RSS

Tag Archives: મારું કવન મનનું મધુવન બની જશે.

મારી કવિતાઓ મારા મનનું મૌલિક સર્જન છે.અને પોતાનું સર્જન કોને વ્હાલું ન હોય?

ઝીણો ઝીણો..

ઝીણો ઝીણો જીવ બળે છે,

જાણે કો જીવતર દળે છે…જીવ બળે ..

કોરું ને સુક્કું નથી કઈં,

લીલાંછમ વૃક્ષો બળે છે…જીવ બળે..

પ્રેમનો બદલો પ્રેમને બદલે,

કોઈ નફરત ને રળે છે….જીવ બળે ..

દર્દ ના વાદળ નો આડમ્બર છવાયો,

આંખનું આકાશ એવું પીઘળે છે…જીવ.

Advertisements
 

ટૅગ્સ:

મૌન…

પહેલાં એટલું નહોતું ગમતું,

પણ હવે આ મૌન મને ગમે છે.

મારું ડહોળાયેલું મન બસ,

હવે ફક્ત મારી સાથે જ રમે છે….મૌન ગમે છે.

આભાર તારો હે અકળ સંસાર,

કે હવે ગમે તેટલા ઘાત મારું હૃદય ખમે છેમૌન ગમે છે.

એટલી પ્રેક્ટીસ થઇ ગઈ હૃદયને,કે

ખબર જ નથી પડતી કે કોણ એને દમે છેમૌન ગમે છે.

 

ટૅગ્સ:

દેશવાળા નું ગીત.

life-in-usa-vs-life-in-india

તમે એકવાર  પરદેશ જાજો  રે  હો  દેશવાળા,

ભલે પરદેશનું સુખ તમે માણજો રે હો દેશવાળા,

તમે કાયમ રહો,ઘર બનાવો, ડોલરમાં ભલે ઘણું કમાઓ,હાં કે ત્યારે,

દેશનું  લીમડાવાળું આંગણું  યાદ આવશે હો દેશવાળા..

તમે પરદેશમાં તહેવાર ઉજવજો રે હો દેશવાળા,

ભલે પાર્ટી  ને ઉજાણી કરો, વિક એન્ડમાં જલસા કરો,હાં કે ત્યારે..

 ગામના મેળાઓ તને યાદ આવશે હો દેશવાળા…

તમે  પરદેશ ની ખાણી – પીણી માણજો રે હો દેશવાળા,

ભલે પીઝા ખાજો,પાસ્તા ખાજો,પેટ  ભરીને સેન્ડવીચ ખાજો..હાંકે ત્યારે..,

‘મા’ નું અથાણું  તને યાદ આવશે હો દેશવાળા..

તમે પરદેશના ફળ – ફ્રૂટ માણજો રે હો દેશવાળા,

ભલે સ્ટ્રોબેરી ખાજો,કિવી ફળ ખાજો,નોખાં અનોખાં જ્યુસ પીજો..હાંકે ત્યારે..  

આંબા વાડીયુંની કેરી યાદ આવશે હો દેશવાળા…

તમે પરદેશમાં લગન પ્રસંગ માણજો રે હો દેશવાળા,

ભલે ડાન્સ કરો, ડી.જે.કરો, દાંડિયા લઇ રાસ કરો..હાંકે ત્યારે…

ત્યારે દીકરી  વિદાય ગીત યાદ આવશે હો દેશવાળા…

 

ટૅગ્સ:

અમે નાનાં હતાં…

children

અમે નાનાં  હતાં ને  ત્યારે રમતાંતાં બહુ,

અને રમવા કરતાં તો અમે વાંચતાંતાં બહુ,

વાંચી વાંચીને તો વિચારતાં તાં બહુ,….અમે નાનાં

અમે નાના હતાં ત્યારે ફરતાં તાં બહુ,

અને મામા ને ગામ અમે જાતાં તાં બહુ,

કેરીઓ ને કુલ્ફી ત્યારે ખાતાં તાં બહુ,

મુંબઈના દરિયે અમે ન્હાતાં તાં બહુ…..અમે નાનાં

અમે નાના હતાં ને ત્યારે હસતાં તાં બહુ,

મામાના મનમાં અમે વસતાં તાં બહુ,

નાની ના ખોળામાં વારતાઓ  સાંભળતા,

સુઈ જઈએ ત્યારે વ્હાલ મળતાં તાં બહુ….અમે નાનાં

 

ટૅગ્સ:

ઈન્ટરવલ પછીનો અમિતાભ.

angry man

હું  ઈન્ટરવલ પછીનો અમિતાભ છું,હવે

આવી જાઓ મેદાનમાં,હું લડવાના મૂડમાં….

બહુ ઢીલી છું  ઢીલી છું લાગ્યા કર્યું ને તમને?!

બસ,અગણિત ઘા ખાઈ ખાઈને,

અઢળક આંસુ પી લઈને,

કસાયેલું છે આ તન મન,

બસ, બહુ થયું.

હવે તો તમે ફસાયા છો મારી નાગચૂડમાં…….હું લડવાના

કેમ તમે જ કહો ને હું  સાંભળી લઉં?!

આજે હું કહું ને તમે સાંભળશો.

એટલું છીણ્યું છે આ મનને ગાજરની જેમ,

એનો હલવો થ્યો હોત તો વાત કઇંક ઓર હોત!

પણ ટુકડા પડ્યા છે આ દિલના તો ધૂળમાં..હું લડવાના.

  

 

ટૅગ્સ:

દુઃખતો સવાલ..

heart-break15

 

 

 

 

 

 

 

 

 

 

હું તે વળી કોણ છું?!

આ તમે પૂછ્યું?! તમે ?!

તમને આ તે શું સુઝ્યું?!

મને તો એ કાંટાની જેમ,

ઊંડે સુધી ખૂંચ્યું.

તમે જુઓ નહિ એમ,એક

સરતા આંસુને મેં લુછ્યું.

આ એક જ વાતે,રુઝતા ઘા,

ખણાઈ ગયા ને હૈયામાં ,

ખુબ દુખ્યું.ખુબ દુખ્યું,રે ખુબ દુખ્યું.

 

 

 

ટૅગ્સ:

મંદિર ને ઓટલે.

mandir

આવીને બેસું છું  હું આ મંદિરને ઓટલે.

શાંતિ મળે તો ઘણું સારું, આ મંદિરને ઓટલે. 

નક્કી કર્યું કે હવે દુખી નહિ થાઉં હું,

સગપણ ના પોટલાં છોડીને ક્યાં જાઉં હું?

ગાંસડીઓ ઊંચકીને લાવું છું મંદિરને ઓટલે.

મારી સંગે તો મારું મન ભેગું આવશે,

મનને હું ઘેર મુકી આવું તો શે  ફાવશે?

મન વિના હું કેમ કરી આવું આ મંદિરને ઓટલે?

સાંભળ્યું છે સારા કામો નું સારું ફળ મળે,

ફળની અપેક્ષામા નરદમ જો છળ મળે !

વિચારોથી ઘેરાયેલ આવું છું મંદિરને ઓટલે !

 

 

ટૅગ્સ:

 
પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

મારી બારી

દીપક ધોળકિયા

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

Booksonclick.com

અડધો ગ્લાસ ભરેલો જોવો

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

arvindadalja.wordpress.com/

My little different Thoughts

ડૉ. સુધીર શાહ Dr. Sudhir Shah

સમય + સમજ + સંજોગ = સંતોષ Time + Understanding + Situation = Satisfaction

planetJV

colorful cosmos of chaos

"મધુવન"

ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

પાર્થેનીયમ

મારા શબ્દ..મારી વ્યથા.. મારી કવિતા..

%d bloggers like this: