RSS

Tag Archives: વિચારોનું વૃંદાવન

વિચારો ની કળી તો મન ના છોડ પર ઉગે છે પણ એને ફૂલ બનાવી ને સુવાસ ફેલાવતું કરવાનો પ્રયાસ.

સલાહ વોહી, જો ખુદ અપનાયે……

makes_eat_time

મારા મામા અને મારી ‘મા’ એ બંનેની એક વાત યાદ આવી ગઈ જે તમારા સુધી પહોંચાડવાનું મન થયું.

આજકાલ ખુબ પોપ્યુલર થયેલી  ટી.વી.સીરીયલ “વીરા”મા જે ભાઈ બહેન છે, એવાં જ આ ભાઈ બહેન હતાં.દરેક જગ્યાએ બેન ને સાથે જ રાખે .દરિયામાં બહેનને તરવાનું શીખવે,ભણવામાં સાથે જ રહે.”બહેન ને આમ, ને બહેન ને તેમ’…..આ એક જ લક્ષ્ય ભાઈનું. ખવડાવે પણ તંદુરસ્તી માટે ઉપયોગી ચીજોની સમજ આપતાં આપતાં.હવે બહેન ને ભીંડાનું શાક ન ભાવે,અને ભાઈને પણ ભીંડાનું શાક ન ભાવે.પણ જ્યારે જમવા બેસે ત્યારે બહેન શાક લેવાની ના પાડે અને ભાઈ તેણે ભીંડાનું શાક ખાવું જ જોઈએ અથવા તો જે રાંધ્યું હોય તે ખાવું જ જોઈએ વગેરે વગેરે કહીને પરાણે શાક ખવડાવે.એકવાર બહેને અકળાઈને ભાઈને કહી દીધું કે મને તમે પરાણે ખવડાવો છો અને તમે કેમ થાળીમાં લેતા જ નથી ?!

અને બસ ! ભાઈએ તે જ દિવસથી થોડુક પણ ભીંડાનું શાક લેવાનું શરુ કર્યું.આ આખી વાતનો મર્મ એ જ છે કે,તમારા બાળકોને સારી ટેવો પાડવી હોય તો તમે એ ટેવો અપનાવી છે ? એ ચેક કરો.તમે બાળકને ઓર્ગેનાઇઝ થતાં શીખવો પણ તમે છો ? એ જુઓ.તમે તમારી ચીજ વસ્તુઓ કે કપડાઓ કે પુસ્તકો વ્યવસ્થિત રાખતાં હશો તો  જ બાળક એ સલાહને તરત અપનાવશે નહિતર,એના મનમાં એક કડવાશ એ આવી જશે કે પોતે તો કઈં કરતા નથી પણ મને  કહ્યા જ કરે છે ! આવી લાગણીને કારણે ભલે એ તમારી સામે કદાચ બોલી નહિ શકે,પણ એ સલાહમાં કઈ દમ નહિ રહે.  માટે તમારા બાળકને સારી  ટેવો પડાવવી હોય તો તમારે પણ તમારી જાતને તપાસવી પડશે.માટે જે સલાહ બીજાને આપો તે તમે  પણ અપનાવો.

Advertisements
 

ટૅગ્સ:

વિચાર વાયુ.

father

બાપ અને દીકરી વચ્ચે ના સંબંધો કેવા હોવા જોઈએ ?

જયારે મા ની હાજરી ન હોય ત્યારે,અથવા મા હોય જ નહિ ત્યારે એકલા પિતા નું કર્તવ્ય શું હોવું જોઈએ?

‘મા’ એવું તત્વ છે આ પૃથ્વી પર કે એની જગ્યા કોઈ ન લઇ શકે,એ વાત સાચી પણ જેમ એકલી સ્ત્રી,મા અને બાપ બંનેની ભૂમિકા નિભાવી શકે તો એકલા પિતા કેમ નહિ ?!હા,અપવાદ દરેક બાબતમાં હોય છે એ અલગ વાત છે.

દીકરી એકલી બાપ સાથે રહેતી હોય કે તે પરણીને સાસરે ગઈ હોય,તેને માતા ની ખોટ હમેશા લાગે છે.મા એના મનની નાનામાં નાની વાત સમજી શકે છે.એની સામાન્ય વાત ને પણ ટેકો આપતી હોય છે.દીકરી ના સંસાર ની નાની નાની ખુશીમાં એ પણ ભાગ લેતી હોય છે.મા એના મન ના ઝોળાને, એ દીકરીના મન ની વાતો ઠાલવવા ની અને એ અંતરંગ વાતો કર્યા પછી, પ્રેમની દોરીથી બાંધી દે છે.એ માત્ર મા અને દીકરી નો જ અંગત ઝોળો હોય છે.

પણ આ જ વાત એકલો પિતા કેમ નથી કરી શકતો ? એમાં શું ખૂટે છે ? મારી દ્રષ્ટીએ,વ્યક્તિ તો બધી જ સરખી હોય છે પછી તે  સ્ત્રી હો કે પુરુષ ! તો આટલો તફાવત કેમ ?!

 

ટૅગ્સ:

ભાઈ બીજ.

ભાઈ બીજ ને દિવસે અમે ભાઈ બહેને નક્કી કર્યું કે,” આ વખતે તારે જ મારે ઘેર આવવાનું છે,દર વખતે હું આવું છું પણ આ ફેરા આપણે ચીલો બદલીએ.”એટલે કે ભાઈએ કહ્યું કે હું આટલા વર્ષોથી તારે ઘેર આવું છું આ વર્ષે તું આવજે.

“ભલે એમ કરશું.”કારણ કે આમાં ‘મારા ઘર કે તારા ઘર કરતાં’, ભાઈ અને બહેન નું મળવું,સાથે પ્રેમથી જમવું ,અને આ સંબંધને વધુ મજબુત બનાવવો એ મુખ્ય વાત છે.અને હું ભાઈ ને  ઘેર ગઈ.આમ તો અવાર ન વાર અમે મળતાં જ હોઈએ છીએ.પણ આ દિવસ નો એવો શો મહિમા છે કે આંગણા મા પગ મુકતાં જ મારું મન પ્રેમ અને આનંદ થી છલકાઈ ગયું ! હું પહોંચી અને ભાઈ હરખથી મને સામો લેવા આવ્યો.

આખો દિવસ  અમે ખૂબ આનંદ કર્યો,જમ્યા,જૂની વાતો યાદ કરી,કેટલાંક જુના ફોટો આલ્બમ જોયાં,અને આખરે સાંજે વળવાનો  સમય થયો.જે ઉમંગ સવારે મળવાનો હતો તે વિદાયના દુઃખમાં પલટાઈ ગયો.

પણ વિદાય છે તો જ મળવાનો આનંદ વધે છે.સાદા દિવસો છે એટલે જ ભાઈ બીજ ના ખાસ દિવસનો મહિમા છે.સાદા દિવસ છે એટલે જ તો રક્ષા બંધન નો મહિમા છે.આ દિવસો ને લીધે જ સંબંધો ગળણીથી ગાળી અને ચાળણીથી ચાળી ને ચોખ્ખાં ચટ્ટ રાખી શકાય છે.ધન્ય છે સંબંધોને સાચવનારા આપણા આ તહેવારો ને !

 

ટૅગ્સ:

દિવાળી આવી….

દિવાળી ના દિવસ માં ઘર ઘર દીવા થાય,

ફટાકડા ફટ ફટ ફૂટે,બાળક બહુ હરખાય.”

આ કવિતા યાદ આવે છે?મને કાયમ દિવાળીના આ જ કવિતા યાદ આવે છે.

બે જ લાઈન માં તહેવાર નો માહોલ કેવો આબેહુબ દર્શાવ્યો છે!

 

ટૅગ્સ:

યાદોનો છાંયડો.


હમણાં મેં એક પુસ્તકના ચાર ભાગ વાંચ્યા.કે જે જીવન ને બળ આપનાર પ્રેરણાત્મક પુસ્તકો છે.”ચિકન સૂપ ફોરધ સોલ”ના અનુવાદો જે સોનલ પરીખે કર્યાં છે.તેના કેટલાંક વિચાર વિસ્તાર….

૧. પ્રિયજન ની યાદ એવો છાંયડો છે જે જિંદગીના આકરા તાપમાં રાહત આપે છે.

આપણે મુસાફરી કરતાં હોઈએ અને માથા ઉપર પ્રખર સુર્ય તપતો હોય તો તરત શેની ઈચ્છા થાય?તો કે,ક્યાંક છાંયડો મળે તો થોડો પોરો ખાઈએ.અને જો ઘટાદાર છાંયડો મળે તો કેવી લાગણી થાય?

હાશ! જરા આરામ કરું,કદાચ મીઠી નિંદર પણ આવી જાય.તો એટલા નાના વિરામ કે આરામ પછી આપણે આગળ મુસાફરી કરવા માટે તાજા તૈયાર થઇ જઈએ છીએ ને?

બસ,આવું જ છે…પ્રિયજન ની યાદ આવે ત્યારે.

જીવન ની સફર ના કોઈક આકરા તાપ થી દઝાયેલા મન માં કોઈ વ્હાલા સ્વજન ની યાદ ઝબકી જાય ત્યારે જાણે ભર ઉનાળે ઠંડો વાયુ વિંઝાય! થોડી તપત હલકી થાય અને મન પર ઠંડા પાણી ની છાલક છંટાય.

 

ટૅગ્સ:

દુઃખી થવાના દસ રસ્તા.-સુખી થવાના દસ રસ્તા.

૧.તમારી જ વાત કર્યા કરો.

૨.તમારો જ વિચાર કર્યા કરો.

૩.’કદર”કદર’ઝંખ્યા કરો.

૪.કોઈ તમારી ઉપેક્ષા કરે તો બળ્યા કરો.

૫.કોઈનો ય વિશ્વાસ ન કરો.

૬.તમારી ફરજ માં થી છટકી જાઓ.

૭.બને તેટલી વાર’હું’ શબ્દ વાપરો.

૮.બીજા માટે ઓછું કરો.

૯.તમારા ઉપકાર માટે કોઈ આભાર ન માને તો સમસમો.

૧૦.દરેક બાબતમાં તમારો જ કક્કો ખરો કરો.

(આના પરથી સુખી થવાના દસ રસ્તા તમને મળશે.)

૧.બીજાની વાત પણ સહાનુભૂતિ થી સાંભળો.

૨.બીજાનો પણ થોડો વિચાર કરો.

૩.કોઈ તમારી ‘કદર’કરે કે ન કરે તમે તમારું કામ કર્યાં જાઓ.

૪.કોઈ તમારી ઉપેક્ષા કરે તો “ભલું થયું ભાંગી જંજાળ”ના મંત્રથી બળ મેળવો.

૫.પ્રેમ અને વિશ્વાસ તો સંસારનો શ્વાસ છે,માટે વિશ્વાસ કરતાં શીખો.

૬.અને ફરજો પ્રેમથી પૂરી કરો પણ,હક્ક ન રાખો.

૭.’હું’ કરતાં ‘અમે’શબ્દનો ઉપયોગ વધુ કરો.

૮.બીજા માટે કૈક કરી છૂટવાની ભાવના રાખો.સંસાર માત્ર એક-બીજા માટે જ જીવવાનું નામ છે.

૯.કૈક કરો તો સામે સરપાવ ની અપેક્ષા ન રાખો તો દુખી નહિ થાવ.

૧૦.દરેક બાબતમાં તમે જ સાચા છો એવું માનવું નહિ.

(આ બધું ખૂબ જ અઘરું છે પાળવા માટે,પણ અશક્ય તો નથી જ ને?)

 

ટૅગ્સ:

ચિંતન કળીઓ.-

૧. તમારી પાસે અઢળક સોનું,રૂપું,હીરા-મોતી ધન ધાન્ય હશે.ઝવેરાતના મજુસ ના મજુસ હોય,સોના ચાંદીના ચરુ હોઈ શકે.છતાં એ વ્યક્તિ વધારે સમૃદ્ધ છે જેની પાસે દાદા-દાદી,કે નાના-નાનીએ કહેલી વાર્તાનો ખજાનો છે.

૨. કોઈના ઝખમ ભરવાની સહુથી સસ્તી અને અસરકારક દવા એ છે કે તેના દર્દની વાતો સહાનુભૂતિથી સાંભળો.

૩. લાગણી અને પ્રેમની બનેલ કોઈ સુંદર ઘટના એ જીવન ભરનું સંભારણું બની જય છે.જરૂર છે તો એની અભિવ્યક્તિની,અને ઓળખની.લાગણી અને પ્રેમ જ એવી ભાવનાઓ છે જે વ્યક્ત કરવી જ જોઈએ.એનાથી વ્યક્ત કરનાર અને અભિવ્યક્તિ ઝીલનાર બંનેના મનને આનંદ મળે છે.

 

ટૅગ્સ:

 
પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

મારી બારી

દીપક ધોળકિયા

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

Booksonclick.com

અડધો ગ્લાસ ભરેલો જોવો

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

arvindadalja.wordpress.com/

My little different Thoughts

ડૉ. સુધીર શાહ Dr. Sudhir Shah

સમય + સમજ + સંજોગ = સંતોષ Time + Understanding + Situation = Satisfaction

planetJV

colorful cosmos of chaos

"મધુવન"

ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

પાર્થેનીયમ

મારા શબ્દ..મારી વ્યથા.. મારી કવિતા..

%d bloggers like this: