RSS

Tag Archives: વિચારો નું વૃદાવન.

વિચાર – વાયુ.-સુખ દુઃખ મનમાં ન આણીએ.

baloons

 

 

 

 

 

 

 

 

સુખ દુઃખ મનમાં ન આણીએ ઘટ સાથે રે ઘડિયાં….

આ બધું આપણે જાણીએ,સમજીએ વિચારીએ ,ચિંતન કરીએ…આં બધું કર્યાં પછી નિષ્કર્ષ શુ ?તો કે,થોડો સમય આપણી ઉપર આ બધાની છાપ રહે છે,પણ આખર તો ભાઈ માણસ છે ! દરેકને પોતાનું દુઃખ પહાડ જેવડું અને બીજાના દુઃખ રાઈ જેવડાં લાગે છે.પણ ક્યારેક બીજાનાં દુઃખ જોવાથી પોતાનું દુઃખ હળવું થાય છે.

તો આમ જ થોડો સમય પણ પોતાના જ દુખને મોટું ન ગણતાં,બીજાના દુઃખ પણ જોવા જોઈએ.

હું એક મંદિરમાં જાઉં છું.ત્યા મને એવાં લોકો જોવા મળે છે કે,ખૂબ સુખી જેવાં દેખાતા હોય પણ એમનું દુઃખ આપણા મનને હલાવી દે.

કોઈની દીકરી અકસ્માતમાં મૃત્યુ પામી હોય,અને ૨ વર્ષનું બાળક ઘરડા નાના-નાની ઉછેરતાં  હોય ! આ કાઈ અમુક ઉંમર પછી સહેલું છે?!

એક ‘મા’ હોય,જે બહેરી અને મૂંગી હોય,એના બે નાના બાળકો હોય,બાળકો કઈ કહેતાં  હોય પણ એ સાંભળી ન શકતી હોય.!

એક  જુવાન સ્ત્રી હોય,એનો પતિ પરદેશમા મૃત્યુ પામ્યો હોય,એકલે હાથે દીકરી નું કન્યાદાન કર્યું હોય,

આ બધું શુ લાગે છે? તેમના હૃદયમાં  એકલતાની પીડા, ફરજનો ભાર કે કુદરતે જે ખોડ આપી છે તેની ફરિયાદ નહિ હોય ?!પણ છતાં આ બધાંને હસતાં,ભજનો ગાતાં,અને તાળી પાડીને ગરબા ગાતાં મે નજરોનજર જોયાં છે.ત્યારે મારી આંખ ભીની થાય છે,અને વિચારું છું કે, કે હે પ્રભુ! સુખ અને દુઃખ તો આ જીવન સાથે વણાયેલાં જ છે તેમાંથી ઉપર ઉઠીને પણ’,“તેં જે આપ્યું તે ફૂલ” સમજીને ને  જીવી લેવું  જોઈએ.ઘણું અઘરું છે,પણ સાવ અશક્ય નથી !

Advertisements
 

ટૅગ્સ:

વિચાર – વાયુ

 

 

 

 

મિત્રો આપણે વિચારીએ કે,જીવનની ગતિ એકધારી સમાંતર રસ્તા ઉપર ચલી જાય ટે ગમે    કે એક પછી એક સોપાન સર કરતા જઈએ શિખર ઉપર પહોચીએ તે વધુ ગમે ? મારા મતે તો જયારે જીવનમાં એકવિધતા આવે ત્યારે તે  સાવ  નીરસ બને છે.તમે જોયું હશે કે,સાવ જ ટ્રાફિક વગરના રસ્તા ઉપર તમે એક કલાક સુધી કાર ચલાવ્યા કરશો તો તમે બોર થઇ જશો.કદાચ ઊંઘ પણ આવવા લાગશે.પણ જો થોડો ટ્રાફિક હોય,હોર્ન વાગતા હોય,જુદા જુદા રંગોની અને જુદા જુદા મોડલની કાર પસાર થતી હોય તો આપણને આપમેળે જ ગતિ મળે છે.એકધારું જીવન શા માટે યોગ્ય નથી તેને માટે થોડા સુત્રો છે તે જોઈએ,

૧ – સોનું ટીપાય તેમ તેનો ઘાટ સુંદર ઘડાય.

૨ – અગરબત્તી જેમ વધુ બળે તેમ સુવાસ વધુ. પ્રસરે.

૩ – ચંદન જેમ વધુ ઘસાય તેમ વધુ મઘમઘે.

૪ – આપણા જીવનના ખરબચડા પથ્થર પર સંઘર્ષના હથોડાનો માર પડે તે પછી તે લીસ્સો બને અને તેમાંથી જ સુંદર શિલ્પ    ઘડાય.

૫ – માટે પહેલે પગથીયે પગ મુકવામાં ભલે ગમે તેટલી તકલીફો પડે પણ નજર શિખર ઉપર રાખીને ધીમેધીમે ચઢશું તો ઉપર પહોચ્યાનો આપણો આનંદ અનેરો જ હશે.

 

ટૅગ્સ:

વિચાર – વાયુ

 

 

 

 

સંસ્કૃતમાં એક કહેવત છે કે,
“यदा यदा हि मुच्यति वाक्य्बाणं,
तदा तदा जाति कुल्प्रमाणं .” એટલેકે,વ્યક્તિને મુખેથી બોલાયેલ શબ્દો એના જાતી અને સંસ્કારની સાક્ષી પૂરે છે.વાણી અને હૈયાને જયારે ઝાઝો સંબંધ નથી રહેતો ત્યારે વાણી જુઠી બની જાય છે.એટલે જ સાચું કહેવાયું છે કે,
“જે કઠોર છે તેને પ્રથમ વિદાય લેવી પડે છે.( દા: ત,-દાંત)
પણ જે નરમ છે -નમ્ર છે તે ટકી રહે છે.” ( દા:ત: જીભ ).

એક વૃદ્ધ સંતના અંતિમ શ્વાસ હતાં,તેવે સમયે ભેગી  થયેલી વ્યક્તિઓમાં થી એક વ્યક્તિએ  સંતને પૂછ્યું કે,”બાબા આપે આપના જીવન દરમ્યાન કઈ બાબતનો નોધપાત્ર અનુભવ કર્યો છે ?”

તે વખતે બાબાએ પોતાનું આખું મો ખોલ્યું અને તેને પૂછ્યું કે,”મારા મોઢા માં  દાંત છે ?”

પેલી વ્યક્તિએ કહ્યું કે,”ના દાંત નથી.”પછી સંતે પૂછ્યું કે,”જીભ છે ?”

એટલે પેલી વ્યક્તિએ કહ્યું કે,”બાબા જીભ તો હોય જ ને !”

બાબા કહે કે ,”બસ ,આ જ મારો અનુભવ છે.જે અક્કડ છે,જે કઠોર છે.તેણે પ્રથમ વિદાય લેવી પડે છે.પણ જે નરમ છે ,જે નમ્ર છે તે કાયમ ટકી રહે છે.”

માટે વાણી મહત્વની છે.વાણી તલવારનુ  અને સોયનુ  બંનેનુ  કામ કરી શકે છે.

વાણી કઠોર શબ્દો દ્વારા તલવારની જેમ કોઈના મનને છેડી પણ શકે છે,

અને નરમ અને હુંફાળા શબ્દોની સોય દ્વારા તુટેલા મનને સાંધી પણ શકે છે.

 

ટૅગ્સ:

ચિંતન કળીઓ

 

 

 

 

જયારે તમે બહુ મોટી મુશ્કેલીમાં સપડાવ અને બધું  જ તમારી વિરુદ્ધ જતું લાગે; અરે ! તે એટલે સુધી કે , હવે એક મીનીટ પણ ટકી રહેવું અશક્ય લાગે,ત્યારે તો ખાસ તમારી વાતને વળગી રહેજો કારણકે,કદાચ એ જ સ્થળે અને એ જ ક્ષણે તમારી મુશ્કેલીઓ ઓછી થવા લાગે.!

મનુષ્ય જે કઈ ખાય છે તેનાથી નહિ ,પણ જે કઈ પચાવી શકે એનાથી બળવાન બને છે.

જે કઈ કમાય છે તેનાથી નહિ, પણ જે કઈ બચાવી શકે તેનાથી ધનવાન બને છે.

જે કઈ વાંચે તેનાથી નહિ, પણ જે કઈ યાદ રાખે તેનાથી વિદ્વાન બને છે.

જે કઈ ઉપદેશ આપે છે તેનાથી નહિ,પણ જે કઈ આચરણ કરે છે તેનાથી ધર્મવાન બને છે.

ફૂલમાં વસેલી ફોરમ એ પ્રાર્થના છે,

પ્રાર્થના થતી નથી એ હોય છે.

-સુરેશ દલાલ

જીવન ઉપર તને પ્રેમ છે ?

એમ હોય તો સમય ગુમાવીશ નહિ,

કારણકે,જીવન સમયનું જ બનેલું છે.

-ફ્રેન્કલીન

 

ટૅગ્સ:

 
પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

મારી બારી

દીપક ધોળકિયા

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

Booksonclick.com

અડધો ગ્લાસ ભરેલો જોવો

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

arvindadalja.wordpress.com/

My little different Thoughts

ડૉ. સુધીર શાહ Dr. Sudhir Shah

સમય + સમજ + સંજોગ = સંતોષ Time + Understanding + Situation = Satisfaction

planetJV

colorful cosmos of chaos

"મધુવન"

ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

પાર્થેનીયમ

મારા શબ્દ..મારી વ્યથા.. મારી કવિતા..

%d bloggers like this: