.મારાં મનમાં આજે પણ એ વિચાર રમે જ છે કે હુ તેમને તકલીફ આપું છું.પણ જો એમ ન કરું તો બીજું હુ કરી પણ શું શકું?કારણકે,બીમાર સ્થિતિમાં હુ લાચાર હોઉં છું.

મારાં મનમાં અ બનાવ થી એક વિચાર દ્રઢ થયો કે,કોઈ માણસ એવા ઘમંડ સાથે જીવતો હોય કે,હુ એકલો બધું ફોડી લઈશ,મને કોઈની મદદની જરૂર નથી,તો એ તેનો ભ્રમ જ નહી ફાંકો છે માણસને  હમેશા  અન્ય માણસની મદદની જરૂર ક્યારેક તો પડે જ છે.અને મને એવા પ્રેમાળ સ્વજનોની મદદ મળે છે.

 

ટૅગ્સ:

 
પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

મારી બારી

દીપક ધોળકિયા

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

Booksonclick.com

અડધો ગ્લાસ ભરેલો જોવો

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

arvindadalja.wordpress.com/

My little different Thoughts

ડૉ. સુધીર શાહ Dr. Sudhir Shah

સમય + સમજ + સંજોગ = સંતોષ Time + Understanding + Situation = Satisfaction

planetJV

colorful cosmos of chaos

"મધુવન"

ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

પાર્થેનીયમ

મારા શબ્દ..મારી વ્યથા.. મારી કવિતા..

surtiundhiyu

This WordPress.com site is the cat’s pajamas

%d bloggers like this: